PVC Aadhaar Card : ઘરે બેઠા પીવીસી આધાર કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી?

પીવીસી આધાર કાર્ડ : મિત્રો શું તમારું આધાર કાર્ડ વારંવાર ફાટી જાય છે, વળી જાય છે કે તૂટી જાય છે. તો તમે પીવીસી આધાર કાર્ડ બનાવો. જે કોઈ દિવસ વળી, ફાટી કે તૂટી નહિ જાય. જે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્રારા ઓનલાઇન અરજી કરી શકો છો. તો ચાલો જાણીએ કે, પીવીસી આધાર કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી? તો આ લેખ અંત સુધી વાંચો.


પીવીસી આધાર કાર્ડ


ઘરે બેઠા પીવીસી આધાર કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી?

મિત્રો પીવીસી આધાર કાર્ડ માટે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્રારા અરજી કરી શકો છો. જેની સંપૂર્ણ અરજી પ્રક્રિયા નીચે આપેલ છે. જેને તમે ફોલો કરીને પીવીસી આધાર કાર્ડ માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : UIDAI દ્રારા પીવીસી કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ આધાર uidai.gov.in અથવા resident.uidai.gov.in પર જવાનુ રહેશે.

પીવીસી આધાર કાર્ડ
Image Credits : uidai.gov.in

સ્ટેપ 2 : હવે અહીંયા તમારી સામે વેબસાઈટનું હોમ પેજ જોવા મળશે. જેમાં તમે થોડા નીચે જાઓ એટલે (ઉપર ફોટો મુજબ) તમને “Get Aadhaar” નામનું બોક્સ જોવા મળશે. જે બોક્સમાં વિવિધ ઓપ્શન જોવા મળે છે. જેમાં “Order Aadhaar PVC Card” પર ક્લિક કરો. (ઉપર ફોટો મુજબ)

સ્ટેપ 3 : હવે તમારી સામે ફરીથી એક નવું પેજ ખુલશે. જેમાં થોડા નીચે જશો એટલે તમને “Order Aadhaar PVC Card” નામનું ઓપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરો.

પીવીસી આધાર કાર્ડ
Image Credits : uidai.gov.in

સ્ટેપ 4 : હવે ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે. (ઉપર ફોટો મુજબ) જેમાં તમારા “આધાર નંબર” કાર્ડનો નંબર અથવા “Enrolment ID” નાખવાની રહેશે અને નીચે એક કેપ્ચા કોડ આપેલ હશે જેને જોઈને તેને ત્યાં દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ નીચે આપેલ ‘Send OTP’ પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 5 : ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તે નંબર પર એક OTP આવશે. જે OTP નંબર ને ત્યાં દાખલ કરીને ‘સબમિટ’ બટન પર ક્લિક કરવાનું રહેશે. અથવા જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો તમારે My Mobile number is not registered” પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 6 : તમારી સામે એક નવું પેજ ખુલશે. જ્યાં તમારું પીવીસી આધાર કાર્ડ તૈયાર થઈ ગયું હશે. તેને હવે મંગાવા માટે તમારે રૂપિયા 50/- ચૂકવવાના રહેશે અને તમારું પીવીસી આધાર કાર્ડ ઓર્ડર કરવાનું રહેશે.

સ્ટેપ 8 : તો આ રીતે તમે તમારું PVC Aadhaar Card ઓર્ડર કરી શકો છો, જે થોડા દિવસ પછી તમારા ઘર પર આવી જશે.


આ પણ વાંચો:- 


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને ઘરે બેઠા પીવીસી આધાર કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી?. તેના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં PVC Aadhaar Card વિશે સંપૂર્ણ ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 – શું? ઘરે બેઠા પીવીસી આધાર કાર્ડ માટે અરજી કરી શકું છું?

જવાબ : ‘હા’ તમે ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્રારા પીવીસી આધાર કાર્ડ માટે અરજી કરી શકો છો.

પ્રશ્ન 2 – પીવીસી આધાર કાર્ડ માટે અરજી કરવાની વેબસાઈટ કઈ છે?

જવાબ : uidai.gov.in

પ્રશ્ન 3 – પીવીસી આધાર કાર્ડ અરજી કરવા માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજીયાત છે?

જવાબ : ‘ના’ ફરજીયાત નથી.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment