દિવ્યાંગ બસ પાસ યોજના 2024 | Divyang Bus Pass Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, દિવ્યાંગ બસ પાસ યોજના.

તો ચાલો જાણીએ કે Divyang Bus Pass Yojana શું છે?, દિવ્યાંગ બસ પાસ યોજના  નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને દિવ્યાંગ બસ પાસ યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


દિવ્યાંગ બસ પાસ યોજના

ગુજરાત સરકારની નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્રારા Divyang Bus Pass Yojana ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના તમામ દિવ્યાંગ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે 100% ફ્રી દિવ્યાંગ બસ પાસ આપવામાં આવશે. જેના દ્રારા દિવ્યાંગો લોકોને ગુજરાત રાજ્યની હદમાં GSRTC ની બસોમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકે છે. એટલે કે ગુજરાતના દિવ્યાંગ લોકો ફ્રી માં કોઈપણ જગ્યાએ મુસાફરી કરી શકશે.


દિવ્યાંગ બસ પાસ યોજનાનો હેતુ શું?

Divyang Bus Pass Yojana ચાલુ કરવાનો મુખ્ય હેતુ ગુજરાતના દિવ્યાંગ વ્યકિતઓને વધુ અભ્યાસ માટે, સારવાર માટે, નોકરી ધંધાના સ્થળે કે અન્ય કોઈપણ સ્થળે સરળતાથી જઈ શકે તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.


દિવ્યાંગ બસ પાસ યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યના જે પણ દિવ્યાંગ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે જ દિવ્યાંગ લોકોને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 • દિવ્યાંગ વ્યક્તિ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
 • દિવ્યાંગ વ્યક્તિ દિવ્યાંગ છે તેવું ઓળખકાર્ડ ધરાવતો હોવો જોઈએ.
 • 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
 • જે દિવ્યાંગ વ્યક્તિનો 21 પ્રકારની દિવ્યાંગતામાં સમાવેશ થાય છે, તે તમામ વ્યક્તિઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

દિવ્યાંગ બસ પાસ યોજનામાં મળવાપાત્ર સહાય?

Divyang Bus Pass Yojana હેઠળ દિવ્યાંગ વ્યક્તિને GSRTC ની તમામ બસોમાં રાજ્યની અંદર તેમજ ગુજરાત રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લા સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરી પાસ આપવામાં આવશે.


દિવ્યાંગ બસ પાસ યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

Divyang Bus Pass Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 • રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ આ માંથી કોઈ પણ એક)
 • ઉમર નો પુરાવો (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/મેડિકલ પ્રમાણપત્ર/જન્મનો દાખલો(તલાટી/નગર પંચાયત રેકર્ડ ઉપરનો આ માંથી કોઈ પણ એક)
 • અરજદારની સહી
 • અરજદારનો ફુલ ફોટો
 • જિલ્લા સિવિલ સર્જનશ્રી/તબીબ અધિક્ષકશ્રી નું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર

દિવ્યાંગ બસ પાસ યોજના


આ પણ વાંચો:-

ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજના : ઇલેક્ટ્રિક વાહન ખરીદવા મળશે સહાય. જાણો સંપૂર્ણ જાણકારી.

આ પણ વાંચો:-

દિવ્યાંગ લગ્ન સહાય યોજના : દિવ્યાંગ વ્યક્તિઓને લગ્ન કરવા માટે માટે મળશે સહાય.


દિવ્યાંગ બસ પાસ યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Divyang Bus Pass Yojana માં તમે ઓફલાઈન કે ઓનલાઇન અરજી કરી શકો છો. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

1) દિવ્યાંગ બસ પાસ યોજના ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?

 • Divyang Bus Pass Yojana ના અંતર્ગત ઓફલાઈન પાસ કઢાવવા માટે તમારે સૌ પ્રથમ ઉપર આપેલા તમામ ડોકયુમેન્ટ એકઠા કરવાનાં રહેશે.
 • હવે તે ડોકયુમેન્ટ લઈને તમારે તમારી નજીકની જિલ્લા સમાજ સુરક્ષા કચેરીમાં જઈને આ યોજનાનું ફોર્મ લેવાનું રહેશે.
 • હવે તે ફોર્મમાં માગ્યા મુજબની તમામ માહિતી ભરવાની રહેશે.
 • ફોર્મમાં માહિતી ભર્યા બાદ તમારે તે ફોર્મની પાછળ આ તમામ ડોક્યુમેન્ટ જોડવાના રહેશે.
 • હવે તે ફોર્મને તમારે તે જિલ્લા સમાજ સુરક્ષા કચેરીમાં જમાં કરાવવાના રહેશે.
 • હવે જો તમારી અરજી સાચી હશે તો તમને થોડા સમય પછી દિવ્યાંગ મુસાફરી પાસ આપવામાં આવશે.
 • આ રીતે તમે દિવ્યાંગ બસ પાસ યોજનામાં ઓફલાઈન અરજી કરી શકો છો.

 

2) દિવ્યાંગ બસ પાસ યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

Divyang Bus Pass Yojana માં તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્રારા ઓનલાઇન અરજી કરી શકો છો.

 • સૌ પહેલા તમારે Google માં જઈને e Samaj Kakyan Portal ટાઈપ કરવાનું રહેશે.
 • હવે તમારી સામે e Samaj Kakyan Portal ની ઓફિશિયલ વેબસાઈટ ખુલીને આવશે.
 • ત્યારબાદ અમારી સામે Home Page ખુલીને આવશે.
 • હવે હોમ પેજ પર “નિયામક સમાજ સુરક્ષા વિભાગ” પર ક્લિક કરવાનું રહેશે.
 • જેમાં અહીં તમને “Divyang Bus Pass Yojana” લખેલ પર ક્લિક કરો.
 • જો તમે પહેલી વખત અરજી કરો છો અને રજીસ્ટ્રેશન કરેલું નથી તો તમારે સૌ પ્રથમ તમારે ઇ-મેલ આઇડી મોબાઈલ નંબર પાસવર્ડ નાખીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
 • હવે રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે લોગીન કરવાનું રહેશે.
 • હવે લોગીન કર્યા બાદ તમારી સામે અલગ અલગ યોજનાઓ જોવા મળશે જેમાં તમારે Divyang Bus Pass Yojana માં અરજી કરવા માટે Apply Now ઉપર ક્લિક કરવાનું રહેશે.
 • જેમાં દિવ્યાંગ વ્યક્તિની માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
 • હવે માહિતી ભર્યા બાદ ત્યાં માગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
 • હવે જો તમારું અરજી ફોર્મ ભરાઈ ગયું છે તો તે અરજી ફોર્મને સેવ કરીને confirm કરવાનું રહેશે.
 • હવે અરજી confirm કર્યા બાદ તમારી પાસે તે અરજીની ફોર્મની પ્રિન્ટ આવશે તેને તમારે પ્રિન્ટ કરવાની રહેશે.
 • હવે જો તમારી અરજી પાસ થશે તો તમને થોડા સમય પછી દિવ્યાંગ મુસાફરી પાસ આપવામાં આવશે.
 • આ રીતે તમે આ યોજનામાં ઓનલાઇન અરજી કરી શકો છો.

દિવ્યાંગ બસ પાસ યોજના Status Check

Divyang Bus Pass Yojana માં અરજી કર્યા પછી તમારી અરજી પાસ થઈ છે કે નહિ તે પણ તમે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને તેમાં અરજી નંબર અને જન્મ તારીખ નાખીને જાણી શકો છો.


દિવ્યાંગ બસ પાસ યોજના હેલ્પલાઈન

પ્રિય મિત્રો અહીં અમે તમને Divyang Bus Pass Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે તમારા જિલ્લા ખાતે આવેલી ‘’જિલ્લા બાળ સુરક્ષા એકમ” નો સંપર્ક કરવો. તથા “જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતે સંપર્ક કરી યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.


Divyang Bus Pass Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

Divyang Bus Pass Yojanaની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.દિવ્યાંગ બસ પાસ યોજનાનો લાભ કોને મળે છે?

જવાબ :- જે દિવ્યાંગ વ્યક્તિ 40% દિવ્યાંગતા ધરાવે છે. તેમને આ યોજનાનો લાભ મળશે.

2.દિવ્યાંગ બસ પાસ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિ કયા-કયા મુસાફરી કરી શકે છે?

જવાબ :- Divyang Bus Pass Yojana હેઠળ દિવ્યાંગ વ્યક્તિને GSRTC ની તમામ બસોમાં રાજ્યની અંદર તેમજ ગુજરાત રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લા સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરી પાસ આપવામાં આવશે.

3.દિવ્યાંગ બસ પાસ કેવી રીતે કઢાવવો?

જવાબ :- દિવ્યાંગ બસ પાસ તમે ઓનલાઇન અને ઓફલાઈન બન્ને રીતે કઢાવવી શકો છો.

4.દિવ્યાંગ બસ પાસ યોજનામાં અરજી કરવાની વેબસાઈટ કઈ છે?

જવાબ :- https://esamajkalyan.gujarat.gov.in/

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “દિવ્યાંગ બસ પાસ યોજના 2024 | Divyang Bus Pass Yojana”

Leave a Comment