મહિલા સ્વાવલંબન યોજના 2024 | Mahila Swavalamban Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, મહિલા સ્વાવલંબન યોજના.

તો ચાલો જાણીએ કે Mahila Swavalamban Yojana શું છે?, મહિલા સ્વાવલંબન યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને મહિલા સ્વાવલંબન યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


મહિલા સ્વાવલંબન યોજના

ગુજરાત રાજ્યના મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આ “મહિલા સ્વાવલંબન યોજના” ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ મહિલાઓ સ્વરોજગારી માટે પોતાની આવડત મુજબ નવો વ્યવસાય અને ધંધા માટે શરૂ કરવા લોન આપવામાં આવે છે. જેમાં કુલ 307 પ્રકારમાં ઉધોગો અને ધંધા માટે લોન આપવામાં આવે છે અને જે લોન પર 15% સુધીની સબસિડી આપવામાં આવે છે.


મહિલા સ્વાવલંબન યોજનાનો હેતુ શું?

આ યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતી ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની મહિલાઓ આ યોજના હેઠળ લોન મેળવી નવો ધંધો શરુ કરી આર્થિક વિકાસ પામે અને સાથે તે મહિલાઓ આત્મનિર્ભર બંને તે જ આ યોજના પાછળનો મુખ્ય હેતુ છે.


મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યની જે પણ મહિલાઓ Mahila Swavalamban Yojana લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે જ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • લાભાર્થી મહિલા ગુજરાત રાજ્યની નાગરિક હોવી જોઈએ.
  • લાભાર્થીની મહિલાની ઉંમર 21 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • ગ્રામીણ વિસ્તારમાં રહેતી લાભાર્થી મહિલાના કુટુંબની વાર્ષિક આવક 1,20,000 (એક લાખ વીસ હજાર) સુધી હોવી જોઈએ. તેના થી વધુ નહીં.
  • શહેરી વિસ્તારમાં રહેતી લાભાર્થી મહિલાના કુટુંબની વાર્ષિક આવક 1,50,000 (એક લાખ પચાસ હજાર) સુધી હોવી જોઈએ. તેના થી વધુ નહીં.
  • આ યોજનાનો લાભ મહિલા આર્થિક વિકાસ નિગમ દ્રારા નક્કી કરેલ ઉધોગ અને ધંધા પર જ આપવામાં આવે છે. (જેનું લિસ્ટ નીચે આપેલ છે.)

મહિલા સ્વાવલંબન યોજનામાં કેટલી લોન આપવામાં આવે છે.

Mahila Swavalamban Yojana માં મહિલાઓને નવો વ્યવસાય, ધંધો કે રોજગારી માટે રૂપિયાની જરૂરિયાત હોય તો તેમને આ યોજના હેઠળ બેંકો દ્વારા રૂપિયા 2,00,000/- સુધીની લોન આપવામાં આવે છે.

મહિલા દ્વારા જે વ્યવસાય, ધંધો કે રોજગારી માટે લોન લીધી હોય તેના ઉપર સબસીડી આપવામાં આવે છે. જેમાં વ્યવસાય, ધંધો કે રોજગારી લોન ઉપર 15%  અથવા વધુમાં વધુ રૂપિયા 30,000/- બે માંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે.


મહિલા સ્વાવલંબન યોજનામાં સમાવેશ ધંધા-ઉદ્યોગની યાદી

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા આ યોજનાનો લાભ આપવા માટે 307 પ્રકારના ધંધા અને ઉદ્યોગ નક્કી કરેલા છે જેના પર લોન અને સબસીડી આપવામાં આવે છે. જે તમામ 307 પ્રકારના ધંધા અને ઉદ્યોગની યાદી નીચે આપેલ છે.

ઉધોગોના વિભાગના નામ  તે વિભાગના કુલ ઉધોગોની સંખ્યા
એન્જીનીયરીંગ વિભાગના ઉધોગ 44
કેમિકલ અને સૌંદર્ય પ્રસાધન વિભાગના ઉધોગ 37
ટેક્ષટાઈલ વિભાગના ઉધોગ 29
પેપર પ્રિન્ટિંગ અને સ્ટેનરી વિભાગના ઉધોગ 11
ખેત પેદાશ આધારિત ઉધોગો 9
પ્લાસ્ટિક વિભાગના ઉધોગો 21
ફરસાણ વિભાગના ઉધોગો 20
હસ્તકલા વિભાગના ઉધોગો 16
જંગલ પેદાશ આધારિત ઉધોગો 11
ખનીજ આધારીત ઉધોગ 07
ડેરી વિભાગના ઉધોગો 02
ગ્લાસ અને સિરામીક વિભાગના ઉધોગ 06
ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ વિભાગના ઉધોગો 06
ચર્મો વિભાગના ઉધોગો 05
સેવા પ્રકારના ઉધોગો 42
વેપાર પ્રકારના ધંધાઓ 24
અન્ય ઉધોગો 17
કુલ 307

અહીં ઉધોગોના વિભાગના નામ આપે છે, પરંતુ જો તમે તમામ 307 ધંધાઓના નામ જાણવા માંગો છો તો અહીં નીચે આપેલ PDF દ્રારા તમે તમામ ધંધાઓના નામ જાણી શકો છો :- મહિલા સ્વાવલંબન યોજનામાં સમાવેશ ધંધા-ઉદ્યોગની યાદી PDF


મહિલા સ્વાવલંબન યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

Mahila Swavalamban Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • લાભાર્થીનું આધારકાર્ડ
  • લાભાર્થીનું રેશનકાર્ડ
  • લાભાર્થીના કુટુંબનો આવકનોદાખલો
  • જાતિનોદાખલો
  • ઉંમર અંગેનો પુરાવો.
  • યોજનાનું ફોર્મ (જેમાં ફોર્મમાં જણાવેલ વિગતો બે નકલમાં ભરવાની રહેશે.)
  • મશીનરી, ફર્નિચર, કાચા માલનું પાકું ભાવપત્રક
  • અનુભવ અંગેનું પ્રમાણપત્ર અથવા અભ્યાસ અંગેના પ્રમાણપત્ર

મહિલા સ્વાવલંબન યોજના


આ પણ વાંચો:-

સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય યોજના વિશે જાણો સંપૂર્ણ જાણકારી.

આ પણ વાંચો:-

પાલક માતા પિતા યોજના :- અનાથ બાળકને મળશે મહિને 3000/- ની સહાય.


Mahila Swavalamban Yojana pdf

મિત્રો અહીં Mahila Swavalamban Yojana નું ફોર્મ કેવું હોય છે, તેનું અહીં નીચે PDF આપેલ છે, જે તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો, જેથી તમને ખ્યાલ આવશે કે આ યોજનાનું ફોર્મ કેવું હોય છે.

આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી પરથી વિનામૂલ્યે અરજી ફોર્મ મળશે. આ અરજી ફોર્મ રજીસ્ટર નંબર સાથેના હોવાથી રૂબરૂ કચેરી પરથી લેવાનું રહેશે.


મહિલા સ્વાવલંબન યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Mahila Swavalamban Yojana માં તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

મિત્રો આ યોજનામાં તમે ઓનલાઇન અરજી કરી શકતા, જો તમારે આ યોજના હેઠળ લોન મેળવવી છે અને લોન લેવા માટે અરજી કરવી છે. તો તમારે જિલ્લા કક્ષાએથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી પર જવાનુ રહેશે.


મહિલા સ્વાવલંબન યોજના હેલ્પલાઈન

પ્રિય મિત્રો અહીં અમે તમને Mahila Swavalamban Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે તમારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો, જે દરેક જિલ્લાના વડામથક ખાતે આવેલ હોય છે. અથવા નીચે આપેલ હેલ્પલાઇન નંબર દ્રારા માહિતી મેળવી શકો છો.

  • વડી કચેરીનું સરનામું:– ગુજરાત આર્થિક વિકાસ નિગમ લી. ઉદ્યોગ ભવન, સેક્ટર-11, ગાંધીનગર.
  • ફોન નંબર- 079-23227287 , 23230385

મહિલા સ્વાવલંબન યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

Mahila Swavalamban Yojana ની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ કોને મળશે?

જવાબ :- આ યોજનાનો લાભ એવી મહિલાઓને મળશે જે પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે.

2.મહિલા સ્વાવલંબન યોજનામાં કેટલી લોન મળશે?

જવાબ :- મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે રૂ.2/- લાખની લોન મળશે.

3.મહિલા સ્વાવલંબન યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- મહિલા સ્વાવલંબન યોજનામાં ઓફલાઈન અરજી કરવાની હોય છે, જેના માટે તમારે જિલ્લા કક્ષાએથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી પર જવાનુ રહેશે. અથવા વધુ માહિતી માટે https://wcd.gujarat.gov.in/ ની મુલાકાત લો.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “મહિલા સ્વાવલંબન યોજના 2024 | Mahila Swavalamban Yojana”

Leave a Comment