પ્રિય વિધાર્થી મિત્રો અહીં સંજ્ઞા અને તેના પ્રકાર વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં સંજ્ઞાની વ્યાખ્યા શું છે?, સંજ્ઞાના પ્રકારો અને તેના ઉદાહરણ દ્રારા સમજાવવામાં આવ્યા છે, જો તમે સંજ્ઞા અને તેના પ્રકાર વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો. તો આ લેખને અંત સુધી વાંચો.
સંજ્ઞા ની વ્યાખ્યા
સંજ્ઞા ની વ્યાખ્યા :-
સંજ્ઞા એટલે કે વ્યક્તિ, શબ્દ, ગુણ, વસ્તુ, ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરતો હોઈ તો તેને સંજ્ઞા કહેવામાં આવે છે. અથવા સંજ્ઞાને નામ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સંજ્ઞા અને તેના પ્રકાર
સંજ્ઞાના પ્રકારો
સંજ્ઞા ના કુલ પાંચ પ્રકાર છે, જે નીચે મુજબ છે.
- વ્યક્તિવાચક સંજ્ઞા
- દ્રવ્યવાચક સંજ્ઞા
- જાતિવાચક સંજ્ઞા
- ભાવવાચક સંજ્ઞા
- સમુહવાચક સંજ્ઞા
સંજ્ઞા અને તેના પ્રકાર વિશે વિસ્તૃત માહિતી
1) વ્યક્તિવાચક સંજ્ઞા
વ્યક્તિવાચક સંજ્ઞાની વ્યાખ્યા :- કોઈ પ્રદાર્થ કે પ્રાણીને ઓળખવા માટે એક અલગ નામ આપવામાં આવે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.
વ્યક્તિવાચક સંજ્ઞા ના ઉદાહરણ :- રાહુલ, રાજસ્થાન, પાટણ, ગંગા વગેરે.
2) દ્રવ્યવાચક સંજ્ઞા
દ્રવ્યવાચક સંજ્ઞાની વ્યાખ્યા :- કોઈ પ્રદાર્થને ઓળખવા માટે વપરાતું નામ દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે.
દ્રવ્યવાચક સંજ્ઞા ના ઉદાહરણ :- પાણી, સોનુ, તેલ, રૂ, તાંબુ, કાપડ, ઘી, ચાંદી, દૂધ વગેરે.
3) જાતિવાચક સંજ્ઞા
જાતિવાચક સંજ્ઞાની વ્યાખ્યા :- કોઈ પ્રાણી કે પ્રદાર્થને પોતાના જાતિ દ્વારા ઓળખવામાં આવે તો તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.
જાતિવાચક સંજ્ઞા ના ઉદાહરણ :- તળાવ, શહેર, પર્વત, રાજ્ય, માણસ, કૂતરો, નદી, દેશ, વાદળ વગેરે.
4) ભાવવાચક સંજ્ઞા
ભાવવાચક સંજ્ઞાની વ્યાખ્યા :- ગુણ, ક્રિયા, ભાવ, સ્થતિ કે લાગણીને ઓળખીએ તેને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે.
ભાવવાચક સંજ્ઞા ના ઉદાહરણ :- મૂર્ખાઈ, બુરાઈ, શોક, રમત, ગરીબાઈ, ભલાઈ, મીઠાશ, સેવા, કામ, દમ, સચ્ચાઈ વગેરે
5) સમુહવાચક સંજ્ઞા
સમુહવાચક સંજ્ઞાની વ્યાખ્યા :- પ્રાણી, વ્યક્તિ કે વસ્તુના સમૂહને જે નામે ઓળખવામાં આવે તેને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.
સમુહવાચક સંજ્ઞા ના ઉદાહરણ :- ટોળું, ટુકડી, મેળો, ફોજ વગેરે.
પ્રિય મિત્રો
અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ પ્રસંદ આવ્યો હશે, જો તમને આ લેખમાં કોઈ પ્રકારની ભૂલ દેખાય છે તો અમને કોમેન્ટમાં જણાવશો અને આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-