100+ બેસ્ટ યાદ શાયરી ગુજરાતી | Miss You Shayari Gujarati

અત્યારના સમયમાં યાદ શાયરી ગુજરાતી એ કોઈની લાગણી શેર કરવા માટે ખૂબ જ સારું માધ્યમ છે, કારણ કે હાલના સમયમાં બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને કેટલો પ્રેમ કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ જ્યાં સુધી તમે તમારો પ્રેમ ન બતાવો ત્યાં સુધી તે નકામું છે. તેથી અત્યાર ના સમયમાં લોકો પોતાનો પ્રેમ બતાવવા માટે યાદ શાયરી ગુજરાતી નો ઉપયોગ કરી પોતાનો પ્રેમ બતાવતા હોય છો.

જો તમે પણ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે યાદ શાયરી ગુજરાતી શોધી રહ્યા છો. તો અહીં નીચે 100+ બેસ્ટ યાદ શાયરી ગુજરાતી આપી છે. જેથી તમને ગમતી Miss You Shayari Gujarati નો ઉપયોગ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે કરી શકો છો.


યાદ શાયરી ગુજરાતી


100+ બેસ્ટ યાદ શાયરી ગુજરાતી | Miss You Shayari Gujarati

||1||

આપણે ભલે

અલગ થઇ ગયા,

તારી યાદો આજે પણ

મારી સાથે છે !!


||2||

મને ભૂલતા

ક્યાં આવડે છે,

બસ તું મને યાદ રાખતા

શીખી જા ને !!


||3||

જયારે મને તારી બહુ યાદ આવે,

ત્યારે મને બસ એક જ ઈચ્છા થાય છે,

તને HUG કરીને રડવાની !!


||4||

તને રોજ મળી

નથી શકાતું તો શું થયું,

તારી યાદ તો રોજ 100

ટકા આવે જ છે !!


||5||

તારી યાદ

પણ ઠંડી જેવી છે,

જેમ જેમ રાત પડે

એમ વધુ આવે છે !!


||6||

એમની

બેદરકારીની ફરિયાદ શું કરવી,

ચાલો આજે ફરીથી હું જ

યાદ કરી લઉં !!


||7||

ઓયે ઢીંગલી

જલ્દી ઓનલાઈન આવને,

તારી બહુ યાદ આવે

છે મને !!


||8||

એવી

કોઈ પળ જ નથી,

જેમાં મેં તમને યાદ

ના કર્યા હોય !!


||9||

તારી યાદોમાંથી

નીકળવું હવે મુશ્કેલ લાગે છે,

ફસાયો હોય અમદાવાદના

ટ્રાફિકમાં એવું લાગે છે !!


||10||

દિવસ તો

નીકળી જાય છે સાહેબ,

પણ જે વ્હાલા હોય અને

સાથે ન હોય એની યાદ

રાત્રે તો આવે જ છે !!


||11||

આમ તો કોઈ

ફરિયાદ નથી તમારા વગર,

પણ સવાર નથી પડતી

તમારી યાદ વગર !!


||12||

મુલાકાતની રાહ

તો ખુબ જ જોવાતી હતી,

પણ સમય આવ્યો ત્યારે મુલાકાતની

તારીખ નક્કી જ ન થઈ શકી !!


||13||

હું નથી કહેતો કે

આખો દિવસ મારી સાથે વાત કર,

પણ તારી નવરાશની પળોમાં

તો મને યાદ કર !!


||14||

આજે ફરીથી

મારી ચા ઠંડી થઇ ગઈ,

આગ લાગે આ તારી

યાદોને !!


||15||

ઓયે પાગલ

એક કોલ કરને,

બહુ યાદ આવી

રહી છે તારી !!


||16||

હર શ્વાસમાં તારી યાદ મુકું છું

મારાથી વધુ વિશ્વાસ તારામાં મુકું છું,

સાચવજે મારા આ વિશ્વાસને મારા

શ્વાસને તારા વિશ્વાસમાં મુકું છું !!


||17||

તારી સાથે વાત

કર્યા વગર કદાચ

જિંદગીભર રહી શકીશ,

પણ તને યાદ કર્યા વગર

એક પલ પણ નહીં રહી શકું !!


||18||

એને મારી

યાદ જ નથી આવતી,

આ સાંભળીને મારું દિલ

તૂટી ગયું !!


||19||

ચશ્મીસ ! રડતા

રડતા કાઢી લઈશ આ રાત,

તું ના આવી તો શું થયું તારી

યાદ તો આવી ગઈ ને !!


||20||

એક અજીબ સંબંધ છે

તારી યાદ અને મારી વચ્ચે,

એ મને જીવવા નથી દેતી અને

હું એમને મરવા નથી દેતો !! – યાદ શાયરી


||21||

આ સુર્યાસ્ત્ત

તો ખાલી કહેવાનો હતો,

બાકી એમાં ઉદય તો

તારા સ્મરણોનો હતો !!


||22||

દીકુ તું યાદ

આવે છે વારંવાર,

હવે તો દર્શન આપ

એકવાર !!


||23||

એવું નથી કે

એમને યાદ ના આવી,

પણ જયારે આવવી જોઈતી

હતી ત્યારે ના આવી !!


||24||

એમ કંઈ મફતમાં

નથી આવતી તારી યાદ,

આંખોમાંથી અણમોલ આંસુ

નીકળી જાય છે !!


||25||

એવી પણ રાતો

હતી જેમાં આપણી વાતો હતી,

અને હવે એ રાતો છે જેમાં

ફક્ત યાદો છે !!


||26||

ડૂબી રહ્યું છે

આ હૃદય તારી યાદમાં,

સમાવી લે તું મને તારા

શ્વાસે શ્વાસમાં !!


||27||

મે એક એવા

વ્યક્તિને પ્રેમ કર્યો છે

જેને ભુલવુ મારા હાથમાં નથી,

ને મેળવવુ મારા કિસ્મતમાં નથી !!


||28||

FRESH તો થવા દે દિકા,

ઉઠતાની સાથે જ

તું યાદ આવી જાય છે !!


||29||

આવે છે યાદ જયારે તારી,

દિલ સાથે આંખો પણ

રડવા લાગે છે મારી !!


||30||

કાયદા પ્રેમના મેં પણ

તોડી નાખ્યા છે આજે,

ખામોશ બેસી રહ્યો પણ

એને યાદ ના કરી !!


||31||

જિંદગી માં કેટલાક

લોકો એવા હોય છે,

જે ક્યારેય મળતા નથી

પણ રોજ યાદ આવે છે !!


||32||

યાદોમાં

ઘણી તાકાત હોય છે,

એ ગઈ કાલને આજમાં

જીવતી રાખે છે !!


||33||

તારા ગયા પછી

એમ ન માનીશ કે હું

અંદરોઅંદર મરતો નથી,

એક દિવસ પણ એવો નથી ગયો

કે હું તને યાદ કરતો નથી !!


||34||

નસીબની જ

રમત છે બધી સાહેબ,

જે હાથમાં નથી તે હૈયે

ઘર કરી બેઠા છે !!


||35||

ઓફલાઈન રહેવાનો

તમને કોઈ હક્ક નથી,

જયારે તમે કોઈના દિલમાં

ઓનલાઈન હો !!


||36||

ક્યારેક મને

પણ યાદ કરી લેજે,

પછી હું ના હોવ તો અફસોસ

ના થાય તને !!


||37||

માત્ર

એકલતામાં જ નહીં,

ભીડમાં પણ યાદ

આવે એ પ્રેમ છે !!


||38||

ડાયરીના બે સળંગ પાનાંની

વચ્ચે છુપાઈ ગયેલી વાર્તા છે તું,

ભૂલવાની મારી તાકાત નથી ને

લખવાની મારી હિંમત નથી !!


||39||

ઉંઘ આવતી

હોય એમને રાત મુબારક,

ના આવતી હોય એમને

કોઈની યાદ મુબારક !!


||40||

સમજાવી દે તારી યાદને

કે વગર બોલાવે આવે નહીં,

તું તો દુર રહીને હસાવે છે અને એ

સાથે રહીને પણ રડાવે છે !! – યાદ શાયરી


||41||

એક એક મિનટ

તારી યાદ આવે છે,

Screen Saver ની જેમ

તું સામે આવે છે !!


||42||

ભલે તારી સાથે

વાત ના થતી હોય,

પણ હું આજે પણ તને

#Miss કરું છું !!


||43||

જેને હું યાદ નથી,

એની યાદ બહુ આવે છે !!


||44||

નથી રહી

શકતો તારા વિના,

તારી બહુ યાદ આવે છે દિકા !!


||45||

ખબર નહીં કેમ,

પણ આજે તારી યાદ

બહુ આવે છે યાર !!


||46||

હકીકત બની જા

કાં તો સપનું બની જા,

આમ ધૂંધળી યાદ બનીને

મને હેરાન ના કર !!


||47||

રાત્રે ઊંઘ નહીં,

માત્ર તારી યાદ આવે છે !!


||48||

પ્રતીક્ષા જો

હદથી વધારે થઇ જાય

તો મળવાનો મોહ ધીમે ધીમે

ખતમ થઇ જાય છે !!


||49||

જવા વાળા જતા રહે છે,

બસ પોતાની યાદો છોડી જાય છે,

પછી ગમે તેટલા બોલાવો એ ક્યારેય

ફરી પાછા નથી આવતા !!


||50||

મેં રાતો જાગીને

જોયું છે કોઈની યાદમાં,

સવાર થવામાં બહુ વાર લાગે છે !!


||51||

જેટલું વિચારું છું

એટલો એમાં ડૂબતો જાઉં છું,

ફક્ત આંખો નહીં એની યાદો

પણ એક સમંદર છે !!


||52||

બહુ દર્દ દે છે તારી યાદો,

સુઈ જાઉં તો જગાડી દે છે અને

જાગી જાઉં તો રડાવી દે છે !!


||53||

આંખમાં આંસુ

તો ત્યારે આવે છે,

જયારે કોઈ જીવથી વધારે

વહાલું યાદ આવે છે !!


||54||

કોઈ ના હોય ત્યારે

પણ આપણે હસતા રહીએ,

એટલા માટે ભગવાને આ

યાદો બનાવી છે !!


||55||

એમને એટલા ખુશ

જોઇને મારું મન નથી થતું

કે મારી યાદ નથી આવતી

એવું હું પૂછી શકું !!


||56||

તારી યાદો પણ

દારુ જેવી થવા લાગી છે,

જેટલી જૂની એટલી જ

નશેદાર થતી જાય છે !!


||57||

ટપકી પડે છે આંખમાંથી

આંસુ તારી યાદમાં,

આ એક એવો વરસાદ છે

જેની કોઈ મોસમ નથી !!


||58||

આમ તો

યાદ જેવી કોઈ સજા નથી,

તોય યાદ વગર જિંદગીમાં

મજા નથી !!


||59||

સારો એવો બેઠો

બેઠો ખોવાઈ જાઉં છું,

હું હવે હું નથી રહેતો

તું થઇ જાઉં છું !!


||60||

જો હતો જ નહીં

તારો અને મારો કોઈ નાતો,

તો પણ કેમ યાદ આવે છે

તું અને તારી વાતો !! – યાદ શાયરી


||61||

ક્યારેક મારી યાદમાં

તારી આંખો પણ રડતી હશે,

આંસુઓની સાથે એમાં લાગણી

પણ ભળતી હશે !!


||62||

લાખ વ્યસ્ત

ભલે હોય જિંદગીમાં,

પણ રાત પડતા જ મનગમતા

લોકોની યાદ આવી જાય છે !!


||63||

ઓયે ક્યાં છો તમે,

તમારી બહુ યાદ આવે છે !!


||64||

એવો એકપણ સમય નથી,

જે સમયે તું યાદ ના

આવી હોય !!


||65||

હવે હેડકી આવે

તો પાણી પી લઉં છું,

છોડી દીધો એ વહેમ કે

કોઈ યાદ કરતુ હશે !!


||66||

આજે પણ એ

અવાજ ગુંજે છે મારા કાનમાં,

જયારે પહેલી વખત વાત કરી હતી

મેં એની જોડે એકાંતમાં !!


||67||

ક્યારેક તારા વગર પણ

સાંજ સુંદર લાગે છે મને,

જ્યારે ડૂબતો સુરજ તારી

યાદમાં ડુબાડે છે મને !!


||68||

તારી યાદો

જેટલી જૂની થતી જાય છે,

એટલી જ ઘટાદાર થતી જાય છે !!


||69||

અફસોસ

ત્યારે થશે જયારે તને,

યાદ કરવાવાળાની તને

યાદ આવશે !!


||70||

તારી આ યાદ પણ

બિન બુલાયે બારાતી જેવી છે,

ગમે ત્યારે દોડી જ આવે છે !!


||71||

નવરાશ આજકાલ

કોને છે આ જિંદગીમાં,

છતાં હું રોજ તારા માટે સમય

કાઢીને યાદ કરતો રહું છું !!


||72||

સમય અને યાદોને

વર્ષો સાથે ક્યાં સંબંધ છે,

તારા ગયાની એ ક્ષણ હજુ

પણ હૃદયમાં અકબંધ છે !!


||73||

રાત ભલે મારી હતી,

પણ ખયાલ તો

તારો જ હતો !!


||74||

અમે યાદ ના કરીએ

તો તમે કરી લેજો,

સંબંધો સાચવવામાં કંઈ

હરીફાઈ ના કરવાની હોય !!


||75||

એના

પ્રેમ કરતા વધુ,

એની યાદો મનેરોવડાવે છે !!


||76||

મારા નસીબમાં

એનો સાથ નથી તો શું થયું,

એની અઢળક યાદોનો ખજાનો

લઈને બેઠો છું !!


||77||

તારા દિદાર માટે

તરસતી મારી આંખોને,

બે દિવસ પણ બે સદીઓ

જેવા લાગે છે !!


||78||

યાદના વાઇરસની,

કોઈ દવા નથી હોતી !!


||79||

જિંદગીની યાદોમાં

એ યાદોને યાદ રાખવી,

જેને યાદ કરવાથી આ જિંદગી

યાદગાર બની જતી હોય !!


||80||

યાદના

આ વાઇરસની,

કોઈ દવા નથી હોતી !! – યાદ શાયરી


||81||

રાત પડે ને

ઊંઘ આવે કે ના આવે,

પણ તારી યાદ આવે એ

તો નક્કી જ હોય !!


||82||

મારા વગર

એ ખુશ એટલા છે,

કે પૂછવાનું મન જ નથી

થતું કે મારી યાદ આવે છે કે નહીં !!


||83||

પાપણને

પલાળીને આંખો રડી છે,

તારી જ યાદો હૃદયને નડી છે !!


||84||

લાખ વ્યસ્ત

ભલે હોય જિંદગી,

પણ રાત પડે એટલે

મનગમતા લોકોની યાદ

આવી જ જાય છે !!


||85||

તમે આવો અને

જોરથી ગળે લગાવી લ્યો,

મને બહુ યાદ આવી

રહી છે તમારી !!


||86||

આવી રીતે

મને યાદ ના કર્યા કર,

અહીં અચાનક રાત્રે ઊંઘ

ઉડી જાય છે મારી !!


||87||

કોઈએ મને

પૂછ્યું પ્રેમ એટલે શું ?

વ્યાખ્યા તો ના આવડી પણ

તારી યાદ આવી ગઈ !!


||88||

મારી આંખોમાં

આ જે તેજ છે,

બસ તારી જ યાદોનો

ભેજ છે !!


||89||

મજા આવે છે મને

તારી યાદ સાથે જીવવામાં,

ના એ રિસાઈ છે કે ના એને

મનાવવી પડે છે !!


||90||

યાદો જ સાથે રહે છે,

બાકી માણસ તો સાથે હોવા છતાં

સાથે નથી હોતા સાહેબ !!


||91||

ઉદાસ કરી દે છે

રોજ આ સાંજ મને,

લાગે છે જાણે કોઈ ભૂલી

રહ્યું છે મને ધીરે ધીરે !!


||92||

તારી યાદ પણ કેવી છે,

તારા ગામની બસ આવે

એ પહેલા આવી જાય છે !!


||93||

ઉનાળાની ગરમીથી

અહીં શું ફેર પડશે,

આંખોમાં તો તારી યાદોનું

ચોમાસું બેઠું છે.


||94||

એ પળ જીવનમાં

ક્યારેય નથી ભુલાતી,

જેમાં સમય ઓછો અને

યાદો વધુ હોય !!


||95||

સમય અને યાદોને

વર્ષો સાથે ક્યાં સંબંધ છે,

તારા ગયાની એ ક્ષણ હજુ

પણ હૃદયમાં અકબંધ છે !!


||96||

અમે બંને વ્યસ્ત છીએ,

એ એના કામમાં અને

હું એની યાદમાં !!


||97||

મને નશો છે

તને યાદ કરવાનો,

અને એ નશો હું

સરેઆમ કરું છું !!


||98||

આમ તો ઘણો બદલાવ

આવી ગયો છે મારામાં,

બસ તને યાદ કરવાની

આદત હજી ગઈ નથી !!


||99||

રડતા રડતા

કાઢી લઈશ આ રાત,

તું ના આવી તો શું થયું તારી

યાદ તો આવી ગઈ ને !!


||100||

જીવું છું

ત્યાં સુધી તો યાદ કર,

મરી ગયા પછી હું અને

તું બંને આઝાદ !! – યાદ શાયરી


||101||

તારી આ

યાદ રોજ મને,

થોડો થોડો કરીને

મારી નાખશે !!


||102||

Massage તો મળે છે

પણ એમાં શું નવું છે,

હવે તો સાંજ પડે અને તમે

મળો બસ એજ ઘણુ છે !!


||103||

વાદળો વેદનાને

ક્યાં વ્યક્ત કરે છે,

આવે બહુ યાદ તો

મનભરીને રડે છે !!


||104||

ઘણા લોકો છે

એને ખુશ રાખવા માટે,

એક હું છું જે એની યાદોની

સાથે ખુશ રહું છું !!


||105||

આમ તો ઘણો બદલાવ

આવી ગયો છે મારામાં,

પણ તને યાદ કરવાની

આદત હજી ગઈ નથી !!


||106||

તમે ક્યારેક એટલા

બધા યાદ આવી જાઓ છો,

કે આંસુઓ આંખોમાંથી

આપોઆપ બહાર આવી

જાય છે !!


||107||

હું ક્યાં કહું છું

કે તારી યાદ આવે છે,

હું તો એમ કહું છું કે

તું જ યાદ આવે છે !!


||108||

તારી યાદોમાં

લપેટાઈને રહી જવાય છે,

એકાંતમાં પણ મુખ પર

હાસ્ય છવાઈ જાય છે !!


||109||

મારાથી વધારે

મારી આંખો તને ચાહે છે,

જ્યારે પણ તને યાદ કરું

એ ભરાઈ આવે છે !!


||110||

કહી તો બધા દે છે

કે હું તને ક્યારેય નહીં ભૂલું,

પણ સમય જતા ક્યાં કોઈને

કંઈ યાદ રહે છે !!


||111||

હું યાદ ના કરું તો

તું મને કરે છે,

ખરેખર આ વાત

મને બહુ ગમે છે !!


||112||

OYY કાના ! એવી તો

કેવી માયા લગાડી છે તે,

સવારમાં ઉઠીને તું જ

યાદ આવે છે મને !!


||113||

યાદ કરીશ મને,

જયારે એકલો હોઈશ ઘરે !!


||114||

તારી યાદોના વાવાઝોડા

રોજ ફૂંકાય છે મારા દિલમાં,

લાગે છે થશે મિલન તારું અને

મારું આ વરસાદમાં !!


||115||

કોઈની યાદોમાં

ફસાયેલો માણસ છું સાહેબ,

ઘણું બધું શીખી લીધું છે

એના ગયા પછી !!


||116||

ભલે તું

મારાથી ખુબ દુર છે,

પણ મારામાં તારી યાદ

ભરપુર છે !!


||117||

શ્વાસ મારા ચાલે છે

એક એહસાસ એ આપે છે,

તું મને યાદ કરે છે એ જ વિશ્વાસે

તો આ શ્વાસ ચાલે છે !!


||118||

હંમેશા યાદ આવે છે મને,

તું અને તારી એ મીઠી વાતો !!


||119||

જો યાદ કરવાથી

સાચે જ હિચકી આવતી હોત,

તો તારી હિચકી ક્યારેય

બંધ જ ના થાય પાગલ !!


||120||

બહુ દિલ કરે છે

તને મળવાનું,

પણ તું મારાથી બહુ દુર છે

એ યાદ કરીને આંખોમાંથી

આંસુ આવી જાય છે !! – યાદ શાયરી


આ પણ વાંચો:-


સારાંશ

પ્રિય પ્રેમિકાઓના પ્રેમીઓ અને પ્રેમીઓની પ્રેમિકાઓ અમે આશા રાખીએ છીએ કે, તમે અહીંયા યાદ શાયરી ગુજરાતી મળી હશે. તો આમ યાદ શાયરી ગુજરાતીની જેમ વિવિધ શાયરીઓ જાણવો માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે. – યાદ શાયરી ગુજરાતી.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “100+ બેસ્ટ યાદ શાયરી ગુજરાતી | Miss You Shayari Gujarati”

Leave a Comment