Bank of India Personal Loan : બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન – શું મિત્રો તમે Bank of India Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન શું છે, બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Bank of India Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


Bank of India Personal Loan


બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન શું છે? – Bank of India Personal Loan

બેંક ઓફ ઈન્ડિયા તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 20 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 7 વર્ષ નો હોય છે.


બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Bank of India Personal Loan interest rate

Bank of India Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.75% થી 14.75% સુધી હોય છે. આ વ્યાજદર Bank of India Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે Bank of India Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) બેંક ઓફ ઈન્ડિયા સ્ટાર પેન્શનર લોન

બેંક ઓફ ઈન્ડિયા સ્ટાર પેન્શનર લોન કોને આપવામાં આવે છે? : તો બેંક ઓફ ઇન્ડિયાના પેન્શનરો,કૌટુંબિક પેન્શનરોને વ્યક્તિગત નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે લોન આપવામાં આવે છે.

(2) બેંક ઓફ ઈન્ડિયા સ્ટાર ડોક્ટર પલ્સ પર્સનલ લોન

બેંક ઓફ ઈન્ડિયા સ્ટાર ડોક્ટર પલ્સ પર્સનલ લોન કોને આપવામાં આવે છે? :તો જે અરજદાર સોનાની ખરીદી, શેરમાં રોકાણ અથવા સટ્ટાકીય હેતુ સિવાયના કોઈપણ માન્ય વ્યક્તિગત હેતુ માટે લોન આપવામાં આવે છે.

(3) બેંક ઓફ ઈન્ડિયા સ્ટાર પર્સનલ લોન

બેંક ઓફ ઈન્ડિયા સ્ટાર પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો જે અરજદાર લગ્ન, શિક્ષણ, તબીબી વગેરે વિવિધ જરૂરિયાતો પુરી કરવા માટે લોન આપવામાં આવે છે.

(4) સ્ટાર સુવિધા એક્સપ્રેસ પર્સનલ લોન

સ્ટાર સુવિધા એક્સપ્રેસ પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : બેંક ઓફ ઈન્ડિયાના પસંદગીના ગ્રાહકોને સ્ટાર સુવિધા એક્સપ્રેસ પર્સનલ લોન આપવામાં આવે છે.


બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે Bank of India Personal Loan લોન લેવા માટે પાત્ર છો, તેથી નીચે લોનની તમામ પાત્રતા આપેલ છે. જે જોઈને તમે લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

(1) પેન્શનરો માટે પાત્રતા

1.નિવૃત્ત કર્મચારીઓ, નિયમિત પેન્શનરો, કૌટુંબિક પેન્શનરો લોન માટે પાત્ર છે.

(2) ડોકટરો માટે પાત્રતા 

1.લોન લેનાર અરજદારની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ.

2.ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે DCI,મસિઝ,નિયમનકારી સત્તાવાળાઓ,કાયદેસર સત્તાવાળાઓ દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ તબીબી વિજ્ઞાન શાખામાં ઓછામાં ઓછા 3 વર્ષ માટે લાયકાત ધરાવતા અને નોંધાયેલા તબીબી પ્રેક્ટિશનરો લોન માટે પાત્ર છે.

(3) બેંક ઓફ ઈન્ડિયા સ્ટાર સુવિધા એક્સપ્રેસ પર્સનલ લોન માટે પાત્રતા 

1.પગાર ખાતા ધરાવતા પગારદાર વ્યક્તિઓ લોન માટે પાત્ર છે.

(4) બેંક ઓફ ઈન્ડિયા સ્ટાર પર્સનલ લોન માટે પાત્રતા 

1.પગારદાર કાયમી કર્મચારીઓ લોન માટે પાત્ર છે.

2.ઉચ્ચ નેટવર્થ ધરાવતા વ્યાવસાયિકો, બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત કર્મચારીઓ, નિયમિત પેન્શનરો, કૌટુંબિક પેન્શનરો પણ લોન માટે છે.


બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Bank of India Personal Loan documents

1.ID પ્રૂફ : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાઇસન્સ, જોબ કાર્ડ વગેરે.)

2.સરનામાનો પુરાવો : કોઈપણ એક – (પાસબુક, ભાડા કરાર, મિલકતની રસીદ, મ્યુનિસિપલ ટેક્સની રસીદ, વીજળી બિલ, પાણીનું બિલ, સિલિન્ડર, પાઇપ્ડ ગેસ, પોસ્ટ-પેઇડ મોબાઇલ બિલ વગેરે.

3.પગારદાર વ્યક્તિઓ માટે છેલ્લા 6 મહિનાની પગાર સ્લિપ અને 1 વર્ષની ITR/ફોર્મ 16; આવક/નફા અને નુકશાન ખાતા/બેલેન્સ શીટ/કેપિટલ એકાઉન્ટ સ્ટેટમેન્ટની CA પ્રમાણિત ગણતરી સાથે છેલ્લા 3 વર્ષનો ITR.


બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન પ્રોસેસિંગ ફી લોનની રકમના 2% સુધી

બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો Bank of India Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે Bank of India Personal Loan માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની બેંક ઓફ ઈન્ડિયામાં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંકમાં જઈને Bank of India Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન (Bank of India Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોનની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન લોનની વધુ માહિતી માટે બેંક ઓફ ઈન્ડિયાની અધિકારી વેબસાઈટ https://bankofindia.co.in/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું બેંક ઓફ ઈન્ડિયા પાસેથી કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?

જવાબ : બેંક ઓફ ઈન્ડિયા દ્રારા 7 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : Bank of India Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.75% થી 14.75% સુધી હોય છે. આ વ્યાજદર Bank of India Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : લોનની રકમના 2% સુધી ફ્રી

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “Bank of India Personal Loan : બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?”

Leave a Comment