પ્રિય મિત્રો અહીં સાયબર બુલિંગ શું છે?, સાયબર બુલિંગ કેવી રીતે થાય છે અને જો તમારી સાથે સાયબર બુલિંગ થાય છે તો તેના નુકશાન શું છે, આ તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
સાયબર બુલિંગ શું છે?
આજ ના સમયમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ્પ, ટ્વિટર જેવા કેટલાક અલગ-અલગ પ્રકારના સોશિયલ મીડિયા એપ્લિકેશન કે પછી એકાઉન્ટ ચલાવતા હોય છે. આજ ના આ યુગમાં સોશિયલ મીડિયા પર એક શબ્દનો બહુ મોટો ટ્રેન્ડ છે. જેને સોશિયલ મીડિયાની ભાષામાં તેને ટ્રોલિંગ કહેવામાં આવે છે. જેમાં કોઈને કોઈ એક્ટર, રાજનેતા કે કોઈ ફેમસ વ્યક્તિ કે પછી કોઈ આમ વ્યક્તિ રોજે રોજ ટ્રોલિંગનો શિકાર બને છે.
જેમાં આવા લોકોને ડરાવવાનો, ગુસ્સો કરવાનો કે શરમાવવાનો કે તેમની સાથે અન્ય શરમજનક પ્રવુતિ કરવામાં આવે છે, આમ આ સાયબર બુલિંગ અસામાજીક અને લુખ્ખા તત્વો માટે મોબાઈલ એક નવું હથિયાર છે. તે કોઈપણ વ્યક્તિને મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર કે ઈન્ટરનેટના માધ્યમથી ડરાવવા, ધમકાવવા, મજાક ઉડાવવા, અપમાન કરવા કે ગુસ્સો કરવા માટે ઉપસાવે તેવા મેસેજ કરે તો તેને સાયબર બુલિંગ કહેવામાં આવે છે.
સાયબર બુલિંગ કેવી રીતે થાય છે?
આજ ના સમયમાં સોશિયલ મીડિયા એ સાયબર બુલિંગનો એક મહત્વપૂર્ણ રસ્તો છે, સાથે એવા ઘણા બધા રસ્તાઓ છે જેના દ્રારા તે ઘણી રીતે લોકોનો સાયબર બુલિંગનો શિકાર બનાવે છે. જેમ કે, સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કોઈ વ્યક્તિ વિશે જૂઠાણું ફેલાવવું, કોઈના નામ બદનામ કરવું, શરમજનક ફોટા અથવા શરમજનક વિડિઓઝ પોસ્ટ કરવા. મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા અપમાનજનક કે ધમકીભર્યા સંદેશાઓ, ફોટા, વિડિયો મોકલવા, આમ આ રીતે થાય છે, સાયબર બુલિંગ.
- કોઈ વ્યક્તિ વિશે ઓનલાઇન ખોટી માહિતી ફેલાવવી, જેનાથી વ્યક્તિ અપમાનિત થાય
- અજાણ્યા લોકો અથવા ગ્રુપ મેમ્બરને બોલાવીને ઓનલાઇન મજાક ઉડાવવી અથવા હર્ટ કરવું.
- કોઈના પર્સનલ વિડિઓ, ફોટો, ફોન નંબર કે ઈ-મેલ અનુમતી વગર શેર કરવી.
- કોઈ ઓનલાઇન ગ્રુપમાંથી નીકળવા માટે બીજા પર દબાણ કરવું.
- એક જ પ્રકારના વાંધાજનક મેસેજ વારંવાર મોકલવા, જેથી માનસિક રીતે તૂટી જાય
સાયબર બુલિંગથી નુકશાન શું થાય છે?
સાયબર બુલિંગ શબ્દ સાંભળવામાં ભલે રસપ્રગ લાગે કારણ કે કેટલાક લોકોએ આ શબ્દ પહેલી વાર સાંભળ્યો હશે, પરંતુ તેના પરિણામો ખૂબ જ ખરાબ હોય છે. અત્યારના આ સોશિયલ મીડિયા યુગમાં નાના થી કરીને મોટા કોઈપણ વ્યક્તિને સાયબર બુલિંગનો શિકાર બનાવવામાં આવે છે. તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ વિપરીત અસર પડે છે. તેનાથી પીડિત વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ, ક્ષોભિત, ભયભીત, ચિંતા, હતાશાનો શિકાર બને છે. તેની અસર શરીર પર જોવા મળે છે. નિંદ્રા, થાક, માથાનો દુખાવો, ચિંતા અને એકલાપણુ જેવા લક્ષણો જોવા મળે છે.
શું તમે તો સાયબર બુલિંગ નથી કરતા
આજ ના સમય તમે તમારા મિત્રો અથવા પરિચિતો એકબીજા પર મજાક કરતા હોય છો. પરંતુ આ મજાકમાં કોઈની ઈમેજને નુકસાન થતું નથી. પરંતુ જો કોઈ વ્યક્તિને આવી મજાક દ્વારા હેરાન કરવામાં આવે અને અપમાનિત કરવામાં આવે તો તેને પણ સાયબર બુલિંગ કહેવામાં આવે છે. આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. જો તમે પણ ઓનલાઈન આ પ્રકારની મજાક કરી રહ્યા છો, અને તમારા મિત્ર કે તમારા પરિચિતોને જાણ નથી તો તમારે તેને વધુ ગંભીરતાથી લેવાની જરુર બનવાની જરૂર છે. કારણે કે તમે પણ સાયબર બુલિંગ કરી રહ્યા છો.
પ્રિય મિત્રો…
અહીં સાયબર બુલિંગ શું છે? તેના વિશે ટૂંકમાં માહિતી આપવામાં આવી છે, આવી જ રીતે તમે વિવિધ માહિતી જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે અને તમે પણ જો તમે તમારા મિત્રો સાથે આવી મજાક કરી રહ્યા છો, તો તે પણ સાયબર બુલિંગનો એક ભાગ છે. તો સાયબર બુલિંગ શું છે? હવે તમને માહિતી મળી ગઈ હશે.
આ પણ વાંચો:-