શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના 2024 | Accidental Death Assistance Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના.

તો ચાલો જાણીએ કે Accidental Death Assistance Yojana શું છે?, શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના શું છે?  

ગુજરાત માં રહેતા અને બાંધકામ ક્ષેત્ર માં જોડાયેલ શ્રમયોગી નું કામ ના સ્થળે મૃત્યુ થાય અથવા કાયમી અપંગતતા થાય તો તેના પરિવાર ને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત દ્વારા રૂ 3 લાખ ની આર્થિક સહાય આપવામાં આવશે.


શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજનાનો હેતુ શું?

આપણે જાણીએ છીએ કે, જયારે બાંધકામ ક્ષેત્ર માં જોડાયેલ શ્રમયોગી નું કામ ના સ્થળે મૃત્યુ થાય છે. ત્યારે તે શ્રમયોગી ના પરિવાર પર આભ તૂટી પડે. જેથી આવા સમયમાં શ્રમયોગીના પરિવારને ટેકો મળી રહે તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.


શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજનાનો લાભ કોને મળશે? (પાત્રતા અને શરતો)

જે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • અકસ્માત થયેલ શ્રમયોગી લાભાર્થીની ઉંમર 18 થી 60 વર્ષ હોવી જોઈએ.
  • બાંધકામ શ્રમિકનો ગુજરાતના કોઈપણ સ્થળે ચાલુ કામે અથવા બાંધકામના સ્થળ ઉપર અકસ્માત થયેલ હોવું જોઈએ.
  • જયારે શ્રમયોગી લાભાર્થીનું અકસ્માત અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી હોવી જોઈએ.
  • અકસ્માત મૃત્યુ પામ્યા ની તારીખથી મૃત્યુ પામનાર બાંધકામ સમિતના વારસદારને એક વર્ષના સમય મર્યાદામાં જિલ્લા કચેરીમાં અરજી કરવાની રહેશે.

શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજનામાં મળવાપાત્ર સહાય

Accidental Death Assistance Yojana હેઠળ જો કોઈ બાંધકામ કરતા શ્રમિકનું ગુજરાતમાં કોઈપણ જગ્યાએ શ્રમિકનું કામ કરતા તે અપંગ થાય છે અથવા તેનું કોઈપણ કારણોસર મૃત્યુ થાય છે તો તેવા કિસ્સામાં તે શ્રમિક અથવા વારસદારને રૂ.3 લાખની સહાય આપવામાં આવશે.


શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Accidental Death Assistance Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • યોજનાનું અરજી ફોર્મ.
  • અરજદાર નો ઓળખનો પુરાવો. (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ – કોઈપણ એક).
  • મૃત્યુ પામનાર શ્રમિકનો ઓળખ નો પુરાવો.
  • મરણનું પ્રમાણપત્ર.
  • પોલીસ પંચનામાં અથવા એફઆરઆઇ ની નકલ.
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટની નકલ.
  • સોગંદનામુ અથવા તલાટીનું પેઢીનામું.
  • જો અવસાન પામેલ હોય તો શ્રમિકના પત્ની અથવા વારસદારે મૃત્યુનું પ્રમાણપત્ર.
  • સંમતિ પત્રક.
  • કાયમી અપંગાના કિસ્સામાં સિવિલ સર્જનનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે.
  • અરજદારના બેંકની પાસબુક.

શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના


આ પણ વાંચો :-

દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના 2023 | Karigar Vyaj Sahay Yojana


શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Accidental Death Assistance Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

આ Accidental Death Assistance Yojana માં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમે https://sanman.gujarat.gov.in/ પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા  https://sanman.gujarat.gov.in/ પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)


Accidental Death Assistance Yojana હેલ્પલાઈન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને Accidental Death Assistance Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે નીચે આપેલ હેલ્પલાઇન પર સંપર્ક કરી આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

  • હેલ્પલાઇન નંબર :- 079-25502271

Accidental Death Assistance Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

Accidental Death Assistance Yojana ની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?

જવાબ :- બાંધકામ ક્ષેત્ર માં જોડાયેલ તમામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળશે?

2.શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજનામાં કેટલી સહાય મળે છે?

જવાબ :- બાંધકામ કરતા શ્રમિકનું ગુજરાતમાં કોઈપણ જગ્યાએ શ્રમિકનું કામ કરતા તે અપંગ થાય છે અથવા તેનું કોઈપણ કારણોસર મૃત્યુ થાય છે તો તેવા કિસ્સામાં તે શ્રમિક અથવા વારસદારને રૂ.3 લાખની સહાય આપવામાં આવશે.

3.શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજનામાં અરજી કરવાની વેબસાઈટ કઈ છે?

જવાબ :- https://sanman.gujarat.gov.in/

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment