પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના 2023 | Pradhan Mantri Matru Vandana Yojana In Gujarat

 

મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આજના આ લેખમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના.

 

તો ચાલો જાણીએ કે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શું છે?, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના


પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શું છે?

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાએ મહિલાઓ માટેની યોજના છે, Pradhan Mantri Matru Vandana Yojana માં જ્યારે કોઈપણ મહિલા ગર્ભાવસ્થા (પ્રેગનેંટ) હોય છે તે સમયે અને બાળકને જન્મ આપ્યા પછી થોડા સમય સુધી તે મહિલા પોતે સારો ખોરકા લે તે માટે તે મહિલાને આ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે.


પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો ઉદ્દેશ્ય શું?

અત્યારે આજના સમયમાં ભારત દેશમાં એવી ઘણી બધી મહિલાઓ છે જેમને પૂરતો ખોરાક મળતો નથી, આના કારણે આપડા દેશની મહિલાઓમાં કુપોશણ જોવા મળે છે. અને જો માતા પોતે જ કુપોષિત હોઈ તો તેના બાળકને કેવી રીતે કુપોષણ મુક્ત કરી શકે એ કેવી રીતે પોતાના બાળક ને સ્વસ્થ બનાવી શકે ? તેથી જો બાળકની માતા નબળી હશે તો એ જે બાળક ને જન્મ આપે એ બાળક પણ કુપોષિત હોવાનું જ છે. એટલે જ્ અપુરતા ખોરાકનાં કારણે માતા કુપોષિત રહે છે પછી તેમાં પેટ માં રહેલી બાળક પણ કુપોષિત રહે છે અને પછી થાય છે આવુ કે બાળક સારું જ્ નથી થાય શકતું બાળક નો વિકાસ જ નથી થતો. જેથી ઘણા બાળકો કુપોષિત રહે છે.

 

આમ બાળક કુપોષિત રહેવાના ઘણા બધા કારણો છે, જેમકે માતા ગરિબ હોવાથી તે બાળક ના જન્મ સમય સુધી મજૂરી કામ કરતા હોય છે, તેથી તેને પુરતો આરામ મળતો નથી. અને માતા પ્રસુતિ સમયે કુપોષિત બાળક ને જન્મ આપે છે. અને કુપોષિત માતા નાં કારણે તેને ધાવણ પણ પૂરું બનતું નથી અને બાળક નાં વિકાસમાં અડ્ચણ બને છે. આવી પરિસ્થિતિ ના બને તે માટે તે મહિલાને સહાય આપવામાં આવે, તેથી કોઈ બાળક કુપોષિતનું શિકારના બંને તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.


પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો લાભ કઈ મહિલાઓને મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યની મહિલાઓને આ યોજનાનો લાભ મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે મહિલાઓને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • કેન્દ્ર સરકારમાં રાજ્ય સરકારમાં કે પછી કોઈપણ જાહેર એકમોમાં નોકરી કરતી હોય અથવા હાલ ગમે તે યોજના અમલમાં હોય અને તે મહિલાને તે યોજનાનો લાભ મળતો હોય તેવી મહિલાઓ સિવાયની બાકીની તમામ મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન યોજના નો લાભ મળશે.
  • જો કોઈ મહિલાને ગર્ભ પડી ગયું હોય અને બાળક મૃત જન્મેલ હોય આવા કિસ્સામાં આ યોજનાનો લાભ મળશે.
  • જો કોઈ મહિલાને ગર્ભ અધૂરા માસે પડી જાય અથવા તો મૃત બાળક નો જન્મ થાય આવા કિસ્સા માં આ યોજનાનો લાભ ફક્ત એક વાર મળશે.
  • જો લાભાર્થી મહિલાએ આ યોજનાનો પહેલા એકવાર લાભ લીધેલ હોય અને ત્યારે પહેલો હપ્તો મળી ગયો હોય એ પછી ગર્ભ પડી ગયું હોઇ તો પછીની બીજી ગર્ભાવસ્થા વેલા એ પહેલો હપ્તો બાદ કરીને ને બાકી નાં હપ્તાનો લાભ મેળવી શકશે.
  • સહાયક બહેનો, આંગણવાડી બેહનો, આશા બેહનો, વોલેન્ટયર બેહનો જો બીજી બધી રીતે લાભાર્થી બનવા યોગ્ય હશે તો તેમને આ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના નો લાભ મળશે.
  • વર્ષ 2017 ની જાન્યુઆરી પછીની તારીખ પછી પરિવારમાં પહેલા બાળકને જન્મ આપનારી તમામ માતાઓને આ યોજનાનો લાભ મળશે.
  • જો કોઈ મહિલાઓને પહેલા આ યોજનામાં લાભાર્થી ને સહાય નાં હપ્તા પ્રસુતિ પહેલાથી મળી ગયેલ હોય અને જો પછી બાળક મૃત જન્મે તો બીજી વખત ની ગર્ભાવસ્થા વખતે આ સહાય નહીં મળે. પરંતુ જન્મ પછી ધાત્રિ મહિલાઓને અપાતી સહાય મેળવવા માતાને મળશે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં મળવાપાત્ર સહાય 

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો લાભ મહિલાનો જુદા-જુદા 3 હપ્તામાં સહાય આપવામાં આવશે, જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

પહેલા હપ્તામાં મળવાપાત્ર સહાય

– ગર્ભાવસ્થાનાં 150 દિવસો સમય દરમિયાનમાં પહેલો હપ્તો આપવામાં આવશે. APL લાભાર્થી મહિલાને પેહેલો હપ્તો 1000 રૂપિયાનો મળશે અને BPL લાભાર્થીને મહિલાને પહેલો હપ્તો 2000 રૂપિયા મળશે.

 

બીજા હપ્તામાં મળવાપાત્ર સહાય

– સગર્ભાવસ્થાનાં 6 માસ પછી બીજો હપ્તો આપવામાં આવશે. જેમાં APL લાભાર્થી  મહિલાને બીજો હપ્તો 2000 રૂપિયાનો આપવામાં આવશે. અને BPL લાભાર્થી  મહિલાને બીજો હપ્તો 2000 રૂપિયાનો આપવામાં આવશે.

 

ત્રીજા હપ્તામાં મળવાપાત્ર સહાય

– બાળકના જન્મની નોંધણી કરાવ્યા બાદ એટલે કે બાળકને BCG,DPT,OPV, hepitatis B જેવી તમામ રસીઓ 14 અઠવાડિયા સુધી મુકાવ્યા બાદ લાભાર્થી મહિલાને ત્રીજો હપ્તો આપવામાં આવશે.જેમાં APL લાભાર્થી  મહિલાને બીજો હપ્તો 2000 રૂપિયાનો આપવામાં આવશે. અને BPL લાભાર્થી  મહિલાને બીજો હપ્તો 2000 રૂપિયાનો આપવામાં આવશે.


પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ? 

Pradhan Mantri Matru Vandana Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે ત્રણ હપ્તા મેળવવા માટે જુદા-જુદા નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

પહેલો હપ્તો મેળવવા માટેના જરૂરી ડોકયુમેન્ટ

  • અરજી ફોર્મ – A. ( જે તમને આંગણવાડી બહેન, નર્સ બહેન, આશા બેન, કે તમારા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળી રહેશે અથવા તમને નીચે લીક આપેલ છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો.)
  • માતા નાં આધારકાર્ડની ઝેરોક્ષ.
  • બાળકના મમતાકાર્ડની ઝેરોક્ષ.
  • બેંક અથવા પોસ્ટ ઓફિસનાં ખાતાની પાસબુકની ઝેરોક્ષ.
  • BPL લાભાર્થીને BPL નો તલાટી પાસેનો દાખલો.
  • શહેરી વિસ્તાર રહેતા જોય તેમના માટે મહાનગરપાલિકા માંથી BPL નો દાખલો.

 

બીજો હપ્તો મેળવવા માટેના જરૂરી ડોકયુમેન્ટ

  • અરજી ફોર્મ – B. ( જે તમને આંગણવાડી બહેન, નર્સ બહેન, આશા બેન, કે તમારા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળી રહેશે અથવા તમને નીચે લીક આપેલ છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો.)
  • બાળકના મમતા કાર્ડની ઝેરોક્ષ.

 

ત્રીજો હપ્તો મેળવવા માટેના જરૂરી ડોકયુમેન્ટ.

  • અરજી ફોર્મ – C. ( જે તમને આંગણવાડી બહેન, નર્સ બહેન, આશા બેન, કે તમારા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળી રહેશે અથવા તમને નીચે લીક આપેલ છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો.)
  • બાળકના મમતાકાર્ડની ઝેરોક્ષ.
  • માતાનું આધારકાર્ડની ઝેરોક્ષ.
  • પિતાનું આધારકાર્ડની ઝેરોક્ષ.
  • બાળકનાં જન્મનાં પ્રમાણપત્રની નકલ.

Pradhan Mantri Matru Vandana Yojana માં અરજી કેવી રીતે કરવી?

જે લાભાર્થી મહિલા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં ફોર્મ ભરવા માંગે છે તેમને ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

Pradhan Mantri Matru Vandana Yojana માં જે લાભાર્થી મહિલા ફોર્મ ભરવા માંગે છે , જો તે ગામડામાં રહે છે તો તેમને પોતાના ગામના આંગણવાડી બહેન પાસે અથવા પોતાના ગામના નર્સ બેન કે પોતાના ગામનાં આશા બેહનો પાસે જઈને તમે આ યોજનામાં અરજી કરી શકો છો અથવા તમે ગામના નજીકમાં આવલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC સેન્ટર) માં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે.

શહેરી વિસ્તારમાં રહેતી લાભાર્થી મહિલા જો Pradhan Mantri Matru Vandana Yojana માં ફોર્મ ભરવા માંગે છે તેમને પોતાના વિસ્તારમાં આવતી આંગણવાડી બહેન પાસે જઈને ફોર્મ ભરવાનું રહેશે અથવા પોતાના શહેરમાં આવેલ અર્બન આરોગ્ય કેન્દ્ર પર જઈને ફોર્મ ભરવાનું રહેશે.


પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ફોર્મ pdf Download

Pradhan Mantri Matru Vandana Yojana માં તમારે ઓફલાઈન ફોર્મ ભરવાનું હોય છે, જેમાં તમને 3 હપ્તામાં સહાય આપવામાં આવે છે, જેથી તમારે 3 પ્રકારના ફોર્મ ભરવાનું રહેશે. જે અરજી ફોર્મ – A,  અરજી ફોર્મ – B અને અરજી ફોર્મ – C ડાઉનલોડ લિંક નીચે આપેલ છે, જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો.

 


આ પણ વાંચો:-

ડો.આંબેડકર આવાસ યોજના 2023 | Dr.Ambedkar Awas Yojana


Pradhan Mantri Matru Vandana Yojana હેલ્પલાઇન

પ્રિય મિત્રો અહીં અમે Pradhan Mantri Matru Vandana Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે તમારા ગામના કે વિસ્તારના આંગનવાડી બહેન, નર્સ બહેન, આશા બહેન કે પછી તમારા નજીકનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કે અર્બન આરોગ્ય કેન્દ્ર પર જઈને સંપર્ક કરીને તમે આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.


પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.Pradhan Mantri Matru Vandana Yojana નો લાભ કોને મળે છે?

જવાબ :- પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો લાભ ગુજરાત રાજ્યની તમામ સગર્ભા સ્ત્રીઓને મળે છે.

 

2.પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામા કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ :- આ યોજનામાં સગર્ભા સ્ત્રીઓને રૂપિયા 6000 ની સહાય આપવામાં આવે છે.

 

3.Pradhan Mantri Matru Vandana Yojana માં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- તમે તમારા ગામના આંગણવાડી બહેન પાસે અથવા પોતાના ગામના નર્સ બેન કે પોતાના ગામનાં આશા બેહનો પાસે જઈને તમે આ યોજનામાં અરજી કરી શકો છો અથવા તમે ગામના નજીકમાં આવલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC સેન્ટર) કે અર્બન આરોગ્ય કેન્દ્ર માં જઈને અરજી કરી શકો છો.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment