MoneyTap Personal Loan : મનીટેપ પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

મનીટેપ પર્સનલ લોન – શું મિત્રો તમે MoneyTap Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, મનીટેપ પર્સનલ લોન શું છે, મનીટેપ પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, મનીટેપ પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને MoneyTap Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


MoneyTap Personal Loan


મનીટેપ પર્સનલ લોન શું છે? – MoneyTap Personal Loan

MoneyTap એ એપ આધારિત ધિરાણ પ્લેટફોર્મ છે. આ MoneyTap તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 5 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 3 વર્ષ નો હોય છે.


મનીટેપ પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – MoneyTap Personal Loan interest rate

MoneyTap Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 13% થી શરૂ થાય છે. આ વ્યાજદર MoneyTap Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


મનીટેપ પર્સનલ લોન ના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે MoneyTap Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) ટુ-વ્હીલર લોન

ટુ-વ્હીલર લોન કોને આપવામાં આવે છે? : તો જે વ્યક્તિઓ નવા અથવા સેકન્ડ હેન્ડ ટુ-વ્હીલર વાહનો ખરીદવા માંગે છે તે અરજદારો MoneyTap ટુ-વ્હીલર લોન લઈ શકે છે.

(2) કાર લોન

કાર લોન કોને આપવામાં આવે છે?  : તો જે વ્યક્તિઓ નવી કાર અથવા સેકન્ડ હેન્ડ વાહનો ખરીદવા માંગે છે તે અરજદારો MoneyTap કાર લોન લઈ શકે છે.

(3) મેડિકલ લોન

મેડિકલ લોન કોને આપવામાં આવે છે? : તો જે અરજદારો પોતાના તબીબી કટોકટી સંબંધિત ખર્ચાઓને પુરા કરવા માટે MoneyTap મેડિકલ લોન લઈ શકે છે.

(4) મોબાઇલ લોન

મોબાઈલ લોન કોને આપવામાં આવે છે? : તો જે વ્યક્તિઓ નવો સ્માર્ટફોન ખરીદવા માંગે છે તે અરજદારો MoneyTap મોબાઇલ લોન લઈ શકે છે.

(5) લેપટોપ ખરીદવા માટે લોન

મોબાઈલ લોન કોને આપવામાં આવે છે? : તો જે વ્યક્તિઓ નવો સ્માર્ટફોન ખરીદવા માંગે છે તે અરજદારો MoneyTap મોબાઇલ લોન લઈ શકે છે.

(6) શિક્ષણ લોન

શિક્ષણ લોન કોને આપવામાં આવે છે? : તો જે અરજદાર ઉચ્ચ શિક્ષણ લેવા માંગે છે અને તેને સંબંધિત ખર્ચને પુરા કરવા માટે MoneyTap શિક્ષણ લોન લઈ શકે છે.

(7) મુસાફરી લોન

મુસાફરી લોન કોને આપવામાં આવે છે? : તો જે અરજદારો વેકેશનમાં પ્રવાસ સંબંધિત ખર્ચાઓ જેમ કે હવાઈ ભાડું, ટેક્સીનું ભાડું, હોટેલ આવાસ જેવા ખર્ચ પુરા કરવા માંગે છે તે અરજદારો MoneyTap મુસાફરી લોન લઈ શકે છે.

(8) લગ્ન લોન

લગ્ન લોન કોને આપવામાં આવે છે? : તો જે વ્યક્તિના લગ્ન છે. તે વ્યક્તિ તેમના લગ્ન-સંબંધિત ખર્ચાઓને પુરા કરવા MoneyTap લગ્ન લોન લઈ શકે છે.

(9) કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન

કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન કોને આપવામાં આવે છે? : તો જે અરજદારો તેમના ઘર માટે ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ જેમ કે LED ટીવી, એર કંડિશનર, રેફ્રિજરેટર્સ ખરીદવા માંગે છે તે અરજદારો MoneyTap કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન લઈ શકે છે.

(10) હોમ રિનોવેશન લોન

હોમ રિનોવેશન લોન કોને આપવામાં આવે છે? : તો જે વ્યક્તિઓ પોતાના હોમનું રિનોવેશન કરવા માંગે છે. તે અરજદારો પોતાના ઘરના નવીનીકરણ સંબંધિત ખર્ચાઓ જેમ કે ટાઇલિંગ, ફ્લોરિંગ વગેરે ખર્ચાઓ પુરા કરવા માટે MoneyTap હોમ રિનોવેશન લોન લઈ શકે છે.


મનીટેપ પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે MoneyTap Personal લોન લેવા માટે પાત્ર છો, તેથી નીચે લોનની તમામ પાત્રતા આપેલ છે. જે જોઈને તમે લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

1.લોન લેનાર અરજદાર અમદાવાદ, આણંદ, બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નાઈ, કોઈમ્બતુર, દિલ્હી, ગાંધીનગર, હૈદરાબાદ, ઈન્દોર, જયપુર, મુંબઈ, મોહાલી, એનસીઆર, પંચકુલા, પુણે, રાજકોટ, સિકંદરાબાદ, સુરત, વડોદરા, વિજયવાડા અથવા વિશાખાપટ્ટનમના રહેવાસી હોવો જોઈએ.

2.લોન લેનાર અરજદાર પગારદાર કે સ્વ-રોજગાર હોવો જોઈએ.

3.લોન લેનાર અરજદારની ઉંમર 23 વર્ષ થી 55 વર્ષ હોવી જોઈએ.

4.લોન લેનાર અરજદારની માસિક આવક રૂપિયા 30,000 હોવી જોઈએ.

5. પગારદાર અરજદારને 6 મહિનાથી 2 વર્ષનો અનુભવ હોવી જોઈએ.

6. સ્વ-રોજગાર અરજદારને 3 વર્ષનો અનુભવ હોવી જોઈએ.


મનીટેપ પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – MoneyTap Personal Loan documents

1.પાનકાર્ડ

2.ID પ્રૂફ : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાઇસન્સ, જોબ કાર્ડ વગેરે.)

3.સરનામાનો પુરાવો : કોઈપણ એક – (પાસબુક, ભાડા કરાર, મિલકતની રસીદ, મ્યુનિસિપલ ટેક્સની રસીદ, વીજળી બિલ, પાણીનું બિલ, સિલિન્ડર, પાઇપ્ડ ગેસ, પોસ્ટ-પેઇડ મોબાઇલ બિલ વગેરે.

4.લોન અરજદારના ઇન્ટરનેટ બેંકિંગ સુવિધાની માગ્યા મુજબ માહિતી.


મનીટેપ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

મનીટેપ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી રૂપિયા 199 થી કરીને કુલ રકમના 2% સુધી પ્રોસેસિંગ ફી

મનીટેપ પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો MoneyTap Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે MoneyTap Personal Loan માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે MoneyTap એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે એપ્લિકેશનમાં લોગીન થવાનું રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તમને તે એપ્લિકેશનમાં વિવિધ ડોક્યુમેન્ટ અને માહિતી પૂછવામાં આવશે. જે તમારે ત્યાં દાખલ કરવાની રહેશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ એપ્લિકેશન દ્રારા કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે MoneyTap એપ્લિકેશન પરથી MoneyTap Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને મનીટેપ પર્સનલ લોન (MoneyTap Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં મનીટેપ પર્સનલ લોનની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને MoneyTap Personal Loan ની વધુ માહિતી માટે MoneyTap Finance ની અધિકારી વેબસાઈટ https://www.moneytap.com/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું MoneyTap ફાયનાન્સ પાસેથી કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?

જવાબ : MoneyTap Finance દ્રારા 3 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : મનીટેપ પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : MoneyTap Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 13% થી શરૂ થાય છે. આ વ્યાજદર MoneyTap Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : MoneyTap પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : રૂપિયા 199 થી કરીને કુલ રકમના 2% સુધી પ્રોસેસિંગ ફી

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment