કેરલના કોઝીકોડ જિલ્લામાં બે વ્યક્તિના અકુદરતી રીતે મોત થતા, આરોગ્ય વિભાગને નિપાહ વાયરસ ના કારને બે લોકોના મોત થયા એવી શંકા થતા નિપાહ વાયરસ ની ચેતવણી જાહેર કરી છે.
તો ચાલો જાણીએ કે, Nipah Virus શું છે?, તેના લક્ષણો શું છે?, તેના થી બચવા શું કરવું?. આ તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો. તો આ લેખને અંત સુધી વાંચો.
નિપાહ વાયરસ શું છે?
WHO મુજબ, નિપાહ વાયરસ એ એક એવો વાયરસ છે જે પ્રાણીઓ અને લોકો વચ્ચે ફેલાય છે. તે મુખ્યત્વે ફ્રુટ બેટ દ્વારા ફેલાય છે સાથે તે ડુક્કર અને બકરા, ઘોડા, કૂતરા અથવા બિલાડી જેવા અન્ય પ્રાણીઓ દ્વારા પણ ફેલાય છે.
Nipah Virus સૌ પહેલા 1998 માં મલેશિયાના કમ્પંગ સુંગાઈ નિપાહ માંથી મળી આવ્યો હતો અને ત્યાંથી જ આ વાયરસનું નામ પણ સામે આવ્યું હતું. તે સમયે Nipah Virus એ ડૂક્કરમાંથી મળી આવ્યો હતો.
નિપાહ વાયરસના લક્ષણો શું છે?
WHO મુજબ, Nipah Virus ના લક્ષણો સામાન્ય રીતે વાયરસના સંપર્કમાં આવ્યા પછી 4 થી 14 દિવસમાં શરૂ થાય છે. આ વાયરસના સામાન્ય અને ગંભીર બને લક્ષણો છે. જે નીચે મુજબ છે.
સામાન્ય લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે.
- તાવ .
- માથાનો દુખાવો.
- શ્વાસ લેવામાં તકલીફ.
- ઉધરસ અને ગળામાં દુખાવો.
- ઝાડા.
- ઉલટી.
- સ્નાયુમાં દુખાવો અને ગંભીર નબળાઇ.
ગંભીર લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે.
- મૂંઝવણ અને દિશાહિનતા.
- અસ્પષ્ટ ભાષણ.
- હુમલા .
- કોમા .
- શ્વાસની તકલીફ .
નિપાહ વાયરસ નો ચેપ કેવી રીતે લાગે છે?
નિપાહ વાયરસ એ ચેપી રોગ છે. તે લાળ, જખમ, પેશાબ અને લોહી જેવા શારીરિક પ્રવાહી દ્વારા શરીરમાં ફેલાય છે.
જો તમે નિપાહ વાયરસથી પીડિત વ્યક્તિની સંભાળ રાખતા હોવ, તો તે વ્યક્તિ જ્યારે ખાંસી કે છીંક ખાય ત્યારે તે વાયરસ તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે.
Nipah Virus એ શ્વસનના ટીપાં દ્વારા ફેલાય છે. આનો અર્થ એ છે કે જ્યારે વ્યક્તિ ખાંસી કે છીંક ખાય છે ત્યારે તે હવા દ્વારા ફેલાઈ શકે છે અને તે અન્ય વ્યક્તિને સંક્રમિત કરી શકે છે.
નિપાહ વાયરસથી બચવા શું કરવું?
જો તમે કોઈ એવા વિસ્તારમાં રહો છો અથવા મુસાફરી કરો છો જ્યાં નિપાહ વાયરસનું સંક્ર્મણ ચાલુ છે, તો તમારે વાયરસથી બચવા માટે નીચેની સાવચેતી રાખવી જોઈએ.
- વારંવાર તમારા હાથ ધોવાનું રાખો.
- બીમાર ડુક્કર અથવા ચામાચીડિયા સાથે કોઈપણ સંપર્ક ટાળો અથવા તેમનાથી દૂર રહો.
- જે જગ્યાએ ચામાચીડિયા આરામ કરવા અથવા સૂવા માટે જાણીતા હોય તેવા વૃક્ષો અથવા છોડો પાસે રહેવાનું ટાળો.
- ચામાચીડિયાના ડંખવાળા કોઈપણ ફળ અથવા જમીનને સ્પર્શેલા ફળને ફેંકી દો.
- વાયરસથી પીડિત વ્યક્તિના લાળ, લોહી અથવા અન્ય શારીરિક પ્રવાહી સાથે તમામ પ્રકારના સંપર્ક ટાળો.
- દૂષિત હોઈ શકે તેવી વસ્તુઓ ખાવા કે પીવાનું ટાળો, સાથે બધા ફળોને ખાતા પહેલા તેને ધોઈને છાલ ઉતારીને ઉપયોગ કરો.
આ પણ વાંચો:-
નિપાહ વાયરસ ની દવા કે રસી છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, નિપાહ વાયરસથી બચવા માટે હાલમાં કોઈપણ પ્રકારની દવા કે રસી બજારમાં ઉપલબ્ધ નથી. તેથી નિપાહ વાયરસથી બચવા માટે, જો તમને ઉપર આપેલા લક્ષણો દેખાય છે તો તરત જ તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ વાયરસને રોકવાનો એકમાત્ર રસ્તો છે, તે છે જાગૃતતા. તેથી જયાં સુધી બને ત્યાં સુધી સાવધાન રહો અને સાચવેત રહો.
મિત્રો અહીં આપેલા માહિતી WHO પર થી મેળવી, અહીં સરળ રીતે મુકવામાં આવી છે. પરંતુ તમે આ વાયરસ વિશે વધુ માહિતી મેળવવા માંગો છો તો “વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન” (WHO) વેબસાઈટ ની મુલાકાત લો. સાથે આવી જ રીતે ગુજરાતી ભાષામાં કંઈક નવું જાણવા માંગો છો તો જોડાયેલા રહો મારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.