ભારતના રાષ્ટ્રીય પ્રતીકો : ભારતના રાષ્ટ્રીય પ્રતીકો અને તેના વિશે માહિતી 2024

 

પ્રિય મિત્રો અહીં ભારતના રાષ્ટ્રીય પ્રતીકો સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં આપણા રાષ્ટ્રીય પ્રતિકો ક્યાં ક્યાં છે, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

ભારતના રાષ્ટ્રીય પ્રતીકો

 

ભારતના રાષ્ટ્રીય પ્રતીકો

નામ  પ્રતીક 
ભારતનું રાષ્ટ્રીય પ્રાણી  વાઘ
ભારતનું રાષ્ટ્રીય પક્ષી  મોર
ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ
ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ
ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી
ભારતનું રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો
ભારતનું રાષ્ટ્રીય મુદ્રા સિંહસ્તભ
ભારતનું રાષ્ટ્રગાન જન ગણ મન
ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ
ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર શંક સવંત
ભારતની રાષ્ટ્રીય નદી ગંગા
ભારતની રાષ્ટ્રીય રમત હોકી
ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ હાથી
ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ડોલ્ફીન માછલી
ભારતની રાષ્ટ્રીય વાનગી જલેબી
ભારતનો રાષ્ટ્રીય નારો સત્યમેવ જયતે
ભારતનું રાષ્ટ્રીય પીણું ચા

 

ભારતના રાષ્ટ્રીય પ્રતીકો અને તેમની વિશેષતાઓ 

 

રાષ્ટ્રીય પ્રતીક  વિશેષતા
રાષ્ટ્રીય પ્રાણી – વાઘ જેનું લેટિન નામ “મૈન્થેરા ટાઈગ્રીસ લીન્નાયસ” છે.

 

વિશ્વમાં વાઘની 8 પ્રજાતિઓ જોવા મળે છે. જેમાં ભારતમાં જોવા મળતી પ્રજાતિને “રોયલ બેંગોલ ટાઈગર” કહેવામા આવે છે.

રાષ્ટ્રીય પક્ષી – મોર જેનું લેટિન નામ “પાવો ક્રિસ્ટેટસ” છે.
રાષ્ટ્રીય ફૂલ – કમળ જેનું લેટિન નામ “નેલમ્બો ન્યુસિપેરા ગાર્ટન” છે.
રાષ્ટ્રીય વૃક્ષ – વડ જેનું લેટિન નામ “ફાઇક્સ બેંઘાલેંન્સિસ” છે.
રાષ્ટ્રીય ફળ – કેરી જેનું લેટિન નામ “મેંગીફેરા ઇન્ડિકા” છે.
રાષ્ટ્રીય ધ્વજ – ત્રિરંગો ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ત્રણ રંગો છે. સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલો છે.

 

ભારતના રાષ્ટ્ર ધન્જની લંબાઇ પહોળાઈનું માપ 3 : 2 છે.

રાષ્ટ્રીય મુદ્રા – સિંહસ્તભ ભારતનું રાષ્ટ્રીય ચિન્હ એ વારાણસી ખાતેના સારનાથના અશોકના સિંહસ્તંભમાંથી લેવામાં આવ્યું છે.
રાષ્ટ્રગાન –  જન ગણ મન ભારતનું રાષ્ટ્રગાન “જન ગણ મન” છે. જેની રચના રવીન્દ્રનાથ ટાગોરે કરી છે.

 

રાષ્ટ્રગાન ગાયનની અવધિ 52 સેકન્ડ છે

રાષ્ટ્રગીત – વંદે માતરમ ભારતનું રાષ્ટ્રગીત “વંદે માતરમ” છે. જેની રચના બંકિમચંદ્ર ચેટરજીએ કરી છે.

 

“વંદે માતરમ” બંકિમચંદ્ર ચેટરજીની ક્રુતિ “આનંદમઠ” માંથી લેવામાં આવ્યું છે.

 

રાષ્ટ્રગીતના ગાયનની અવધિ 1 મિનિટ અને 5 સેકન્ડ છે.

રાષ્ટ્રીય કેલેન્ડર – શંક સવંત
ભારતની રાષ્ટ્રીય નદી – ગંગા 14 નવેમ્બર 2008ના રોજ રાષ્ટ્રીય નદીનો દરજ્જો આપવામાં આવ્યો.
રાષ્ટ્રીય રમત – હોકી 2000 વર્ષ પહેલા હોકી ઈરાનમાં રમવામાં આવતી હતી હોકી ની શરૂઆત ઇજિપ્તમાં થી થઈ હતી ચાર હજાર વર્ષ પહેલાં હોકી ની શરૂઆત થઇ હતી હોકી નો જન્મસ્થળ ભારત નથી પરંતુ તેમ છતાં હોકી આપણા દેશની રાષ્ટ્રીય રમત છે.
રાષ્ટ્રીય વિરાસત પશુ – હાથી હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુનો દરજ્જો 22 ઓક્ટોબર 2010ના રોજ કેન્દ્ર સરકારે આપ્યો.
રાષ્ટ્રીય જળચર પ્રાણી – ડોલ્ફીન માછલી ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર જીવનો દરજ્જો 5 ઓક્ટોબર 2009ના રોજ મળ્યો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment