આદિત્ય બિરલા પર્સનલ લોન – શું મિત્રો તમે Aditya Birla Capital Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, આદિત્ય બિરલા પર્સનલ લોન શું છે, આદિત્ય બિરલા પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, આદિત્ય બિરલા પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Aditya Birla Capital Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.
આદિત્ય બિરલા પર્સનલ લોન શું છે? – Aditya Birla Capital Personal Loan
આદિત્ય બિરલા કેપિટલ બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 50 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 7 વર્ષ નો હોય છે.
આદિત્ય બિરલા પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Aditya Birla Capital interest rate
Aditya Birla Capital Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 13.00% થી વધુ હોય છે. આ વ્યાજદર Aditya Birla Capital Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.
આદિત્ય બિરલા પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?
મિત્રો અહીં Aditya Birla Capital Personal Loan ના કોઈપણ પ્રકાર આપવામાં આવેલ નથી. આદિત્ય બિરલા તરફથી તમને તમારી વિવિધ જરૂરિયાત પૂર્ણ કરવા માટે તમને Aditya Birla Capital Personal Loan આપવામાં આવે છે.
આદિત્ય બિરલા પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?
મિત્રો તમે ઉપર Aditya Birla Capital Personal Loan ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે લોનની તમામ પાત્રતા આપેલ છે. જે જોઈને તમે કઈ લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.
1.લોન લેનાર અરજદારની ઉંમર 23 વર્ષથી 60 વર્ષ હોવી જોઈએ.
2.લોન લેનાર અરજદાર પગારદાર હોવો જોઈએ.
3.વધુમાં આદિત્ય બિરલાએ અરજદારની માસિક આવક, ક્રેડિટ સ્કોર અને એમ્પ્લોયરની પ્રોફાઇલને ધ્યાનમાં લે છે.
આદિત્ય બિરલા પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Aditya Birla Capital documents
1.અરજી ફોર્મ
2.અરજદારના ફોટો ગ્રાફ્સ
3.ઓળખનો પુરાવો : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરે.)
4.સરનામાનો પુરાવો : કોઈપણ એક – (આધાર કાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, યુટિલિટી બિલ વગેરે.)
5.પાનકાર્ડની નકલ
6.બિન-રિફંડપાત્ર ફી ચેક
7.લીમીટ અને લોનની વિગતો
8.ચુકવણીનો ટ્રેક રેકોર્ડ
9.બેંક ચકાસણી ફોર્મ
10.પુનર્ધિરાણના કેસ માટે નવીનતમ લોન બાકી નિવેદન
પગારદાર વ્યક્તિઓ માટે વધારાના દસ્તાવેજો
1.ફોર્મ 16
2.છેલ્લા 3 મહિનાની પગાર સ્લિપ
3.છેલ્લા 6 મહિનાનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
સ્વ-રોજગાર,વ્યવસાયિક,ભાગીદારી અને કંપનીઓ માટે વધારાના દસ્તાવેજો
1.છેલ્લા 2 વર્ષના નાણાકીય દસ્તાવેજો
2.ભાગીદારી ડીડ, MOA, AOA
3.આવકની ગણતરી, બેલેન્સ શીટ, P&L, સમયપત્રક સાથે ITR
4.ટેક્સ ઓડિટ રિપોર્ટ
5.સીએ, સીએસ દ્વારા પ્રમાણિત ડિરેક્ટર્સ કે શેરધારકોની યાદી
6.વર્તમાન નાણાકીય વર્ષ માટે વેટ કે સેલ્સ ટેક્સ રિટર્ન
7.છેલ્લા 12 મહિનાનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
આદિત્ય બિરલા પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?
આદિત્ય બિરલા પર્સનલ લોન પ્રોસેસિંગ ફી | લોનની રકમના 3% સુધી |
આદિત્ય બિરલા પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?
જે મિત્રો Aditya Birla Capital Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે આદિત્ય બિરલા પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.
સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની Aditya Birla Capital Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.
સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.
સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.
સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.
સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને Aditya Birla Capital Personal Loan માટે અરજી કરી શકો છો.
આ પણ વાંચો:-
સારાંશ
મિત્રો લેખમાં, અમે તમને આદિત્ય બિરલા પર્સનલ લોન (Aditya Birla Capital Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં આદિત્ય બિરલા પર્સનલ લોનની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને આદિત્ય બિરલા પર્સનલ લોનની વધુ માહિતી માટે Aditya Birla Capital Bank ની અધિકારી વેબસાઈટ https://www.adityabirlacapital.com/ ની મુલાકાત લો.
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રશ્ન 1 : હું Aditya Birla Capital બેંક પાસેથી કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?
જવાબ : Aditya Birla Capital Bank દ્રારા 7 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.
પ્રશ્ન 2 : આદિત્ય બિરલા પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?
જવાબ : Aditya Birla Capital Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 13.00% થી વધુ હોય છે. આ વ્યાજદર Aditya Birla Capital Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.
પ્રશ્ન 3 : આદિત્ય બિરલા પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?
જવાબ : લોનની રકમના 3% સુધી હોય છે.