વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજના 2023 | Vidhva Swarupa Punah Lagna Arthik Sahay Yojana

 

મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આજના આ લેખમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા મહિલાઓ ના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજના.

 

તો ચાલો જાણીએ કે વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજના શું છે?, વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજના

 

વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજના

Vidhva Swarupa Punah Lagna Arthik Sahay Yojana એ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના વિધવા મહિલાઓ માટે ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત જે મહિલાના પતિનું મરણ થયું છે અને તેને ફરીથી પાછા બીજી જગ્યાએ લગ્ન કર્યા છે તે મહિલાને આ યોજના હેઠળ રૂપિયા 50,000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે.

 

વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાનો હેતુ શું?

Vidhva Swarupa Punah Lagna Arthik Sahay Yojana નો મુખ્ય હેતુ લગ્ન કરવા તૈયાર વિધવા બહેનોને સમાજમાં વર્તમાન પ્રહવાહમાં પુન:લગ્ન કરવા અને મહિલાઓ પરત્વે સામાજિક માનસિકતામાં પરિવર્તન લાવવા માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે.

 

વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાનો લાભ કઈ મહિલાઓને મળશે? (પાત્રતા અને શરતો)

જે મહિલાઓ આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે જ મહિલાઓને  આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

 • આ યોજનાનો લાભ વિધવા મહિલાઓને મળશે.
 • આ યોજનાનો લાભ મેળવનાર મહિલા ગુજરાત રાજ્યની વતની હોવી જોઈએ.
 • આ યોજના હેઠળ લાભ મેળવનાર વિધવા મહિલાની ઉંમર 18 વર્ષ 50 વર્ષ સુધી હોવી જોઈએ.
 • જે મહિલા વિધવા સહાય યોજનાનો લાભ મેળવે છે તેને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
 • જે મહિલા પોતાના પુન:લગ્ન થયાના 6 મહિનામાં અરજી કરશે તેને જ આ યોજનાનો લાભ આપવામાં આવશે.

 

વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજનામાં મળવાપાત્ર સહાય?

Vidhva Swarupa Punah Lagna Arthik Sahay Yojana હેઠળ જે મહિલાના પતિના મરણ બાદ તે ફરીથી નવું ઘર વસાવે છે તેને બે તબક્કાઓમાં રૂપિયા 50,000/- ની સહાય આપવામાં આવે છે. જેમાં પ્રથમ તબક્કામાં વિધવા લાભાર્થી મહિલાના બચત ખાતામાં જિલ્લા કક્ષા DBT હેઠળ રૂપિયા 25,000/- ની રકમ જમા કરવામાં આવશે. અને બીજા તબક્કામાં રૂપિયા 25,000/- ની રકમ રાષ્ટ્રીય બચત પત્રો આપવામાં આવે છે.

 

વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

Vidhva Swarupa Punah Lagna Arthik Sahay Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો

 

 • પુન:લગ્નની નોંધણી અંગેનું પ્રમાણપત્ર.
 • જે વ્યક્તિ સાથે પુન:લગ્ન થયેલ હોય તેના સરનામાં અંગેનો પુરાવો.
 • ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો સહાયનો હુકમ
 • બચત ખાતાની પાસબુકની પહેલા પાનાની ઝેરોક્ષ.
 • પુન:લગ્ન પરત્વે દંપતિના સંયુક્ત પાસપોર્ટ સાઈઝના ફોટો

 

વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજના ફોર્મ pdf

પ્રિય મિત્રો Vidhva Swarupa Punah Lagna Arthik Sahay Yojana નું ફોર્મ તમે નીચે આપેલી વિવિધ જગાએથી મેળવી શકો છો અથવા નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.

 

 • તમારા ગામના VCE જે ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર હોય છે તેના પાસે તમને આ યોજનાનું ફોર્મ મળી જશે.
 • તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી ફોર્મ મળી જશે.
 • જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી પણ આ યોજનાનું ફોર્મ મળી જશે.

 

આ પણ વાંચો:-

વિધવા સહાય યોજના | Vidhva Sahay Yojana

 

વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Vidhva Swarupa Punah Lagna Arthik Sahay Yojana માં તમારે ઓફલાઈન અને ઓનલાઇન બન્ને રીતે અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

 • સૌ પ્રથમ તમારે આ યોજનાનું ફોર્મ મેળવવાનું રહેશે.
 • હવે આ તમારે આ ફોર્મમાં માગ્યા મુજબની તમામ માહિતી તમારે તે ફોર્મમાં ભરવાની રહેશે.
 • વિગતો ભર્યા બાદ તલાટીશ્રીના સહી-સિક્કા કરીને ખરાઈ કરવાની રહેશે.
 • હવે તે ફોર્મમાં માહિતી ભર્યા બાદ તમારે તે ફોર્મની પાછળ ફોર્મમાં માગ્યા મુજબના તમામ ડોકયુમેન્ટ જોડવાના રહેશે.
 • હવે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો તમારે ફોર્મ લઈને તમારા ગામના VCE જે ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર હોય છે તેના પાસે જવાનું રહેશે.
 • હવે જો શહેરી વિસ્તારમાં રહો છો તો તમારે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર પાસે ફોર્મ લઈને જવાનું રહેશે.
 • હવે તેમના દ્રારા ઓનલાઇન અરજી કરવામાં આવશે. જેની સંપૂર્ણ પ્રક્રિયા તેમના દ્રારા કરવામાં આવશે.
 • હવે ઓનલાઇન અરજી થઈ ગયા બાદ તમને આ અરજીની પ્રિન્ટ આપવામાં આવશે જે તમારે તમારી પાસે રાખવાની રહેશે.

 

વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજના હેલ્પલાઈન નંબર 

પ્રિય મિત્રો અહીં અમે તમને Vidhva Swarupa Punah Lagna Arthik Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે તમારા ગામના VCE જે ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર હોય છે તેના પાસે અથવા શહેરી વિસ્તારમાં રહો છો તો તમારે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈને માહિતી મેળવી શકો છો.

 

વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

આ યોજનામાં અરજી કરવા માટે Dijital Gujarat Portal અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

 

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાનો લાભ કોને મળે છે?

જવાબ :- 18 વર્ષ કે તેથી વધુ ઉમરની કોઈપણ મહિલાના પતિનું મરણ થાય છે. તે મહિલા ફરીથી પુન:લગ્ન કરે છે તે તમામ મહિલાઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

 

2.વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ :- Vidhva Swarupa Punah Lagna Arthik Sahay Yojana માં પુન:લગ્ન કરેલ મહિલાને રૂપિયા 50,000/-  ની સહાય આપવામાં આવશે.

 

3.વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજનામાં કેટલા સમય ગાળામાં અરજી કરવાની રહેશે?

જવાબ :- વિધવા મહિલાના પુન:લગ્નના 6 મહિનામાં અરજી કરવાની રહેશે.

 

4.વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- Vidhva Swarupa Punah Lagna Arthik Sahay Yojana માં Dijital Gujarat પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે તમને ઉપર બતાવ્યા મુજબ VCE અથવા તાલુકા કક્ષાએ કરવામાં આવશે.

પોસ્ટ શેર કરો:
           

Leave a Comment