જયારે કોઈપણ વ્યક્તિ એક દેશ માંથી બીજા દેશમાં કે પછી પોતાના દેશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરે છે તે સમયે પાસપોર્ટ અને વિઝા શબ્દ સૌથી વધુ ઉપયોગમાં લેવાતો શબ્દ છે પરંતુ પાસપોર્ટ અને વિઝા વચ્ચે શું તફાવત છે?, તે તમે જાણો છો. તો ચાલો જાણીએ કે પાસપોર્ટ અને વિઝા શબ્દ વચ્ચેનો તફાવત.
પાસપોર્ટ અને વિઝા વચ્ચે શું તફાવત છે?
પાસપોર્ટ એટલે શું?
પાસપોર્ટ એ એક એવો દસ્તાવેજ છે જે કોઈપણ દેશની જે તે સરકાર તેના દેશના નાગરિકને આપે છે. પાસપોર્ટ એ ઓળખનું પ્રમાણપત્ર છે જેમાં ઓળખ રૂપી તેમાં વ્યક્તિનું નામ, જન્મ તારીખ, સરનામું, જન્મ સ્થળ, લિંગ જેવી માહિતી હોય છે.
પાસપોર્ટ જે તે દેશની સરકાર દ્વારા આપવામાં આવે છે. જે નાગરિકોને પોતાના રહેઠાણના દેશમાં પ્રવેશવા અને બહાર નીકળવાની પરવાનગી આપે છે.
વિઝા એટલે શું?
વિઝા એ એક અધિકૃત દસ્તાવેજ છે કે જે કોઈ દેશ દ્રારા બીજા દેશના નાગરિકને તેમના દેશની મુલાકાત માંગતો હોય તેને આપવામાં આવે છે. જો સરળ ભાષામાં કહીએ તો કોઈપણ વ્યક્તિ પોતાના દેશથી બહાર બીજા કોઈપણ દેશમાં મુલાકાત કરવા માંગતો હોય તો તે વ્યક્તિએ તે દેશની પરવાનગી લેવી પડે તેને વિઝા કહે છે.
પાસપોર્ટ અને વિઝા ના પ્રકાર
મિત્રો પાસપોર્ટ અને વિઝાના વિવિધ પ્રકારના હોય છે. જેમાં કયા પ્રકારનો પાસપોર્ટ અને વિઝા શું સૂચવે છે તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
આ પણ વાંચો :-
કલમ 370 શું છે? : Article 370 શા માટે દૂર કરવામાં આવી, જાણો સંપૂર્ણ જાણકારી.
પાસપોર્ટના પ્રકાર
મિત્રો ભારતમાં અત્યારે ભારતીય નાગરિકો માટે ત્રણ પ્રકારના પાસપોર્ટ અસ્તિત્વમાં છે. જેની માહિતી નીચે મુજબ છે.
1) સામાન્ય પાસપોર્ટ
- સામાન્ય પાસપોર્ટ નેવી બ્લુ રંગનો હોય છે અને તે સામાન્ય મુસાફરી અથવા બિઝનેસ ટ્રિપ્સ માટે આપવામાં આવે છે.
2) રાજદ્વારી પાસપોર્ટ
- રાજદ્વારી પાસપોર્ટનું કવર મરૂન રંગનું હોય છે. તે ફક્ત ભારતીય રાજદ્વારીઓ, રાજદ્વારી કુરિયર્સ અથવા ઉચ્ચ-ક્રમાંકિત સરકારી અધિકારીઓને આપવામાં આવે છે.
3) ઑફિસિયલ પાસપોર્ટ
- નેવી બ્લુ અને મરૂન પાસપોર્ટ સિવાય, ભારત સરકાર એવા વ્યક્તિઓને સફેદ કવર પાસપોર્ટ પણ જારી કરે છે જેઓ કાયમી બિઝનેસ માટે ભારત આવે છે.
આ પણ વાંચો :-
આચાર સંહિતા એટલે શું? : આચાર સંહિતા કયારે લાગુ થાય છે અને કેવા છે તેના નિયમો
વિઝાના પ્રકાર
મિત્રો ભારતમાં અત્યારે ભારતીય નાગરિકો માટે વિવિધ પ્રકારના વિઝા અસ્તિત્વમાં છે. જેની માહિતી નીચે મુજબ છે.
1) પ્રવાસી વિઝા
- જે લોકોને પોતાના દેશ માંથી બીજા દેશમાં ફરવા જવું હોય તેના માટે પ્રવાસી વિઝા છે. એટલે તમારે જો બીજા દેશમાં ફરવા જવું હોય તો પ્રવાસ વિઝા લેવા ફરજિયાત છે.
2) ટ્રાન્ઝિટ વિઝા
- જો કોઈ નાગરિક કોઈ દેશમાંથી મુસાફરી કરી રહ્યો હોય અને તે ત્યાં રોકાતો ના હોય તો તેને ટ્રાન્ઝિટ વિઝા આપવામાં આવે છે. ટ્રાન્ઝિટ વિઝા સામાન્ય રીતે 5 દિવસ કે તેથી ઓછા સમય માટે માન્ય હોય છે.
- જો કોઈ વ્યક્તિ ત્રીજા દેશ પર પહોંચવા માટે બીજા દેશમાંથી પસાર થઈ રહી હોય તો પણ તેને ‘ટ્રાન્ઝિટ વિઝા’ આપવામાં આવે છે.
3) બિઝનેસ વિઝા
- જે વ્યાપારીઓ વ્યાપારી પ્રવૃત્તિઓ માટે કોઈ દેશની મુસાફરી કરવા ઈચ્છે છે તેમને બિઝનેસ વિઝા આપવામાં આવે છે. એટેલ કે જે લોકોને વારંવાર બિઝનેસ માટે એક દેશમાંથી બીજા દેશમાં જવાનું હોય તેને ‘બિઝનેસ વિઝા’ આપવામાં આવે છે.
4) સ્ટુડન્ટ વિઝા
- તમે નામ સાંભળીને જ સમજી ગયા હશો. સ્ટુડન્ટ વિઝા એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ વિદેશમાં અભ્યાસ કરવા જાય છે.
5) કામચલાઉ વર્કર વિઝા
આ વિઝા એવા કામદારો માટે છે જેઓ અસ્થાયી રૂપે વિદેશમાં નોકરી કરે છે. તેને આપવામાં આવે છે.
પ્રિય મિત્રો અહીં પાસપોર્ટ અને વિઝા વચ્ચે શું તફાવત છે?. તેના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ સારો લાગ્યો હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.