(ભરોસ) BharOS શું છે? : What is BharOS in Gujarati 2023

BharOS શું છે? | What is BharOS in Gujarati | ભરોસ ઓપરેટિંગ સિસ્ટમ

BharOS
BharOS

અત્યારે આપણે ડિજિટલ યુગમાં તમામ લોકો વિવિધ પ્રકારના ડિવાઇસનો ઉપયોગ કરીએ જેમ કે લેપટોપ, કમ્પ્યુટર , મોબાઇલ, ટેબ્લેટ અથવા સ્માર્ટવોચ, જેમાં વિવિધ ઓપરેટીંગ સિસ્ટમ હોય છે જેમ કે, એન્ડ્રોઇડ, આઇફોન ઓપરેટિંગ સિસ્ટમ (iOS) અને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ આ તમામ ઓપરેટિંગ સિસ્ટમ આ ડિવાઇસમાં મોટા ભાગના અમેરિકન કંપનીઓના ઓપરેટિંગ સિસ્ટમ જ જોવા મળેશે. એટલે કે આ તમામ ઓપરેટિંગ સિસ્ટમ અમેરિકા બનાવે છે. તેથી આપણો દેશ ભારત અત્યારે આ બધા ઓપરેટિંગ સિસ્ટમને કારણે અમેરિકા ઉપર આધાર રાખે છે.

 

તેથી તેં વાતને ધ્યાનમાં રાખીને ભારતેં બીજા દેશ ઉપર આટલો આધાર ન રાખવો પડે જેના કારણે ભારતએ પોતાનું પણ એક ઓપરેટિંગ સિસ્ટમ ડેવલોપ કર્યું છે જેનું નામ “BharOS” છે. જે ભારત દેશમાં જ બનાવામાં આવ્યું છે.

BharOS શું છે? – What is BharOS in Gujarati

આ ભારતમાં બનાવેલું મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે, જે રીતે એન્ડ્રોઇડ, આઇફોન ઓપરેટિંગ સિસ્ટમ (iOS) અને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે, તે જ રીતે ભારતે પણ પોતાનું ઓપરેટિંગ સિસ્ટમ બનાવ્યું છે જેનું નામ છે ‘BharOS’. જે ઓપરેટિંગ સિસ્ટમને ખૂબ જ સુરક્ષિત અને પ્રાઇવેટ ગણવામાં આવે છે. ‘BharOS’ થી ભારત ફરી એક વખત ઇતિહાસ રચવા જઈ રહ્યું છે.

 

આ ઓપરેટિંગ સિસ્ટમ ભારતના 100 કરોડ સ્માર્ટફોન યુઝર માટે હશે જેમની પાસે એન્ડ્રોઇડ અને iOS સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. BharOS એન્ડ્રોઇડના જ ઓપન સોર્સ પ્રોજેકટ આધારિત બનાવવામાં આવ્યું છે. જે ઓપરેટિંગ સિસ્ટમ ભારતમાં બનાવવામાં આવ્યું છે. આ ઓપરેટિંગ સિસ્ટમ ગૂગલ સર્વિસ અને તેની એપ્લિકેશનથી મુક્ત હશે.

BharOS ને ભારતમાં કોના દ્વારા બનાવવામાં આવ્યું? 

આ ઓપરેટિંગ સિસ્ટમને IIT મદ્રાસ દ્વારા ઊભી કરવામાં આવેલી એક બિન-નફાકારી સંસ્થા JandK Operations Private Limited  દ્વારા બનાવવામાં આવ્યું છે.

ભારતમાં ‘BharOS’ નો ઉપયોગ અત્યારે ક્યાં થઈ રહ્યો છે? 

હાલમાં આ ઓપરેટિંગ સિસ્ટમ બધા લોકો માટે નથી ઉપલબ્ધ થયું, અમુક જ સંસ્થાઓ જેમને ખૂબ વધારે સુરક્ષા અને પ્રાઈવસીની જરૂર છે તેમના માટે જ ઉપલબ્ધ છે.

‘BharOS’ ની ખાસિયતો શું છે? 

  • આ ઓપરેટિંગ સિસ્ટમ સંપૂર્ણપણે ભારતમાં બનેલું છે.
  • આ ઓપરેટિંગ સિસ્ટમ ભારતમાં બનેલું એક મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે જે Android અને iOS નો એક નવો ઓપ્શન હોય શકે છે.
  • ટેકનિકલ લેવલ ઉપર આ ઓપરેટિંગ સિસ્ટમ Android જેવુ જ છે કારણ કે તે એન્ડ્રોઇડ ઓપન સોર્સ પ્રોજેકટ  ઉપર બનાવવામાં આવ્યું છે.
  • આ ઓપરેટિંગ સિસ્ટમમાં તમને ગૂગલની જે પહેલાથી ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશન અને સર્વિસ મળે છે તે જોવા નહીં મળે. જેના કારણે આ OS વધારે સુરક્ષિત અને પ્રાઇવેટ હશે.
  • આ ઓપરેટિંગ સિસ્ટમમાં તમને એક અલગ એપ સ્ટોર જોવા મળશે જેમાં તમને સુરક્ષિત એપ્લિકેશન જોવા મળશે જેને તમે ઇન્સ્ટોલ કરી શકો છો.
  • આમાં એપ્લિકેશનને ભારતીય યુઝરને ધ્યાનમાં રાખીને ડેવલોપ કરવામાં આવશે.

‘BharOS’ શા માટે બનાવવામાં આવ્યું છે? 

  • BharOS ને સ્માર્ટફોન માર્કેટમાં Android અને iOS ઓપરેટિંગ સિસ્ટમની મોનોપોલીને તોડવા અને તેમને ટક્કર આપવામાં માટે બનાવવામાં આવ્યું છે.
  • ભારતીય લોકોના ડેટાની સુરક્ષા અને તેને સાચવવા માટે એક ભારતીય ઓપરેટિંગ સિસ્ટમ હોવું જરૂરી છે અને ભારતના IT ડેવલોપમેન્ટ માટે પણ એક ભારતીય ઈકોસિસ્ટમ હોવું જરૂરી છે.
  • ઘણી ભારતની IT કંપનીઓ Android અને iOS ની મોનોપોલીને કારણે નફો નથી મેળવી રહી તો તેમને પણ જરૂર રાહત અને નવી તકો મળશે.
  • આ સિસ્ટમના કારણે ભારતને ખુબ જ ફાયદો થશે.

FAQS

પ્રશ્ન – 1 ‘BharOS’ ઓપરેટિંગ સિસ્ટમને ક્યાં દેશે બનાવ્યું છે?

જવાબ – આ ઓપરેટિંગ સિસ્ટમને ભારતે બનાવ્યું છે, જે સંપૂર્ણપણે ભારતમાં બનેલું છે.

પ્રશ્ન – 2 ‘ભરોસ’ ઓપરેટિંગ સિસ્ટમને કઈ કંપની દ્રારા બનાવવામાં આવ્યું છે?

જવાબ :- આ ઓપરેટિંગ સિસ્ટમને IIT મદ્રાસ દ્વારા ઊભી કરવામાં આવેલી એક બિન-નફાકારી સંસ્થા JandK Operations Private Limited  દ્વારા બનાવવામાં આવ્યું છે.

પ્રશ્ન – 3 ‘ભરોસ’ ઓપરેટિંગ સિસ્ટમને ઉપયોગ અત્યારે ક્યાં થઈ રહ્યો છે?

જવાબ:- હાલમાં આ ઓપરેટિંગ સિસ્ટમ બધા લોકો માટે નથી ઉપલબ્ધ થયું, અમુક જ સંસ્થાઓ જેમને ખૂબ વધારે સુરક્ષા અને પ્રાઈવસીની જરૂર છે તેમના માટે જ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “(ભરોસ) BharOS શું છે? : What is BharOS in Gujarati 2023”

Leave a Comment