100+ બેસ્ટ લવ શાયરી ગુજરાતી | Love Shayari Gujarati

અત્યારના સમયમાં ગુજરાતી લવ શાયરી એ કોઈની લાગણી શેર કરવા માટે ખૂબ જ સારું માધ્યમ છે, કારણ કે હાલના સમયમાં બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને કેટલો પ્રેમ કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ જ્યાં સુધી તમે તમારો પ્રેમ ન બતાવો ત્યાં સુધી તે નકામું છે. તેથી અત્યાર ના સમયમાં લોકો પોતાનો પ્રેમ બતાવવા માટે લવ શાયરીનો ઉપયોગ કરી પોતાનો પ્રેમ બતાવતા હોય છો.

જો તમે પણ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે ગુજરાતી લવ શાયરી શોધી રહ્યા છો. તો અહીં નીચે 100+ બેસ્ટ લવ શાયરી ગુજરાતી આપી છે. જેથી તમને ગમતી Love Shayari Gujarati નો ઉપયોગ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે કરી શકો છો.


લવ શાયરી ગુજરાતી


100+ બેસ્ટ લવ શાયરી ગુજરાતી : Love Shayari Gujarati

||1||

જે વ્યક્તિ જોરદાર

પ્રેમ કરી શકે એ જ વ્યક્તિ

તમને જોરદાર નફરત

પણ કરી શકે છે !!


||2||

એવું જ હોય છે,

જેની સાથે પ્રેમ થાય

એ સાવ આસાનીથી મળી જાય

તો વિશ્વાસ નથી થતો !!


||3||

પ્રેમમાં રાહ જોવી એ

તો સાચા પ્રેમની નિશાની છે,

જે રાહ જોઈ શકે એ જ તો

પ્રેમને નિભાવી શકે !!


||4||

ઘરવાળા શું કહેશે

દુનિયા શું કહેશે એવું વિચારીને

એ વ્યક્તિનો સાથ ના છોડતા

જેની દુનિયા તમે છો !!


||5||

જીવનમાં એ વ્યક્તિને

જો ખોઈ દેશો જેના દિલમાં

તમારા માટે ઈજ્જત, ચિંતા અને

સાચો પ્રેમ હોય તો સમજી જજો કે તમારા

જેવું બદનસીબ બીજું કોઈ નથી !!


||6||

પ્રેમના કોઈ

પુરાવા નથી હોતા,

એનું નામ સાંભળતા જ

દિલના ધબકારા વધી જાય

તો સમજી લેજો પ્રેમ છે !!


||7||

અપનાવી લો એને

જે દિલથી ચાહે છે તમને,

કેમ કે બહુ ઓછા લોકોને

સાચો પ્રેમ મળે છે !!


||8||

સમયને પણ

કોઈ સાથ પ્રેમ થયો છે,

એટલો બેચેન રહે છે કે ક્યાંય

ઉભો જ નથી રહેતો !!


||9||

શરાબની બોટલ

તો એમ જ બદનામ છે,

નશો કરવો જ હોય તો

પ્રેમ કરી જુઓ !!


||10||

પ્રેમ વગર માણસ,

માત્ર એક શરીર છે !!


||11||

પ્રેમ ક્યારેય

અધુરો નથી રહેતો,

અધુરી રહી જાય છે એકબીજા

સાથે રહેવાની ઈચ્છા !!


||12||

પ્રેમ થવા લાગે તો

પૂજા પાઠ શરુ કરી દેજો,

મોહબ્બત હશે તો મળી જશે ને

બલા હશે તો ટળી જશે !!


||13||

કોઈ કારણ વગર

નથી થતી કોઈની મુલાકાત,

એક અધુરો રહી ગયેલો સંબંધ

પૂરો થવાનું લખ્યું હોય છે !!


||14||

તમારી સુંદરતા કદાચ

આકર્ષણનું કારણ હોઈ શકે,

પણ તમારો વ્યવહાર જ પ્રેમનું

કારણ બની શકે છે !!


||15||

તરસ લાગી છે

અને પાણીની બાધા છે,

બસ આવી જ કંઇક એ

કાનાની રાધા છે !!


||16||

તારી મરજી યાર !

