100+ બેસ્ટ બેવફા શાયરી ગુજરાતી | Bewafa Shayari Gujarati

અત્યારના સમયમાં બેવફા શાયરી ગુજરાતી એ કોઈની લાગણી શેર કરવા માટે ખૂબ જ સારું માધ્યમ છે, કારણ કે હાલના સમયમાં બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને કેટલો પ્રેમ કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ જ્યાં સુધી તમે તમારો પ્રેમ ન બતાવો ત્યાં સુધી તે નકામું છે. તેથી અત્યાર ના સમયમાં લોકો પોતાનો પ્રેમ બતાવવા માટે બેવફા શાયરી ગુજરાતીનો ઉપયોગ કરી પોતાનો પ્રેમ બતાવતા હોય છો.

જો તમે પણ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે બેવફા શાયરી ગુજરાતી શોધી રહ્યા છો. તો અહીં નીચે 100+ બેસ્ટ બેવફા શાયરી ગુજરાતી આપી છે. જેથી તમને ગમતી Bewafa Shayari Gujarati નો ઉપયોગ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે કરી શકો છો. – બેવફા શાયરી.


બેવફા શાયરી


100+ બેસ્ટ બેવફા શાયરી ગુજરાતી | Bewafa Shayari Gujarati

||1||

ત્રણ વર્ષના પ્રેમ

પછી એને યાદ આવ્યું,

ઘરના લોકો ખુબ કડક છે

માનશે નહીં !!


||2||

અમારી સાથે

બેવફાઈ કોણ કરે સાહેબ,

અમે તો પ્રેમ જ બેવફા

સાથે કર્યો હતો !!


||3||

એ પરિંદાને કેદ રાખવાનો

કોઈ મતલબ નથી સાહેબ,

જે આપણા દિલમાં રહીને પણ

બીજાઓ સાથે ઉડવાના

ખ્વાબ જોતા હોય !!


||4||

બેવફા કોઈ તને કહી જાય,

મુજને એ સ્વિકાર નથી,

જાણું છું તારી બધી મજબુરીને,

ફક્ત એકવાર કહીદે પ્યાર નથી !!

💔💔💔💔💔💔💔💔


||5||

લોકો આપણને

ઇગનોર કરવાં લાગ્યાં…

કેવી વાતો કરતાં હતાં પ્રેમની

આજે એ જ બદલાઈ ગયાં !!


||6||

બીજા કોઈનો નહીં

માત્ર તારો છું,

એના એ જુઠ્ઠા શબ્દો પણ

કેવા ગજબના હતા !!


||7||

બહાર તો તારા પ્રેમથી

હમણાં નીકળી જાત,

પણ તારા જેવી

અમારી જાત નથી !!


||8||

જયારે પણ પ્રેમનું

નામ સાંભળતા હશો,

શરમ તો તમને આવતી હશે !!


||9||

પ્રેમ તો બંને કરતા હતા,

ફરક બસ એટલો કે હું એમને કરતો

અને એ કોઈ બીજાને કરતા હતા !!


||10||

ખોવાઈ ગયા એ લોકો પણ

આ દુનિયાની ભીડમાં,

જેણે વચન આપ્યું હતું

મારો હાથ અને સાથ

કદી નહીં છોડવાનું !!


||11||

મારી પહેલા પણ

તમે કોઈ બીજાના હતા,

વિશ્વાસ છે કે મારી પછી પણ તમે

કોઈ બીજાના થઇ જ જશો !!


||12||

જ્યાં સુધી ના લાગે

બેવફાઈની ઠોકર,

બધાને પોતાના પ્રેમ

પર ગર્વ હોય છે !!


||13||

મને કહેતો હતો કે હું તને

મરીશ ત્યાં સુધી પ્રેમ કરીશ,

લાગે છે મરી ગયો છે !!


||14||

એમની રોજ

બદલાતી ચાહત જોઇને,

અફસોસ થાય છે કે અમે

એમને ચાહતા હતા !!


||15||

એ ખુલીને કશું

બોલ્યો જ નહીં,

દગો પણ એણે

દગાથી આપ્યો !!


||16||

પ્રેમ તો

અનહદ કરતો હતો,

હવે તો બસ નફરત

કરું છું !!


||17||

પ્રોપોઝ

એણે કર્યો હતો મેં નહીં,

પ્રેમ મેં કર્યો હતો એણે નહીં !!


||18||

લાવ તારા

પગે મલમ લગાવી દઉં,

મારા હૃદયને લાત મારતા

તને વાગ્યું હશે !!


||19||

દિલથી રમવાનો

પૂરો હક હતો તને,

પણ તું તો મારી જિંદગી

સાથે રમી ગઈ !!


||20||

સારું કર્યુ તે દગો કર્યો,

કંઈ ના કર્યુ હોત તો

અફસોસ થતો !! – બેવફા શાયરી


||21||

તને મારાથી

પ્રેમ જ ના હતો,

તો મારી સાથે

લગ્ન શું કરવાની !!


||22||

બહુ સમજદાર હતો હું,

પણ અફસોસ કે તોયે

તને સમજી ના શક્યો !!


||23||

જે મરી ચુકી છે

કોઈ બીજા પર,

હું આજે પણ જીવતો

છું એના માટે !!


||24||

જોઈ વિચારીને

ભરોસો કરજો કોઈનો,

હમસફરને હરામી બનતા

વાર નથી લાગતી !!


||25||

કાલે જે મારી

સાથે ખુશ હતા,

આજે એ કોઈ બીજા

સાથે ખુશ છે !!


||26||

ખુદથી વધારે

ભરોસો કર્યો હતો મેં તારો,

અને તે એ જ મારો ભરોસો

તોડી નાખ્યો !!


||27||

હકીકતમાં એ

ત્રીજો વ્યક્તિ નહોતો,

હું મુર્ખ જ પોતાની જાતને

પહેલો સમજતો હતો !!


||28||

પ્રેમમાં અમે

જીવનનો સોદો કર્યો,

તમે તો એમાં પણ અમારી

સાથે દગો કર્યો !!


||29||

કહાની તો મારી

પણ જોરદાર હતી,

પણ એક બેવફાના

લીધે અધુરી રહી ગઈ !!


||30||

સપના

નામ હતું એનું,

હકીકત દેખાડીને

જતી રહી !!


||31||

અમુક છોકરીઓ

બેવફા થઇ જાય છે,

માં બાપની ઈજ્જત માટે !!


||32||

તારા વગર હું

જીવી જ નહીં શકું દિકા,

આવું કહેવાવાળી આજે

બીજીવાર મમ્મી બની !!


||33||

બસ વફાદાર

નથી હોતા એટલું જ,

બાકી અમુક લોકો હોય

તો કુતરા જ !!


||34||

પ્રેમ તો

થઇ જાય છે,

કરવી તો બસ

નફરત પડે છે !!


||35||

દગો દેતા પહેલા

થોડું તો વિચાર્યું હોત,

મારું કોણ હતું એક

તારી સિવાય !!


||36||

એમના માટે

શું બદનામ થવું,

જેની ફિતરતમાં જ

બેવફાઈ હોય !!


||37||

બસ એક

તારી યાદ જ મારી છે,

બાકી તું તો હવે બીજાની

થઇ ગઈ !!


||38||

મને ખબર હતી

કે તું બેવફા નીકળીશ,

પણ આ દિલ છે ને સમજવા

તૈયાર નહોતું !!


||39||

અજીબ હતો

એ તારો બકવાસ પ્રેમ,

મને પોતાનો બનાવી તું

બીજાની થઇ ગઈ !!


||40||

ફરક એને પડે જેની

પાસે કોઈ એક જ હોય,

જેની પાસે હજારો હોય

એને કોઈ એકના જવાથી

કંઈ ફેર ના પડે !! – બેવફા શાયરી


||41||

કદી એને મળશું

તો પૂછી લઈશું,

વચન કોને દીધાં,

ને ક્યાં જઈ નિભાવ્યા ??


||42||

ડર હતો કે

હું ખોઈ ના બેસું તમને,

પણ હકીકત એ હતી કે તમે

કોઈ દિવસ મારા હતા જ નહીં !!


||43||

તેના ટાઈમપાસમાં પણ,

સાલો ગજબનો પ્રેમ હતો હો !!


||44||

મારાથી એક

અપરાધ થઈ ગયો,

જેને પ્રેમની કદર ન હતી તેની

સાથે જ પ્રેમ થઈ ગયો !!

💔💔💔💔💔💔💔💔


||45||

મને છોડવા પાછળ

એની કોઈ મજબૂરી ના હતી,

બસ દિલની પસંદ બદલાઈ

ગઈ હતી !!


||46||

દગો તો અમે

પણ આપી શક્યા હોત,

પણ નસોમાં દોડતા પ્રેમ સાથે

વળી શું દુશ્મનાવટ !!


||47||

મને છોડવા પાછળ

એની કોઈ મજબૂરી હશે સાહેબ,

બાકી એ બેવફા હોય એ વાત

આ દિલ નઈ માને !!


||48||

નથી મળતું

હવે કોઈ તારી જેવું,

અને ના મળે એ જ

સારું છે !!


||49||

બહુ જ સમજદાર હતો હું,

પણ અફસોસ કે હું એમને

સમજી ના શક્યો !!


||50||

તમે એના માટે

બધું જ કર્યું હોય છતાં

છેલ્લે એ કોઈ બીજાને પસંદ

કરે ત્યારે દિલ તૂટી જાય !!


||51||

હું એના

નખરા ઉઠાવતો હતો,

અને એ મારો ફાયદો !!


||52||

અરે વાહ

શું વાત છે યાર,

વિશ્વાસ તોડવાનું તો કોઈ

તારાથી શીખે !!


||53||

આજે સવારે ફરીથી,

બદલાતી મોસમ જોઇને તારી

યાદ આવી ગઈ !!


||54||

પ્રેમમાં દર્દનો

અનુભવ તો ત્યારે થાય દોસ્ત,

જ્યારે તમે કોઈને પ્રેમ કરતા હો

અને એના દિલમાં કોઈ

બીજું હોય !!


||55||

મારુ સર્વસ્વ

દઈ બેઠો હતો જેને હું,

આજે એના જ લગ્નનું આમંત્રણ

લઇ બેઠો છું હું !!


||56||

લાખોમાં એક પસંદ

કરી હતી મેં તને મારા માટે,

લાખોમાં એકલો છોડી ગઈ

તું મને બીજા માટે !!


||57||

કોઈ છોકરીને ગમે

તેટલો સાચો પ્રેમ કરી લો,

અંતમાં એ તમને ખોટા સાબિત

કરીને છોડી જ દે છે !!


||58||

ગરીબ હતી બિચારી,

કંઈ નહોતું દેવા માટે તો

દગો આપી દીધો મને !!


||59||

જયારે જુદા થવાનો સમય

આવે ત્યારે બધી છોકરીઓ કહે છે

કે તું હંમેશા યાદ રહીશ જે હકીકતમાં

સૌથી મોટું જુઠ હોય છે !!


||60||

એ લોકો હંમેશા

બેવફાઈ કરે છે જેને

તમે એની ઔકાતથી પણ

વધારે પ્રેમ કરો છો !! – બેવફા શાયરી


||61||

મારો ઈરાદો તો

આખી જિંદગીનો જ હતો,

પણ શું કરું રસ્તામાં જ એમની

પસંદગી બદલાઈ ગઈ !!


||62||

એણે કહ્યું એક તું

જ છે જે મને સમજી શકે છે,

એનો મતલબ એમ કે મારી

પહેલા પણ ઘણા હતા !!


||63||

એ ઉપયોગ કરતા ગયા,

અને અમે વપરાતા ગયા !!


||64||

મારી સાથે

રેતનો મહેલ બનાવી,

ના જાણે કેમ એણે વરસાદને

બાતમી આપી દીધી !!


||65||

આજકાલ લોકો પ્રેમ કરતા,

ટાઈમપાસ વધારે કરે છે !!


||66||

હું એમને દિલથી

પ્રેમ કરતો રહી ગયો,

પણ એને શરીરથી પ્રેમ

કરવાવાળો લઇ ગયો !!


||67||

હવે તો પ્રેમ પણ

નોકરી જેવો થઇ ગયો છે,

સારી ઓફર મળતા જ લોકો

બીજાના થઇ જાય છે !!


||68||

એક દિવસ તો

એવો જરૂર આવશે કે,

હું એનાં માટે નહીં પણ એ

મારા માટે રડતી હશે !!


||69||

મારા પ્રેમ ઉપર

બહુ ઘમંડ હતો મને,

એમણે તોડીને સાબિત કરી

દીધું કે વહેમ હતો મને !!


||70||

મજબુરીઓ ના ગણાવો,

કબુલ કરો કે બેવફા છો તમે !!


||71||

એ છોકરી

આમ તો નેક હતી,

બસ એની મોહબ્બત

ખાલી #ફેક હતી !!


||72||

એ લોકો

હંમેશા બેવફાઈ કરે છે,

જેને તમે એની ઓકાતથી

વધારે પ્રેમ કરો છો !!


||73||

જેને તમે

તમારું ભાગ્ય સમજો છો,

એ ભાગ્યે જ તમને એમના

સમજે છે !!


||74||

હું જેમાં આંધળો થયો,

અફસોસ કે એ પ્રેમ સાવ

મતલબી હતો !!


||75||

મારો હોવા

છતાં જે મારો નહોતો,

એ વ્યક્તિને મેં બેહદ

ચાહ્યો છે !!


||76||

બાકી બધા

બહાના રહેવા દે બકા,

સીધું કહી દે કે તને હવે મારામાં

રસ નથી રહ્યો !!


||77||

જેટલા સમયમાં

એણે એનો રંગ બદલ્યો હતો,

હું જાણી ગયો કે બહુ સસ્તી

બનાવટ છે !!


||78||

એ રૂપથી

ઘણા અમીર હતા,

બસ દિલથી સાવ ગરીબ

નીકળ્યા !!


||79||

કોઈની સાથે રહો

તો વફાદાર બનીને રહો,

દગો કરવો એ તો નીચ

લોકોનું કામ છે !!


||80||

મારા મર્યા

પછી તું શું કરત,

એ મેં જીવતા જ

જોઈ લીધું !! – બેવફા શાયરી


||81||

કોકના દીકરાની

જિંદગીને બરબાદ કરીને,

એ એના બાપની ઈજજતદાર

દીકરી બની ગઈ !!


||82||

વફાદાર પાર્ટનરને મુકીને

દસ જગ્યાએ મોઢું મારનાર વ્યક્તિને

છેલ્લે એવી જ વ્યક્તિ મળે છે

જે એના જેવી જ હોય છે !!


||83||

એ છેલ્લી

મોહબ્બત હતી મારી,

એના પછી તો મેં મિત્રો

પણ નથી બનાવ્યા !!


||84||

વાતો જ ખાલી

કરે છે એ મારી સાથે,

દિલમાં તો કોઈ એના

બીજું જ વસેલું છે !!


||85||

આ દિલને

કેટલો વહેમ હતો,

જાણે એને પણ મારાથી

સાચો પ્રેમ હતો !! – બેવફા શાયરી


||86||

જેની સાથે મેં

સફર શરુ કરી હતી,

જુઓ આજે એ કોઈ

બીજાની મંજિલ છે !!


||87||

જેના માટે આજે તમે

માં બાપનું દિલ દુખાવો છો,

એક દિવસ એ જ તમને

તોડીને જતા રહેશે !!


||88||

નસીબે સાથ

ના આપ્યો બાકી દિલ

તો મારું પણ મળ્યું હતું

કોઈ સાથે !!


||89||

શતરંજના

પાસા તમારા હતા,

અમે તો તમારા પ્રેમના

પ્યાદા હતા !!


||90||

થાક્યો છું હવે મારા

પ્રેમનો ઈઝહાર કરીને,

તને જરૂર હોય મારી તો

હવે સામેથી આવજે !!


||91||

નસીબમાં જ હશે છેતરાવાનું

એટલે તો પ્રેમ કરી બેઠા,

એ આવ્યા હતા નાખવા આંખોમાં ધૂળ

અને અમે ગુલાલ સમજી બેઠા !!


||92||

એક વાતનો જવાબ આપ,

શું હું માત્ર ટાઈમપાસ જ હતો ?


||93||

એ બસ વફાદાર નહોતી,

બાકી જિંદગીમાં એક છોકરી

દિલથી પસંદ આવી હતી મને !!


||94||

પ્રેમ તો ત્યારે જ

ઓછો થઇ ગયો હતો,

જયારે એની આંખોમાં પ્રેમ

કોઈ બીજા માટે જોયો હતો !!


||95||

હું તારો ને

ફક્ત તારો હતો,

પછી ખબર પડી

ચોથો વારો મારો હતો !!


||96||

મારી કસમ તો

તારું એક બહાનું હતું,

બાકી તારે તો કોઈ બીજા

પાસે જ જવાનું હતું !!


||97||

આજકાલ લોકો

પ્રેમ ” ઘણોબધો ” નહીં,

પણ ” ઘણાબધા “ને કરે છે !!


||98||

આનાથી મોટી પ્રેમની

સજા બીજી શું હોઈ શકે,

એ રડ્યા મારી પાસે

કોઈ બીજાની માટે !!


||99||

મારી ભૂલ ગણાવું

તો બસ એટલી જ,

કે એની મેં ઔકાતથી

વધુ પ્રેમ કર્યો એને !!


||100||

જો હું થોડો

અમીર હોત,

તો એ હજુ પણ

મારી જ હોત !! – બેવફા શાયરી


||101||

જુદા થયા પછી

પાછા શું આવશે એ,

સાથે રહેવા છતાં પણ

અમારા ના હતા જે !!


||102||

કોઈને એટલું ના ચાહો

કે પછી ભૂલી ના શકો,

જિંદગી, માણસ અને મોહબ્બત

આ ત્રણેય બેવફા છે !!


||103||

મતલબ માટે

એ મારી સાથે હતી,

મતલબ પૂરો એટલે

પ્રેમ પણ પૂરો !!


||104||

મારું દિલ એટલું મોટું નથી

કે હું તને બીજાની સાથે જોઈ શકું,

પણ વાત જો તારી ખુશીની

હોય તો શોખથી જા.


||105||

વાત બસ એટલી જ હતી,

કે હું જેને ચાહતો હતો એ બીજા

ઘણા લોકોને ચાહતી હતી !!


||106||

હું ઘણો

પ્રેમ કરું છું તને,

અને તું ઘણાયથી

પ્રેમ કરે છે !!


||107||

ચાલ દુર હટ બેવફા,

તું શું મને પ્રેમ કરવાની !!


||108||

આજે પણ મેં તારા ભાગનો

સમય કોઈને નથી આપ્યો,

અને તે મારા ભાગનો પ્રેમ

બીજાને આપી દીધો !!


||109||

હવે એ કોઈ

બીજાને કહેતી હશે,

હું બસ તારી જ છું પાગલ !!


||110||

અમે જેને

દિલથી પ્રેમ કર્યો,

એ દિમાગથી ગેમ

રમી ગયા !!


||111||

માટીના પુતળા પણ

રડી પડે હો સાહેબ,

જ્યારે કોઈ લાગણીઓ

સાથે રમત રમી જાય !!


||112||

જો Time Pass જ કરવો હતો

તો કોઈ બીજા જોડે કરી લેવો હતો,

મેં તમને કહ્યું જ હતું કે હું તમને

Love કરું છું કોઈ મજાક નહીં !!


||113||

હું તો તને

જિંદગીભર પ્રેમ કરીશ,

ભલે ને તે મારી સાથે

બેવફાઈ કરી !!


||114||

તારા કીધેલા

બધા જ જુઠમાંથી,

I Love You

મારું ફેવરીટ હતું !!


||115||

પ્રેમમાં અમે

જીવનનો સોદો કર્યો,

પણ તમે તો એમાં

પણ દગો કર્યો !!


||116||

તું મને છોડીને

ચાલી ગઈ છે ને બેવફા,

તને પણ કોઈ છોડી જશે

એ યાદ રાખજે !!


||117||

આજે ફરીથી દિલમાં દુઃખે છે,

લાગે છે આજે ફરીથી એ કોઈ

બીજાની બાહોમાં હશે !!


||118||

આ વાદળોની

વચ્ચે ક્યાંક ખોવાઈ ગયો છે,

સાંભળ્યું છે કે મારો ચાંદ કોઈક

બીજાનો થઇ ગયો છે !!


||119||

તું પણ અરીસા

જેવો બેવફા નીકળ્યો,

જે સામે આવ્યું એનો

જ થઇ ગયો !!


||120||

તને ભરોસો

નથી મારા પર…

એવું કહીને એ બેવફા એ,

દરેક વખતે મારો ભરોસો તોડ્યો !! – બેવફા શાયરી


આ પણ વાંચો:-


સારાંશ

પ્રિય પ્રેમિકાઓના પ્રેમીઓ અને પ્રેમીઓની પ્રેમિકાઓ અમે આશા રાખીએ છીએ કે, તમે અહીંયા બેવફા શાયરી ગુજરાતી મળી હશે. તો આમ બેવફા શાયરી ગુજરાતીની જેમ વિવિધ શાયરીઓ જાણવો માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે. – બેવફા શાયરી ગુજરાતી

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



1 thought on “100+ બેસ્ટ બેવફા શાયરી ગુજરાતી | Bewafa Shayari Gujarati”

Leave a Comment