જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ : હવે ઘરેબેઠા જન્મ તારીખ નો દાખલો ઓનલાઇન કરો ડાઉનલોડ | Birth Certificate Online

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ : મિત્રો જયારે પણ આપણે કોઈ સરકારી કચેરીમાં કોઈપણ ડોકયુમેન્ટ કામ માટે જઈએ છીએ ત્યારે સૌ પ્રથમ જન્મ પ્રમાણપત્ર માંગવામાં આવે છે. પરંતુ તેવા સમયે આપણી પાસે જન્મ પ્રમાણ હોતું નથી. પરંતુ અત્યારના સમયમાં કોઈપણ સરકારી ડોક્યુમેન્ટ ઓનલાઇન મોબાઇલ દ્રારા ડાઉનલોડ કરી શકીએ છીએ. તો ચાલો જાણીએ કે ઘરેબેઠા મોબાઇલ દ્રારા જન્મ તારીખ નો દાખલો ઓનલાઇન ડાઉનલોડ કેવી રીતે કરવો?


જન્મ તારીખ નો દાખલો ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે શું જરૂરી છે?

જે લોકોએ તેમના કે તેમના પરિવારનો જે વ્યક્તિનો જન્મ તારીખ નો દાખલો ઓનલાઇન ડાઉનલોડ કરવા માંગે છે તેમનું જો જન્મ સમયે નોંધણી કરાવેલ હશે તો જ તે ઓનલાઇન જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકે છે.

પરંતુ જો તમે તમારી કે તમારા પરિવારના અન્ય વ્યક્તિની જન્મ નોંધણી કરાવેલ નથી તો તમે જન્મ તારીખ નો દાખલો ઓનલાઇન ડાઉનલોડ કરી શકશો નહી સાથે જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ જરૂરી વિગતો જરૂર છે. ત્યારે જ તમે જન્મ નો દાખલો ડાઉનલોડ કરી શકશો.

જન્મ નો દાખલો ડાઉનલોડ કરવા માટે જરૂરી વિગતો :-

નીચે આપેલ તમામ વિગતો માંથી કોઈપણ એક વિગત તમારી પાસે હોવી જોઈએ.

  • જન્મ નોંધણી કરતા સમયે જે મોબાઇલ નંબર આપેલ હોય તે
  • એપ્લિકેશન નંબર
  • મોબાઇલ નંબર
  • જન્મ તારીખ

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કેવી રીતે કરવું?

મિત્રો https://eolakh.gujarat.gov.in પરથી જન્મ તારીખ નો દાખલો ઓનલાઇન ડાઉનલોડ કેવી રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી નીચે સ્ટેપ બાય સ્ટેપ આપી છે જેને ફોલો કરીને જન્મ નો દાખલો ડાઉનલોડ કરી શકો છો.

સ્ટેપ 1 : સૌ પ્રથમ તમારે eolakh ની ઓફિસયલ પોર્ટલ પર જવાનું રહેશે. વેબસાઈટ લિંક :- https://eolakh.gujarat.gov.in)

સ્ટેપ 2 : ત્યારબાદ તમારી સામે Download Certificate નામનું એક ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે. (નીચે ફોટો મુજબ)

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ
Image Credits : https://eolakh.gujarat.gov.in

સ્ટેપ 3 : હવે ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં થોડા નીચે જશો એટલે Download Certificate નામું ફોર્મ જોવા મળશે. (નીચે ફોટો મુજબ)

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ
Image Credits : https://eolakh.gujarat.gov.in

સ્ટેપ 4 :  હવે તે ફોર્મમાં નીચે મુજબ માહિતી આપી હશે જેમાં નીચે જે રીતે માહિતી આપી છે તે રીતે સિલેક્ટ કરવાની રહેશે.

  • Event – જેમાં તમારે ‘Birth’ સિલેક્ટ કરવાનું રહેશે.
  • SearchEvent – જેમાં જો તમારી પાસે “મોબાઇલ નંબર” હોય તો દાખલ કરવાનો રહેશે અને જો “એપ્લિકેશન નંબર” હોય તો દાખલ કરવાનો રહેશે.
  • Enter Captcha – જેમાં નીચે આપેલ “કેપ્ટચા કોડ” જોઈને દાખલ કરવાનો રહેશે.

સ્ટેપ 5 : ત્યારબાદ છેલ્લે Search Data પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારું Janm Pramanpatra Download થઈ જશે.


આ પણ વાંચો :-


FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.જન્મ નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટ કઈ છે?

જવાબ :- https://eolakh.gujarat.gov.in

2.ઓનલાઇન જન્મ નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે કેટલી ફ્રી છે?

જવાબ :- કોઈ પ્રકારની ફ્રી નથી.

3. જન્મ તારીખ નો દાખલો ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે શું જોઈએ?

જવાબ :- ઓનલાઇન જન્મ તારીખ નો દાખલો ડાઉનલોડ કરવા માટે જન્મ નોંધણી કરતા સમયે જે મોબાઇલ નંબર આપેલ હોય તે, એપ્લિકેશન નંબર, મોબાઇલ નંબર અને જન્મ તારીખ હોવો જોઈએ.


જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment