ધુળેટી 2024 : તમને ખબર છે ધુળેટી કેમ ઉજવાય છે? જાણો ધુળેટીનો ઇતિહાસ

દેશના તમામ લોકો ધુળેટીને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને ધુળેટી કેમ ઉજવાય છે? તેની માહિતી નથી હોતી. ધુળેટીના દિવસે એક વ્યક્તિ બીજા વ્યક્તિને કલર લગાવે છે. પરંતુ ધુળેટીનો ઇતિહાસ શું છે તે નથી જાણતા અને ધુળેટી કઈ તારીખે છે 2024 માં તે પણ જાણીએ. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી આ લેખમાં તો આ લેખને અંત સુધી વાંચો.


ધુળેટી કેમ ઉજવાય છે?


ધુળેટી કેમ ઉજવાય છે? જાણો ધુળેટીનો ઇતિહાસ

રંગો અને મસ્તીનો તહેવાર એટલે ધુળેટી, જેને ભારત દેશમાં અનેક રંગરૂપમાં મનાવવામાં આવે છે. પરંતુ હિંદુઓ માટે હોળીનો તહેવાર એ પૌરાણિક મહત્ત્વ છે. કારણ કે, ભારતમાં ધુળેટીના તહેવારને વિવિધ પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ-અલગ કથાઓ છે. તો ચાલો જાણીએ કે ધુળેટી કેમ ઉજવાય છે? અને ધુળેટીનો ઇતિહાસ શું છે.

પ્રાચીન દંતકથાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ રંગમાં શ્યામ હતા અને રાધાજી ગોરા હતા. શ્રી કૃષ્ણએ આ અંગે મૈયા યશોદાને ઘણી વખત ફરિયાદ કરતા હતા.

પરંતુ મૈયા યશોદા તેમને સમજાવીને ટાળતી હતી. પણ જ્યારે શ્રી કૃષ્ણ તે વાત થી રાજી ન થયા ત્યારે મૈયા યશોદાએ શ્રી કૃષ્ણને કહ્યું કે તારો જે રંગ છે, તે જ રંગ રાધાના ચહેરા પર લગાવી દે. જે બાદ તારો અને રાધાનો રંગ સરખો થઇ જશે.

તોફાની કૃષ્ણને તેમની મૈયાની આ વાત સાંભળી અને તેમને પોતાના મિત્ર ગ્વાલાસ સાથે કેટલાક અનોખા રંગો તૈયાર કર્યા અને રાધા રાનીને રંગવા માટે વ્રજ પહોંચી ગયા.

શ્રી કૃષ્ણએ તેમના સાથીઓ સાથે રાધા અને તેના મિત્રોને આનંદ ઉલ્લાસથી રંગ્યા હતા. તેમની આ તોફાનવ્રજના લોકોને ગમી અને ત્યારથી રંગો સાથે હોળીનો તહેવાર શરૂ થયો. ત્યારથી જ હોળીના તહેવારને ઉત્સાહ સાથે રમવામાં આવે છે.


ધુળેટી કઈ તારીખે છે 2024

ફાગણ સુદ પૂનમના દિવસે આપણે હોળીનો તહેવાર ઉજવીએ છીએ. હોળીની સાંજે આપણે હોલિકા દહન કરીએ છીએ અને હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 24 માર્ચના રોજ હોલિકા દહન કરવામાં આવશે અને 25 માર્ચના રોજ ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે.


આ પણ વાંચો:-


પ્રિય મિત્રો અમે અહીં ટૂંકમાં ધુળેટી કેમ ઉજવાય છે? તેના વિશે માહિતી આપી છે અમે આશા રાખીએ છીએ કે તમને ધુળેટી કેમ ઉજવાય છે? આ લેખ ગમ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “ધુળેટી 2024 : તમને ખબર છે ધુળેટી કેમ ઉજવાય છે? જાણો ધુળેટીનો ઇતિહાસ”

Leave a Comment