હવે ઘરે બેઠા તમારા ગ્રામ પંચાયત ને મળતી ગ્રાન્ટ વિશે જાણો માહિતી | Gram Panchayat Work Report online

ગ્રામ પંચાયત ને મળતી ગ્રાન્ટ વિશે માહિતી : ભારત સરકાર દ્રારા દેશની તમામ Gram Panchayat Work Report online જોવા માટે ‘eGramSwaraj Portal’ અને ‘eGramSwaraj App’ બનાવામાં આવ્યું છે જેની મદદથી દરેક ગામનો કોઈપણ સામાન્ય વ્યક્તિ પોતાના ગામમાં ફાળવેલ ગ્રાન્ટની માહિતી, થયેલા વિવિધ કામ અને બાકી કામની વિગત પોતાના મોબાઈલ દ્રારા ઓનલાઈન જોઈ શકે છે.

તો ચાલો જાણીએ કે ગ્રામ પંચાયત ને મળતી ગ્રાન્ટ વિશે માહિતી કેવી રીતે મેળવી. તો Gram Panchayat Work Report online જાણવા માટે લેખને અંત સુધી વાંચો.


ગ્રામ પંચાયત ને મળતી ગ્રાન્ટ વિશે માહિતી કેવી રીતે મેળવવી?

મિત્રો તમારા ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટ આવી તે કેવી રીતે ચેક કરવું ? તો નીચે તેની તમામ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા આપી છે જેને તમે ફોલો કરીને તમે Gram Panchayat Work Report online જોઈ શકો છો.

સ્ટેપ 1 – સૌ પ્રથમ તમારે ‘eGramSwaraj’ પોર્ટલ પર જવાનુ રહેશે. (અહીં આપેલ લિંક પર ક્લિક કરીને વેબસાઈટ પર જઈ શકો છો. https://egramswaraj.gov.in/approveActionPlan.do

સ્ટેપ 2 – હવે જયારે તમે ઉપર આપેલ લિંક પર ક્લિક કરીને વેબસાઈટ પર જશો એટલે તમારે સામે એક પેજ ખુલશે જેમાં તમને “Approved Action Plan Report” બોક્સ જોવા મળશે.

સ્ટેપ 3 – ત્યારબાદ તમને તે બોક્સમાં “Select Plan Year” નામનું ઓપ્શન જોવા મળશે. જેમાં તમારે જે વર્ષની માહિતી જોઈએ છીએ તે વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે.

સ્ટેપ 4 – વર્ષ સિલેક્ટ કર્યા બાદ નીચે આપેલ “Captcha Answer” માં બાજુમાં આપેલ કેપ્ટચા કોડને ત્યાં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ નીચે આપેલ ‘Get Report’ નામના બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 5 – ત્યારબાદ તમારી સામે ફરીથી એક નવું પેજ જોવા મળશે. જેમાં તમને ભારતના તમામ રાજ્યોની યાદી જોવા મળશે જેમાં તમારે તમારા રાજ્યની સામે આપેલ છેલ્લી સંખ્યા પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 6 – ત્યારબાદ તમારી સામે ફરીથી એક નવું પેજ જોવા મળશે. જેમાં તમને તમારા રાજ્યના જિલ્લાઓના તાલુકાની યાદી જોવા મળશે જેમાં તમારે તમારા જિલ્લાના તાલુકા સામે આપેલ છેલ્લી સંખ્યા પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 7 – ત્યારબાદ તમારી સામે ફરીથી એક નવું પેજ જોવા મળશે. જેમાં તમને તમારા જિલ્લાના તાલુકાના ગામડાઓની યાદી જોવા મળશે જેમાં તમારે તમારા તાલુકાના ગામડા સામે આપેલ ‘View’ ઓપ્શન પર ક્લિક કરી “ગ્રામ પંચાયત ને મળતી ગ્રાન્ટ” વિશે જાણી શકો છો અથવા ‘Download’ ઓપ્શન પર ક્લિક કરીને “ગ્રામ પંચાયત ને મળતી ગ્રાન્ટ’ ની માહિતી ડાઉનલોડ કરી શકો છો.

સ્ટેપ 8 – તો તમારા ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટ આવી તે કેવી રીતે ચેક કરવું ? તે તમે જાણી ગયા હશો. તો આ રીતે તમે તમારા Gram Panchayat Work Report online જોઈ શકો છો અથવા ડાઉનલોડ કરી શકો છો.


eGramSwaraj App દ્રારા મેળવો ગ્રામ પંચાયત ને મળતી ગ્રાન્ટ વિશે માહિતી

જો તમને eGramSwaraj પોર્ટલ પર ગ્રામ પંચાયત ને મળતી ગ્રાન્ટ વિશે માહિતી મેળવતા નથી આવડતી તો તમે ‘eGramSwaraj App’ ને ડાઉનલોડ કરીને Gram Panchayat Work Report online જોઈ શકો છો. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ કે eGramSwaraj App દ્રારા તમારા ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટ આવી તે કેવી રીતે ચેક કરવું?

સ્ટેપ 1 – સૌ પ્રથમ તમારે “Play Store” માં જઈને eGramSwaraj App ડાઉનલોડ કરવાનું રહેશે.

સ્ટેપ 2 – ત્યારબાદ તમારી સામે આ એપ્લિકેશનનું હોમ પેજ ખુલશે.

સ્ટેપ 3 – હવે તમને તે હોમ પેજ પર “Select State” નામનું ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરશો એટલે તમારી સામે ભારતના તમામ રાજ્યનું લિસ્ટ જોવા મળશે. જેમાં તમારે તમારા રાજ્ય પર ક્લિક કરવાનું રહેશે અને નીચે આપેલ ‘Submit’ બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 4 – રાજ્ય પર ક્લિક કર્યા બાદ હવે તમને ફરીથી એક નવું પેજ ખુલશે તે પેજ પર “District Panchayat” નામનું ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારા રાજ્યના તમામ જિલ્લાનું લિસ્ટ જોવા મળશે. જેમાં તમારે તમારા જિલ્લા પર ક્લિક કરવાનું રહેશે અને નીચે આપેલ ‘Submit’ બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 5 – જિલ્લા પર ક્લિક કર્યા બાદ હવે તમને ફરીથી એક નવું પેજ ખુલશે તે પેજ પર “Taluka Panchayat” નામનું ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારા જિલ્લાના તમામ તાલુકાનું લિસ્ટ જોવા મળશે. જેમાં તમારે તમારા તાલુકા પર ક્લિક કરવાનું રહેશે અને નીચે આપેલ ‘Submit’ બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 6 – તાલુકા પર ક્લિક કર્યા બાદ હવે તમને ફરીથી એક નવું પેજ ખુલશે તે પેજ પર “Gram Panchayat” નામનું ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારા તાલુકાની તમામ ગ્રામ પંચાયતનું લિસ્ટ જોવા મળશે. જેમાં તમારે તમારી પંચાયત પર ક્લિક કરવાનું રહેશે અને નીચે આપેલ ‘Submit’ બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 7 – હવે છેલ્લે તમારી સામે એક નવું પેજ ખુલશે. જ્યા તમે ગ્રામ પંચાયત ને મળતી ગ્રાન્ટ વિશે માહિતી મેળવી શકો છો.


આ પણ વાંચો :-


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને ગ્રામ પંચાયત ને મળતી ગ્રાન્ટ વિશે માહિતી કેવી રીતે મેળવવી તેના વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને ગ્રામ પંચાયત ને મળતી ગ્રાન્ટ વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને વધુ માહિતી માટે E-GramSwaraj Portal ની મુલાકાત લો.


ગ્રામ પંચાયત ને મળતી ગ્રાન્ટ

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment