વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના 2024 | Vikram Sarabhai Scholarship Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા વિધાર્થીઓ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના.

તો ચાલો જાણીએ કે Vikram Sarabhai Scholarship Yojana શું છે?, વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના શું છે?

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના નું સાચું નામ વિકાસ શિષ્યવૃતિ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ ધોરણ 8 માં ભણતા વિધાર્થીઓને આ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના હેઠળ દર વર્ષે કુલ 10 વિધાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેમાં ઓછામાં ઓછી પાંચ છોકરીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ યોજના હેઠળ જે વિધાર્થીઓની યોજના હેઠળ પરીક્ષા લેવામાં આવે છે જે પરીક્ષામાં પાસ થાય તે વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં ₹1,00,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.


વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનાનો હેતુ શું?

આ યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને માર્ગદર્શનનો અભાવ પણ જોવા મળતો હોઈ છે તો તે ધ્યાન માં લઇ ને ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા દ્વારા અધ્યાપક શ્રી વિક્રમ સારાભાઈ ની સ્મૃતિમાં 10 શિષ્યવૃત્તિની સ્થાપના કરવામાં આવી છે. જેથી ગ્રામીણ વિસ્તારમાં રહેતા વિધાર્થીઓને સહાય મળી રહે.


વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનાનો લાભ કયા વિધાર્થીઓને મળશે? (પાત્રતા અને શરતો)

જે પણ વિધાર્થી આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • આ યોજનાનો લાભ ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં ભણતા વિધાર્થીઓને મળશે.
  • જે વિધાર્થીના કુટુંબની વાર્ષિક આવક 1.5 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
  • વિદ્યાર્થી ગુજરાતના રાજ્યના કોઈપણ ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • આ યોજના હેઠળ દર વર્ષે કુલ 10 વિધાર્થીઓને જ સ્કોલરશીપ આપવામાં આવે છે. જેમાં 5 સ્કોલરશીપ છોકરીઓને જ આપવામાં આવે છે.

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનામાં મળવાપાત્ર સહાય

મિત્રો Vikram Sarabhai Scholarship Yojana હેઠળ રૂ.1,00,000/- ની સહાય વિવિધ હપ્તાઓમાં આપવામાં આવે છે. જેની માહિતી નીચે મુજબ છે.

ધોરણ 9 રૂપિયા 20,000/- ની શિષ્યવૃતિ.
ધોરણ 10 રૂપિયા 20,000/- ની શિષ્યવૃતિ.
ધોરણ 11 (ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે તો) રૂપિયા 30,000/- ની શિષ્યવૃતિ.
ધોરણ 12 (ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે તો) રૂપિયા 30,000/- ની શિષ્યવૃતિ.

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Vikram Sarabhai Scholarship Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • વિધાર્થીના કુટુંબના આવકનો દાખલો. (આવકનો દાખલો 1.5/- લાખ કે તેથી ઓછો હોવો જોઈએ.
  • શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થીનું પ્રમાણપત્ર.
  • ધોરણ 7 ની માર્કશીટ સાથે ધોરણ 10 ના વિદ્યાર્થીઓના કિસ્સામાં ધોરણ 9 ની માર્કશીટ.
  • વિદ્યાર્થીનો ફોટો.
  • જો વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પસંદ થાય તો નીચે મુજબના ડોકયુમેન્ટ જોઈએ.
  • બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ. (બેંક એકાઉન્ટ માતાપિતામાંથી કોઈપણનું એકનું ચાલે)
  • જેનું બેંક એકાઉન્ટ હોય, તેનું આધારકાર્ડ.

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના


આ પણ વાંચો :-

આઈઆઈએમ, નિફ્ટ, સેપ્ટ, એનએલયુ કોચિંગ સહાય યોજના 2023 | IIM,NIFT,NLU & CEPT Coching Sahaya Yojana

આ પણ વાંચો :-

JEE, NEET & GUJCET Exams Sahay Yojana | જી,નીટ, ગુજકેટની તૈયારી માટે તાલીમ સહાય યોજના 2023


વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Vikram Sarabhai Scholarship Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

સ્ટેપ 1 : વિદ્યાર્થી મિત્રો એ સૌ પહેલા Vikram Sarabhai Scholarship Yojana ની અધિકૃત વેબસાઇટ www.prl.res.in પર જવાનું રહેશે.

સ્ટેપ 2 : વેબસાઈટ પર ગયા બાદ તમારે ત્યાં “વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન” ઓપ્શન પર ક્લિક કરવાનુંં રહેશે.

સ્ટેપ 3 : હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં “શું તમારી શાળા ગ્રામીણ વિસ્તારમાં છે?” તેવો પ્રશ્ન પૂછવામાં આવશે.

સ્ટેપ 4 : હવે ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે તમારી વ્યક્તિગત માહિતી, શાળાની વિગતો, પૂરું સરનામું વગેરે માંગ્યા મુજબ માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ આગળ વધવાનું રહેશે.

સ્ટેપ 5 : હવે ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવાનો રહેશે, અને બાજુમાં આપેલ Captcha Code નાખીને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 6 : આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો.


વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના હેલ્પલાઈન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને Vikram Sarabhai Scholarship Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે નીચે આપેલ એડ્રેસનો સંપર્ક કરી આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

  • સંયોજક, વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના “વિકાસ” શિષ્યવૃત્તિ,
  • ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯

Vikram Sarabhai Scholarship Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

Vikram Sarabhai Scholarship Yojana ની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?

જવાબ :- Vikram Sarabhai Scholarship Yojana નો લાભ ગ્રામીણ વિસ્તારમાં આવેલ શાળામાં ધોરણ 8 માં ભણતા વિધાર્થીઓને આપવામાં આવશે.

2.વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનામાં કેટલી સહાય મળે છે?

જવાબ :- ધોરણ 8 બાદ ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા તે વિધાર્થીને રૂપિયા 20,000/- અને ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતા વિધાર્થીને 30,000/- ની સહાય આપવામાં આવે છે.

3.વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા કેટલી હોવી જોઈએ?

જવાબ :- વિધાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ.1.5/- લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

4.વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનામાં અરજી કરવાની વેબસાઈટ કઈ છે?

જવાબ :- www.prl.res.in

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment