અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના 2024 – અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના શું છે?, આ અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજનાનો લાભ કોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે? આ યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને આ યોજના માટે અરજી કેવી રીતે કરવી?, આ સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજનાની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.
અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના શું છે?
અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના હેઠળ અનુસૂચિત જાતિના ખેડુતો જે ખેત મજુરી પર નિર્ભર છે તેવા ખેડુતો જમીન ખરીદ કરીને જાતે ખેતી કરી શકે અને આવકમાં વધારો કરી શકે તે હેતુથી આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના ખેડૂતોને જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ રૂ.૧,૦૦,૦૦૦ અને વધુમાં વધુ ૨ એકર માટે રૂ.૨,૦૦,૦૦૦ ની નાણાકીય સહાય યોજના આપવા આવેશે.
અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના માટે પાત્રતા અને શરતો
અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતા અને શરતોનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- લાભાર્થી ગુજરતા રાજ્યનો વતની હોવો જોઈએ.
- કુટુંબની એક જ વ્યક્તિને જ લાભ મળવાપાત્ર છે.
- યોજનાનો લાભ મેળવનાર લાભાર્થી ખેતમજૂર હોવા જરૂરી છે.
- સરકારી સહાય બાદ કરતાં જે લાભાર્થી જમીન ખરીદવા સક્ષમ હોય તેને જ લાભ મળવાપાત્ર છે.
- સરકારી સહાયથી મળેલ જમીન લાભાર્થી ૧૫ વર્ષ સુધી બિન વેચાણને પાત્ર રહેશે .
- ગ્રામીણ વિસ્તારમાં રહેલા લાભાર્થી ખેડૂતની વાર્ષિક આવક ૧,૨૦,૦૦૦ હોવી જોઈએ.
- શહેરી વિસ્તારમાં રહેલા લાભાર્થી ખેડૂતની વાર્ષિક આવક ૧,૫૦,૦૦૦ હોવી જોઈએ.
અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડોકયુમેન્ટ
જે મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- અરજદારનું આધાર કાર્ડ
- આવકનો દાખલો
- બાના ખતની ખરી નકલ
- સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવા આવેલ જાતિનું પ્રમાણપત્ર
- ખેડૂત/ખેતમજુર હોવા અંગેનો તલાટી કમ મંત્રીનો દાખલો
- જમીન વેચવા અંગેની મહેસૂલ (રેવન્યુ) ખાતાની પરવાનગી ની ખરી નકલ
- જમીનના ૭/૧૨ તથા ૮(અ) ઉતારા (જેની પાસેથી જમીન ખરીદવાની છે તે વ્યક્તિના )
- જમીન હોય એનું ૭/૧૨ / ૮(અ) / તલાટિકમ મંત્રી નો દાખલો
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?
જે મિત્રો અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજનામાં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને, તમે અરજી કરી શકો છો
અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજનામાં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમારે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.
(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા esamajkalyan Portal પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)
- અરજી કરવા માટે વેબસાઈટ લિંક:-ક્લિક કરો.
આ પણ વાંચો:-