શ્રી વાજપાઇ બેંકેબલ યોજના 2024 । Shri Vajpayee Bankable Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, શ્રી વાજપાઇ બેંકેબલ યોજના.

તો ચાલો જાણીએ કે Shri Vajpayee Bankable Yojana શું છે?, શ્રી વાજપાઇ બેંકેબલ યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને શ્રી વાજપાઇ બેંકેબલ યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


શ્રી વાજપાઇ બેંકેબલ યોજના શું છે?

Shri Vajpayee Bankable Yojana માં કુટીર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, જાહેર ક્ષેત્રની બેંકો અથવા ખાનગી ક્ષેત્રોની બેંકો દ્વારા રૂપિયા 8 લાખ રૂપિયા સુધી નાણાકીય સહાય આપવામાં આવશે. જેમાં 8 લાખ સુધી ની ધંધા માટે લોન આપવામાં આવે છે અને તે લોન પર સરકાર સબસિડી આપવામાં આવશે.


શ્રી વાજપાઇ બેંકેબલ યોજનાનો હેતુ શું?

Shri Vajpayee Bankable Yojana ચાલુ કરવાનો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના શિક્ષિત બેરોજગાર યુવાન અને યુવતીઓ, વિકલાંગ અને અંધયુવાનોને સ્વરોજગારીની તક મળે ખૂબ જરૂરી છે. તે માટે આ યોજના હેઠળ બેંક દ્રારા ધિરાણ આપવામાં આવે છે. જેના દ્વારા કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન મળે અને તેઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે અને તેઓ સ્વાવલંબી બને તે માટે પ્રોત્સાહન મળે તે જ આ યોજનાનો હેતુ છે.


શ્રી વાજપાઇ બેંકેબલ યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

દેશના જે પણ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • જે લાભાર્થીની ઉંમર 18 થી 65 વર્ષ હોય તે તમામ લોકોને આ યોજનાનો લાભ મળશે.
  • જે વ્યક્તિ દિવ્યાંગ કે અંધ છે તે નાગરિકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • લાભાર્થીની ઓછામાં ઓછું ધોરણ-4 પાસ હોવો જોઈએ.
  • વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ.
  • જે વ્યક્તિએ પહેલા કોઈ વખત Shri Vajpayee Bankable Yojana નો લાભ મેળવેળ છે તેને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં.
  • જો અન્ય વિભાગ દ્વારા આવી યોજનાનો લાભ મળ્યો હોય તેવા વ્યક્તિઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહી.
  • સક્રિય સ્વસહાય જૂથ કે જેમનું ગ્રેડીંગ થયેલું હોય તેવા જૂથોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

શ્રી વાજપાઇ બેંકેબલ યોજનામાં મળવાપાત્ર ધિરાણ

ક્ષેત્ર કેટલી લોન આપવામાં આવશે.
ઉદ્યોગ ક્ષેત્ર માટે 8 લાખની મહત્તમ મર્યાદામાં
સેવા ક્ષેત્ર માટે 8 લાખની મહત્તમ મર્યાદામાં
વેપાર ક્ષેત્ર માટે 8 લાખની મહત્તમ મર્યાદામાં

શ્રી વાજપાઇ બેંકેબલ યોજનામાં લોન પરનો સહાય દર

મિત્રો લોન પરનો સહાય દર વિસ્તાર અને જાતિ મુજબ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે અલગ-અલગ સહાય દર નક્કી કરેલ છે, જેની માહિતી નીચે મુજબ છે.

જાતિ ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તાર
જનરલ 25% 20%
અનુસૂચિત જાતિ(SC), અનુસુચિત જન જાતિ(ST), માજી સૈનિક/ મહિલાઓ તથા 40% કે તેથી વધુ દિવ્યાંગ 40% 30%

શ્રી વાજપાઇ બેંકેબલ યોજનામાં લોન પર મળતી સબસિડી

ક્ષેત્ર મળવાપાત્ર સબસિડી
ઉદ્યોગ ક્ષેત્ર માટે રૂ.1,25,000/-
સેવા ક્ષેત્ર માટે રૂ.1,00,000/-
વેપાર ક્ષેત્ર માટે

1-શહેરી વિસ્તારમાં જનરલ કેટેગરી માટે કુલ રૂ. 60,000/-

2-ગ્રામ્ય વિસ્તારના જનરલ કેટેગરી માટે કુલ રૂ. 60,000/-

3-શહેરી/ગ્રામ્ય બન્નેમાં
અનામત કેટેગરી માટે 80,000/-

દિવ્યાંગ લાભાર્થીઓને કોઈપણ ક્ષેત્રમાં રૂ.1,25,000/-

શ્રી વાજપાઇ બેંકેબલ યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

Shri Vajpayee Bankable Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • આધાર કાર્ડની નકલ.
  • ચૂંટણી કાર્ડની નકલ.
  • શાળા છોડયાનું પ્રમાણપત્ર.
  • શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર.
  • જન્મ નોંધણીનું પ્રમાણપત્ર.
  • જાતિ પ્રમાણપત્ર (માત્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ માટે)
  • ધંધાના સ્થળનો આધાર પુરાવો. (ભાડાકરાર / ભાડાચિઠ્ઠી / મકાન વેરાની પહોંચ) – (કોઈપણ એક)
  • વ્યવસાયિક તાલીમ પ્રમાણપત્ર.
  • જો 40% કે તેથી વધુ દિવ્યાંગ લાભાર્થીઓના કિસ્સામાં દિવ્યાંગતાની ટકાવારીનું સિવિલ સર્જનનું અથવા સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર.
  • નવા ધંધા માટે જે સાધન-ઓજાર ખરીદવાના હોય તેનું VAT/TIN નંબર વાળું બિલ.
  • વીજળી બિલ (જે જગ્યાએ ધંધો શરૂ કરવાનો છે ત્યાંનું)
  • બેંક ખાતાની પાસબુક.
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો.

શ્રી વાજપાઇ બેંકેબલ યોજના


આ પણ વાંચો:-

ભોજન બિલ સહાય યોજના :- વિધાર્થી મળશે દર મહિને 1500 રૂપિયાની સહાય.

આ પણ વાંચો:-

મહિલા સ્વાવલંબન યોજના :- મહિલાઓને નવો વ્યવસાય શરૂ કરવા માટે મળશે, 2/- લાખની લોન.


શ્રી વાજપાઇ બેંકેબલ યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Shri Vajpayee Bankable Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

  • સૌ પહેલા તમારે Finance Department ની અધિકૃત વેબસાઈટ https://blp.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
  • હવે આ Official Website ખોલ્યા બાદ “Bankable Loan Registration” ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે જો તમે આ વેબસાઈટ પર પહેલી વાર આવ્યા છો અને તમે આ પોર્ટલ પર પહેલાં ઓનલાઈન રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો “REGISTER” પર ક્લિક કરો.
  • હવે રજીસ્ટર પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખુલશે, જેમાં તમારે Mobile Number અને Captcha Code નાખીને આગળ વધવાનું રહેશે.
  • હવે આગળ લાભાર્થીએ Name, Email Id, Password અને Captcha Code નાખીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • હવે લાભાર્થીએ સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કર્યા પછી Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં મોબાઈલ નંબર અને પાસવર્ડ દ્વારા લોગીન કરવાનું રહેશે.
  • હવે Bankable Scheme Portal પર Login કર્યા બાદ “New Application” પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં તમને “Shree Vajpayee Bankable Yojana” ઓપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારી સામે એક ફોર્મ ખુલશે.
  • હવે તમારે Online Applicant Form માં Applicant Details અને Address ની વિગતો ભરવાની રહેશે.
  • ત્યારબાદ લાભાર્થીએ Scheme Details માં Project Details, Business Details તથા Finance Required ની માગ્યા મુજબની તમામ માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ લાભાર્થીએ આગળ Detail of Experience / Training ની તમામ માહિતી ભરીને “Save & Next” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે છેલ્લે માગ્યા મુજબ Attachment માં Required Documents ની PDF ફાઈલ અપલોડ કરીને “Submit Application” બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે છેલ્લે તમારી સામે એપ્લિકેશન નંબર આવશે. જેને સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

શ્રી વાજપાઇ બેંકેબલ યોજના હેલ્પલાઈન

પ્રિય મિત્રો અહીં અમે તમને Shri Vajpayee Bankable Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે નીચે આપેલ હેલ્પલાઇન પર સંપર્ક કરી આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

  • હેલ્પલાઇન નંબર : 079-23259591

Shri Vajpayee Bankable Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

Shri Vajpayee Bankable Yojana ની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.શ્રી વાજપાઇ બેંકેબલ યોજનાનો લાભ કોને મળે છે?

જવાબ :- આ યોજનાનો લાભ એવા વ્યક્તિઓને મળશે. જે પોતાનો વ્યવસાય શરુ કરવા માંગે છે.

2.શ્રી વાજપાઇ બેંકેબલ યોજનામાં કેટલી લોન મળશે?

જવાબ :- Shri Vajpayee Bankable Yojana હેઠળ નવો ધંધો શરૂ કરવા માટે 8 લાખની લોન મળશે.

3.શ્રી વાજપાઇ બેંકેબલ યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- Shri Vajpayee Bankable Yojana માં તમારે https://blp.gujarat.gov.in/ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “શ્રી વાજપાઇ બેંકેબલ યોજના 2024 । Shri Vajpayee Bankable Yojana”

Leave a Comment