NATO શું છે? : નાટો ની રચના કયારે થઈ?, તેમાં સમાવેશ દેશો, તે કેવી રીતે કામ કરે છે?

મિત્રો જયારે પણ દુનિયામાં કોઈ દેશો વચ્ચે યુદ્ધ થાય છે, ત્યારે NATO ખુબ ચર્ચામાં આવે છે, જો હાલમાં વાત કરીએ તો જયારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ થયું. ત્યારે નાટો સંગઠન ખુબ જ ચર્ચામાં આવ્યું હતું. તો ચાલો જાણીએ કે…

NATO સંગઠન શું છે?, નાટો ની રચના કયારે થઈ?, તેમાં કયા દેશોનો સમાવેશ થાય છે અને તે કેવી રીતે કામ કરે છે?. આ તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખને અંત સુધી વાંચો.


NATO


NATO શું છે? (What is NATO)

નાટો એ દુનિયાનું સૌથી મોટુ સૈન્ય સંગઠન છે. જે એક આંતર-સરકારી લશ્કરી સંગઠન છે. જેની સ્થાપના 4 એપ્રિલ 1949 ના રોજ કરવામાં આવી હતી. NATO સંગઠનનું બીજું નામ એટલાન્ટિક એલાયન્સ પણ છે. આ સંગઠનમાં લગભગ 31 દેશોનો સમાવેશ થાય છે. જેથી આ સંગઠનમાં 31 દેશોની સૈન્ય તાકાત જોડાયેલી છે. જેનું મુખ્યાલય બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં આવેલું છે.


NATO નું પૂરું નામ શું છે?

NATO નું પૂરું નામ ગુજરાતી માં ‘ઉત્તર એટલાન્ટિક સંધિ સંસ્થા’ એવું થાય છે. અને અંગ્રેજી માં તેનું પૂરું નામ ‘North Atlantic Treaty Organization’ એવું થાય છે.


નાટોની સ્થાપના કયારે અને કેવી રીતે થઈ?

વર્ષ 1945 માં જ્યારે બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો. ત્યારે સોવિયેત યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સ એ મહાસત્તા મેળવી. જેના કારણે યુરોપમાં સંભવિત ખતરાની શક્યતા વધી ગઈ હતી. જે બાબતને ધ્યાનમાં રાખીને ફ્રાન્સ, બ્રિટન, નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગે દેશોએ સાથે મળીને એક સંધિ બનાવી હતી. જેને બુસેલ્સની સંધિ કહેવામાં આવે છે.

આ સંધિમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આ સંધિમાં સમાવેશ જો કોઈપણ દેશ પર હુમલો થશે તો આ સંગઠનમાં સમાવેશ તમામ દેશો એક બીજાને સૈન્ય મદદ કરશે, અને સાથે સાથે એક બીજાને સામાજિક અને આર્થિક રીતે સહકાર આપશે.

ત્યારબાદ અમેરિકા પોતે સૌથી શક્તિશાળી બનાવવા માટે સોવિયેત યુનિયનને ઘેરી લેવાનું શરૂ કર્યું, જેથી તેના પ્રભાવને ખતમ કરી શકાય. એટલે કે બુસેલ્સની સંધિના પ્રભાવને ઓછો કરવા.

ત્યારબાદ યુ.એસ.એ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરની કલમ 15 હેઠળ ઉત્તર એટલાન્ટિક સંધિ માટે પ્રસ્તાવ રજૂ કર્યો. આ સંધિ હેઠળ 1949 ના રોજ વિશ્વના 12 દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. જેને NATO સંગઠન કહેવામાં આવે છે.

આ સંગઠનમાં અમેરિકા ઉપરાંત બ્રિટન, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, બેલ્જિયમ, આઈસલેન્ડ, લક્ઝમબર્ગ, ફ્રાન્સ, કેનેડા, ઈટાલી અને ડેનમાર્ક જેવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ થોડા સમય બાદ શીતયુદ્ધ પહેલા સ્પેન, પશ્ચિમ જર્મની, તુર્કી અને ગ્રીસે પણ તેનું સભ્યપદ લીધું હતું. પાછળથી, જ્યારે શીત યુદ્ધ સમાપ્ત થયું, ત્યારે હંગેરી, પોલેન્ડ અને ચેક રિપબ્લિક પણ તેમાં જોડાયા.

ત્યારબાદ ફરીથી 2004 માં, વધુ 7 દેશો આ સંગઠનમાં જોડાયા અને હાલમાં તે હવે 31 સભ્ય બની ગયું છે.


નાટો માં અત્યારે કેટલા દેશોનો સમાવેશ થાય છે?

NATO સંગઠન એ હાલમાં 31 દેશોનું સભ્ય બની ગયું છે. જે દેશોના નામ નીચે મુજબ છે અને તે કયા વર્ષમાં નાટો સંગઠન સાથે જોડાયા તે વર્ષ આપેલા છે.

 • અલ્બેનિયા (2009)
 • બેલ્જિયમ (1949)
 • બલ્ગેરિયા (2004)
 • કેનેડા (1949)
 • ક્રોએશિયા (2009)
 • ચેકિયા (1999)
 • ડેનમાર્ક (1949)
 • એસ્ટોનિયા (2004)
 • ફિનલેન્ડ (2023)
 • ફ્રાન્સ (1949)
 • જર્મની (1955)
 • ગ્રીસ (1952)
 • હંગેરી (1999)
 • આઇસલેન્ડ (1949)
 • ઇટાલી (1949)
 • લાતવિયા (2004)
 • લિથુઆનિયા (2004)
 • લક્ઝમબર્ગ (1949)
 • મોન્ટેનેગ્રો (2017)
 • નેધરલેન્ડ (1949)
 • ઉત્તર મેસેડોનિયા (2020)
 • નોર્વે (1949)
 • પોલેન્ડ (1999)
 • પોર્ટુગલ (1949)
 • રોમાનિયા (2004)
 • સ્લોવાકિયા (2004)
 • સ્લોવેનિયા (2004)
 • સ્પેન (1982)
 • તુર્કીએ (1952)
 • યુનાઇટેડ કિંગડમ (1949)
 • યુનાઇટેડ સ્ટેટ્સ (1949)

આ પણ વાંચો:-

NOTA શું છે? : મતદાન પ્રતીક માં વપરાતા NOTA પ્રતીકનો ઇતિહાસ.


નાટોની સ્થાપના શા માટે કરવામાં આવી હતી?

વર્ષ 1945 માં જ્યારે બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો,  તે પછી સમગ્ર યુરોપની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે ત્યાંના જનજીવનને ભારે અસર થઈ હતી. તેથી ત્યાના નાગરિકોને નિમ્ન જીવનધોરણ જીવવાની ફરજ પડી હતી.

હવે આ પરસ્થિતિ જોઈને સોવિયેત યુનિયન આ તકનો લાભ લેવા માગતું હતું. તે તુર્કી અને ગ્રીસમાં સામ્યવાદ સ્થાપીને વિશ્વ વ્યાપારને નિયંત્રિત કરવા માગતો હતો.

હવે જો તે સમયે સોવિયેત યુનિયન એ જો તુર્કી જીતી લીધું હોત, તો તેણે કાળા સમુદ્ર પર પણ નિયંત્રણ મેળવ્યું હોત. તેનાથી તેને એવો ફાયદો મળી જાત તો તેની આસપાસના તમામ દેશો પર સરળતાથી સામ્યવાદ સ્થાપિત કરી શકશે. આ સિવાય તે ગ્રીસને પણ પોતાના નિયંત્રણમાં લેવા માંગતો હતો. આ રીતે સોવિયેત યુનિયન ભૂમધ્ય સમુદ્ર દ્વારા વહન કરવામાં આવતા વેપારને પ્રભાવિત કરવા માંગતું હતું.

તેથી અમેરિકા એ સોવિયેત યુનિયન નું ખૂબ સારી રીતે મૂલ્યાંકન કરી રહ્યું હતું. તે માટે સોવિયેત યુનિયન એ કોઈપણ પ્રકારનું પગલું ના ભરે તે માટે NATO સંગઠનની સ્થાપના કરી.

જો સરળ રીતે સમજીએ તો, NATO સંગઠન એ દુનિયાના 31  સૌથી મોટા શક્તિશાળી દેશોનું સંગઠન છે. હવે આ સંગઠનમાં જોડાયેલા દેશો પર જો કોઈ અન્ય દેશ યુદ્ધ કરે છે તો આ નાટો સંગઠન માં જોડાયેલા તમામ દેશો તે દેશની વિવિધ મદદ કરે છે. જો સરળ ભાષામાં કહીએ, તો તે દેશને બચાવે છે.


પ્રિય મિત્રો અહીં અમે તમને સરળ ભાષામાં નાટો સંગઠન વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ જો તમે નાટો વિશે વધુ માહિતી જાણવા માંગો છો. તો NATO ની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો, અને આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો, અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “NATO શું છે? : નાટો ની રચના કયારે થઈ?, તેમાં સમાવેશ દેશો, તે કેવી રીતે કામ કરે છે?”

Leave a Comment