PM Svanidhi Yojana 2023 : પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત 50 હજાર સુધીની લોન મળવાપાત્ર

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, પીએમ સ્વનિધિ યોજના . તો ચાલો જાણીએ કે પીએમ સ્વનિધિ યોજના શું છે?.

પીએમ સ્વનિધિ યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને પીએમ સ્વનિધિ યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


પીએમ સ્વનિધિ યોજના શું છે?

PM Svanidhi Yojana એ આપણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે વર્ષ 2020 માં કોરોના સમય શરૂ કરવામાં આવેલ હતી. આ યોજના અંતર્ગત કોરોના સમય દરમિયાન દેશમાં લોકડાઉન લાગુ હતું, ત્યારે દેશના તમામ લોકો પોતાના ઘરોમાં હતા. તેથી દેશના તમામ લોકોના વ્યવસાયો બંધ થઈ ગયા હતા. જેથી લોકડાઉન પૂર્ણ થયા પછી તે લોકો ફરીથી પોતાનો વ્યવસાય શરૂ કરી શકે, તે માટે આ યોજના અંતર્ગત રૂપિયા 10,000 હજારથી રૂપિયા 50,000 હજાર સુધીની લોન આપવામાં આવે છે.


પીએમ સ્વનિધિ યોજના યોજનાનો ઉદ્દેશ્ય શું?

આ યોજના ચાલુ કરવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય કોરોનાકાળમાં એટલે કે જયારે આપણા દેશમાં કોરોના સમય સંપૂર્ણ દેશમાં જે લોકડાઉન થયું હતું. તેના કારણે દેશના નાના – મોટા વેપારીઓના ધંધાઓ બંધ થઈ ગયા હતા, તેથી તે વેપારીઓ ફરીથી આ યોજનાનો લાભ લઈને પોતાના ધંધા ચાલુ કરે અને તે આત્મનિર્ભર બંને તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.


પીએમ સ્વનિધિ યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

દેશના જે પણ વેપારીઓ આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • આ PM Svanidhi Yojana નો લાભ મેળવનાર વ્યક્તિ ભારત દેશનો વતની હોવા જોઈએ.
  • આ યોજનાનો લાભ દેશના મજૂરી કામ કરતા લોકોને મળશે. જેમ કે, શાકભાજી વેંચતા, વાળંદ કામ કરતા, મોચી કામ કરતા, સુથાર કામ કરતા , ધોબી કામ કરતા, લારી ચલાવત વગેરે જેવા અલગ અલગ ધંધાર્થીઓ આ લોન આપવામાં આવશે.
  • આ યોજના માટે કોઈ ઉમર મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી. તે તમામ ઉંમરના વેપારીઓને આ લાભ મળશે.

પીએમ સ્વાનિધિ યોજનમાં મળવાપાત્ર લાભ

  • આ યોજનાનો લાભ દેશના તમામ વ્યક્તિઓને આપવામાં આવશે.
  • આ યોજના હેઠળ ઓછામાં ઓછા રૂપિયા 10 હજાર ની લોન અને વધુમાં વધુ રૂપિયા 50 હજારની વ્યવસાય લોન આપવામાં આવશે.
  • જો લાભાર્થી કોઈપણ કારણોસર આ યોજનાની રકમ ન ભરી શકે તો તેમને કોઈ પણ પ્રકારનો દંડ ભરવાનો હોતો નથી.
  • આ યોજનામાં જો તમે દર મહિને સમય સર લોનના હપ્તાઓ ભરતા રહો છો તો તમને તે લોનની રકમ માંથી 7 % થી 9 % સુધીની સબસીડી આપવામાં આવે છે.
  • પીએમ સ્વનીધિ યોજના અંતર્ગત દેશના 60 લાખ કરતા વધારે લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

પીએમ સ્વનિધિ યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

PM Svanidhi Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • લાભાર્થીનું આધારકાર્ડ (ચૂંટણીકાર્ડ / પાનકાર્ડ)
  • લાભાર્થી ની રહેઠાણ અંગે નો દાખલો
  • લાભાર્થી જો BPL મા આવતા હોઈ તો તેઓ એ BPL નો દાખલો આપવાનો રહેશે.
  • ડોમેસાઈલ સર્ટીફિકેટ
  • વેન્ડર અંગેનું પ્રમાણપત્ર
  • અરજદાર નાં બેન્ક ખાતા ની પાસબુક ની ઝેરોક્ષ
  • અરજદાર નાં 2 પાસપોર્ટ સાઈઝ ના ફોટોગ્રાફ
  • અરજદાર નું ઈમેઈલ આઈડી (જો હોય તો)
  • અરજદાર નો મોબાઈલ નંબર

પીએમ સ્વનિધિ યોજના


PM Svanidhi Yojana માં અરજી કેવી રીતે કરવી?

જે લોકો PM Svanidhi Yojana માં ફોર્મ ભરવા માંગે છે તેમને ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

  • સૌપ્રથમ તમારે PM Svanidhi Yojana ની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • જ્યાં તમારી સામે એક નવું હોમ ખુલીને આવશે.
  • હવે આ પેજ ઉપર તમારે મોબાઈલ નંબર નાખીને Next કરવાનું રહેશે.
  • હવે તેમે ત્યાં જે મોબાઈલ નંબર નાખ્યો હશે, તેના પર OTP આવશે.
  • હવે તે OTP ને ત્યાં નાખ્યા બાદ લોગીન બટન પર ક્લિક કરીને લોગીન થવાનું રહેશે.
  • હવે તમે લોગીન થયા બાદ તમારું એકાઉન્ટ ખૂલે જેમાં આ યોજના વિશેની લીંક આપવામાં આવશે તે લિંક ઉપર જવાનું રહેશે.
  • આ લિંક ઉપર ક્લિક કર્યા બાદ PM Svanidhi Yojana વિશેની તમામ વિગતો જાણવા મળશે.
  • હવે તે તમામ વિગતો કાળજીપૂર્વક વાંચીને આગળ ક્લિક કરશો ત્યારે ઓનલાઈન અરજી નુ ફોર્મ ખુલી જશે.જેને કાળજી પૂર્વક તમારે ભરવાનુ રહેશે.
  • હવે ત્યારબાદ તે અરજી ફોર્મમાં માગ્યા મુજબના તમામ ડોક્યુમેન્ટ્સને સ્કેન કરીને ઓનલાઈન અરજીમાં અપલોડ કરીને સબમીટ કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ સબમીટ કર્યા બાદ અરજીને સબમીટ કરવાનો ઓપ્શન આવશે જે સબમીટ કર્યા બાદ આપની અરજી પૂર્ણ થશે.
  • આ રીતે તમે પીએમ સ્વનિધિ યોજનામાં ઓનલાઇન અરજી કરી શકો છો.

આ પણ વાંચો:-

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના


પીએમ સ્વનિધિ યોજના હેલ્પલાઇન નંબર

પ્રિય મિત્રો અમે અહીં તમને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને હજી પણ આ યોજના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અહીં નીચે આપેલ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો.

  • Helpline Number:- 16756557

પીએમ સ્વનિધિ યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

પીએમ સ્વનિધિ યોજના અરજી ફોર્મનો ડેમો અહીં ક્લિક કરો.
પીએમ સ્વનિધિ યોજનાની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.PM Svanidhi Yojana નો લાભ કોને મળે છે?

જવાબ :- આ યોજનાનો લાભ દેશનાં નાના-મોટા વેપારીઓને આ યોજનાનો લાભ મળશે.

2.પીએમ સ્વનિધિ યોજનામાં કેટલી સબસિડી આપવામાં આવે છે?

જવાબ :- આ યોજનામાં જો તમે દર મહિને સમય સર લોનના હપ્તાઓ ભરતા રહો છો તો તમને તે લોનની રકમ માંથી 7 % થી 9 % સુધીની સબસીડી આપવામાં આવે છે.

3.PM Svanidhi Yojana માં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- આ યોજનામાં અરજી કરવા માટે તમારે આ યોજનાની અધિકારીક વેબસાઈટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.

4.પીએમ સ્વનિધિ યોજનામાં કેટલી લોન મળે છે?

જવાબ :- PM Svanidhi Yojana માં ઓછામાં ઓછા રૂપિયા 10 હજાર ની લોન અને વધુમાં વધુ રૂપિયા 50 હજારની વ્યવસાય લોન આપવામાં આવશે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “PM Svanidhi Yojana 2023 : પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત 50 હજાર સુધીની લોન મળવાપાત્ર”

Leave a Comment