હોળી 2024 : તમને ખબર છે હોળી કેમ ઉજવવામાં આવે છે? જાણો હોળીનો ઇતિહાસ

દેશના તમામ લોકો હોળીને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને હોળી કેમ ઉજવવામાં આવે છે? તેની માહિતી નથી હોતી. હોળીના દિવસે રાત્રે હોળી પ્રગટાવી અને તેની પૂજા કરીએ છીએ. પરંતુ હોળીનો ઇતિહાસ શું છે તે નથી જાણતા. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી આ લેખમાં તો આ લેખને અંત સુધી વાંચો.


હોળી કેમ ઉજવવામાં આવે છે


હોળી કેમ ઉજવવામાં આવે છે? જાણો હોળીનો ઇતિહાસ

મસ્તી અને રંગોનો આ તહેવાર દેશમાં અનેક રંગરૂપમાં મનાવવામાં આવે છે. પરંતુ હિંદુઓ માટે હોળીનો તહેવાર એ પૌરાણિક મહત્ત્વ છે. હોળીના તહેવારને લઈને ભારતમાં પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ-અલગ કથાઓ છે. પરંતુ આજના આ લેખમાં ગુજરાતમાં સૌથી વધુ પ્રચલિત પ્રહલાદ અને હિરણ્યકશિપુની કથા વિશે વાત કરીશું. તો ચાલો જાણીએ કે હોળી કેમ ઉજવવામાં આવે છે? અને હોળીનો ઇતિહાસ શું છે.

પ્રહલાદ અને હિરણ્યકશિપુની પ્રચલિત કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે એક સમયે એક શક્તિશાળી રાક્ષસ રાજા હિરણ્યકશિપુ હતા જે પોતાને ઇશ્વર માનતા હતા અને તે એવું ઇચ્છતા હતા લોકોની તેમની પૂજા કરે.

પરંતુ હિરણ્યકશિપુના પુત્ર પ્રહલાદ તે આ વાત માનવા તૈયાર ન હતા તેથી પ્રહલાદે હિરણ્યકશિપુ ભગવાન માનવાની ના પાડી દીધી હતી અને તેના બદલે તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા હતા.

પરંતુ ત્યારબાદ પ્રહલાદને સમજાવ્યામાં આવ્યા. ઘણી વખત સમજાવ્યા બાદ પણ જ્યારે પ્રહલાદ ન સમજ્યા તો હિરણ્યકશિપુએ તેમના પુત્ર પ્રહલાદને મારી નાખવાની એક યુક્તિ બનાવી.

ત્યારબાદ હિરણ્યકશિપુએ તેમની બહેન હોલિકા સાથે મળીને યુક્તિ બનાવી. જેમાં હિરણ્યકશિપુએ પોતાનાં બહેન હોલિકાને કહ્યું કે તેઓ પ્રહલાદને ખોળામાં બેસાડીને આગમાં બેસી જાય. કારણ કે હોલિકાને એવું વરદાન પ્રાપ્ત થયું હતું કે આગ તેમને સળગાવી શકશે નહીં. તેથી હિરણ્યકશિપુએ પોતાનાં બહેન હોલિકાને કહ્યું કે તેઓ પ્રહલાદને ખોળામાં બેસાડીને આગમાં બેસી જાય.

પરંતુ પ્રહલાદને તેમની અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાએ પોતાની કુટિલતાની કિંમત ચૂકવવી પડી.કારણે કે હોલિકાને મળેલ વરદાન તે સમયે ના ફળ્યું અને આગમાં હોલિકા સળગી ગયાં અને પ્રહલાદ બચી ગયા.


આ પણ વાંચો:-


પ્રિય મિત્રો અમે અહીં ટૂંકમાં હોળી કેમ ઉજવવામાં આવે છે? તેના વિશે માહિતી આપી છે અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment