Bank of Maharashtra Personal Loan : બેંક ઓફ મહારાષ્ટ્ર પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

બેંક ઓફ મહારાષ્ટ્ર પર્સનલ લોન – શું મિત્રો તમે Bank of Maharashtra Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, બેંક ઓફ મહારાષ્ટ્ર પર્સનલ લોન શું છે, બેંક ઓફ મહારાષ્ટ્ર પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, બેંક ઓફ મહારાષ્ટ્ર પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Bank of Maharashtra Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


Bank of Maharashtra Personal Loan


બેંક ઓફ મહારાષ્ટ્ર પર્સનલ લોન શું છે? – Bank of Maharashtra Personal Loan

બેંક ઓફ મહારાષ્ટ્ર તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 20 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 7 વર્ષ નો હોય છે


બેંક ઓફ મહારાષ્ટ્ર પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Bank of Maharashtra Personal Loan interest rate

Bank of Maharashtra Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.00% થી 12.80% સુધી હોય છે. આ વ્યાજદર Bank of Maharashtra Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


બેંક ઓફ મહારાષ્ટ્ર પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે Bank of Maharashtra Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) BPCL કર્મચારીઓ માટે પર્સનલ લોન 

BPCL કર્મચારીઓ માટે પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો પબ્લિક સેક્ટર યુનિટના તમામ કન્ફર્મ કરાયેલા કર્મચારીઓને પોતાની વિવિધ વ્યક્તિગત જરૂરિયાતો પુરી કરવા માટે લોન આપવામાં આવે છે.

(2) પગારદાર અને સ્વ-રોજગાર વ્યાવસાયિકો માટે પર્સનલ લોન

પગારદાર અને સ્વ-રોજગાર વ્યાવસાયિકો માટે પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો પગારદાર અને સ્વ-રોજગાર વ્યાવસાયિકોની પોતાની વિવિધ વ્યક્તિગત જરૂરિયાતો પુરી કરવા માટે લોન આપવામાં આવે છે.

(3) બેંક ઓફ મહારાષ્ટ્ર પગાર લાભ યોજના

બેંક ઓફ મહારાષ્ટ્ર પગાર લાભ યોજના કોને આપવામાં આવે છે? : કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના કર્મચારીઓ, PSU, પ્રતિષ્ઠિત કોર્પોરેટ, જાહેર અને ખાનગી ક્ષેત્રો સાથે નોકરી કરતા વ્યક્તિઓની વિવિધ રોજિંદી જરૂરિયાતોને પુરી કરવા માટે લોન આપવામાં આવે છે.


બેંક ઓફ મહારાષ્ટ્ર પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે Bank of Maharashtra Personal Loan લેવા માટે પાત્ર છો, તેથી નીચે લોનની તમામ પાત્રતા આપેલ છે. જે જોઈને તમે લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

(1) BPCL કર્મચારીઓ માટે પર્સનલ લોન માટે પાત્રતા

1.ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ જાહેર ક્ષેત્રના એકમના તમામ પુષ્ટિ થયેલ કર્મચારીઓ લોન માટે પાત્ર છે.

2.લોન લેનાર અરજદારની વાર્ષિક આવક રૂપિયા 3 લાખ સુધી હોવી જોઈએ.

(2) પગારદાર અને સ્વ-રોજગાર વ્યાવસાયિકો માટે પર્સનલ લોન માટે પાત્રતા

1.કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પીએસયુ, પબ્લિક, પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ અથવા એમએનસીના કર્મચારીઓ લોન માટે પાત્ર છે.

2.સ્વ-રોજગાર ધરાવતા પ્રોફેશનલ્સ (માત્ર ડોકટરો, સીએ અને આર્કિટેક્ટ) પોતાનો વ્યવસાય ધરાવતા હોય તો તેઓ છેલ્લા 1 વર્ષથી બેંક ઓફ મહારાષ્ટ્ર સાથે બેંકિંગ કરતા હોય તો લોન માટે પાત્ર છે.

(3) બેંક ઓફ મહારાષ્ટ્ર પગાર લાભ યોજના માટે પાત્રતા

1.લોન લેનાર અરજદારની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.

2.કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પીએસયુ, કોર્પોરેટ, જાહેર અથવા ખાનગી ક્ષેત્રની કંપનીઓ, MNCs સાથે કાયમી ધોરણે નોકરી કરતા વ્યક્તિઓ લોન માટે પાત્ર છે.

3.લોન લેનાર અરજદારને જે તે ક્ષેત્રમાં 1 વર્ષનો કામનો અનુભવ હોવો જોઈએ.

4.અરજદારનો ન્યૂનતમ 25,000 રૂપિયા હોવો જોઈએ.


બેંક ઓફ મહારાષ્ટ્ર પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Bank of Maharashtra Personal Loan documents

1.અરજી ફોર્મ

2.પાસપોર્ટ સાઈઝના ફોટો

3.ID પ્રૂફ : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાઇસન્સ, જોબ કાર્ડ વગેરે.)

4.સરનામાનો પુરાવો : કોઈપણ એક – (પાસબુક, ભાડા કરાર, મિલકતની રસીદ, મ્યુનિસિપલ ટેક્સની રસીદ, વીજળી બિલ, પાણીનું બિલ, સિલિન્ડર, પાઇપ્ડ ગેસ, પોસ્ટ-પેઇડ મોબાઇલ બિલ વગેરે.

5.બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, પગાર સ્લિપ, ITR, ફોર્મ 16, વગેરે.

6.પગારદાર અરજદાર માટે એક વર્ષનું સતત રોજગાર દર્શાવતું પ્રમાણપત્ર.


બેંક ઓફ મહારાષ્ટ્ર પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

બેંક ઓફ મહારાષ્ટ્ર પર્સનલ લોન પ્રોસેસિંગ ફી લોનની રકમના 1% સુધી

બેંક ઓફ મહારાષ્ટ્ર પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો Bank of Maharashtra Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે બેંક ઓફ મહારાષ્ટ્ર પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની બેંક ઓફ મહારાષ્ટ્રમાં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંકમાં જઈને Bank of Maharashtra Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને બેંક ઓફ મહારાષ્ટ્ર પર્સનલ લોન (Bank of Maharashtra Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં બેંક ઓફ મહારાષ્ટ્ર પર્સનલ લોનની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને બેંક ઓફ મહારાષ્ટ્ર પર્સનલ લોનની વધુ માહિતી માટે બેંક ઓફ મહારાષ્ટ્રની અધિકારી વેબસાઈટ https://bankofmaharashtra.in/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું બેંક ઓફ મહારાષ્ટ્ર પાસેથી કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?

જવાબ : બેંક ઓફ મહારાષ્ટ્ર દ્રારા 7 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : બેંક ઓફ મહારાષ્ટ્ર પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : Bank of Maharashtra Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.00% થી 12.80% સુધી હોય છે. આ વ્યાજદર Bank of Maharashtra Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : બેંક ઓફ મહારાષ્ટ્ર પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : લોનની રકમના 1% સુધી

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “Bank of Maharashtra Personal Loan : બેંક ઓફ મહારાષ્ટ્ર પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?”

Leave a Comment