પાસ-કી ફીચર્સ : હવે પાસવર્ડની ઝંઝટ નહીં રહે, પાસ-કી થી લોગ-ઈન થશે.

વિશ્વ પાસવર્ડ દિવસના અવસરે ગુગલે પોતાનું એક નવું ફીચર લોન્ચ કર્યું છે, જેનું નામ પાસ કી છે. તો આવો જાણીએ કે પાસ-કી ફીચર્સ શું છે?, Pass Key Features ફાયદાઓ શું છે? અને Pass Key Features સામે પડકાર શું છે?, તો આ લેખને અંત સુધી વાંચો.

 

પાસ-કી ફીચર્સ

 

પાસ-કી ફીચર્સ શું છે?

તમે તમારા સોશિયલ મીડિયાના જુદા જુદા એકાઉન્ટમાં લોગ-ઇન કરવા માટે તમારે જુદા-જુદા પાસવર્ડ યાદ રાખવા પડતા અને કેટલાક લોકો ભૂલી જતા તે હવે પાસવર્ડ યાદ રાખવાની માથાકૂટ ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે. ગૂગલનાં તમામ પ્લેટફોર્મના એકાઉન્ટ્સ પાસ-કી થી ખોલી શકાશે. આ પાસવર્ડનું સ્થાન લેનારી Pass Key થી ફિંગર પ્રિન્ટ, ફેસ સ્કેન કે સ્ક્રીન લૉક પિનની મદદથી એપ્સ ખૂલી જશે. એમ કહેવાય કે તમે એક જ ચાવીથી બહુબધાં તાળાં ખોલી શકશો.એપલ અને માઇક્રોસોફ્ટ કંપનીઓ પાસ-કી ટૅક્નોલોજી પર કામ કરી રહી છે. આ ટૅક્નોલોજી એક વર્ષમાં ચલણમાં આવે, તેવી શક્યતા છે.

 

પાસ-કી ફીચર્સના ફાયદાઓ શું છે?

Pass Key Features ના કારણે ફિશિંગ, સિમ સ્વેપથી પાસવર્ડની ચોરી નહીં થઈ શકે,  ટુ સ્ટેપ વેરિફિકેશનથી વધુ સુરક્ષિત બનશે, કારણ કે આમાં બાયોમેટ્રિકનો ઉપયોગ થયો છે. જેથી અલગ ડિવાઇસમાં અલગ પાસ-કી રાખી શકાશે. તમારી પાસ-કી ક્લાઉડમાં સ્ટોર થશે.

 

પાસ-કી ફીચર્સ સામે પડકાર શું છે?

ક્રોમ અત્યારે Pass Key યાદ રાખી નથી શકતું. – એન્ડ્રોઇડ અને આઇઓએસ વચ્ચે Pass Key ની અદલાબદલી નહીં થઈ શકે. – નોન કૅમેરા કે નોન ટચ સેન્સિટિવ ડિવાઇસમાં પાસ-કી નહીં ચાલે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment