આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? | E Aadhaar Card Download Online In Gujarati

આધાર કાર્ડ ડાઉનલોડ : મિત્રો ઘણા બધા લોકોનું આધાર કાર્ડ ખોવાઈ જાય, ચોરાઈ જાય, તૂટી જાય કે પછી તે કોઈ જગ્યાએ બહાર જાય છે ત્યારે તે પોતાનું આધાર કાર્ડ ભૂલી જાય છે. ત્યારે તે ડુપ્લિકેટ આધાર કાર્ડ માટે અરજી કરે છે. જે પ્રક્રિયા બહુ કઠિન અને લાંબી છે. પરંતુ આધાર કાર્ડ ડાઉનલોડ કરવું ખુબ જ સરળ છે.

તો ચાલો મિત્રો જાણીએ કે, આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?, જેની તમામ અરજી પ્રક્રિયા નીચે આપેલ છે. તો આ લેખને અંત સુધી વાંચો.


આધાર કાર્ડ ડાઉનલોડ


આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

મિત્રો તમે આધાર કાર્ડ ને બે રીતે ડાઉનલોડ MAadhaar એપ્લિકેશન અને eaadhaar.uidai.gov.in પરથી ડાઉનલોડ કરી શકો છો. જેની સંપૂર્ણ પ્રક્રિયા નીચે આપેલ છે. જેને તમે ફોલો કરીને આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવી જોઈએ. ત્યારે જ તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્રારા ઓનલાઇન Aadhaar Card Download કરી શકશો.


MAadhaar એપ્લિકેશન દ્વારા આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

સ્ટેપ 1 : MAadhaar એપ્લિકેશન પરથી આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે સૌ પ્રથમ Play Store પર જઈને MAadhaar એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે.

સ્ટેપ 2 : હવે તમારી સામે આ એપ્લિકેશનનું હોમપેજ ખુલશે. જો તમે પહેલી વખત આ એપ્લિકેશન પર આવ્યા છો. તો તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જે માટે તમારે તમારા મોબાઈલ નંબર ને ત્યાં સબમિટ કરવાનો રહેશે ત્યારબાદ તમારા મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે તે ઓટીપી તમારે ત્યાં સબમિટ કરીને લોગીન કરવાનું રહેશે.

સ્ટેપ 3 : હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને ‘Download Aadhar’ ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરો.

સ્ટેપ 4 : ત્યારબાદ તમને બે ઓપ્શન જોવા મળશે. જેમાં તમને પૂછવામાં આવશે કે તમારે Regular Aadhar card ડાઉનલોડ કરવું છે કે પછી Masked Aadhar Card ડાઉનલોડ કરવું છે. જેમાં તમે તમારી ઈચ્છા મુજબ પ્રસંદ કરી શકો છો. (જેમાં તમારે “Regular Aadhar card” પર ક્લિક કરવાનું રહેશે.)

સ્ટેપ 5 : હવે ફરીથી તમારી નવું પેજ ખુલશે અને અહીંયા તમે ત્રણ રીતે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. માં Aadhar Number દ્રારા, Enrollment number દ્રારા, Virtual ID દ્રારા, જે માંથી તમે તમારી ઈચ્છા મુજબ પ્રક્રિયા કરી શકો છો. પરંતુ અહીંયા આપણે આધાર કાર્ડ નંબરના ઓપ્શન ક્લિક કરીશું.

સ્ટેપ 6 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે ત્યાં તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે નીચે આપેલ કેપ્ચા કોડ ને જોઈને ત્યાં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ બાદ Request OTP પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 7 : ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે. તેના પર એક OTP દાખલ કરવાનો રહેશે અને ત્યાર પછી ત્યાંથી તમારું Aadhar Card એ PDF ફાઈલમાં ડાઉનલોડ થઈ જશે.

સ્ટેપ 8 : હવે તમારી પાસે જે PDF ડાઉનલોડ થયું છે. તે PDF ને લોક હોય છે. જેને ખોલવા માટે તમારે તમારું નામ અને તમારી જન્મ તારીખનો ઉપયોગ કરવો રહેશે. ( દા.ખ તરીકે, તમારું નામ Nikul R Prajapati છે અને તમારી જન્મ તારીખ 07/06/2003 છે તો – પાસવર્ડ NIKU2003)


eaadhaar.uidai.gov.in દ્રારા Aadhar Card Download કેવી રીતે કરવું?

સ્ટેપ 1 : eaadhaar.uidai.gov.in દ્રારા આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે સૌ પ્રથમ તમારે https://eaadhaar.uidai.gov.in/ જવાનુ રહેશે.

આધાર કાર્ડ ડાઉનલોડ
Image Credits : eaadhaar.uidai.gov.in

સ્ટેપ 2 : હવે અહીંયા તમારી સામે વેબસાઈટનું હોમ પેજ જોવા મળશે. જેમાં તમે થોડા નીચે જાઓ એટલે ત્યાં તમે “Download Aadhar” નામનું ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરો. (ઉપર ફોટો મુજબ)

સ્ટેપ 3 : હવે તમારી સામે ત્રણ નવા ઓપ્શન જોવા મળશે, જેમાં Aadhar Number દ્રારા, Enrollment number દ્રારા, Virtual ID દ્રારા, જે માંથી તમે તમારી ઈચ્છા મુજબ પ્રક્રિયા કરી શકો છો. પરંતુ અહીંયા આપણે આધાર કાર્ડ નંબરના ઓપ્શન ક્લિક કરીશું. (નીચે ફોટો મુજબ)

આધાર કાર્ડ ડાઉનલોડ
Image Credits : eaadhaar.uidai.gov.in

સ્ટેપ 4 : ત્યારબાદ નીચે એક ફોર્મ જોવા મળશે. જેમાં તમારે ત્યાં તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે નીચે આપેલ કેપ્ચા કોડ ને જોઈને ત્યાં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ બાદ Request OTP પર ક્લિક કરવાનું રહેશે.(ઉપર ફોટો મુજબ)

સ્ટેપ 5 : ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે. તેના પર એક OTP દાખલ કરવાનો રહેશે.

સ્ટેપ 6 : ત્યારબાદ તમને બે ઓપ્શન જોવા મળશે. જેમાં તમને પૂછવામાં આવશે કે તમારે Do you want a masked Aadhaar? ડાઉનલોડ કરવું છે કે પછી માત્ર Aadhar Card ડાઉનલોડ કરવું છે. જેમાં તમે Aadhar Card પર ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ તમે ત્યાંથી તમારું Aadhar Card એ PDF ફાઈલમાં ડાઉનલોડ થઈ જશે.

સ્ટેપ 7 : હવે તમારી પાસે જે PDF ડાઉનલોડ થયું છે. તે PDF ને લોક હોય છે. જેને ખોલવા માટે તમારે તમારું નામ અને તમારી જન્મ તારીખનો ઉપયોગ કરવો રહેશે. ( દા.ખ તરીકે, તમારું નામ Nikul R Prajapati છે અને તમારી જન્મ તારીખ 07/06/2003 છે તો – પાસવર્ડ NIKU2003)


આ પણ વાંચો :-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?. તેના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં Aadhaar Card Download વિશે સંપૂર્ણ ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 – શું? હુ ઘરે બેઠા આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકું છું?

જવાબ : ‘હા’ તમે ઘરે બેઠા પોતાના દ્રારા ઓનલાઇન “Aadhaar Card Download” કરી શકો છો.

પ્રશ્ન 2 – આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટ કઈ છે?

જવાબ : https://eaadhaar.uidai.gov.in/

પ્રશ્ન 3 – આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજીયાત છે?

જવાબ : ‘હા’ ફરજીયાત છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું