100+ બેસ્ટ દોસ્તી શાયરી ગુજરાતી | Dosti Shayari Gujarati

અત્યારના સમયમાં દોસ્તી શાયરી ગુજરાતી એ કોઈની લાગણી શેર કરવા માટે ખૂબ જ સારું માધ્યમ છે, કારણ કે હાલના સમયમાં મિત્ર, બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને કેટલો પ્રેમ કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ જ્યાં સુધી તમે તમારો પ્રેમ ન બતાવો ત્યાં સુધી તે નકામું છે. તેથી અત્યાર ના સમયમાં લોકો પોતાનો પ્રેમ બતાવવા માટે દોસ્તી શાયરી ગુજરાતી નો ઉપયોગ કરી પોતાનો પ્રેમ બતાવતા હોય છો.

જો તમે પણ તમારા દોસ્ત, પ્રેમી કે પ્રેમિકા માટે દોસ્તી શાયરી ગુજરાતી શોધી રહ્યા છો. તો અહીં નીચે 100+ બેસ્ટ દોસ્તી શાયરી ગુજરાતી આપી છે. જેથી તમને ગમતી Dosti Shayari Gujarati નો ઉપયોગ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે કરી શકો છો.


દોસ્તી શાયરી


100+ બેસ્ટ દોસ્તી શાયરી ગુજરાતી | Dosti Shayari Gujarati

||1||

દોસ્તીમાં કોઈ

પ્રોમિસ નથી હોતા,

છતાં પોતાની યારી

નિભાવી જાય છે !!


||2||

બે ચાર મિત્રો,

તો જિંદગીમાં હોવા જ

જોઈએ સાહેબ !!


||3||

જીવનમાં દોસ્તો રાખવા જરૂરી છે,

બાકી દિલની વાતો DP અને STATUS

બદલી બદલીને કહેવી પડશે !!


||4||

દોસ્તી જન્નત છે કે

દોલત છે મને ખબર નથી,

પણ હા તારા જેવો દોસ્ત સુકુન છે !!


||5||

હા હું

ગર્વથી કહી શકું છું,

હું Caste જોઇને દોસ્ત

નથી બનાવતો !!


||6||

કોઇપણ કારણ

વગર જો હું તને ગાળ આપું,

તો મારો પાક્કો મિત્ર છે તું !!


||7||

જે તમને

ખરાબ રસ્તે લઇ જાય,

એ ક્યારેય તમારો મિત્ર

ના હોઈ શકે !!


||8||

સાચો મિત્ર

મેળવવા માટે,

ખિસ્સું નહીં દિલ ઉદાર

રાખવું પડે છે !!


||9||

તું ચિંતા ના

કર હું કંઈક કરું છું,

આવો એક મિત્ર દરેકની

લાઈફમાં હોવો જોઈએ !!


||10||

દોસ્તી છોકરીઓ પણ

સારી રીતે નિભાવતી હોય છે,

જો તમને પ્રેમ ના થઇ જાય તો !!


||11||

ક્યારેય

પ્રેમના ચક્કરમાં,

દોસ્તોથી દુશ્મની ના

કરી લેતા !!


||12||

ગાળો બોલતી

નટખટ છોકરીની દોસ્તી,

નસીબદાર લોકોને જ મળે છે !!


||13||

અમુક દોસ્ત

માત્ર દોસ્ત નહીં,

દિલનું સુકુન હોય છે !!


||14||

એક સારો

દોસ્ત જો સાથે હોય,

હજારો મુસીબતો પણ તમારું

કંઈ ના બગાડી શકે !!


||15||

ભાઈ જેવા ભાઈબંધ અને

ભાઈબંધ જેવા ભાઈ હોય ને,

તો કોઈની તાકાત નથી કે તમારો

વાળ પણ વાંકો કરી જાય !!


||16||

દોસ્ત તો ઘણા

મળ્યા જિંદગીમાં,

પણ તું સૌથી વધારે

સ્પેશિયલ છે !!


||17||

હોય ભલે

સંબંધો જગતમાં હજાર,

પણ દોસ્તી સામે એ

કંગાળ લાગે !!


||18||

આપણું તો

બસ એક જ કામ,

ખાવાનું પીવાનું ને દોસ્તો

સાથે મોજમાં રેવાનું !!


||19||

અંજાન બનીને

મળ્યા હતા એ દોસ્તો,

ખબર નહીં જાન ક્યારે

બની ગયા !!


||20||

જિંદગીમાં

પ્યાર મળે કે ના મળે,

પણ યાર તો મળવા

જ જોઈએ !! – દોસ્તી શાયરી ગુજરાતી


||21||

જિંદગીમાં

PROBLEMS તો ઘણાં છે,

પણ મારા દોસ્ત સાથે છે

એટલે બધું ઠીક છે !!


||22||

આજે તો દોસ્તી

પરથી ભરોસો જ ઉઠી ગયો,

જ્યારે દોસ્તએ કહ્યું કે

વાંચવા દે ને યાર !!


||23||

સાચા

દોસ્ત એ જ હોય છે,

જે Right 12 વાગ્યે બર્થ ડે

Wish કરે છે !!


||24||

દોસ્ત તો ઘણા છે,

પણ તારા જેવો કોઈ નહીં !!


||25||

મુસીબતમાં છોકરી નહીં,

મિત્રો જ કામ આવે છે સાહેબ !!


||26||

સાચવીને રાખજે

મારો નંબર હંમેશા એ દોસ્ત,

કેમકે થઈશ જ્યારે કોઈ વાતથી દુખી

ત્યારે એ જ તને કામ લાગશે !!


||27||

મિત્ર થી ભૂલ

થાય તો માફ કરો,

કારણ કે જીભ કચડાય તો

દાંતને ના તોડાય !!


||28||

અમુક દોસ્ત

તો એવા હોય છે કે,

એને ભૂલવા માટે કાયદેસર

મરવું જ પડે વાલા !!


||29||

સાચા મિત્ર

તો કડવા જ હોય છે,

બહુ મીઠા હોય એ તો

ભડવા હોય છે !!


||30||

સાચો દોસ્ત એટલે,

પોતાનું પછી અને પહેલા

તમારું વિચારે !!


||31||

મિત્ર એટલે…ભલે પાનના

ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,

પણ સમય આવે એટલે જાન કાઢીને

આપી દે હો વાલા !!


||32||

એ Best Friend જ શું,

જેને તમારું આખું ખાનદાન

ઓળખતું ના હોય !!


||33||

સાચા દોસ્ત

એ એક એવો ખજાનો છે,

જે બધા લોકોને નથી

મળતો સાહેબ !!


||34||

એક ખોટા #પ્રપોઝથી,

અમુલ્ય દોસ્તીની પથારી

ફરી શકે છે !!


||35||

જિંદગીમાં ઘણા

પાપ કર્યા છે પણ હજુ સુધી,

કોઈ છોકરી માટે પોતાના મિત્રોને

છોડવાનું પાપ નથી કર્યું !!


||36||

મિત્રો તો “મારેય” છે

અને મિત્રો તો “તારેય” છે,

મિત્રો “મારે ય” છે અને

મિત્રો “તારે ય” છે !!


||37||

જયારે જયારે

સ્કુલની વાત આવે છે,

એ દોસ્ત મને તારી બહુ

યાદ આવે છે !!


||38||

મિત્રતા એટલે

કોઈ જ કારણ વગર,

સૌથી વધુ ગમતી વ્યક્તિ !!


||39||

જિંદગીમાં

શીઝુકા મળે ના મળે,

પણ ડોરેમોન જેવો એક દોસ્ત

હંમેશા હોવો જોઈએ !!


||40||

એક દુપટ્ટા માટે,

ક્યારેય ખભો ના છોડવો !! – દોસ્તી શાયરી ગુજરાતી


||41||

મિત્રતા તો

“સાણસી” જેવી જ રખાય,

પાત્ર ગમે તેટલું ગરમ થાય

પણ મુકે ઈ બીજા !!


||42||

હીર રાંઝા જેવી

લવ સ્ટોરી હોય કે ના હોય,

પણ જેઠાલાલ અને તારક

જેવી દોસ્તી હોવી જોઈએ !!


||43||

સરસ છે કહીને

અટકે નહીં એ મિત્ર,

અમારે શું ? કહીને છટકે

નહીં એ મિત્ર !!


||44||

દોસ્તી એટલે

એવા સંબંધ કે જ્યાં,

ભગવાન પણ પૂર્ણવિરામ

નથી મૂકી શકતા !!


||45||

દોસ્તો એટલા

હરામી હોવા જોઈએ,

કે તમે એની સાથે હો તો

બધા પ્રોબ્લેમ ભૂલી જાઓ !!


||46||

લાઈફમાં BF/GF

ના હોય તો ચાલે,

પણ બેસ્ટ ફ્રેન્ડ

વગર ના ચાલે !!


||47||

સંબંધ બનાવ્યો

હતો જેને યાર કહીને,

સમય સાથે એ પરિવાર

બની ગયા છે !!


||48||

અગર તમારી પાસે

મોડી રાત સુધી વાતો કરવાવાળા

દોસ્ત છે તો કિસ્મત વાળા

છો તમે સાહેબ !!


||49||

રૂપિયા કે બંગલાની

માયા હું નથી રાખતો,

મારી જોડે મારા મિત્રો છે

એ જ બહુ મોટી વાત છે !!


||50||

અર્જુનને મેદાન

છોડાવવા કૃષ્ણની જરૂર પડે,

પણ કૃષ્ણને દોડાવવા હોય તો

એક સુદામાની જરૂર પડે !!


||51||

અમુક લોકો

ભરોસો અપાવે છે,

કે દોસ્તી સાચે જ

ખુબસુરત હોય છે !!


||52||

દુનિયામાં સૌથી

વધુ ખતરનાક હોય છે,

સારા હોવાનો દેખાવ

કરતો ગદ્દાર દોસ્ત !!


||53||

નસીબની ખુબ સારી

રેખાઓ મારા હાથે છે,

એટલે જ તમારા જેવા

મિત્રો મારી પાસે છે !!


||54||

નોટ ભેગી કરવાના

બદલે મેં તમારા જેવા

દોસ્ત ભેગા કર્યા છે,

એટલે બદલવાની

ઝંઝટ જ નથી !!


||55||

જીવનમાં એક મિત્ર

કૃષ્ણ જેવો હોવો  જોઇએ,

જે તમારા માટે યુદ્ધ ન લડે પણ

સાચું માર્ગદર્શન જરુર આપે !!


||56||

આંગળી પકડીને

આગળ ન કરે પણ,

દુઃખમાં બાવડું પકડીને

બાથ ભરી લે એ જ પરમમિત્ર !!


||57||

નસીબની ખુબ સારી

રેખાઓ મારા હાથે છે,

એટલે જ તમારા જેવા

મિત્રો મારી પાસે છે !!


||58||

સારા મિત્રો

જિંદગીને સ્વર્ગ બનાવી દે છે,

એટલે જ કહું છું હરામીઓ

કદર કરો મારી !!


||59||

જરૂરી નથી કે પ્રેમ

કરવા વાળા જ Care કરે,

અમુક મિત્રો પણ બહુ

Caring હોય છે !!


||60||

બદલાતી

દરેક વસ્તુ સારી લાગે,

પણ દોસ્ત બદલાય જાય

એ જરાય ના ગમે !! – દોસ્તી શાયરી ગુજરાતી


||61||

મિત્ર આ હૈયું જે હળવું છે,

એનું કારણ તારું મળવું છે !!


||62||

મહેંદી અને મિત્ર

બંને સમાન કાર્ય કરે છે,

મહેંદી આપણા હાથને રંગે છે

જયારે મિત્ર હૈયાને !!


||63||

પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય,

દુનિયામાં માત્ર દોસ્તો જ હોય છે જે

ક્યારેય સાથ નથી છોડતા !!


||64||

એક સારો મિત્ર

સમય આવ્યે સંસારના

બધા સંબંધ નિભાવવાની

તાકાત રાખે છે !!


||65||

પૈસા મુકવા બેંક મળી શકે,

દાગીના મુકવા લોકર મળી શકે,

પણ હૈયાની વાત મુકવા માટે તો

એક મિત્રની જ જરૂર પડે !!


||66||

સ્ટોરીમાં

મેન્શન કરે એ નહીં,

આપણી ગેરહાજરીનું ટેન્શન

કરે એ સાચો મિત્ર !!


||67||

અમારા મિત્રોનો સ્વભાવ

પણ સમુદ્રના આ પાણી જેવો છે,

ખારો ભલે હોય પણ ખરો છે !!


||68||

રાંચોની જેમ જ

ગાયબ તો થઇ જાઉં પણ

શોધવા માટે એ ફરહાન અને

રાજુ ક્યાંથી લાવું !!


||69||

વાવતા જો આવડે તો

મિત્રતા એક ખેતી છે નહીં તો

મુઠ્ઠીમાંથી સરી જતી રેતી છે !!


||70||

જીગરી દોસ્ત

જો સાથે હોય ને તો

કોઈપણ કામ અશક્ય નથી

હોતું જિંદગીમાં !!


||71||

ઉંમર અને જિંદગી

વચ્ચે એટલો જ તફાવત છે,

દોસ્તો વગર વીતે એ ઉંમર અને દોસ્તો

સાથે વીતે એ જિંદગી !!


||72||

દોસ્તીને ઉજવવાનો

કોઈ દિવસ ના હોય સાહેબ,

જે દિવસે દોસ્ત મળે એ દિવસ જ

તહેવાર બની જાય !!


||73||

જયારે પણ હું ઉદાસ હોઉં છું,

ત્યારે તું એક જ છે જેની સાથે હું

પહેલા વાત કરું છું !!


