Union Bank of India Personal Loan : યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન – શું મિત્રો તમે Union Bank of India Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન શું છે, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Union Bank of India Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


Union Bank of India Personal Loan


યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન શું છે? – Union Bank of India Personal Loan

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા તરફથી આપવામાં આવતી Personal Loan તે એક રૂપિયા 15 લાખ સુધીની હોય છે જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 5 વર્ષ નો હોય છે અને બીજી લોન રૂપિયા 15 લાખ સુધીની હોય છે જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 7 વર્ષ નો હોય છે.


યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Union Bank of India Personal Loan interest rate

Union Bank of India Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 11.35% થી 15.45% સુધી હોય છે. આ વ્યાજદર Union Bank of India Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન ના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે Union Bank of India Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) નોન-સેલેરી યુનિયન પર્સનલ લોન 

નોન-પેલેરી યુનિયન પર્સનલ કોને આપવામાં આવે છે? : તો નિયમિત આવક ધરાવતા નોન-સેલેરી વ્યક્તિઓ તેમના વ્યક્તિગત ખર્ચાઓ, જેમ કે લગ્ન, મુસાફરી, રજાઓ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા ખર્ચાઓ પુરા કરવા માટે લોન મેળવી શકે છે.

(2) પગારદાર વ્યક્તિઓ માટે યુનિયન પર્સનલ લોન 

પગારદાર વ્યક્તિઓ માટે યુનિયન પર્સનલ કોને આપવામાં આવે છે? : તો યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને તેમની વિવિધ વ્યક્તિગત જરૂરિયાતો જેમ કે લગ્ન, રજા, મુસાફરી, ટકાઉ વસ્તુઓની ખરીદી વગેરેને લગતા વિવિધ ખર્ચાઓ પુરા કરવા માટે લોન મેળવી શકે છે.

(3) યુનિયન પ્રોફેશનલ પર્સનલ લોન યોજના

યુનિયન પ્રોફેશનલ પર્સનલ લોન યોજના કોને આપવામાં આવે છે? : તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, કંપની સેક્રેટરી અને કોસ્ટ એકાઉન્ટન્ટ્સ સહિતના પ્રોફેશનલ્સ વ્યક્તિઓની વ્યક્તિગત જરૂરિયાતો પૂરી કરવા માટે લોન મેળવી શકે છે.

(4) સરકારી કર્મચારીઓ માટે વિશેષ છૂટક ધિરાણ યોજના

સરકારી કર્મચારીઓ માટે વિશેષ છૂટક ધિરાણ યોજના કોને આપવામાં આવે છે? : તો સરકારી કર્મચારીઓને તેમના વ્યક્તિગત ખર્ચાઓ જેમ કે લગ્ન, મુસાફરી, રજાઓ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા ખર્ચાઓ પુરા કરવા માટે વિશેષ છૂટક ધિરાણ આપવામાં આવે છે.

(5) યુનિયન આશીયાણા ઓવરડ્રાફ્ટ યોજના

યુનિયન આશીયાણા ઓવરડ્રાફ્ટ યોજના કોને આપવામાં આવે છે? : તો નવા અને હાલના હોમ લોન લેનારાઓ યુનિયન આશિયાના ઓવરડ્રાફ્ટ સ્કીમનો લાભ લેનારાઓની વ્યક્તિગત અથવા વ્યવસાયિક જરૂરિયાતોને પૂરી કરવા અથવા ઊંચી કિંમતની લોનની ચુકવણી માટે યુનિયન આશીયાણા ઓવરડ્રાફ્ટ યોજનાનો લાભ મેળવી શકે છે.

(6) યુનિયન આશિયાના હોમ લોન યોજના

યુનિયન આશિયાના પર્સનલ લોન યોજના કોને આપવામાં આવે છે? :તો યુનિયન બેંક ઓફ ઈન્ડિયા નવા અને હાલના હોમ લોન લેનારાઓની વ્યક્તિગત જરૂરિયાતો, જેમ કે લગ્ન, મુસાફરી, રજાઓ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ  ખરીદવા, અન્ય બેંકો સાથે લોનની ચુકવણી વગેરે ખર્ચા પુરા કરવા માટે અને નવી હોમ લોન લેનારાઓ મિલકતની ખરીદી સાથે સંકળાયેલ આકસ્મિક ખર્ચ અથવા અન્ય પરચુરણ ખર્ચને પહોંચી વળવા માટે આશિયાના હોમ લોન યોજનાનો પણ લાભ લઈ શકે છે.

(7) યુનિયન વુમન પ્રોફેશનલ પર્સનલ લોન યોજના

યુનિયન વુમન પ્રોફેશનલ પર્સનલ લોન યોજના કોને આપવામાં આવે છે? : તો યુનિયન બેંક ઓફ ઇન્ડિયા હેલ્થકેર, ફેશન ડિઝાઇનિંગ, કલા અને સંસ્કૃતિ, એકાઉન્ટન્સી, એવિએશન, કાનૂની સેવાઓ, સંશોધન અને શિક્ષણ, ઇવેન્ટ મેનેજમેન્ટ, સુંદરતા અને સૌંદર્ય પ્રસાધનો, એકાઉન્ટન્સી, ઓડિટ વગેરે ક્ષેત્રે કામ કરતી મહિલા વ્યાવસાયિકોને તેમના વ્યક્તિગત ખર્ચાઓ જેમ કે મુસાફરી, લગ્ન, રજાઓ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા ખર્ચ પુરા કરવા માટે લોન મેળવી શકે છે.


યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે Union Bank of India Personal Loan લેવા માટે પાત્ર છો, તેથી નીચે લોનની તમામ પાત્રતા આપેલ છે. જે જોઈને તમે લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

(1) નોન-સેલેરી યુનિયન પર્સનલ લોન માટે પાત્રતા

1.નિયમિત આવક ધરાવતા નોન-સેલેરી વ્યક્તિઓ લોન માટે પાત્ર છે.

2.લોનની અરજી કરતા સમયે અરજદારની ન્યૂનતમ ઉંમર 25 વર્ષ હોવી જોઈએ.

3.લોન મેચ્યોરિટી સમયે અરજદારની મહત્તમ ઉંમર 75 વર્ષ હોવી જોઈએ.

4.લોનની અરજી કરતા સમયે અરજદાર ઓછામાં ઓછો 2 વર્ષ સુધી વ્યક્તિ બેંકનો ગ્રાહક હોવો જોઈએ.

5.અરજદારનું યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં સરેરાશ ત્રિમાસિક બેલેન્સ રૂપિયા 25,000 અને છેલ્લા 4 ત્રિમાસિક ગાળા માટે ચાલુ અને બચત ખાતું જાળવવું હોવું જોઈએ.

(2) પગારદાર વ્યક્તિઓ માટે યુનિયન પર્સનલ

1.ભારતમાં પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થા કે સંસ્થાઓના કાયમી કર્મચારીઓ લોન માટે પાત્ર છે.

2.લોન લેનાર અરજદારની લઘુત્તમ માસિક આવક રૂપિયા 15,000 હોવી જોઈએ.

3.દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, કોલકાતા, પુણે, ચેન્નાઈ, અમદાવાદમાં રહેતા લોકોની કુલ માસિક આવક રૂપિયા 20,000 હોવી જોઈએ.

4.લોનની અરજી કરતા સમયે અરજદાર ઓછામાં ઓછો 6 મહિના સુધી વ્યક્તિ બેંકનો ગ્રાહક હોવો જોઈએ.

(3) સરકારી કર્મચારીઓ માટે વિશેષ છૂટક ધિરાણ યોજના

1.સરકારી સંસ્થાઓના કાયમી કર્મચારીઓ, સંરક્ષણ, સશસ્ત્ર કર્મચારીઓ, PSUs, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના ઉપક્રમો, મંત્રાલયો અથવા તેમના હેઠળના વિભાગો, અખિલ ભારતીય સેવાઓના અધિકારીઓ, સરકારી કોલેજો અને શાળાઓમાં બિન-શૈક્ષણિક અને શિક્ષણ કર્મચારીઓ લોન માટે પાત્ર છે.

2.લોનની અરજી કરતા સમયે અરજદારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.

3.પ્રાથમિક અરજદાર સરકારી કર્મચારી હોવો જોઈએ.

(4) યુનિયન પ્રોફેશનલ પર્સનલ લોન યોજના

1.ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી અને કોસ્ટ એકાઉન્ટન્ટ્સ અરજદારો લોન માટે પાત્ર છે.

2.લોનની અરજી કરતા સમયે પગારદાર અરજદારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.

3.લોનની અરજી કરતા સમયે નોન-સેલેરી અરજદારની ન્યૂનતમ ઉંમર 25 વર્ષ હોવી જોઈએ.

4.લોન પરિપક્વતા સમયે પગારદાર વ્યક્તિઓ માટે નિવૃત્તિ વય અને નોન-સેલેરી વ્યક્તિઓ માટે 65 વર્ષ હોવી જોઈએ.

5.અરજદારનો વાર્ષિક પગાર રૂપિયા 12 લાખ કે તેથી વધુ હોવી જોઈએ.

(5) યુનિયન વુમન પ્રોફેશનલ પર્સનલ લોન યોજના

1.હેલ્થકેર, એકાઉન્ટન્સી, ઓડિટ, આર્ટ એન્ડ કલ્ચર, ફેશન ડિઝાઇનિંગ, વેલ્થ મેનેજમેન્ટ, ફાઇનાન્સિયલ સર્વિસ, કોચિંગ, કાઉન્સેલિંગ, ફિલ્મ મેકિંગ, ફોટોગ્રાફી, માસ મીડિયા, પબ્લિસિટી, કોમ્યુનિકેશન્સ, બ્યુટી એન્ડ કોસ્મેટિક્સ, કાનૂની સેવાઓ, ઉડ્ડયન, શિક્ષણ અને સંશોધન લોન માટે પાત્ર છે.

2. રૂપિયા 5 લાખ અને તેથી વધુ વાર્ષિક આવક ધરાવતા પગારદાર અને નોન-પેલેરી મહિલા આવકવેરા આકારણી આ યોજના માટે પાત્ર છે.

3.લોનની અરજી કરતા સમયે પગારદાર અરજદારની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.

4.લોનની અરજી કરતા સમયે નોન-સેલેરી અરજદારની ન્યૂનતમ ઉંમર 23 વર્ષ હોવી જોઈએ.

5.લોન પરિપક્વતા સમયે પગારદાર વ્યક્તિઓ માટે નિવૃત્તિ વય અને નોન-સેલેરી વ્યક્તિઓ માટે 65 વર્ષ હોવી જોઈએ.

6. જે અરજદાર 650 કે તેથી વધુ ક્રેડિટ સ્કોર ધરાવે છે તે લોન માટે પાત્ર છે.

(6) યુનિયન આશિયાના પર્સનલ લોન યોજના

1.નવા અને હાલના હોમ લોન લેનારાઓ યુનિયન આશિયાણા પર્સનલ લોન સ્કીમનો લાભ લઈ શકે છે

2.લોનની અરજી કરતા સમયે અરજદારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.

3.લોન પરિપક્વતા સમયે પગારદાર વ્યક્તિઓ માટે નિવૃત્તિ વય અને નોન-સેલેરી વ્યક્તિઓ માટે 65 વર્ષ હોવી જોઈએ.

4.હાલના હોમ લોન લેનારાઓ પાસે સંતોષકારક પુન:ચુકવણીનો ટ્રેક રેકોર્ડ હોવો જોઈએ અને હોમ લોન એકાઉન્ટ છેલ્લા 6 મહિનાથી SMA કેટેગરી હેઠળ વર્ગીકૃત ન હોવું જોઈએ.

(7) યુનિયન આશીયાણા ઓવરડ્રાફ્ટ યોજના

1.હાલના અને નવા હોમ લોન લેનારાઓ યુનિયન આશિયાના ઓવરડ્રાફ્ટ યોજનાનો લાભ લઈ શકે છે.

2.લોનની અરજી કરતા સમયે અરજદારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.

3.લોન પરિપક્વતા સમયે પગારદાર વ્યક્તિઓ માટે નિવૃત્તિ વય અને નોન-સેલેરી વ્યક્તિઓ માટે 65 વર્ષ હોવી જોઈએ.


યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Union Bank of India Personal Loan documents

1.અરજી ફોર્મ.

2.બે પાસપોર્ટ સાઇઝના ફોટો

3.ID પ્રૂફ : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાઇસન્સ, જોબ કાર્ડ વગેરે.)

4.સરનામાનો પુરાવો : કોઈપણ એક – (પાસબુક, ભાડા કરાર, મિલકતની રસીદ, મ્યુનિસિપલ ટેક્સની રસીદ, વીજળી બિલ, પાણીનું બિલ, સિલિન્ડર, પાઇપ્ડ ગેસ, પોસ્ટ-પેઇડ મોબાઇલ બિલ વગેરે.

5.છેલ્લા 12 મહિનાનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ.

6.પગારદાર વ્યક્તિઓને છેલ્લા 3 મહિનાની પગાર સ્લિપ, છેલ્લા 2 વર્ષ ITR/ફોર્મ 16.


યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન પ્રોસેસિંગ ફી મહત્તમ રૂપિયા 7,500 કે લોનની રકમના 1% સુધી

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો Union Bank of India Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંકમાં જઈને Union Bank of India Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-

બેંક ઓફ મહારાષ્ટ્ર પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

HSBC પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (Union Bank of India Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં Union Bank of India Personal Loanની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને Union Bank of India Personal Loan ની વધુ માહિતી માટે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની અધિકારી વેબસાઈટ https://www.unionbankofindia.co.in/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પાસેથી કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?

જવાબ : યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્રારા 5 થી 7 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : Union Bank of India Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 11.35% થી 15.45% સુધી હોય છે. આ વ્યાજદર UCO Bank Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : મહત્તમ રૂપિયા 7,500 કે લોનની રકમના 1% સુધી હોય છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment