નવરાત્રી નો ઇતિહાસ : શા માટે દસ દિવસ સુધી ગરબા રમવામાં આવે છે?, જાણો ગરબા નો ઇતિહાસ

ગુજરાતમાં તમામ લોકો નવરાત્રી ને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. જેમાં લોકો 9 દિવસ સુધી ગરબા રમે છે અને માતાજી ની પૂજા અર્ચના કરે છે. પરંતુ નવરાત્રી નો ઇતિહાસ વિશે ઘણા બધા એવા લોકો છે જેમને નવરાત્રી કેમ ઉજવવામાં આવે છે? તેની માહિતી નથી હોતી. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી આ લેખમાં તો આ લેખને અંત સુધી વાંચો.


નવરાત્રી નો ઇતિહાસ


નવરાત્રી નો ઇતિહાસ

મિત્રો આપણા હિંદુ ધાર્મિક ગ્રંથોમાં નવરાત્રી નો ઇતિહાસ વિશે વિવિધ કથાઓ વર્ણવેલ છે. તો આજે આપણે અહીં બે માન્યતા વિશે જાણીશું. જે માન્યતા પરથી નવરાત્રી નો ઇતિહાસ દર્શાવામાં આવે છે.

કથા :- 1

પહેલી માન્યતા મુજબ, ભગવાન શ્રી રામ માતા સીતાને દૃષ્ટ રાવણથી બચાવવાં માટે રાવણ નો વધ કરવા માંગતા હતા. તેથી તે ઉદ્દેશ્ય પૂર્ણ થાય તે માટે નારદે ભગવાન શ્રી રામને નવરાત્રી વ્રતની વિધિ કરવા વિનંતી કરી હતી. પછી ભગવાન રામ પોતે આ વ્રતની વિધિ પૂર્ણ કરે છે. ત્યારબાદ ભગવાન શ્રી રામે લંકા પર હુમલો કર્યો અને રાવણનો વધ કર્યો. તેથી આ માન્યતા પરથી  પણ ગરબા નો ઇતિહાસ દર્શાવામાં આવે છે.

 

કથા :- 2

પહેલી માન્યતા મુજબ, શક્તિની દેવી માતા દુર્ગાએ મહિષાસુર નામના અસુરનો વધ કરીને આસુરી શક્તિઓનો નાશ કર્યો હતો અને સારા કાર્યો કરનારા પ્રણેતાઓની રક્ષા કરી હતી. તેથી જ્યારે માતા દુર્ગાએ મહિષાસુર પર હુમલો કર્યો. ત્યારે માતા દુર્ગાનું મહિષાસુર રાક્ષસ સાથે નવ દિવસ સુધી યુદ્ધ ચાલ્યુ હતુ અને દસમા દિવસે વિજય મેળવ્યો હતો અને તેનો વધ કર્યો.

હવે જયારે માતા દુર્ગાએ મહિષાસુર રાક્ષસ નો વધ કર્યો તે સમય અશ્વિન માસનો હતો. તેથી અત્યારે અશ્વિન મહિનાના આ નવ દિવસો શક્તિની ઉપાસના માટે ઉજવવામા આવે છે. તેથી આ માન્યતા પરથી  પણ ગરબા નો ઇતિહાસ દર્શાવામાં આવે છે.


આ પણ વાંચો :-

રક્ષાબંધનનો ઇતિહાસ : રક્ષાબંધન કેમ ઉજવવામાં આવે છે?


પ્રિય મિત્રો અમે અહીં ટૂંકમાં નવરાત્રી નો ઇતિહાસ વિશે માહિતી આપી છે અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment