ડેબિટ કાર્ડ એટલે શું? | What is Debit Card In Gujarati 2024

આજના આ લેખમાં આપણે જાણીશું ડેબિટ કાર્ડ એટલે શું છે?, ડેબિટ કાર્ડ કેવું હોય છે?  ડેબિટ કાર્ડ કોને મળે છે?, ડેબિટ કાર્ડના લાભો શું છે?, ડેબિટ કાર્ડના પ્રકાર, ડેબિટ કાર્ડથી શું સાવધાની રાખવી જોઈએ?, ડેબિટ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી? તેના વિશે આપણે આ લેખ દ્વારા જાણીશું તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

ડેબિટ કાર્ડ એટલે શું?
ડેબિટ કાર્ડ એટલે શું?

ડેબિટ કાર્ડ એટલે શું?

જો તમારે કોઈ પણ બેંક એકાઉન્ટમાં ખાતું હશે તો તમને જે-તે બેંક તરફથી તમને એક એટીએમ કાર્ડ આપવામાં આવે છે. હવે આ જે એટીએમ કાર્ડ છે ને તેના બે પ્રકાર છે જેમાં એક ડેબિટ કાર્ડ અને બીજું ક્રેડિટ કાર્ડ. એટલે કે જે તમે ATM મશીનમાં રૂપિયા ઉપાડવા જે કાર્ડનો ઉપયોગ કરો છો જેને તમે ATM કાર્ડ કહો છો તેજ છે ડેબિટ કાર્ડ, હવે ડેબિટ કાર્ડમાં પણ વિવિધ પ્રકારના હોય છે અને  અલગ-અલગ કાર્ડના લાભ પણ અલગ અલગ હોય છે.

ડેબિટ કાર્ડના પ્રકાર

ભારતમાં મુખ્યત્વે પાંચ Debit Card ઉપયોગ કરવામાં આવેલ છે જેમના પ્રકાર નીચે મુજબ આપેલી છે.

 • રૂપે (RuPay Debit Card)
 • માસ્ટર (Master Debit Card)
 • વિઝા (Visa Debit Card)
 • વિઝા ઇલેક્ટ્રોન (Visa Electron Debit Card)

ડેબિટ કાર્ડ કેવું હોય છે?

ડેબિટ કાર્ડ એક ચોરસ પ્લાસ્ટિક કાર્ડ છે, જેમાં બેંક દ્વારા તેમના ગ્રાહકોને આપવામાં આવે છે જેના પર ડેબિટ કાર્ડ નંબર, અંતિમ તારીખ, સીવીવી નંબર, કાળી પટ્ટી વગેરે વિવિધ માહિતી તેના પર હોય છે? જે તમે ATM મશીન માંથી રૂપિયા ઉપાડવા માટે ઉપયોગ કરો છો. જો તમે સરળ ભાષામાં સમજો તો ATM કાર્ડ એટલે ડેબિટ કાર્ડ.

ડેબિટ કાર્ડ કોને અને ક્યારે મળશે મળે?

જેમની પાસે બચત અથવા ચાલુ ખાતું છે અને જો તે ભારતનો નાગરિક છે  અને તેની ઉંમર 18 વર્ષ અને તેથી વધુ તે તમામ વ્યક્તિઓ ડેબિટ કાર્ડ મેળવી શકે છે? જે માટે તમારે જે બેંકમાં તમારું ખાતું ચાલતું હોય તે બેંકમાં જઈને તમારે ડેબિટ કાર્ડ માટે અરજી કરવાની રહેશે અથવા તમે જે બેંકની અધિકારીક વેબસાઈટ પર જઈને ઘરે બેઠા પણ ઓનલાઇન અરજી કરી શકો છો. જેના માટે થોડાક જરૂરી દસ્તાવેજ આપવાના રહેશે જે નીચે મુજબ છે?

 • ઓળખનો પુરાવો: પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા મતદાર કાર્ડ(કોઈ પણ એક)
 • સરનામાનો પુરાવો: પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા મતદાર કાર્ડ પાન કાર્ડ ફોર્મ 16, જો PAN કાર્ડ હોય તો(કોઈપણ એક)
 • પાસપોર્ટ સાઇઝના બે નવીનતમ ફોટોગ્રાફ્સ.

ખાસ નોંધ:-આ કાર્ડ ડેબિટ કાર્ડ ચોક્કસ સમય પૂરતું હોય છે, જેને તમારે સમય મર્યાદા પછી રીન્વ્યું કરવાનું હોય છે. જે ડેબિટ કાર્ડ મેળવવાની પ્રક્રિયા હોય છે તે જ પ્રક્રિયા અપડેટ કરવાની હોય છે.

ડેબિટ કાર્ડના લાભો શું છે?

ડેબિટ કાર્ડના વિવિધ પ્રકારના લાભો છે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.

 • જો તમારું બેંકમાં ખાતું છે અને તમે ડેબિટ કાર્ડ મેળવેલુ છે તો તમે બેંકમાં ગયા સિવાય કોઈપણ સ્થળના કોઈપણ ATM મશીન માંથી ડેબિટ કાર્ડ દ્રારા રૂપિયા ઉપાડી શકો છો.
 • જ્યારે તમે કોઈ દુકાન, મોલ, પેટ્રોલ પંપ અથવા કોઈપણ જગ્યા કે જ્યાં તમારે રૂપિયાની ચુકવણી કરવાની છે ત્યાં તમે કાર્ડ સ્વાઇપ કરો ત્યારે સ્વાઇપ મશીન દ્રારા ત્યાં તમે જે તે વસ્તુ માટે ચુકવણી કરી શકો છો?
 • મોબાઇલથી ઓનલાઇન ટ્રાન્જેક્શનની પ્રક્રિયામાં જેમકે ઓનલાઇન પેમેન્ટ તમતા રિચાર્જ અથવા DTH રિચાર્જ જેવી વગેરે કામ તમે ડેબિટ કાર્ડ કરી શકો છો.
 • પહેલાની જેમ હવે તમારે પાસબુક કે ચેકબુક પોતાની પાસે રાખવી પડતી નથી.
 • આ કાર્ડનો પિન જો તમારા પરિવારને આપો છો તો તમારા પરિવારનો કોઈપણ સભ્ય રૂપિયા ઉપાડી શકો છો.

ડેબિટ કાર્ડથી કેટલા રૂપિયા ઉપાડી શકીયે?

આ કાર્ડ દ્રારા તમે એક દિવસમાં માત્ર 20,000/- થી ર લઈને 40,000/- રૂપિયા સુધી ઉપાડ કરી શકીએ છીએ. તેથી વધુ તમે ATM માંથી રૂપિયા ઉપાડી શકતા નથી.

ડેબિટ કાર્ડ માટે કાળજી પૂર્વક બાબતો

 • જ્યારે તમારું કાર્ડ ગુમ કે ચોરી થઈ જાય છે ત્યારે તમારે સૌથી પહેલા ડેબિટ કાર્ડને બ્લોક(બંધ) કરાવવું.
 • તમારું કાર્ડ કોઈપણ અજાણ્યા વ્યક્તિને આપવું નહીં.
 • તમારા કાર્ડનો પાસવર્ડ કોઈ સાથે શેર કરવો નહિ.
 • જ્યારે તમે ATM મશીનમાં રૂપિયા ઉપાડવા જાઓ છો ત્યારે પાસવર્ડ કાળજી પૂર્વક રાખવો.
 • જો કોઈ તમારા મોબાઈલ પર કોલ આવે છે અને તે ડેબિટ કાર્ડ વિશે માહિતી પૂછે તો આપવી નહિ.

ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વચ્ચે તફાવત શું?

Debit Card Credit Card 
ડેબિટ કાર્ડ દ્રારા તમારા બેંક ખાતામાં રહેલા તમારા જ રૂપિયા ઉપાડીને તમને આપે છે જે તમેં વાપરી શકો છો. ક્રેડિટ કાર્ડ એ એવુ કાર્ડ જે બેંક દ્રારા બેંકના જ રૂપિયા તમને વાપરવા માટે આપે છે જે સમય મર્યાદા પૂરતા હોય છે અને તેને તમારે પાછા પરત કરવાનાં હોય છે.

FAQ’s – વારંવાર પૂછાતા પ્રશ્ન.

પ્રશ્ન : Debit Card નો ઉપયોગ શું છે?

Ans: ડેબિટ કાર્ડ એ એટીએમ મશીન માંથી પૈસા ઉપાડવા તથા ઓનલાઇન ટ્રાન્જેક્શન માટે તેમજ શોપિંગ માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે.

પ્રશ્ન : Debit Card માં એક દિવસમાંથી આપણે કેટલા પૈસા ઉપાડી શકીએ છીએ?

Ans: ડેબિટ કાર્ડ દ્વારા એક દિવસમાં 20,000/- રૂપિયાથી લઈને 40,000/- રૂપિયા સુધી ઉપાડ કરી શકીએ છીએ.

પ્રશ્ન : Debit Card અને Credit Card વચ્ચે શું તફાવત હોય છે?

Ans: Debit Card માંથી તમે જે પૈસા ખર્ચો છે તે તમારા બેન્ક એકાઉન્ટ માંથી કટ થાય છે જ્યારે Credit Card દ્વારા તમે જે ખર્ચો કરો તે પૈસા એ બેંક દ્વારા તમને ઉધાર આપવામાં આવે છે.

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો: