ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજના 2024 | Bhagwan Budhdh Scholarship Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા વિધાર્થીઓ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજના.

તો ચાલો જાણીએ કે Bhagwan Budhdh Scholarship Yojana શું છે?, ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજના શું છે?

Bhagwan Budhdh Scholarship Yojana નો લાભ ધોરણ 10 પાસ અનુસૂચિત જાતીની છોકરીઓને આપવામાં આવશે. જેમાં આ યોજના હેઠળ ધોરણ 10 પાસ બાદ આગળનો અભ્યાસ કરવા માટે શિષ્યવૃતિ આપવામાં આવે છે.


ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજનાનો હેતુ શું?

Bhagwan Budhdh Scholarship Yojana નો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યની અનુસૂચિત જાતીની જે દીકરી હોશિયાર છે. પણ તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તે દીકરી ધોરણ 10 બાદ આગળ ભણવા માંગે પરંતુ તે ભણી નથી શક્તિ. તે માટે આ યોજના હેઠળ અનુસૂચિત જાતીની છોકરીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. જેથી તે ધોરણ 10 બાદ આગળ અભ્યાસ કરી શકે.


ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજનાનો લાભ કોને મળશે? (પાત્રતા અને શરતો)

જે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 • આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિની છોકરીઓને મળશે.
 • જે વિધાર્થીનીએ ધોરણ 10 અથવા 12 ની પરીક્ષામાં 50% કે તેથી વધુ છે તેમને આ યોજનાનો લાભ મળશે.
 • જો સ્નાતક સ્તરમાં સ્કોલરશીપ મેળવવા માંગે છે તો ધોરણ 12 ની પરીક્ષામાં 50% કે તેથી વધુ હોવા જોઈએ.
 • ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માર્ગદર્શિકાની તમામ શરતોનું તે વિધાર્થીની સાથે પાલન થવું જોઈએ.
 • કુટુંબની વાર્ષિક 2.5/- લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજનામાં મળવાપાત્ર સહાય

Group  Hosteller  Dayscholar
A 13500 7000
B 9500 6500
C 6000 3000
D 4000 2500

ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Bhagwan Budhdh Scholarship Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 • આધાર કાર્ડ.
 • રહેઠાણનો પુરાવો (પાન કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, પાસપોર્ટ) – કોઈપણ એક.
 • આવક નો દાખલો.
 • જાતિ નો દાખલો.
 • શૈક્ષણિક પ્રમાણપત્રો. (L.C, માર્કશીટ વગેરે).
 • બેંક એકાઉન્ટ પાસબુક.
 • પાસપોર્ટ સાઇઝનો.

ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજના


આ પણ વાંચો :-

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023 | Gyan Sadhana Scholarship Yojana


ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજના માં અરજી કેવી રીતે કરવી?

Bhagwan Budhdh Scholarship Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

આ Bhagwan Budhdh Scholarship Yojana માં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમે https://www.digitalgujarat.gov.in પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા https://www.digitalgujarat.gov.in પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)


Bhagwan Budhdh Scholarship Yojana હેલ્પલાઈન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને Bhagwan Budhdh Scholarship Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે નીચે આપેલ હેલ્પલાઇન પર સંપર્ક કરી આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

 • હેલ્પલાઇન નંબર :- 18002335500

Bhagwan Budhdh Scholarship Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

Bhagwan Budhdh Scholarship Yojana ની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?

જવાબ :- Bhagwan Budhdh Scholarship Yojana નો લાભ અનુસૂચિત જાતિની છોકરીઓને મળશે.

2.ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા કેટલી હોવી જોઈએ?

જવાબ :- કુટુંબની વાર્ષિક આવક રૂ.2.5/- લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

3.ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજનામાં અરજી કરવાની વેબસાઈટ કઈ છે?

જવાબ :- https://www.digitalgujarat.gov.in

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment