કોટક મહિન્દ્રા બેંક પર્સનલ લોન – શું મિત્રો તમે Kotak Mahindra Bank Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, કોટક મહિન્દ્રા બેંક પર્સનલ લોન શું છે, કોટક મહિન્દ્રા બેંક પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, કોટક મહિન્દ્રા બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Kotak Mahindra Bank Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.
કોટક મહિન્દ્રા બેંક પર્સનલ લોન શું છે? – Kotak Mahindra Bank Personal Loan
કોટક મહિન્દ્રા બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 40 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 6 વર્ષનો હોય છે.
કોટક મહિન્દ્રા બેંક પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Kotak Mahindra Bank Personal Loan interest rate
Kotak Mahindra Bank Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.99% થી વધુ હોય છે. આ વ્યાજદર Kotak Mahindra Bank Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.
કોટક મહિન્દ્રા બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?
મિત્રો અહીં નીચે Kotak Mahindra Bank Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
(1) મુસાફરી માટે કોટક બેંક પર્સનલ લોન
મુસાફરી માટે કોટક બેંક પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો વિવિધ રજાઓમાં મુસાફરી સંબંધિત ખર્ચાઓ જેમ કે હવાઈ ભાડાં, રહેઠાણ અને મુસાફરીના સાધનો સહિત મુસાફરી માટે વિવિધ ખર્ચાઓ પુરા કરવા માટે અરજદાર કોટક બેંક પાસેથી આ લોન મેળવી શકે છે અથવા તેવા અરજદારોને બેંક તરફથી આ લોન આપવામાં આવે છે.
(2) કોટક બેંક મેડિકલ લોન
કોટક બેંક મેડિકલ લોન કોને આપવામાં આવે છે? : તો કોટક મહિન્દ્રા બેંકના સંભવિત ઋણધારકોને અણધારી તબીબી કટોકટી અને તબીબી વિવિધ સારવારના ખર્ચાઓન પુરા કરવા માટે અરજદાર કોટક બેંક પાસેથી આ લોન મેળવી શકે છે અથવા તેવા અરજદારોને બેંક તરફથી આ લોન આપવામાં આવે છે.
(3) લગ્ન માટે કોટક બેંક પર્સનલ લોન
લગ્ન માટે કોટક બેંક પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો અરજદારો પોતાના લગ્ન સંબંધિત ખર્ચાઓ પુરા કરવા માંગે છે તે અરજદાર કોટક બેંક પાસેથી આ લોન મેળવી શકે છે અથવા તેવા અરજદારોને બેંક તરફથી આ લોન આપવામાં આવે છે.
કોટક મહિન્દ્રા બેંક પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?
મિત્રો તમે ઉપર Kotak Mahindra Bank Personal Loan ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે લોનની તમામ પાત્રતા આપેલ છે. જે જોઈને તમે લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.
- લોન લેનાર અરજદારની લઘુત્તમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
- લોન પાકના સમયે અરજદારની ઉંમર 60 વર્ષ હોવી જોઈએ.
- કોટક મહિન્દ્રા બેંક પર્સનલ માટે અરજી કરનાર વ્યક્તિ ઓછામાં ઓછો સ્નાતક હોવો જોઈએ.
- લોન લેનાર વ્યક્તિને ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
- પ્રાઇવેટ લિમિટેડ કંપની, MNC, પબ્લિક લિમિટેડ કંપનીમાં નોકરી કરતા અરજદારો પણ લોન માટે પાત્ર છે.
- કોર્પોરેટ ઉધાર લેનારાઓ માટે લોન મેળવવા માટે લઘુત્તમ માસિક આવક રૂપિયા 25,000 હોવી જોઈએ.
- નોન-કોર્પોરેટ પગાર લેનારાઓ માટે લોન મેળવવા માટે લઘુત્તમ માસિક આવક રૂપિયા 30,000 હોવી જોઈએ.
કોટક મહિન્દ્રા બેંક પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Kotak Mahindra Bank Personal Loan documents
- આઈડી પ્રૂફ : કોઈપણ એક (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ)
- રહેઠાણનો પુરાવો : કોઈપણ એક (પાસપોર્ટ, યુટિલિટી બિલ, રજા અને લાઇસન્સ કરાર વગેરે)
- 3 પાસપોર્ટ સાઈઝના ફોટા
- છેલ્લા 3 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
- છેલ્લા 3 મહિનાની પગાર કાપલી
કોટક મહિન્દ્રા બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?
કોટક મહિન્દ્રા બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી | લોનની રકમનાં 3% સુધી |
કોટક મહિન્દ્રા બેંક પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?
જે મિત્રો Kotak Mahindra Bank Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે Kotak Mahindra Bank Personal Loan માટે અરજી કરી શકો છો.
સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની Kotak Mahindra Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.
સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.
સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.
સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.
સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને Kotak Mahindra Bank Personal Loan માટે અરજી કરી શકો છો.
આ પણ વાંચો:-
સારાંશ
મિત્રો લેખમાં, અમે તમને કોટક મહિન્દ્રા બેંક પર્સનલ લોન (Kotak Mahindra Bank Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં Kotak Mahindra Bank Personal Loan ની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને કોટક મહિન્દ્રા બેંક પર્સનલ લોન ની વધુ માહિતી માટે કોટક મહિન્દ્રા બેંકની અધિકારી વેબસાઈટ https://www.kotak.com/ ની મુલાકાત લો.
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રશ્ન 1 : હું કોટક મહિન્દ્રા બેંક સાથે કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?
જવાબ : Kotak Mahindra Bank દ્રારા 6 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.
પ્રશ્ન 2 : કોટક મહિન્દ્રા બેંક પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?
જવાબ : Kotak Mahindra Bank Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.99% થી વધુ હોય છે. આ વ્યાજદર Kotak Mahindra Bank Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.
પ્રશ્ન 3 : કોટક મહિન્દ્રા બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?
જવાબ : લોનની રકમનાં 3% સુધી