Federal Bank Personal Loan : ફેડરલ બેંક પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

ફેડરલ બેંક પર્સનલ લોન – શું મિત્રો તમે Federal Bank Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, ફેડરલ બેંક પર્સનલ લોન શું છે, ફેડરલ બેંક પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, ફેડરલ બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Federal Bank Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


Federal Bank Personal Loan


ફેડરલ બેંક પર્સનલ લોન શું છે? – Federal Bank Personal Loan

Federal Bank તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 25 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 5 વર્ષ નો હોય છે.


ફેડરલ બેંક પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Federal Bank Personal Loan interest rate

Federal Bank Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 11.49% થી વધુ હોય છે. આ વ્યાજદર Federal Bank Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


ફેડરલ બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે Federal Bank Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) ફેડરલ બેંક ડિજિટલ પર્સનલ લોન

ફેડરલ બેંક ડિજિટલ પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો ફેડરલ બેંક એ પોતાના પગારદાર વ્યક્તિઓને માત્ર આધારકાર્ડ OTP દ્વારા લોન દસ્તાવેજોની ઈ-સાઇન સાથે ડિજિટલ પર્સનલ લોન આપે છે.

(2) ફેડપ્રિમિયા પર્સનલ લોન

ફેડપ્રિમિયા પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો જે વ્યક્તિ લઘુતમ માસિક પગાર 25,000 રૂપિયા ધરાવે છે તે અરજદારોને પોતાની વ્યક્તિગત જરૂરિયાતો પુરી કરવા માટે ફેડપ્રિમિયા પર્સનલ લોન આપવામાં આવે છે.

(3) પૂર્વ-મંજૂર BYOM પર્સનલ લોન

પૂર્વ-મંજૂર BYOM પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો ફેડરલ બેંક તેના વર્તમાન ગ્રાહકોને અંતથી અંત સુધી ડિજિટલ અને પેપરલેસ પ્રક્રિયા દ્વારા વ્યક્તિગત લોન આપવા માટે પૂર્વ-મંજૂર BYOM પર્સનલ લોન આપવામાં આવે છે.


ફેડરલ બેંક પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે ઉપર Federal Bank Personal Loan ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે લોનની તમામ પાત્રતા આપેલ છે. જે જોઈને તમે કઈ લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

ફેડપ્રીમિયા પર્સનલ લોન માટે પાત્રતા 

1.અરજદારની લોન પરિપક્વતા સમયે તેની ઉંમર 60 વર્ષ હોવી જોઈએ.

2 લોન લેનાર અરજદારનો ન્યૂનતમ માસિક પગાર રૂપિયા 25,000 હોવો જોઈએ.

3.અરજદારને વર્તમાન નોકરીનો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

ફેડરલ બેંક ડિજિટલ પર્સનલ લોન માટે પાત્રતા 

1.લોન લેનાર અરજદારની ઉંમર 21 વર્ષથી 55 વર્ષ હોવી જોઈએ.

2.લોન લેનાર અરજદાર પગારદાર હોવો જોઈએ.


ફેડરલ બેંક પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Federal Bank Personal Loan documents

ફેડરલ બેંક ડિજિટલ પર્સનલ લોન માટે દસ્તાવેજ 

1.આધાર કાર્ડ

2.પાનકાર્ડ

3.મોબાઈલ નંબર (આધારકાર્ડ સાથે લિંક હોય તે)

4. છેલ્લા 3 મહિનાની સેલેરી સ્લીપ

5.છેલ્લા 3 મહિનાનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ

6.બેંક દ્રારા કહેવામાં આવતા અન્ય દસ્તાવેજો

ફેડપ્રીમિયા પર્સનલ લોન માટે દસ્તાવેજ 

અરજી ફોર્મ

1.આઈડી પ્રૂફ : કોઈપણ એક – (ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે.)

2.સરનામાનો પુરાવો : કોઈપણ એક (રેશનકાર્ડ, પાસપોર્ટ, લીઝ એગ્રીમેન્ટ, વીજળી બિલ વગેરે.)

3.અરજદારના 2 પાસપોર્ટ સાઇઝ ફોટા

4.ફોર્મ 16 કે ITR

5.છેલ્લા 6 મહિનાનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ

6.છેલ્લા 3 મહિનાની પગાર સ્લિપ


ફેડરલ બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

ફેડરલ બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી લોનની રકમનાં 3% સુધી

ફેડરલ બેંક પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો Federal Bank Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે Federal Bank Personal Loan માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની Federal Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને Federal Bank Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને ફેડરલ બેંક પર્સનલ લોન (Federal Bank Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં ફેડરલ બેંક પર્સનલ લોનની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને ફેડરલ બેંક પર્સનલ લોનની વધુ માહિતી માટે Federal Bank ની અધિકારી વેબસાઈટ https://www.federalbank.co.in/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું ફેડરલ બેંક પાસેથી કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?

જવાબ : Federal Bank દ્રારા 5 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : ફેડરલ બેંક પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : Federal Bank Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 11.49% થી વધુ હોય છે. આ વ્યાજદર Federal Bank Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : ફેડરલ બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : લોનની રકમનાં 3% સુધી

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “Federal Bank Personal Loan : ફેડરલ બેંક પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?”

Leave a Comment