100+ બેસ્ટ રોમેન્ટિક શાયરી ગુજરાતી : romantic shayari Gujarati

અત્યારના સમયમાં રોમેન્ટિક શાયરી ગુજરાતી એ કોઈની લાગણી શેર કરવા માટે ખૂબ જ સારું માધ્યમ છે, કારણ કે હાલના સમયમાં બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને કેટલો પ્રેમ કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ જ્યાં સુધી તમે તમારો પ્રેમ ન બતાવો ત્યાં સુધી તે નકામું છે. તેથી અત્યાર ના સમયમાં લોકો પોતાનો પ્રેમ બતાવવા માટે રોમેન્ટિક શાયરી ગુજરાતી નો ઉપયોગ કરી પોતાનો પ્રેમ બતાવતા હોય છો.

જો તમે પણ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે રોમેન્ટિક શાયરી ગુજરાતી શોધી રહ્યા છો. તો અહીં નીચે 100+ બેસ્ટ રોમેન્ટિક શાયરી ગુજરાતી આપી છે. જેથી તમને ગમતી romantic shayari Gujarati નો ઉપયોગ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે કરી શકો છો.


રોમેન્ટિક શાયરી ગુજરાતી


100+ બેસ્ટ રોમેન્ટિક શાયરી ગુજરાતી | romantic shayari Gujarati

||1||

તું મને મળે ના મળે

એ તો ભગવાનના હાથમાં છે,

પણ તને હંમેશા પ્રેમ કરતા રહેવું

એ મારા હાથમાં છે !!


||2||

મારી તડપ

તો કંઈ નથી સાહેબ,

સાંભળ્યું છે કે એના દર્શન

માટે તો અરીસા પણ

તડપે છે !!


||3||

તારા દિલની નજીક છું,

એટલે જ

હું ખુશનસીબ છું !!


||4||

રાધાની લત તો કાનુડો

પણ ના છોડી શક્યો,

તો પછી હું તને કેવી રીતે

છોડી શકું દિકા !!


||5||

શબ્દોની ગોઠવણીનું

નામ શાયરી આપી દવ,

બસ એક તું પાસે આવે એટલે

તને દિલની ડાયરી આપી દવ !!


||6||

તને મારી સિવાય

બીજા કોઈની તકદીરમાં

કેવી રીતે જવા દઉં,

મારું ચાલે તો તને

બીજા કોઈના સપનામાં

પણ ના જવા દઉં !!


||7||

રસ્તો ભલેને

ગમે તેવો હોય,

તું સાથે હશે તો

મંઝીલ જરૂર મળશે !!


||8||

બસ મારી સાથે

હંમેશા તું હોય,

એથી વિશેષ

જિંદગી શું હોય !!


||9||

થીજેલી ઠંડીમાં

હુંફાળો એક ખ્યાલ આપ,

રહેવા દે શાલ, તારી પાસે મને

એક ઉષ્માભર્યું વ્હાલ આપ !!


||10||

તું સુંદર છે

માટે પ્રેમ નથી કરતો તને,

તારું દિલ સુંદર છે

માટે પ્રેમ કરું છું તને !!


||11||

મને પ્રેમની

ખબર ત્યારે પડી જયારે

તને ખોવાના ડરથી મારી

આંખમાં આંસુ આવ્યા !!


||12||

તારું મળવું ના મળવું

એ ભલે કિસ્મતના હાથમા હોય,

પણ તને હંમેશા ચાહતા રહેવું

એ તો મારા હાથમાં છે !!


||13||

અસત્યની જીત એ સમયે જ

નક્કી થઇ જાય છે જયારે સત્ય

જાણનાર વ્યક્તિ મૌન રહે છે !!


||14||

તારા વગર

જીવવાની પહેલી કોશિશમાં

જ હું મરી જઈશ !!


||15||

ભગવાન શિવની જેમ

દુનિયા સાથે લડવું પડે છે,

પોતાની પસંદગીની સ્ત્રીને પ્રેમમાં

છોડી ના દેવી જોઈએ !!


||16||

તું જ જોઈએ છે

તારી ખુશીથી અને

તારી મરજીથી !!


||17||

અજનબી હતી

પછી બેસ્ટી બની,

હવે માં બનીને મને

જ્ઞાન દે છે !!


||18||

આમ તો હું

બહુ હરામી છું પણ

તારા માટે સુધરવા

તૈયાર છું !!


||19||

તને પામવી એ મંઝિલ નથી,

તને જિંદગીભર ખુશ જોવી એ

મારું એક માત્ર સપનું છે !!


||20||

અને એક દિવસ ભગવાન

તમને એવી વ્યક્તિ સાથે મળાવે છે

કે એમના આવવાથી તમારી જિંદગી

એકદમ મસ્ત થઇ જાય છે !!


||21||

ફીરકી પકડવા વાળી

તો ઘણી મળી રહેતી હોય છે,

જરૂર તો ગુંચ ઉકેલવાવાળીની છે !!


||22||

કેટલો નસીબદાર હશે

એ અરીસો પણ કે જેની પાસે તું

સામે ચાલીને જતી હોઈશ !!


||23||

આ સમયમાં

સાચો પ્રેમ મળવો એટલે

ભગવાન મળવા !!


||24||

એવું નથી કે બીજી

કોઈ છોકરી નહીં મળે મને,

સત્ય એ છે કે તારા સિવાય કોઈ

બીજી છોકરીને જોવાની મારી

ઈચ્છા જ નથી !!


||25||

જા આખી દુનિયા ફરી લે,

પણ ખુશી તો તને મારી બકવાસ

વાતોથી જ મળશે !!


||26||

આખી દુનિયાને

ભૂલીને આજે ઈઝહાર કરું છું,

હું તને બહુ પ્રેમ કરું છું !!


||27||

મારે વેલેન્ટાઇનના

7 દિવસ નથી મનાવવા,

મારે તો તારી સાથે ફેરા ફરીને

7 વચન નિભાવવા છે !!


||28||

હું તને ભૂલી જઈશ,

એ તો કિસ્મતમાં લખ્યું હશે ને

તો પણ નહીં થાય મારાથી !!


||29||

પહેલા એ મને થોડી

પાગલ લાગતી હતી અને

હવે એને જોઇને હું પોતે જ

પાગલ થઇ જાઉં છું !!


||30||

હું તો શરીફ જ છું પણ

તારી અદાઓ જ કંઇક એવી છે કે

મારો ઈરાદો બગડી જાય છે !! – રોમેન્ટિક શાયરી


100+ બેસ્ટ રોમેન્ટિક શાયરી ગુજરાતી | romantic shayari Gujarati

||31||

જીવનના અંત

સુધી હું તારી રાહ જોઇશ,

તારું દિલ કરે ત્યારે આવી જજે

હું તારું સ્વાગત કરીશ !!


||32||

કંઈપણ બોલ્યા વગર

એ ઘણુબધું બોલી જાય છે,

જયારે મારી સાથે બેસીને એ મને

હળવેથી સ્પર્શી જાય છે !!


||33||

ચા જેવો પ્રેમ કરું છું તને,

સવાર સાંજ ના મળે તો મારો

આખો દિવસ બગડી જાય છે !!


||34||

બધું ખોઈને જીવી લઈશ

અને સહન પણ કરી લઈશ,

બસ એક તને ખોઈને જીવવાની

હિંમત નથી મારામાં !!


||35||

એમ તો મન નથી થતું

કોઈની સાથે વાત કરવાનું,

પણ વાત જો તારી સાથે થતી હોય

ત્યારે મન નથી ભરાતું !!


||36||

મને પારખવા જઈશ તો

છેતરાઈ જઈશ પણ એકવાર

આંખ બંધ કરીને વિશ્વાસ કર તો

હું દિલથી લુંટાઈ જઈશ !!


||37||

કોઈ કપલમાં ઝગડો થાય

એટલે બંને એમ જ વિચારતા હોય કે

હમણાં એ આવીને મને મનાવશે પણ પછી

મનાવે એ જ છે જે વધુ પ્રેમ કરે છે !!


||38||

તને ક્યાં ખબર છે

કે હું તને કેટલો પ્રેમ કરું છું,

ઉપરવાળા સામે આ માથું જો નમે

તો પહેલા તારી ખુશી માંગુ છું !!


||39||

તું બસ એટલું કહી

દે કે મળીશું ક્યારેક તો

હું મારી આખી જિંદગી તારી

રાહ જોઈ લઈશ !!


||40||

રાખી લે ને

મને તારી પાસે,

બીજે ક્યાંય મારું આ

દિલ નથી લાગતું !!


||41||

ઇન્તજાર જો

પાર્વતીજી જેવો હોય,

તો પ્રેમ પણ હંમેશા શિવજી

જેવો જ મળે છે !!


||42||

હું તારી માટે બધા

રાવણ સાથે લડી લઈશ,

પણ શું તું મારા હિસ્સાનો

વનવાસ સ્વીકાર કરીશ !!


||43||

ગળે લગાવીને

સાંભળ એ ધડકન જે

દરેક ક્ષણે તને મળવાની

જીદ કર્યા કરે છે !!


||44||

જે અદાથી

એ મારી સામે જુએ છે,

મારું દિલ કરે છે કે ગળે

લગાવી લઉં એને !!


||45||

બહુ હેરાન કરે છે એ

મને કારણ કે એને ખબર છે

કે હું એને મુકીને ક્યારેય

ક્યાંય નહીં જાઉં !!


||46||

આપણી જોડી બનવાથી

કઈ રીતે રોકશે આ જમાનો,

મેં તને આ દુનિયા પાસેથી નહીં

મહાદેવ પાસેથી માંગી છે !!


||47||

પહેલા તારી

વાતોથી પ્રેમ હતો,

હવે તારાથી થઇ ગયો છે

અને તારી વગર મને

ચાલતું જ નથી !!


||48||

હરકતો

એની પ્રેમ વાળી હતી,

જયારે અમારા અરમાન પણ

જાગ્યા તો કહે આપણે તો ખાલી

સારા દોસ્ત છીએ ને !!


||49||

એવું નથી કે તારી

જરૂર છે એટલે તું ગમે છે,

પણ તું બહુ ગમે છે એટલે

મને તારી જરૂર છે !!


||50||

સમય ભલે ને

ગમે તેટલો ઓછો હોય,

પણ તને મળવું બહુ

ગમે છે મને !! – રોમેન્ટિક શાયરી


||51||

મને તારી

સ્માઈલ બહુ ગમે,

અને વધારે ગમે જયારે એનું

કારણ હું હોઉં !!


||52||

તું હોય હું હોય અને નદી

કિનારાની લાંબી Walking હોય,

બસ એથી વિશેષ બીજું શું હોય !!


||53||

તમે હતા અને તમે છો

અને હંમેશા તમે જ રહેશો

મારી આ જિંદગીમાં !!


||54||

એટલો પ્રેમ

કરીશ હું તમને કે

બીજા જનમમાં પણ તમે

મને જ માંગશો !!


||55||

કાશ હું તને

મારું મન થાય ત્યારે

HUG કરી શકું !!


||56||

પ્રેમ ના થાય તો

કેસ કરી દે મારા પર,

મુદતે મુદતે મળીશું !!


||57||

મને પણ રીસાવું ગમે છે

પણ જરૂર છે કોઈ એવા વ્યક્તિની

જે રિસાઈ ગયા પછી મને મનાવવા આવે !!


||58||

તું જો આવે

તો તને એક વાત કહું,

તારા હોઠો પર સુંદર હાસ્ય

થઈને બતાવું !!


||59||

રાધાની લત તો

કાનુડો પણ ના છોડી શક્યો

તો હું તને કેવી રીતે છોડી શકું !!


||60||

તને જરાય ખબર નથી

કે તું મારા માટે કેટલી જરૂરી છે

અને મને જરાય ખયાલ નથી કે હું

તને આ કઈ રીતે સમજાવું !! – રોમેન્ટિક શાયરી


||61||

સપનું

ભલે ગમે તે હોય,

એ સપનામાં તું

જ હોય છે !!


||62||

ચોકલેટ

કરતા મીઠા તો,

તારા આ હોઠ છે દિકા !!


||63||

દિલ તો કરે છે કે

તને ગળે લગાવીને કહી દઉં,

કે તારા વગર રહી તો શકું છું પણ

જીવી નથી શકતો !!


||64||

તારા જીવનમાં

મારે એટલું સ્થાન જોઈએ છે,

તારા નામની પાછળ મારે મારું

નામ જોઈએ છે !!


||65||

નયનનો

થાક ઉતારવા,

એકવાર તારો ચેહરો

નિહાળવો છે !!


||66||

તારી એ

કરેલી એક Kiss,

જાનેમન હું રોજ

કરું છું Miss !!


||67||

તું આવે તો એક GIFT આપું,

તારા ગાલ પર એક SWEET

KISS આપું !!


||68||

સીધો છોકરો

અને નખરાળી છોકરી,

પરફેક્ટ કપલ બંને !!


||69||

દિલમાં તારી ચાહત

અને હોઠો પર તારું નામ છે,

આજે મોકો છે ગાંડી પ્રેમ કરીલે એમાં

તારી ફ્રેન્ડનું શું કામ છે ??


||70||

મને તો એની વાતો

સાંભળવામાં જ મઝા આવે,

ને એમની ફરીયાદ છે તમે તો

કંઈ બોલતા જ નથી !! – રોમેન્ટિક શાયરી


100+ બેસ્ટ રોમેન્ટિક શાયરી ગુજરાતી | romantic shayari Gujarati

||71||

જિંદગી હોય કે શતરંજની રમત,

પણ મજા તો ત્યારે જ આવે જયારે

રાણી મરતા દમ સુધી સાથે હોય !!


||72||

હવે તો

મારી પણ જીદ છે,

તું નહીં તો બીજું કોઈ નહીં !!


||73||

આ આંખોની ગહેરાઈ

કરતા પણ ગહેરો છે મારો પ્રેમ,

માપવા બેસીશ મારો પ્રેમ તો

કાયનાત પણ ટૂંકી પડશે !!


||74||

એ પ્રેમ જ શું જે

તારી “હા” પર નિર્ભર રહે,

મારો પ્રેમ તો તારી “ના” પછી

પણ કાયમ રહેશે !!


||75||

આભાર તારો

મને પ્રેમ કરવા માટે,

બસ સદાય આમ રહેજે મારો

બનીને મારા માટે !!


||76||

આમ તો ટેવ નથી

મને પાછળ વળીને જોવાની,

તમને જોયા તો થયું એકવાર

ફરી જોઈ લઉં !!


||77||

મારે જીવવું છે તારી જોડે,

તને મારી જિંદગી

બનાવીને !!


||78||

Ex કે Next

કશું જ નથી મારે,

First અને Last

બધું તું જ છે !!


||79||

શું એવું ના થઇ શકે ?

તું આવીને મને ગળે

લગાવી લે !!


||80||

જે લોકો સાચો

પ્રેમ કરતા હોય છે,

એ ટાઈમપાસ નહીં મેરેજ

કરે છે !!


||81||

ઓયે પાગલ

ચાલને એકલામાં,

મારે તને એક #Kiss

કરવી છે !!


||82||

તારા વગર પણ જિંદગી હતી,

પણ તું જ જિંદગી બની જઈશ

એવી ક્યાં ખબર હતી !!


||83||

હું રહું કે

ના રહું એની સાથે,

હે ભગવાન એને હંમેશા

ખુશ રાખજે !!


||84||

બસ આજે

એટલું જ કહેવું છે,

કે તું ધારે એના કરતા

વધારે ખાસ છે !!


||85||

કોઈની એક

વાત ના સાંભળનારી,

આજે મારી દરેક વાત

માનવા લાગી છે !!


||86||

પ્રેમ વરસાવે છે

મજામાં લાગે છે,

વરસાદ પણ આજે

નશામાં લાગે છે !!


||87||

બહુ ઉંચી

અપેક્ષાઓ નથી અમારી,

રહેવા માટે તારા દિલ જેવું

ઘર મળે તો ચાલે !!


||88||

છેક આત્મા સુધી

સ્પર્શ કર્યો છે તને,

એમ તો ક્યાંથી

ભૂલી શકવાની મને !!


||89||

ચાના કપ જેવો

નશો છે તારામાં,

સવાર પડે ને તલબ

જાગી જાય છે !!


||90||

જો એ તમને વાત વાતમાં

Block અને Unblock કરતી હોય,

તો મારા વાલા પાક્કું એ તમને

#Love જ કરે છે !! – રોમેન્ટિક શાયરી


||91||

કાશ તું આવીને મને

Merry Christmas કહે,

અને હું તને Marry Me કહું !!


||92||

બહુ પ્રેમ કરું છું

હું એને દોસ્ત,

જેની સાથે મારે માત્ર

આંખોની જ ઓળખાણ છે !!


||93||

ખુદા કબુલ ના કરે એ દુવા,

જેમાં તમને કોઈ બીજાએ

માંગ્યા હોય !!


||94||

હું ઘરનો દરવાજો

બની રહું આજીવન,

જો તું તોરણ બની

મને વળગી રહે !!


||95||

છોકરીઓ તો

એવી જ સારી લાગે,

જે ખુબ જ નખરાળી હોય

અને હંમેશા ખુશ રહે !!


||96||

આ ઠંડીમાં તને

ઓનલાઈન જોઇને,

તાપણું કર્યું હોય એવું

#Feel થાય છે !!


||97||

હું એને મળવા માટે

દુવા શું કરવા માંગુ,

આંખો બંધ કરતા જ જેનો

ચહેરો નજર સામે આવે છે !!


||98||

મારે મન ખુશી એટલે,

તું હસે ને એમાં હું

ભળી જાઉં !!


||99||

જો જિંદગી હોય

તો તારી સાથે,

અને જો મોત હોય

તો તારા પહેલા !!


||100||

એ લોકો સાથે #ચેટ

કરવાની બહુ મજા આવે,

જે #બાય કહ્યા પછી પણ

#ચેટ ચાલુ જ રાખે !!


100+ બેસ્ટ રોમેન્ટિક શાયરી ગુજરાતી | romantic shayari Gujarati

||101||

મારે દાખલ થવું છે

તારા દિલના દવાખાનામાં,

મને પણ પ્રેમના બે ત્રણ

બાટલા ચડાવી દે ને !!


||102||

મારું બસ

એક જ સપનું છે,

હું અને તું હંમેશા

સાથે જ રહીશું !!


||103||

સમજાતું નથી કે તારી જોડે

પ્રેમ થયો છે કે ધુમ્મસ,

તારા સિવાય કશું દેખાતુજ નથી !!


||104||

કમી નથી

આ દુનિયામાં છોકરીઓની,

પણ આ દિલને તારા સિવાય

કોઈ મંજુર નથી !!


||105||

નથી નીકળી શકાતું તારા

વિચારોમાંથી જરૂર કોઈ રાઝ છે,

ફક્ત તને જ ચાહું છું એ જોઇને

તો આખી સૃષ્ટિ નારાજ છે !!


||106||

કાશ ! હું તારા

પ્રેમમાં નીલામ થઇ જાઉં,

છેલ્લી બોલી તું લગાવે ને હું

તારે નામ થઇ જાઉં !!


||107||

બસ એ દાખલો જ

મને ન આવડ્યો,

કે તારી બાદબાકી પછી

શું વધે છે મારામાં ?


||108||

સુંદર તો

ઘણી બધી હોય છે,

પણ તું સુંદર સાથે ડાહી

પણ બહુ છે !!


||109||

પ્રેમ એટલે

એ ગળે મળીને કહે,

તારા વગર મજા નથી

આવતી યાર !!


||110||

ભલે મને કોરોના થઇ જાય,

બાકી Good Night Kiss તો

રોજ જોઇશે જ મારે હો !! – રોમેન્ટિક શાયરી


||111||

હવે તો વિરાટને પણ

અનુષ્કા મળી ગઈ,

ખબર નહીં તું મને

ક્યારે મળીશ !!


||112||

મોઢેથી

હવે શું ના પાડે છે,

તારી આંખો એ હજાર

વાર હા પાડી છે !!


||113||

ચાંદ તારાની

મને કોઈ ઈચ્છા નથી,

તું મારા માટે મેકડોનાલ્ડની

ફ્રાય ફ્રેંચી લઇ આવે તો

પણ ઘણું છે !!


||114||

મને છોડીને જવું

એટલું સહેલું હોત,

તો Bye કહ્યા પછી

આટલી વાતો ના હોત !!


||115||

એનાથી વધારે પ્રેમ

તમને કોઈ નહીં કરી શકે,

જે તમને પામવા માટે ખુબ

રડ્યું હોય !!


||116||

મને હેરાન કરવા જ,

ભગવાને તને બનાવી છે !!


||117||

કઈ રીતે કહું

કે તારાથી પ્રેમ નથી,

મારા માટે તો પ્રેમનો

મતલબ જ તું છે !!


||118||

બસ તારી આ

મીઠી સ્માઈલ જોઇને જ,

હું મારા અડધા દુઃખ

ભૂલી જાઉં છું !!


||119||

મારું બસ એક એવું સપનું છે,

કે હું બકવાસ કર્યા કરું અને કોઈ

મને ચુચાપ સાંભળ્યા કરે !!


||120||

મને મળે તેના કરતા

સુખ તને વધુ મળે,

તને મળે તેના કરતા

દુઃખ મને વધુ મળે !!


આ પણ વાંચો:- 100+ બેસ્ટ લવ શાયરી ગુજરાતી | Love Shayari Gujarati


સારાંશ

પ્રિય પ્રેમિકાઓના પ્રેમીઓ અને પ્રેમીઓની પ્રેમિકાઓ અમે આશા રાખીએ છીએ કે, તમે અહીંયા રોમેન્ટિક શાયરી ગુજરાતી મળી હશે. તો આમ રોમેન્ટિક શાયરીની જેમ વિવિધ શાયરીઓ જાણવો માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે – રોમેન્ટિક શાયરી

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “100+ બેસ્ટ રોમેન્ટિક શાયરી ગુજરાતી : romantic shayari Gujarati”

Leave a Comment