જયારે મન થાય વાત કરજે

અને મન ના થાય તો ના કરીશ,

બસ હંમેશા ખુશ રહેજે કેમ કે

તારી ખુશીમાં જ મારી ખુશી છે !!


||17||

પ્રેમ હજુ નવો છે

એટલે ઘણી કસમો ખાઓ છો,

થોડો સમય જવા દો પછી જોઈએ

કે તમે કેટલો નિભાવો છો !!


||18||

કોઈની સામે માથું

ના ઝુકાવનાર માણસ જો

તમારી સામે હાથ જોડીને તમારા

પ્રેમની ભીખ માંગે અને જો તમે

એ પ્રેમને ઠુકરાવી દો તો તમારા જેવું

બદનસીબ બીજું કોઈ ના હોય !!


||19||

કોઈને હાસિલ કરવા

માટે કેટલું તડપવું પડે છે,

એ તો જેમણે સાચો પ્રેમ કર્યો હોય

એમને જ ખબર હોય છે !!


||20||

પ્રેમ કરવો સહેલો નથી,

એક વાંદરી માટે થઈને બીજી

100 વાંદરીઓને આપણે ઇગ્નોર

કરવી પડે છે સાહેબ !! (લવ શાયરી ગુજરાતી)


||21||

પ્રેમ તો પ્રેમ છે,

પછી અધુરો શું

અને પૂરો શું !!


||22||

શરમાય છે ને

મને જોઇને ગભરાય પણ છે,

પણ એ મને જ્યારે જોવે છે ત્યારે

મારું મન પણ મલકાય છે.


||23||

જોડીઓ બધાની

ઉપરવાળાએ જ બનાવી છે,

કોઈની સામે ભીખ

ના માંગતા સાહેબ !!


||24||

આ પ્રેમ

મને બહુ જ પજવે છે,

જો ને છાનામાના કરું છું તોય

ગામ આખું ગજવે છે !!


||25||

તમને જોયાને

ઉડી ગયો ચૈન,

કરવી હતી દોસ્તીને

થઈ ગયો પ્રેમ !!


||26||

આ પ્રેમ પણ

છે ને ખુબ જબરો,

કીધા વગર જ

થઇ જાય છે નવરો !!


||27||

સાથે સુવું એ પ્રેમ નથી,

પણ સાથે રહેવું એ પ્રેમ છે !!


||28||

પ્રેમને સમજવા માટે,

એકવાર પ્રેમમાં તૂટવું

પણ બહુ જરૂરી છે !!


||29||

પ્રેમ કરો તો

બસ એક જ વ્યક્તિથી,

અને એ પણ સાચા

દિલથી કરો !!


||30||

એમ કંઈ કાચા

હૃદયના લોકોનું આ કામ નથી,

જીગર જોઈએ જે નથી મળવાનું

એને ચાહવા માટે !! (લવ શાયરી ગુજરાતી)


||31||

આ તો પ્રેમનું

ગણિત છે સાહેબ,

અહીં બેમાંથી એક જાય

તો કશું ના વધે !!


||32||

કોઈ Busy છે એમની લાઈફમાં,

એનો મતલબ એ નથી કે એ

તમને પ્રેમ નથી કરતા !!


||33||

ઘણીવાર

આપણામાં આવતો બદલાવ,

કોઈને દિલથી પ્રેમ કર્યાનું

પરિણામ હોય છે !!


||34||

સાચે જ ખુશ રહેવું છે ?

તો તમે જેને પ્રેમ કરો છો એની

સાથે નહિ પણ તમને જે પ્રેમ કરે છે

એની સાથે જિંદગી વિતાવજો !!


||35||

એક સ્ત્રી ક્યારેય

એવો પુરુષ નથી ઈચ્છતી,

કે જેનો પ્રેમ માત્ર બેડરૂમ પુરતો

આકાર લેતો હોય !!


||36||

ટેરવે થી ઝુલ્ફો ને

હટાવી નયન મીચી જાય છે,

તારા એજ ચિત્રમાં મારો પ્રણય

વીતી જાય છે !!


||37||

પ્રેમ એ નથી કે

માત્ર પામીને જ કરી શકાય,

ક્યારેક ક્યારેક કોઈને મનથી ચાહીને

પણ પ્રેમ કરી શકાય !!


||38||

કોઈને પ્રેમ

કરીને એનો પ્રેમ મેળવવો,

એ અમુક લોકોના નસીબમાં

જ હોય છે !!


||39||

પ્રેમથી તમે

આમ દુર ના ભાગો,

બધા પ્રેમ કંઈ તમને

દર્દ ના આપે !!


||40||

પ્રેમ પણ

બાળક જેવો છે,

એને જેમ વહાલ આપશો

એમ વધશે !!


100+ બેસ્ટ લવ શાયરી ગુજરાતી : Love Shayari Gujarati

||41||

પ્રેમ એટલે

ગર્લફ્રેન્ડથી લઈને,

ઘરવાળી સુધીની સફર !!


||42||

પરિણામની ખબર

તો મીરાને પણ હતી,

પણ વાત પ્રેમ નિભાવવાની હતી !!


||43||

પ્રેમ બહુ નાઝૂક

મિજાજનો હોય છે,

અક્કલનો ભાર ઉપાડી

નથી શકતો !!


||44||

આકર્ષણ સ્વભાવિક છે,

પણ પ્રેમનો આધાર માત્ર

સુંદરતા ના હોવો જોઈએ !!


||45||

વિખેરાઈ જઈને

પણ નવી શરૂઆત થઇ શકે છે,

મૌન ધારણ કરીને પણ પ્રેમની

વાત થઇ શકે છે !!


||46||

પ્રેમ હોય

કે પછી દરિયો,

તળિયે શું મળશે એ તો ત્યાં

પહોંચ્યા પછી જ ખબર પડે !!


||47||

છોકરીઓ

બધું જ સહી શકે છે,

પણ પ્રેમમાં દગો ક્યારેય

સહન નહીં કરે !!


||48||

પ્રેમ એટલે

જાગતી આંખે વિચારોમાં અને,

બંધ આંખે સપનાઓમાં જોડાયેલા

રહેવાનો દસ્તાવેજ !!


||49||

તારા દિલને

મારા દિલ સાથે જોડી દે,

બાકી બધું મારા પર છોડી દે !!


||50||

પ્રેમને જરાક

સાચવીને પીરસજો,

સાચો પ્રેમ બધાને પચતો નથી !! (લવ શાયરી ગુજરાતી)


||51||

પ્રેમ એ છે જે માણસને

કરમાવા નથી દેતું,

નફરત એ છે જે માણસને

ખીલવા નથી દેતું !!


||52||

તું શું કરીશ એ જાણીને

કોણ ચાહે છે તને,

બસ તું કોને ચાહે છે

એ જાણવું જરૂરી છે !!


||53||

આદત આ પ્રેમની

બહુ ખરાબ છે,

મળે પણ એને જેને એની

કદર નથી હોતી !!


||54||

લાગણી હોય

તો ઝગડો થાય,

બાકી લાગણી ના હોય ત્યાં

વાત પણ નથી થતી !!


||55||

ના હું કવિ

ના મારી કોઈ કવિતા,

હું છું કૃષ્ણ ને તું જ મારી રાધિકા !!


||56||

જે કિસ્મતમાં હોય

એની સાથે જ પ્રેમ થતો હોત,

તો દુનિયામાં પ્રેમની કોઈ

કિંમત જ ના રહી હોત !!


