UCO Bank Personal Loan : યુકો બેંક પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

યુકો બેંક પર્સનલ લોન – શું મિત્રો તમે UCO Bank Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, યુકો બેંક પર્સનલ લોન શું છે, યુકો બેંક પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, યુકો બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને UCO Bank Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


UCO Bank Personal Loan


યુકો બેંક પર્સનલ લોન શું છે? – UCO Bank Personal Loan

યુકો બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 15 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 7 વર્ષ નો હોય છે


યુકો બેંક પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – UCO Bank Personal Loan interest rate

UCO Bank Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 12.45% થી 12.85% સુધી હોય છે. આ વ્યાજદર UCO Bank Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


યુકો બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે UCO Bank Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) યુકો પેન્શનર લોન

યુકો પેન્શનર લોન કોને આપવામાં આવે છે? : તો યુકો બેંક તરફથી પેન્શન મેળવતા પેન્શનધારકો કે કુટુંબ પેન્શનધારકોને તબીબી સારવાર, લગ્ન, શિક્ષણ, ઘર સુધારણા, મેડિક્લેમ પ્રીમિયમ ચૂકવણી, મુસાફરી, અંતિમ સંસ્કાર અને સ્વ અને આશ્રિતોની કૃષિ જરૂરિયાતોને લગતા ખર્ચને પુરા કરવા માટે લોન આપવામાં આવે છે.

(2) યુકો કેશ લોન 

યુકો કેશ લોન કોને આપવામાં આવે છે? : તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, ખાનગી યુનિવર્સિટીઓ, કોલેજો અને શાળાના અધ્યાપન કર્મચારીઓને વ્યક્તિગત જરૂરિયાતો જેમ કે લગ્ન, શિક્ષણ, સામાજિક જવાબદારીઓ, કૃષિ જરૂરિયાતોના ખર્ચ પુરા કરવા માટે લોન આપવામાં આવે છે.


યુકો બેંક પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે UCO Bank Personal Loan લેવા માટે પાત્ર છો, તેથી નીચે લોનની તમામ પાત્રતા આપેલ છે. જે જોઈને તમે લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

યુકો પેન્શનર લોન માટે પાત્રતા 

1.યુકો બેંક તરફથી પેન્શન મેળવતા પેન્શનધારકો કે કુટુંબ પેન્શનધારકો લોન માટે પાત્ર છે.

2. મૃત પેન્શનધારકોના પરિવારના સભ્યો લોન માટે પાત્ર છે.

યુકો કેશ માટે પાત્રતા 

1.કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના કાયમી કર્મચારીઓ લોન માટે પાત્ર છે.

2.ખાનગી કોલેજોના કર્મચારીઓ, શાળાઓના કર્મચારીઓ, યુનિવર્સિટીઓના કર્મચારીઓ પણ લોન માટે પાત્ર છે.

3.લોન લેનાર અરજદારની માસિક આવક રૂપિયા 10,000 હોવી જોઈએ.


યુકો બેંક પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – UCO Bank Personal Loan documents

1.ID પ્રૂફ : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાઇસન્સ, જોબ કાર્ડ વગેરે.)

2.સરનામાનો પુરાવો : કોઈપણ એક – (પાસબુક, ભાડા કરાર, મિલકતની રસીદ, મ્યુનિસિપલ ટેક્સની રસીદ, વીજળી બિલ, પાણીનું બિલ, સિલિન્ડર, પાઇપ્ડ ગેસ, પોસ્ટ-પેઇડ મોબાઇલ બિલ વગેરે.

3. પાનકાર્ડ

4.લોન લેનાર અરજદારની પગાર સ્લિપ/બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ.


યુકો બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

યુકો બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી ઓછામાં ઓછા રૂપિયા 700 અથવા લોનની રકમના 1% સુધી

યુકો બેંક પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો UCO Bank Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે યુકો બેંક પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની UCO Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોન માટે પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંકમાં જઈને UCO Bank Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને યુકો બેંક પર્સનલ લોન (UCO Bank Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં યુકો બેંક પર્સનલ લોનની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને યુકો બેંક પર્સનલ લોનની વધુ માહિતી માટે UCO Bank ની અધિકારી વેબસાઈટ https://www.ucobank.com/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું UCO Bank પાસેથી કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?

જવાબ : IDFC ફર્સ્ટ બેંક દ્રારા 7 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : યુકો બેંક પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : UCO Bank Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 12.45% થી 12.85% સુધી હોય છે. આ વ્યાજદર UCO Bank Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : યુકો બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : ઓછામાં ઓછા રૂપિયા 700 અથવા લોનની રકમના 1% સુધી હોય છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment