અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે વ્યવસાયનું સ્થળ કે દુકાન ખરીદવા માટે લોન સહાય યોજના 2024

 

અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે વ્યવસાયનું સ્થળ કે દુકાન ખરીદવા માટે લોન સહાય યોજના 2024 – મિત્રો અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે વ્યવસાયનું સ્થળ કે દુકાન ખરીદવા માટે લોન સહાય યોજના શું છે?, આ અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે વ્યવસાયનું સ્થળ કે દુકાન ખરીદવા માટે લોન સહાય યોજનાનો લાભ કોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે? આ યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને આ યોજના માટે અરજી કેવી રીતે કરવી?, આ સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે વ્યવસાયનું સ્થળ કે દુકાન ખરીદવા માટે લોન સહાય યોજનાની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

 

અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે વ્યવસાયનું સ્થળ કે દુકાન ખરીદવા માટે લોન સહાય યોજના

 

અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે વ્યવસાયનું સ્થળ કે દુકાન ખરીદવા માટે લોન સહાય યોજના

અનુસૂચિત જાતિના લોકોને ધંધાના યોગ્ય સ્થળના અભાવે તેઓ ધંધાનો વિકાસ કરી શકતા નથી. ધંધાના વિકાસ માટે શહેરી વિસ્તારમાં વ્યવસાયનું સ્થળ/દુકાન ખરીદવા માટે યોજના હેઠળ બેન્ક દ્વારા વધુમાં વધુ ₹.૧૦.૦૦ લાખની લોન આપવામાં આવે છે. બેંકેબલ યોજના અંતર્ગત ₹.૧૫૦૦૦/- સબસિડી સહાય તરીકે પણ આપવામાં આવે છે.

અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે વ્યવસાયનું સ્થળ કે દુકાન ખરીદવા માટે લોન સહાય યોજના માટે પાત્રતા

આ યોજના હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તેમની સાથે નીચે આપેલી પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • લાભાર્થીને ફકત એક જ સ્થળે દુકાન અથવા વ્યવસાયના હેતુ માટે લોન સહાય આપવામાં આવે છે.
  • બાજપેયી બેંકેબલ યોજના અને કુટીર ઉદ્યોગમાં ચાલતી બેંકેબલ યોજના અનુસાર સદર યોજના અમલમાં છે.
  • દુકાન શરૂથયાના ત્રણ માસ પછી સબસીડી ચૂકવવામાં આવશે.
  • આ યોજનાનો લાભ શિક્ષિત બેરોજગાર, બેકાર મીલ કામદાર, તાંત્રિક અને વ્યવસાયિક અનુભવ અને સ્વરોજગારીની લાયકાતો ધરાવતાં લોકોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે.
  • વધુમાં વધુ રૂ.૧૦.૦૦ લાખની લોન બેંકેબલ યોજના હેઠળ લાભાર્થીને મળવાપાત્ર થશે. જેનું ૪% સુધીનું વ્યાજ લાભાર્થીએ ભોગવવાનું રહેશે અને, ૪% થી ઉપરનું જે બેંક વ્યાજ ચૂકવવાનું થાય તે સરકાર વ્યાજ સહાય પેટે ત્રણ વર્ષ માટે ચૂકવશે.
  • રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/નિગમો, શહેરી વિકાસ સત્તા મંડળ, સ્થાનિક સ્વરાજ્ય હસ્તકની સંસ્થાઓ અથવા ગ્રામ/નગર પંચાયતે લાંબાગાળાના ભાડા પેટે ફાળવેલ દુકાનો/વ્યવસાયનું સ્થળ માટે પણ લોન/સહાય આપવામાં આવે છે. પરંતુ ફાળવવામાં આવેલ દુકાન/વ્યવસાયનું સ્થળ માટે લોનની રકમ ભરપાઇ થાય ત્યાં સુધી દુકાન/વ્યવસાયનું સ્થળ સરકારને મોર્ગેજ કરવાની રહેશે.
  • જો અરજદાર પોતાની જમીનમાં બાંધકામ કરે તો પોતાની જમીનના ટાઇટલ કલીયર છે,અને જમીન ‘બીનખેતી’થયેલ છે તે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે.

અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે વ્યવસાયનું સ્થળ કે દુકાન ખરીદવા માટે લોન સહાય યોજના આવશ્યક દસ્તાવેજ

જે મિત્રો આ યોજનામાં ઓનલાઇન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • અરજદાર નું આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કરાર અથવા બાનાખત ની નકલ
  • બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
  • સક્ષમ અજિકારીશ્રી પાસેથી મેળવેલ અરજદાર ની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • જન્મનું પ્રમાણ પત્ર / શાળા છોડયા નું પ્રમાણ પત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)

અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે વ્યવસાયનું સ્થળ કે દુકાન ખરીદવા માટે લોન સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને, તમે અરજી કરી શકો છો

આ યોજનામાં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમારે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા esamajkalyan Portal પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment