આઇસીઆઇસીઆઇ બેંક હોમ લોન – શું મિત્રો તમે ICICI Bank Home Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, આઇસીઆઇસીઆઇ બેંક હોમ લોન શું છે, ICICI હોમ લોન પરનો વ્યાજદાર કેટલો છે, આઇસીઆઇસીઆઇ બેંક હોમ લોન ના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને ICICI Bank Home Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.
આઇસીઆઇસીઆઇ બેંક હોમ લોન શું છે? – ICICI Home Loan
આઇસીઆઇસીઆઇ બેંક તરફથી આપવામાં આવતી Home Loan તમને ઘર બનાવા કે ખરીદવા માટે આપવામાં આવે છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ 30 વર્ષ નો હોય છે. આ લોન બેંક નિયમો પ્રમાણે તમને આપવામાં આવે છે.
ICICI હોમ લોન પરનો વ્યાજદર કેટલો છે? – ICICI Bank home loan interest rate
આઇસીઆઇસીઆઇ બેંક હોમ લોન હેઠળ આપવામાં આવતી હોમ લોનનો વ્યાજદર 8.75% થી વધુ હોય છે. આ વ્યાજદર ICICI Home Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.
આઇસીઆઇસીઆઇ બેંક હોમ લોનના પ્રકાર કેટલા છે?
મિત્રો અહીં નીચે ICICI Bank Home Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
(1) ICICI બેંક NRI હોમ લોન
ICICI બેંક NRI હોમ લોન કોને આપવામાં આવે છે? : તો NRI લોકોને ભારતમાં તેમના ઘરની ખરીદી કરવા, બાંધકામ કરવા, સમારકામ કે નવીનીકરણ કરવા માંગે છે. તેમને ICICI બેંક NRI હોમ લોન આપવામાં આવે છે.
(2) ICICI બેંક નવી હોમ લોન
ICICI બેંક નવી હોમ લોન કોને આપવામાં આવે છે? : તો જે લોકો ઘર અથવા ફ્લેટ ખરીદવા કે બાંધકામ કરવા માંગે છે તેમને આ ICICI Bank દ્રારા નવી હોમ લોન સ્કીમ આપવામાં આવે છે.
(3) ICICI બેંક બેલેન્સ ટ્રાન્સફર હોમ લોન
ICICI બેંક હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર કોને આપવામાં આવે છે? : તો જો તમે કોઈપણ અન્ય બેંકમાંથી લોન મેળવેલ છે અને તે લોનને તમે ICICI બેંકમાં ટ્રાન્સફર કરવા માંગો છો અથવા ટ્રાન્સફર કરો તો ટ્રાન્સફર કર્યા બાદ તમને તે લોન ઓછા વ્યાજદર સાથે આપવામાં આવે છે.
(4) ICICI બેંક મની સેવર હોમ લોન યોજના
ICICI બેંક મની સેવર હોમ લોન યોજના કોને આપવામાં આવે છે? : ICICI બેંક મની સેવર હોમ લોન એ હોમ લોન ઓવરડ્રાફ્ટ સુવિધા છે જેમાં અરજદાર મની સેવર એકાઉન્ટ અથવા હોમ લોન એકાઉન્ટમાં સરપ્લસ ફંડ જમા કરી શકે છે અને તેમની જરૂરિયાતો અનુસાર ઉપાડી શકે છે. ICICI બેંક મની સેવર હોમ લોન યોજના હેઠળ ટોપ-અપ સુવિધા પણ આપે છે.
(5) ICICI બેંક લેન્ડ લોન
ICICI બેંક લેન્ડ લોન કોને આપવામાં આવે છે? : તો જે ગ્રાહકો ઘર બાંધકામ માટે જમીન કે પ્લોટ ખરીદવા માંગે છે તેમને ICICI બેંક લેન્ડ લોન આપવામાં આવે છે.
(6) ICICI બેંક હોમ લોન ઓવરડ્રાફ્ટ
ICICI બેંક હોમ લોન ઓવરડ્રાફ્ટ કોને આપવામાં આવે છે? : હાલના હોમ લોન લેનારા ICICI બેંક દ્વારા ઓફર કરવામાં આવતી હોમ લોન ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ લઈ શકે છે જેમાં તેઓ પૂર્વનિર્ધારિત મર્યાદામાં લિંક્ડ ઓવરડ્રાફ્ટ એકાઉન્ટમાં સરપ્લસ ફંડ જમા કરી શકે છે અને તેમની જરૂરિયાતો અનુસાર નાણાં ઉપાડી શકે છે. ઉપાડેલી રકમ પર જ વ્યાજ વસૂલવામાં આવે છે.
(7) ICICI બેંક સ્ટેપ અપ હોમ લોન
ICICI બેંક સ્ટેપ અપ હોમ લોન કોને આપવામાં આવે છે? : ICICI બેંક સ્ટેપ અપ હોમ લોન અરજદારો નિયમિત હોમ લોન હેઠળ તેમની હોમ લોન પાત્રતાની તુલનામાં વધુ લોનની રકમ મેળવી શકે છે. (એટલે કે જે લોકોએ હોમ લોન લીધેલ છે અને તેને સારી રીતે ભરે છે તેમને તે લોનમાં વધુ લોન મેળવી શકે છે.)
(8) ICICI બેંક એક્સપ્રેસ હોમ લોન
ICICI બેંક એક્સપ્રેસ હોમ લોન કોને આપવામાં આવે છે? : ICICI બેંક તેના નવા તેમજ પસંદગીના વર્તમાન ગ્રાહકોને થોડા કલાકોમાં કામચલાઉ મંજૂરી સાથે ઝડપી ટ્રેક ધોરણે હોમ લોન મેળવવા માટે એક્સપ્રેસ હોમ લોન આપવામાં આવે છે.
(9) ICICI બેંક પૂર્વ-મંજૂર બેલેન્સ ટ્રાન્સફર
ICICI બેંક પૂર્વ-મંજૂર (ત્વરિત) બેલેન્સ ટ્રાન્સફર કોને આપવામાં આવે છે? : તો જો તમે કોઈપણ અન્ય બેંકમાંથી લોન મેળવેલ છે અને તે લોનને તમે ICICI બેંકમાં ટ્રાન્સફર કરવા માંગો છો અથવા ટ્રાન્સફર કરો તો ટ્રાન્સફર કર્યા બાદ તમને તે લોન ઓછા વ્યાજદર સાથે આપવામાં આવે છે.
(10) ICICI બેંક ઇન્સ્ટા હોમ લોન ઓવરડ્રાફ્ટ (પૂર્વ-મંજૂર)
ICICI બેંક ઇન્સ્ટા હોમ લોન ઓવરડ્રાફ્ટ (પૂર્વ-મંજૂર) કોને આપવામાં આવે છે? : લોન લેનાર વ્યક્તિના વ્યક્તિગત ખર્ચાઓ, જેમ કે શિક્ષણ, ઘરનું નવીનીકરણ, દેવું અન્ય અન્ય કટોકટીથી પીડિત લોકોને ICICI બેંક ઇન્સ્ટા હોમ લોન ઓવરડ્રાફ્ટ (પૂર્વ-મંજૂર) આપવામાં આવે છે.
(11) ICICI બેંક ઇન્સ્ટા હોમ ટોપ-અપ લોન
ICICI બેંક ઇન્સ્ટા હોમ ટોપ-અપ લોન (પૂર્વ-મંજૂર) કોને આપવામાં આવે છે? : જે લોકો અત્યારે લોન મેળવવા માંગે છે તેમની વ્યક્તિગત જરૂરિયાતો પૂરી કરવા માટે લોન આપવામાં આવે છે.
(12) ICICI બેંક 24 કલાક ટોપ-અપ લોન
ICICI બેંક 24 કલાક ટોપ-અપ લોન કોને આપવામાં આવે છે? : ગ્રાહકો “24 કલાકની ટોપ-અપ લોન” તરીકે બ્રાન્ડેડ ICICI બેંકની પૂર્વ-મંજૂર ટોપ-અપ લોન મેળવી શકે છે જેમાં બેંક તેના પસંદગીના વર્તમાન ગ્રાહકોને ટોપ-અપ લોન પર તાત્કાલિક મંજૂરી આપે છે. આવી લોન અરજદારોની વ્યક્તિગત જરૂરિયાતો, જેમ કે મુસાફરી, લગ્ન, શિક્ષણ, ઘરનું નવીનીકરણ, તબીબી કટોકટી વગેરેને પહોંચી વળવા માટે ICICI બેંક 24 કલાક ટોપ-અપ લોન આપવામાં આવે છે.
(13) ICICI બેંક ઇન્સ્ટન્ટ હોમ લોન
ICICI બેંક ઇન્સ્ટન્ટ હોમ લોન કોને આપવામાં આવે છે? : જે લોકોના ICICI બેંકમાં પોતાના પગાર ખાતા ધરાવે છે. તેમને ICICI બેંક ઇન્સ્ટન્ટ હોમ લોન આપવામાં આવે છે.
આઇસીઆઇસીઆઇ બેંક હોમ લોન મેળવવાની પાત્રતા શું છે?
મિત્રો તમે ઉપર ICICI Bank Home Loan ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે લોન ના પ્રકાર મુજબ તમામ લોનની પાત્રતા આપેલ છે. જે જોઈને તમે કઈ લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.
(1) એક્સપ્રેસ હોમ લોન માટે પાત્રતા
- આ લોન પગારદાર અને સ્વ-રોજગાર વ્યક્તિઓ મળશે.
- નિવાસી અને બિન-નિવાસી ભારતીયો આ લોન માટે પાત્ર છે.
(2) એક્સ્ટ્રા હોમ લોન માટે પાત્રતા
- 48 વર્ષ સુધીની ઉંમરના મધ્યમ વયના પગારદાર વ્યક્તિઓને આ લોન આપવામાં આવે છે.
- 37 વર્ષ સુધીની ઉંમરના યુવાન પગારદાર વ્યક્તિઓ અને સ્વ-રોજગારી વ્યક્તિઓ આ લોન આપવામાં આવે છે.
(3) NRI હોમ લોન માટે પાત્રતા
- લોન લેનાર વ્યક્તિની ઉંમર: 21 વર્ષથી 65 વર્ષ સુધી હોવી જોઈએ.
- પગારદાર અરજદારે વિદેશમાં 1 વર્ષની નોકરી કરેલ હોવી જોઈએ.
- સ્વ-રોજગાર અરજદાર વિદેશમાં વર્તમાન વ્યવસાયમાં 3 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ.
આઇસીઆઇસીઆઇ બેંક હોમ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – ICICI Bank Home loan documents
સામાન્ય દસ્તાવેજો
- અરજીપત્ર (યોગ્ય રીતે સહી કરેલ ફોટોગ્રાફ સાથે)
- ઓળખનો પુરાવો
- રહેઠાણનો પુરાવો
- ઉંમરનો પુરાવો
પગારદાર વ્યક્તિઓ માટે ડોક્યુમેન્ટ
- છેલ્લા 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ
- છેલ્લા 3 મહિનાના પગાર સ્લિપ
- ફોર્મ 16 અથવા આવકવેરા રીટર્ન
સ્વ-રોજગાર વ્યાવસાયિકો અને સ્વ-રોજગાર બિન-વ્યાવસાયિકો માટે ડોક્યુમેન્ટ
- ઓળખનો પુરાવો
- રહેઠાણનો પુરાવો
- ઉંમરનો પુરાવો
- છેલ્લા 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ
- ફોર્મ 16 અથવા આવકવેરા રીટર્ન
- વ્યવસાયના અસ્તિત્વનો પુરાવો
- શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર
- આવકની ગણતરી સાથે છેલ્લા 3 વર્ષના આવકવેરાનું રિટર્ન
- છેલ્લા 3 વર્ષ CA પ્રમાણિત અથવા ઓડિટેડ બેલેન્સ શીટ અને નફો અને નુકસાનનું ખાતું.
ICICI હોમ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?
ICICI હોમ લોન પ્રોસેસિંગ ફી | 0.50% |
આઇસીઆઇસીઆઇ બેંક હોમ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?
જે મિત્રો ICICI Bank Home Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે આઇસીઆઇસીઆઇ બેંક હોમ લોન માટે અરજી કરી શકો છો.
સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની ICICI Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.
સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.
સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.
સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.
સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને ICICI Home Loan માટે અરજી કરી શકો છો.
આ પણ વાંચો:-
સારાંશ
મિત્રો લેખમાં, અમે તમને ICICI હોમ લોન (ICICI Home Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં ICICI Home Loan ની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને ICICI Home loan ની વધુ માહિતી માટે એસબીઆઇ બેંકની અધિકારી વેબસાઈટ https://www.icicibank.com/ ની મુલાકાત લો.
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રશ્ન 1 : હું ICICI સાથે કેટલા સમય મર્યાદામાં હોમ લોન લઈ શકું?
જવાબ : ICICI બેંક દ્રારા 30 વર્ષ સુધીના કાર્યકાળ સાથે હોમ લોન આપવામાં આવે છે.
પ્રશ્ન 2 : ICICI હોમ લોન પર વ્યાજ દર શું છે?
જવાબ : આઇસીઆઇસીઆઇ બેંક હોમ લોન હેઠળ આપવામાં આવતી હોમ લોનનો વ્યાજદર 8.75% થી વધુ હોય છે. આ વ્યાજદર ICICI Home Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.
પ્રશ્ન 3 : ICICI હોમ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?
જવાબ : ICICI home loan હેઠળ હોમ લોન માટે પ્રોસેસિંગ ફી 0.50% છે.