પ્રિય મિત્રો તમે પણ અમદાવાદ ફરવા જવા માટે તૈયારી કરી રહ્યા છો, તો અહીં અમદાવાદમાં ફરવા લાયક સ્થળો વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં અમદાવાદમાં ફરવા લાયક સ્થળ કયા-કયા છે, તે સ્થળ પર ફરવાનો સમય કયો છે, તે સ્થળ પર પ્રવેશ ફ્રી કેટલી છે અને તે સ્થળોની ખાસિયતો શું? તેના વિશે માહિતી આપવામાં આવી છે, આ તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખને અંત સુધી વાંચો. તો ચાલો ફરવા અમદાવાદ…
અમદાવાદમાં ફરવા લાયક સ્થળો
અહીં અમદાવાદમાં ફરવા લાયક સ્થળોના નામ અને તેની નીચે તે સ્થળ વિશેની માહિતી આપવામાં આવી છે, જેમાં સ્થળ પરનો સમય, પ્રવેશ ફ્રી અને તેનું ચોક્કસ લોકેશન શું છે. તેના વિશે માહિતી નીચે મુજબ છે.
- અટલ બ્રિજ
- ભદ્રનો કિલ્લો
- લો ગાર્ડન
- ગુજરાત વિધાપીઠ
- કાંકરિયા તળાવ – પ્રાણી-સંગ્રહાલય
- હઠી સિંહના જૈન દરવાજા
- અડાલજની વાવ
- વિન્ટેજ કારનુ મ્યુઝીયમ
- વૈષ્ણોદેવી મંદિર
- સાબરમતી આશ્રમ
- કેલિકો ટેક્સટાઇલ મ્યુઝિયમ
- ત્રણ દરવાજાનુ બજાર
- દાદા હરી વાવ
- સાબરમતી રિવરફ્રન્ટ
- ઝૂલતા મિનારા
- સાયન્સ સીટી
- અક્ષરધામ મંદિર
- સ્વામિનારાયણ મંદિર
- જામાં મસ્જિત
- સીદી સેયદની જાળી
- સરખેજ રોજા
- બાલાજી મંદિર
- ઇસ્કોન ટેમ્પલ
- કેમ્પ હનુમાન મંદિર
અટલ બ્રિજ
આ આઇકોનિક પ્રકારનો અટલ બ્રિજ દેશનો પહેલો બ્રિજ છે. તે સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડે છે. તેની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પર થી લીધેલી છે. તેની માટે પસંદ કરેલા રંગો પણ પતંગની છાંટ દેખાડે છે. નદીની ઉપરથી ચાલવાનો આનંદ માણવા માટે, આ ગ્લાસ ફુટ ઓવર બ્રિજ સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવેલ છે. આ પુલ ફક્ત ચાલવાના હેતુ માટે જ છે અને બ્રિજ પરથી લોકો નદીની સુંદરતા માણી શકે તે માટે બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. અટલ બ્રિજ સેલ્ફી બ્રિજ માટે પણ જાણીતો છે.
આ સ્થળ માટેની મહત્વપૂર્ણ માહિતી:-
સ્થળ | અટલ ફુટ ઓવર બ્રિજ, રિવર ફ્રન્ટ, અમદાવાદ |
સમય | સવારના 6 વાગ્યાંથી સાંજે 10 વાગ્યાં સુધી. |
પ્રવેશ ફ્રી | 12 વર્ષથી નીચેના બાળકો માટે 15 રૂપિયા 12 વર્ષથી 59 વર્ષના લોકો માટે 30 રૂપિયા. 60 વર્ષથી મોટી વયના વરિષ્ઠ નાગરિકો માટે ટિકિટની કિંમત 15 રૂપિયા |
ભદ્રનો કિલ્લો
ભદ્રનો કિલ્લો અમદાવાદમાં આવેલો છે અને તેનું નિર્માણ સુલતાન અહમદ શાહ દ્વારા ઇ.સ 1411 માં કરવામાં આવ્યું હતું. આ કિલ્લામાં ઘણા બધા મંદિરો, મસ્જિદો, મહેલો અને અન્ય બાંધકામો આવેલા છે. મરાઠાઓના શાસનકાળ દરમિયાન બંધાયેલ ભદ્રકાલી મંદિરની હાજરીને કારણે આ કિલ્લાનું નામ પડ્યું હતું એવું પણ કહેવાય છે કે સુલતાન અહેમદ શાહે કિલ્લામાં પ્રવેશવા માટે ભદ્ર દ્વાર બંધાવ્યો હતો અને આ કારણથી કિલ્લાને ભદ્રનો કિલ્લો કહેવામાં આવે છે.
આ સ્થળ માટેની મહત્વપૂર્ણ માહિતી:-
સ્થળ | ભદ્ર ફોર્ટ, અમદાવાદ |
સમય | સવારના 9 વાગ્યાંથી સાંજે 6 વાગ્યાં સુધી. |
પ્રવેશ ફ્રી | કોઈ ફ્રી નથી. |
લો ગાર્ડન
લો ગાર્ડનએ અમદાવાદમાં આવેલ એક પ્રસિદ્ધ સ્થળ છે, જે નવરાત્રી અને ચણીયાચોલીના નામે પ્રસિદ્ધ છે. લો ગાર્ડનએ અમદાવાદનુ એક એવુ ફરવા લાયક સ્થળ છે, જેને ચણીયાચોલીનો ખજાનો કહેવામાં આવે છે. આ લો ગાર્ડન એક પ્રસિદ્ધ બજાર જે અમદાવાદમાં આવેલ છે.
કાંકરિયા તળાવ – પ્રાણી-સંગ્રહાલય
કાંકરિયા તળાવ અમદાવાદમાં ફરવાલાયક સૌથી સારી જગ્યાઓમાં એક છે. તમને જણાવી દઇએ કે કાંકરિયા તળાવનું નિર્માણ સુલતાન કુતુબ – ઉદ્ – દીન એ વર્ષ ૧૪૫૧ માં કર્યું હતું. આ તળાવ અમદાવાદમાં આવેલું છે અને શહેરના સૌથી મોટા તળાવોમાંથી એક છે. અહી નગીના વાડી ખાતે ગ્રીષ્મકાલીન મહલ દ્વીપ બગીચો જોવા મળે છે, જે કાંકરિયા તળાવ ના મધ્યમાં છે. આ તળાવ પ્રવાસીઓને ખૂબ જ આકર્ષિત કરે છે. અહી દરેક ઉંમરના લોકો માટે કંઇક ને કંઇક છે. બાળકો માટે પાર્ક, બગીચો, મનોરંજન કેન્દ્ર, હોડી, ક્લબ, બોટિંગ, ઝુ અને એક સંગ્રહાલય અહીંના મુખ્ય આકર્ષણો છે.
અહી આવેલું કાંકરિયા ઝુ 77 એકર ની. વિશાળ જમીન પર ફેલાયેલું છે અને તેમાં વાઘ, હથી, એનકોંડા, અજગર અને ઘણા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. કાંકરિયા તળાવ ની પાસે થતી બૈલૂન સફારી મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષિત કરે છે. જો તમે ગુજરાતમાં ફરવાલાયક સારા સ્થળની શોધમાં છો તો કાંકરિયા તળાવ એક સારો વિકલ્પ છે.
આ સ્થળ માટેની મહત્વપૂર્ણ માહિતી:-
સ્થળ | મણિનગર, અમદાવાદ |
સમય | સવારના 9 વાગ્યાંથી સાંજે 10 વાગ્યાં સુધી. |
પ્રવેશ ફ્રી | બાળકો માટે 10 રૂપિયા.
બીજા લોકો માટે 25 રૂપિયા. |
પ્રાણીસંગ્રહાલય સમય | સવારના 9 વાગ્યાંથી સાંજે 6:15 વાગ્યાં સુધી. |
હઠી સિંહના જૈન દરવાજા
ધનવાન જૈન નગરશેઠ હઠીસિંહ દ્વારા ઈ.સ ૧૮૪૮ માં આ દેરાંનું બાંધકામ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતી, પરંતુ તેમનું ૪૯ વર્ષે અવસાન થયું. તેમનાં પત્ની શેઠાણી હરકુંવરબાઈ દ્વારા તેનું બાંધકામ ૮ લાખ રૂપિયામાં પૂર્ણ કરવામાં આવ્યું. આ જૈન મંદિરમાં ૧૫મા તીર્થંકર ધર્મનાથ મૂળનાયક છે. આ દેરાંનું નિર્માણ ગુજરાતના દુષ્કાળ વખતે કરવામાં આવ્યું હતું
આ સ્થળ માટેની મહત્વપૂર્ણ માહિતી:-
સ્થળ | બારડોલપુરા, અમદાવાદ |
સમય | સવારના 9 વાગ્યાંથી સાંજે 6 વાગ્યાં સુધી. |
પ્રવેશ ફ્રી | કોઈ ફ્રી નથી. |
અડાલજની વાવ
અડાલજની વાવ અમદાવાદ પાસેથી પસાર થતાં સરખેજ-ગાંધીનગર ધોરીમાર્ગ ઉપર ગાંધીનગર જિલ્લાનાં અડાલજ ગામમાં આવેલી છે. ઇ.સ ૧૪૯૯ ના વર્ષમાં વીરસંગ વાધેલાની પત્ની રાણી રૂડીબાઇ માટે રાજા મોહમ્મદ બેગડાએ વાવનું નિર્માણ કરાવ્યું હતું. તેથી આ વાવ અડાલજની વાવ અથવા રૂડીબાઇની વાવથી પ્રચલિત થઇ. આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે ૫ લાખ રુપિયાનો ખર્ચ થયો હતો. આ વાવના સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરા મારન હતા.
આ સ્થળ માટેની મહત્વપૂર્ણ માહિતી:-
સ્થળ | અડાલજ, અમદાવાદ |
સમય | સવારના 6 વાગ્યાંથી સાંજે 7 વાગ્યાં સુધી. |
પ્રવેશ ફ્રી | કોઈ પ્રવેશ ફ્રી નથી. |
વિન્ટેજ કારનુ મ્યુઝીયમ
અમદાવાદના નરોડા વિસ્તારના કઠવાડા રિંગ રોડ પર આવેલા દાસ્તાન ફાર્મના ઓટોવર્લ્ડ મ્યુઝિયમની વૈભવી ગાડીઓના ઠાઠનો અનુભવ કરાવતું ઓટો વર્લ્ડ મ્યુઝિયમ આવેલું છે. આ ઓટોવર્લ્ડ મ્યુઝિયમ કારપ્રેમીઓ માટે એક વિઝ્યુઅલ ટ્રીટ છે. અહીયાં 100 વર્ષ જૂની બેન્ટલી, રોલ્સ રોય્સ, જગુઆર, મેયબેક, કેડીલૈક્સ, લિંકન, ફોર્ડ જેવી એન્ટીક મૂલ્યવાન ગાડીઓનું કલેક્શન છે. અહિંયા કારોની શોધ થઈ એ પહેલાં વપરાતા ટાંગાથી માંડીને રાજા-રજવાડાં તેમજ અંગ્રેજી અમલદારોની વૈભવી ગાડીઓ, વિન્ટેજ બાઈક્સ, એન્ટીક સ્પોટ્ર્સ કાર વગેરે જેવી અલગ-અલગ પ્રકારની ગાડીઓ રાખવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આ મ્યુઝિયમની લગભગ તમામ ગાડીઓ ચાલુ અવસ્થામાં છે.
આ સ્થળ માટેની મહત્વપૂર્ણ માહિતી:-
સ્થળ | કઠવાડા, અમદાવાદ |
સમય | સવારના 8 વાગ્યાંથી સાંજે 9 વાગ્યાં સુધી. |
પ્રવેશ ફ્રી | 50 રૂપિયા. |
સાબરમતી આશ્રમ (ગાંધી આશ્રમ)
અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલ છે. સાબરમતી આશ્રમ મહાત્મા ગાંધીના ઘણા નિવાસ સ્થાનોમાંનું એક છે. સાબરમતી આશ્રમ મુલાકાતીઓ ને મહાત્મા ગાંધીના જીવન અને સંઘર્ષની સમજ આપે છે. અહીં ગાંધીજી પોતાની જીવન જરૂરી વસ્તુઓ જેમ કે, ચશ્મા, ચપ્પલ, કપડાં અને પુસ્તકો સહિત તેમની ઘણી અંગત વસ્તુઓ જોઈ શકો છો. અહીં એક આર્ટ ગેલેરી અને અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં લગભગ પાંત્રીસ હજાર પુસ્તકોવાળી એક લાઇબ્રરી છે. મહાત્મા ગાંધીના જીવન વિષે ના ઘણા બધા ચિત્રો અને પેઇન્ટિંગ છે. દાંડીયાત્રાની શરૂઆત પણ અહીંથી જ થઈ હતી. ગાંધીજીના જીવન વિશે બધી જ માહિતી મેળવવા માટે ગાંધી આશ્રમની મુલાકાત અવશ્ય જાઓ.
આ સ્થળ માટેની મહત્વપૂર્ણ માહિતી:-
સ્થળ | સાબરમતી આશ્રમ, આશ્રમ રોડ, અમદાવાદ |
સમય | સવારના 8 વાગ્યાંથી સાંજે 6:30 વાગ્યાં સુધી. |
પ્રવેશ ફ્રી | કોઈ પ્રવેશ ફ્રી નથી. |
કેલિકો ટેક્સટાઇલ મ્યુઝિયમ
અમદાવાદના સૌથી પ્રાચીન સંગ્રહાલયોમાંના એક, તે દેશભરના દુર્લભ કાપડ અને કાપડ ની વસ્તુઓનો સંગ્રહ પ્રવાસીઓને આકર્ષે છે.આ સંગ્રહાલય ભારતના પૂર્વ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ખોલવામાં આવ્યું હતું. વિવિધ વણાટ સામગ્રી, દેશના વિવિધ ભાગોથી ડિઝાઇનર અને રંગબેરંગી ફેબ્રિક અહીં તમને જોવા મળશે. કાપડ ઉપરાંત, સંગ્રહાલયમાં દક્ષિણ ભારતીય બ્રોન્ઝ આર્ટ, મંદિરના ઝુમ્મરો, ફર્નિચર, લઘુચિત્ર આર્ટવર્ક અને જૈન કલાકૃતિઓનું પ્રદર્શન પણ જોવા મળે છે.કેલિકો ટેક્સટાઇલ મ્યુઝિયમમાં ગેલેરી વિભાગ અને એક પુસ્તકાલય પણ છે.
આ સ્થળ માટેની મહત્વપૂર્ણ માહિતી:-
સ્થળ | શાહીબાગ, અમદાવાદ |
સમય | 10 AM to 1 PM |
પ્રવેશ ફ્રી | કોઈ ફ્રી નથી. |
સાબરમતી રિવરફ્રન્ટ
સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદમાં આવેલ ફરવા માટેનું એક પ્રસિદ્ધિ સ્થળ છે. અહીંયા તમે સાયકલ ચલાવવા અને ચાલવા માટેનાં ટ્રેક્સ, પાર્ક અને બગીચા, માર્કેટ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ફૂટ ઓવર બ્રીજ જે હાલમાં બની રહ્યો છે વગેરે અહીંની મુખ્ય વિશેષતાઓ છે. રિવરફ્રન્ટ અનેક ગુજરાતી તેમજ બોલીવુડની ફિલ્મોમાં દર્શાવવામાં આવેલ છે. દર વર્ષે અહીં સાબરમતી મેરેથોન, સાબરમતી સાયક્લોથોન, ફ્લાવર શો અને પતંગ મહોત્સવ અને એર શોઝ જેવી અનેક વાર્ષિક ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવે છે.
આ સ્થળ માટેની મહત્વપૂર્ણ માહિતી:-
સ્થળ | રિવર ફ્રન્ટ, અમદાવાદ |
સમય | સવારના 6 વાગ્યાંથી સાંજે 10 વાગ્યાં સુધી. |
પ્રવેશ ફ્રી | કોઈ પ્રવેશ ફ્રી નથી, પરંતુ રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક અને અન્ય પ્રવૃત્તિઓ માટે અલગથી ફી હોય છે. |
સાયન્સ સીટી
ગુજરાત સાયન્સ સિટી એ ખાસ કરીને દેશના યુવાનોમાં સામાન્ય જાગૃતિ અને વૈજ્ઞાનિક અભિગમ ફેલાવવા ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલી એક નોંધપાત્ર પહેલ છે. આ કેન્દ્રમાં વિદ્યાર્થીઓ માટે અવારનવાર વર્કશોપ પણ રાખવામાં આવે છે.કલ્પનાશકિતને ચમકાવતા પ્રદર્શનો, વર્ચુઅલ રિયાલિટી એક્ટિવિટી વગેરે અહીંના મુખ્ય આકર્ષણો છે. ગુજરાત સાયન્સ સિટી માત્ર વિજ્ઞાન પ્રેમીઓને જ નહીં, પણ આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાનની ભૂમિકાને સમજવામાં રસ ધરાવતા કોઈપણ માટે એક આકર્ષક અનુભવ પ્રદાન કરે છે.
આ સ્થળ માટેની મહત્વપૂર્ણ માહિતી:-
સ્થળ | સાયન્સ સિટી, એસજી હાઇવે, અમદાવાદ |
સમય | સવારના 10 વાગ્યાંથી સાંજે 7:30 વાગ્યાં સુધી. |
પ્રવેશ ફ્રી | બાળકો માટે ₹10 અને બીજા બધા માટે ₹20 |
અક્ષરધામ મંદિર
અક્ષરધામ મંદિર અમદાવાદ આવેલ છે, જે ફરવા માટે એક પ્રસિદ્ધ સ્થળ છે, જ્યાં ગાર્ડન્સ, પ્રદર્શન, ફૂડ કોર્ટ, વોટર શો અને પુસ્તકાલય જેવા જોવાલાયક સ્થળ આવેલ છે. જે સહજાનંદ સ્વામીનું મંદિર છે.
આ સ્થળ માટેની મહત્વપૂર્ણ માહિતી:-
સ્થળ | અક્ષરધામ ટેમ્પલ, ગાંધીનગર, અમદાવાદ |
સમય | સવારના 10 વાગ્યાંથી સાંજે 7 વાગ્યાં સુધી. |
પ્રવેશ ફ્રી | કોઈ ફ્રી નથી. |
સ્વામિનારાયણ મંદિર
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર નારાયણ દેવનુ એક મંદિર છે. આ ભવ્ય મંદિર 1822 ની સાલમાં ભગવાન સ્વામિનારાયણના કેવાથી બનાવવામાં આવ્યું હતું, જે હિન્દુ ધર્મના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા. આબેહૂબ રંગો અને જટિલ કોતરણીથી શણગારેલું, સ્વામિનારાયણ મંદિર એ ઓગણીસમી સદીના સ્થાપત્યનું એક અદભૂત ઉદાહરણ છે. આ મંદિર તેની સવારની આરતી માટે ખૂબ જ પ્રખ્યાત છે. મંદિર સંકુલમાં મુલાકાતીઓની સુવિધા માટે એક બહુમાળી ગેસ્ટહાઉસ અને એક તબીબી ક્લિનિક પણ છે.
આ સ્થળ માટેની મહત્વપૂર્ણ માહિતી:-
સ્થળ | સ્વામિનારાયણ મંદિર રોડ, કાલુપુર, અમદાવાદ |
સમય | સવારના 6 વાગ્યાંથી સાંજે 7 વાગ્યાં સુધી. |
પ્રવેશ ફ્રી | કોઈ ફ્રી નથી. |
સીદી સેયદની જાળી
પીળા રેતીના પથ્થર પરની જાળી પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે.આ આઇકોનિક જાલીનો ઉપયોગ IIM, અમદાવાદના લોગોમાં પણ કરવામાં આવ્યો છે જે શહેર સાથે તેનું જોડાણ દર્શાવે છે. મસ્જિદ ખાસ કરીને તેની સુંદર દસ પથ્થર ની જાળી માટે પ્રખ્યાત છે.
આ સ્થળ માટેની મહત્વપૂર્ણ માહિતી:-
સ્થળ | ઘીકાટા, અમદાવાદ |
સમય | સવારના 7 વાગ્યાંથી સાંજે 6 વાગ્યાં સુધી. |
પ્રવેશ ફ્રી | કોઈ ફ્રી નથી. |
સરખેજ રોજા
સરખેજ રોઝા એક સુંદર અને પ્રાચીન મસ્જિદ અને મઝાર સહિતની એક અત્યંત ઐતિહાસિક ઇમારત છે. અને અહીં ઘણી ફિલ્મો અને સિરિયલનું શૂટિંગ પણ કરવામાં આવેલ છે. આ પ્રાચીન સ્થળ ખુબ જ શારું છે.
આ સ્થળ માટેની મહત્વપૂર્ણ માહિતી:-
સ્થળ | સરખેજ મકરબા રોડ, અમદાવાદ |
સમય | સવારના 9 વાગ્યાંથી સાંજે 6 વાગ્યાં સુધી. |
પ્રવેશ ફ્રી | કોઈ પ્રવેશ ફ્રી નથી. |
કેમ્પ હનુમાન મંદિર
કેમ્પ હનુમાનજી મંદિર જલાલપોર ગામ હનુમાનજી મંદિર તરીકે જાણીતું હતું. એ સમયે અમદાવાદ શહેરમાં ગાયકવાડ હવેલી આર્મી કેન્ટ હતી. ત્યાંથી, અંગ્રેજોએ હનુમાન મંદિર નજીક સૈન્ય ક્વાર્ટરની સ્થાપના કરી. તેમની હોસ્પિટલ મંદિરની નજીક હતી. એક અંગ્રેજ અધિકારીએ મંદિરના પૂજારી પાસે મંદિરને સ્થળાંતરિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો. જો કે ભક્તો અને પૂજારીએ ના પાડી. હનુમાનજી મંદિરને તોડી પાડવાનો ઓર્ડર મળતાં લાખો કાળા અને પીળા ભમરાઓ મંદીરના રક્ષણ માટે દીવાલ ને ઘેરી વળ્યા. અંગ્રેજ અધિકારીએ એક અઠવાડિયા સુધી મજૂરો મોકલ્યા.જો કે ભમરી માત્ર મજૂરો પર હુમલો કરતી આ જોઈને, અંગ્રેજ અધિકારીએ અનિચ્છાપૂર્વક શ્રી હનુમાનજી દાદાના આ ચમત્કારને ધ્યાનમાં લેતા પોતાનો નિર્ણય બદલવો પડ્યો કે મંદિર અહીં જ રહેશે. જેને અંગ્રેજોના સમયનું કેમ્પ હનુમાન મંદિર કહેવામાં આવે છે.
આ સ્થળ માટેની મહત્વપૂર્ણ માહિતી:-
સ્થળ | શાહીબાગ, અમદાવાદ |
સમય | સવારના 9 વાગ્યાંથી સાંજે 7 વાગ્યાં સુધી. |
પ્રવેશ ફ્રી | કોઈ પ્રવેશ ફ્રી નથી. |
બાલાજી મંદિર
2003 માં મંદિરના બાંધકામ માટે ભૂમિપૂજા કરવામાં આવી હતી. 7 એપ્રિલ 2007 ના રોજ પ્રાણપ્રતિષ્ઠા પછી આ મંદિર લોકો માટે ખોલવામાં આવ્યું હતું. દરરોજની પ્રવૃત્તિઓ અને મંદિરને સુગમ રીતે ચલાવવા માટે, 2012 માં “શ્રી બાલાજી મંદિર ડેવલપમેન્ટ ટ્રસ્ટ” નામે સ્વતંત્ર ટ્રસ્ટની રચના કરવામાં આવી છે.
આ સ્થળ માટેની મહત્વપૂર્ણ માહિતી:-
સ્થળ | એસ.જી.હાઈવે, છારોડી, અમદાવાદ |
સમય | સવારના 7 વાગ્યાંથી સાંજે 7 વાગ્યાં સુધી. |
પ્રવેશ ફ્રી | કોઈ ફ્રી નથી. |
વૈષ્ણોદેવી મંદિર
જમ્મુ-કાશ્મીરના કટરામાં આવેલા વૈષ્ણોદેવી મંદિર ને ધ્યાનમાં રાખીને આબેહૂબ તેના જેવું જ મંદિર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સમગ્ર વર્ષ દરમ્યાન ઘણા બધા લોકો આ મંદિરની મુલાકાત લે છે સ્કૂલના પ્રવાસો પણ આખા વર્ષ દરમિયાન ચાલુ હોય છે. મોટા સહિત બાળકોને આ જગ્યા ખૂબ જ ગમશે.
આ સ્થળ માટેની મહત્વપૂર્ણ માહિતી:-
સ્થળ | એસ.જી.હાઈવે, વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદ |
સમય | સવારના 6 વાગ્યાંથી સાંજે 7 વાગ્યાં સુધી. |
પ્રવેશ ફ્રી | કોઈ ફ્રી નથી. |
ઇસ્કોન ટેમ્પલ
આધ્યાત્મિકતા અને માનસિક આનંદનો અનુભવ કરવા માટે અહમદાબાદમાં ઇસ્કોન મંદિર શ્રેષ્ઠ સ્થળ છે. ઇસ્કોન મંદિરમાં તમને ગુજરાત અને રાજસ્થાનની મંદિરના સ્થાપત્યનો નમૂનો જોવા મળશે. આ 4-એકરના વિસ્તરેલા કેમ્પસમાં મંદિર,અ બગીચા અને સુંદર ફુવારાઓ છે. અનુયાયીઓ, દૈનિક જીવનને આધ્યાત્મિક બનાવવાની તકનીકો શીખવવા માટે સંસ્થાઓ, કોર્પોરેટ વગેરેમાં સત્રો યોજે છે. મંદિરની બાજુમાં એક શોપિંગ સ્ટોર પણ છે ત્યાંથી તમે ધાર્મિક અને આધ્યાત્મિક ઘણી બધી વસ્તુઓ જેમ કે પુસ્તકો,મૂર્તિઓ,પૂજા સામગ્રી અને બીજી ઘણી બધી વસ્તુઓ ખરીદી શકો છો.
આ સ્થળ માટેની મહત્વપૂર્ણ માહિતી:-
સ્થળ | એસ.જી.હાઈવે, ઇસ્કોન, અમદાવાદ |
સમય | 4.30 AM to 1 PM, And 4 PM to 9 PM |
પ્રવેશ ફ્રી | કોઈ ફ્રી નથી. |
દાદા હરી વાવ
દાદા હરી વાવને બાઇ હરિર વાવ તરીકે પણ ઓળખાય છે. મેહમુદ બેગડા સમય દરમિયાન સ્થાપવામાં આવેલ છે. અહીં રેતીના પત્થરમાં રચાયેલ આ વાવ સોલંકી શૈલીની સ્થાપત્યનો એક અદ્ભુત નમૂનો છે. આ વાવ સાત માળ ની છે. દાદા હરી વાવનું આખું માળખું ગુજરાતી ડિઝાઇન અને પથ્થરની જટિલ કલાત્મકતાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.
આ સ્થળ માટેની મહત્વપૂર્ણ માહિતી:-
સ્થળ | હરીપુરા, અસરવા, અમદાવાદ |
સમય | સવારના 10 વાગ્યાંથી સાંજે 7 વાગ્યાં સુધી. |
પ્રવેશ ફ્રી | કોઈ ફ્રી નથી |
ઝૂલતા મિનારા
ઝૂલતા મિનારા રસપ્રદ સ્થાપત્ય અજાયબી છે. તે હજી પણ એક અવિશ્વસનીય રહસ્ય છે. એક મિનારો થોડો હલે છે તો થોડી જ વારમાં બીજો મિનારો પણ એની રીતે હલે છે. જ્યારે કનેક્ટિંગ પેસેજ કોઈપણ હલનચલન અથવા કંપનોને પ્રસારિત કરતું નથી. ઘણા આર્કિટેક્ટ્સ અને ઇતિહાસકારોએ મીનારાઓની અસંબંધિત ગતિવિધિઓ પાછળ ભૌતિકશાસ્ત્ર અને તર્કશાસ્ત્રને સમજવાનો પ્રયાસ કર્યો છે.આ કારણે જ તેને ઝૂલતા મિનારા તરીકે ઓળખવામાં આવે છે.
આ સ્થળ માટેની મહત્વપૂર્ણ માહિતી:-
સ્થળ | લક્ષ્મીબજાર, અમદાવાદ |
સમય | સવારના 6 વાગ્યાંથી સાંજે 9 વાગ્યાં સુધી. |
પ્રવેશ ફ્રી | કોઈ ફ્રી નથી. |
ગુજરાત વિધાપીઠ
સત્યાગ્રહ આશ્રમની સ્થાપના પછી ગાંધીજીએ નવી પેઢીને રાષ્ટ્રીય અને સર્વોતોમુખી કેળવણી આપવા માટે ગાંધીજી દ્વારા વર્ષ 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ.
આ પણ વાંચો:-
પ્રિય મિત્રો,
અહીં તમને અમદાવાદમાં ફરવા લાયક સ્થળો અને અમદાવાદ નજીક ફરવા લાયક સ્થળોના નામ અને તેના વિશે માહિતી આપવામાં આવી છે. આવી રીતે વિવિધ ફરવા લાયક સ્થળો વિશે માહિતી જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે અને જો તમે આવી રીતે જો બીજી કોઈ માહિતી જાણવા માંગો છો, તો અમને કોમેન્ટમાં જણાવો – ધન્યવાદ. – અમદાવાદમાં ફરવા લાયક સ્થળો
3 thoughts on “અમદાવાદમાં ફરવા લાયક સ્થળો | Amadavadma Farva Layak Sthalo”