||57||

પ્રેમ કરવા વાળા

હજારો મળી જશે,

તલાશ એની કરો

જે નિભાવી જાણે !!


||58||

દિલના દર્દનો આખી

દુનિયામાં ઈલાજ નથી હોતો,

કરો પ્રેમ અને મળી જ જાય

એવો રીવાજ નથી હોતો !!


||59||

જેને તમારી

સાથે સુવા કરતા,

જાગવામાં વધારે રસ હોય

એ સાચો પ્રેમ !!


||60||

દાવ પર

લગાવવી પડે છે જિંદગી,

કોઈના દિલમાં મફત પ્રવેશ

ક્યાં મળે છે !!


||61||

પ્રેમ મરતો નથી સાહેબ,

પ્રેમ તો મારી નાખે છે !!


||62||

પ્રેમ તો બધાને

પૂરો જ થાય છે,

બસ હંમેશા સાથે

જીવવાની ઇચ્છા જ

અધુરી રહી જાય છે !!


||63||

જે પ્રેમ સફળ નથી

થતો એ પછી ફક્ત,

પાસવર્ડ બનીને

રહી જાય છે !!


||64||

તારી ખામોશી

પર તો ફીદા છું જ,

એકવાર જવાબ આપી દે તો

ફના પણ થઇ જાઉં !!


||65||

ભલે તારા

રૂપ પ્રત્યે આકર્ષણ છે,

પણ પ્રેમ તો તારા હૃદય

સાથે જ છે !!


||66||

છે ઈશ્ક તો કબૂલી લે

આમ આંખો ચાર ના કર,

સ્વીકારી લે ખુલ્લા દિલથી

આમ ઝુકેલી નજરોથી

વાર ના કર !!


||67||

કોઈ દિવસ ના રડેલા પણ,

પ્રેમમાં પડતા જ રડવાનું

શીખી જાય છે !!


||68||

પ્રેમ બેહદ

હોવો જોઈએ,

અધુરો કે પૂરો એ તો

પછીની વાત છે !!


||69||

સાચો પ્રેમ

તો એ છે સાહેબ,

લાઈફમાં ઓપ્શન ઘણાબધા હોય

પણ ચોઈસ તો એક વ્યક્તિની

જ હોવી જોઈએ !!


||70||

એક સમય

અને એક મજબૂરી,

આ બંનેની સામે

પ્રેમ હારી જાય છે !! (લવ શાયરી ગુજરાતી)


||71||

તારા માટે હું આખી

જિંદગી રાહ જોઈ શકું છું,

કેમ કે પ્રેમ જ તને હું એટલો

બધો કરું છું !!


||72||

આ પ્રેમ, પ્યાર,

ઈશ્ક અને મોહબ્બતના,

એક એક અક્ષર વિકલાંગ કેમ છે ?


||73||

હું તને એક વાત કહું

આજે પણ શરત એટલી છે,

હું બોલું નહીં અને તું

સમજી જાય તો !!


||74||

સાચો પ્રેમ

તો એને જ કહેવાય,

જ્યારે છોકરો પોતાની રાધાને

રુકમણી બનાવીને

ઘેર લાવે !!


||75||

સંબંધ રહે તો

આત્માનો આત્માથી રહે,

કેમ કે શરીર તો એકબીજાથી

ધરાઈ જતા  હોય છે !!


||76||

એક વાત

તો સાચી છે સાહેબ,

જો Care કરવા વાળું વ્યક્તિ

મળી જાય તો પ્રેમ આપો

આપ થઇ જ જાય !!


||77||

આજકાલ

લોકો પ્રેમ ઓછો,

ને દેખાવ વધારે કરતા

હોય છે !!


||78||

પ્રેમ કરવાની

મજા તો ત્યારે જ આવે,

જયારે બંને વચ્ચે કોઈ ઈગો

કે શરત ના હોય !!


||79||

મિત્રો પૂછી

જોજો કોઈ પ્રેમીને,

મિલનના સુખ કરતા વિરહનો

ડર વધુ હોય છે !!


||80||

તારી નજરને

કહે થોડો વિચાર કરે,

આમ આપણી લાગણીનો

પ્રચાર ના કરે !!


100+ બેસ્ટ લવ શાયરી ગુજરાતી : Love Shayari Gujarati

||81||

નથી સમજ પડી મને હજુ

આ એમના અતુટ પ્રેમની,

નિરાંતથી સુતો રહું હું ને

આ રાત કેમ જાગતી હશે !!


||82||

રુક્મણી કાન્હાના

નસીબમાં હતી,

પણ કાન્હાના દિલમાં

તો રાધા જ હતી !!


||83||

કોઈને ચેહરા પરની

સ્માઈલ જયારે તમારી

જવાબદારી થઇ જાય,

સમજી લો એની સાથે

પ્રેમની શરૂઆત છે !!


||84||

જે તમને

સાચો પ્રેમ કરતા હશેને,

એ તમરા માટે ક્યારેય

Busy નહીં હોય !!


||85||

હું તારી જિંદગીમાંથી

કશું જ ના માંગું,

તું આપે જો સાથ

તો બસ એ જ માંગું !!


||86||

કહેવું તો ઘણું છે તને,

બસ તારા પૂછવાની રાહ છે !!


||87||

કેવું અજીબ

વાક્ય છે “આય લવ યુ”,

પ્રશ્નાર્થ નથી છતાં પણ

જવાબ આપવો પડે છે !!


||88||

સાથ નિભાવવાની

તાકાત હોય તો જ ચાલજે,

કારણ કે હું ઘણાને છોડીને

આવું છું તારા ભરોસે !! 


||89||

ચાલને મળીએ

કોઈપણ કારણ વિના,

રાખીએ સંબંધ કોઈપણ

સગપણ વિના !!


||90||

હા બ્રેકઅપથી

બહુ દુઃખ થાય છે,

પણ માત્ર એમને જેમનો

પ્રેમ સાચો છે !!


||91||

મને ક્યાં ખબર

હતી કે પ્રેમ એટલે શું,

આતો તે સમજાવ્યું અને

તને જ કરી બેઠો !!


||92||

પામવું એ જ પ્રેમ હોત

તો મીરાંનો પ્રેમ વહેમ હોત,

અને રાધાને પણ કોઈ યાદ

ના કરતુ હોત !!


||93||

પ્રેમ પૂરો થાય

તો રામ જેવો,

ને અધુરો રહે તો

રાધે શ્યામ જેવો !!


||94||

ભીખની જેમ

માંગવા છતાં ના મળે,

એને આ દુનિયા પ્રેમ

કહે છે !!


||95||

છોકરો જિસ્મ માંગે તો હવસ,

અને છોકરી સામેથી આપે તો પ્રેમ,

વાહ દુનિયાદારી વાહ !!


||96||

નસીબ અને પ્રેમ

ભલે દગો આપતા હોય,

પણ જયારે સાથ આપે ત્યારે

દુનિયા બદલી નાખે !!


||97||

પ્રેમ બંને

પક્ષે હોવો જોઈએ

બે પૈડાથી જ ગાડી ચાલે,

અને પૈડું ન હોય તો ગાડું

ઢસડાતું જ હોય છે

ચાલતું નથી !!


||98||

તારી સુંદરતા

અધુરી છે મારા શબ્દ વિના,

અને મારા શબ્દો અધૂરા છે

તારી વાહ વિના !!


||99||

પ્રેમ નિભાવતા

આવડવો જોઈએ,

થઈ તો બધાને જાય છે.


||100||

જો પ્રેમ લગ્ન

કરવા એ પાપ છે,

તો બે પ્રેમીઓને અલગ

કરવા એ મહાપાપ છે !! (લવ શાયરી ગુજરાતી)


||101||

દોસ્તી પ્રેમમાં બદલાઈ શકે,

પણ પ્રેમ ક્યારેય પાછો દોસ્તીમાં

ના બદલાઈ શકે !!


||102||

સુંદરતા જોઇને કોઈને

પ્રેમ નહીં આકર્ષણ થાય,

જેને આપણે પ્રેમ કરીએ છીએ એ

તો હંમેશા સુંદર જ દેખાય !!


||103||

જો કોઈના પ્રેમને

જોઈ ના શકો તો કંઈ નહીં,

પણ એને તોડવાનો પ્રયત્ન

ક્યારેય ના કરો !!


||104||

જે લોકો તન

પામવા પ્રેમ કરે છે,

એ મનને ક્યારેય પામી

નથી શકતા !!


||105||

પારખા પ્રણયના

પાનખરમાં જ થાય છે,

બાકી વસંતમાં તો દરેક પાન

લીલું જ લાગે છે !!


||106||

વાસના ખેંચે છે,

પ્રેમ પ્રતીક્ષા કરે છે !!


||107||

સમજો તો પ્રેમ છે,

ના સમજો તો મજાક !!


||908||

પ્રેમ જેવી ખુશી

બીજે ક્યાંય નહીં મળે,

જો યોગ્ય સમયે અને યોગ્ય

વ્યક્તિ સાથે થાય !!


||109||

Respect

અને Care વગર,

કોઈપણ પ્રેમ અધુરો હોય છે !!


||110||

પહેલા પોતાને પૂછી તો જો

મારું સ્થાન તારા જીવનમાં ક્યાં છે,

પછી હમસફર બનવાની વાત કર !!


||111||

અગણિત

ઈચ્છાનું ફળ મળે,

મને હસીને જયારે તું મળે !!


||112||

ભલે એની કોઈ

વોરંટી કે ગેરંટી નથી,

છતાં વર્ષોથી પ્રેમની

કિંમત ઘટી નથી !!


||113||

અધુરી મુલાકાત જ,

ફરીથી મળવાનો વાયદો હોય છે !!


||114||

જે તમને સાચે

જ પ્રેમ કરતા હશે,

એ તમારા માટે ક્યારેય

Busy નહીં હોય !!


||115||

આમ તો ખુબસુરત

શરીર બહુ વેચાય છે બજારમાં,

પણ કંઇક તો ફરક છે સાહેબ

સોદા અને મોહબ્બતમાં !!


||116||

બધા સંબંધોને

નામની જરૂર નથી,

બસ કોઈ પારકું પોતાનું

લાગે એ જ પ્રેમ છે !!


||117||

દિલમાં સાચો

પ્રેમ હોવો જોઈએ,

બાકી ચહેરા તો બધાના

સુંદર જ હોય છે !!


||118||

બધા સંબંધોને

નામની જરૂર નથી,

બસ કોઈ પારકું પોતાનું

લાગે એ જ પ્રેમ છે !!


||119||

આમ તો ખુબસુરત

શરીર બહુ વેચાય છે બજારમાં,

પણ કંઇક તો ફરક છે સાહેબ

સોદા અને મોહબ્બતમાં !!


||120||

દુર રહેલો પ્રેમ,

હદમાં પણ લાજવાબ હોય છે !! (લવ શાયરી ગુજરાતી)


આ પણ વાંચો:-


સારાંશ

પ્રિય પ્રેમિકાઓના પ્રેમીઓ અને પ્રેમીઓની પ્રેમિકાઓ અમે આશા રાખીએ છીએ કે, તમે અહીંયા લવ શાયરી ગુજરાતી મળી હશે. તો આમ લવ શાયરીની જેમ વિવિધ શાયરીઓ જાણવો માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે. (લવ શાયરી ગુજરાતી)

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “100+ બેસ્ટ લવ શાયરી ગુજરાતી | Love Shayari Gujarati”

Leave a Comment