||74||

દોસ્ત તું છો મારી સાથે,

પછી બીજા કોઈની

ક્યાં જરૂર છે મારે !!


||75||

બસ ત્યાં સુધી ખુશ છું,

જ્યાં સુધી તમારા જેવા

મિત્રોનો સાથ છે !!


||76||

દોસ્તી તો

કૃષ્ણ-સુદામા જેવી હોવી જોઈએ,

એક કશું માંગતો નથી ને બીજો બધું

જ આપીને જણાવતો નથી !!


||77||

સંબંધીઓ

તો શોખના રાખ્યા છે,

બાકી મારો જીવ તો મારા

ભાઈબંધ છે !!


||78||

દોસ્ત એક

હશે તો પણ ચાલશે,

બસ FAKE ના હોવો જોઈએ !!


||79||

વાતો ભલે અમારી

GF-BF જેવી હોય છે,

પણ છીએ તો અમે માત્ર

બેસ્ટ ફ્રેન્ડ જ !!


||80||

અમુક દોસ્ત

દોસ્તથી પણ વધારે હોય છે,

તેઓ ભાઈ બની જાય છે !! – દોસ્તી શાયરી ગુજરાતી


||81||

૧૦૦ ભાઈબંધ રાખવા કરતા

૧ ભાઈબંધ એવો રાખો,

કે ૧૦૦ ના ટોળા વચ્ચે આવીને કહે

થાઇ તે કરી લેજો હોને !!


||82||

દોસ્તીની કંઇ

વ્યાખ્યા હોતી હશે સાહેબ,

હાથ ફેલાવીએ અને હૈયું આપી દે

એનું નામ મિત્ર.


||83||

દોસ્ત તો

ઘણાબધા મળ્યા છે,

પણ તું એ બધામાં

ખાસ છે !!


||84||

લોકો પ્રેમ

વગર રહી શકે છે,

પણ મિત્રો વગર નથી

રહી શકતા !!


||85||

છોકરાઓને કોઈ

BESTIE નથી હોતા,

અમે એને ભાઈઓ

કહીએ છીએ !!


||86||

તમારા મિત્રોની ભૂલ

તેને એકાંતમાં બતાવો,

પણ તેના વખાણ તો

જાહેરમાં જ કરજો !!


||87||

સાચો દોસ્ત એટલે,

પોતાનું પછી અને પહેલા

તમારું વિચારે !!


||88||

નથી જરૂર

મને એવા પ્રેમની

જેમાં જીવ પણ જાય,

મારે જીવવું છે એવા દોસ્તોની

સાથે કે સાત જન્મોનું એક

જીવનમાં જીવાય જાય !!


||89||

દોસ્ત હોય

તો “સર્કીટ” જેવા,

ભાઈને બોલા બાપુ દિખતા હૈ

મતલબ દિખતા હૈ !!


||90||

કેમ દુઃખમાં જ

યાદ આવે છે ?

હે મિત્ર, તું પણ કોઈ

ખુદા તો નથીને !!


||91||

મિત્રતા એ સંબંધ નથી,

દુનિયા છે અમારી !!


||92||

તમે સૌથી

નસીબદાર વ્યક્તિ છો,

જો તમારા બાળપણના મિત્રો

હજી પણ તમારા શ્રેષ્ઠ મિત્રો હોય !!


||93||

મારું તો

કોઈ દોસ્ત જ નથી,

બધા જીગરના ટુકડા છે !!


||94||

મિત્રતા હંમેશા

સાણસી જેવી રખાય,

પાત્ર ગમે તેટલું ગરમ થાય

પણ મુકે ઈ બીજો !!


||95||

બધાની Life માં એક તો,

Doraemon જેવો દોસ્ત

હોય જ છે !!


||96||

ફરવા તો

દોસ્તારો જાય વાલા,

પાક્કા દોસ્તારો તો બસ

પ્લાન જ બનાવે !!


||97||

સાચો મિત્ર

મેળવવા માટે ખીસું નહીં,

દિલ ઉધાર રાખવું પડે વ્હાલા !!


||98||

દોસ્તી જેનાથી

પણ કરો દિલથી કરો,

દુશ્મની જેનાથી પણ કરો

દિમાગથી કરો !!


||99||

ના કરો વિશ્વાસ

પ્રેમ પર જેમાં ભગવાન

કૃષ્ણ પણ હારી ગયા,

કરો ગર્વ દોસ્તી પર જેમાં

ગરીબ સુદામા પણ

જીતી ગયા !!


||100||

ઉંમર સાથે

કંઈ લેવા દેવા નથી,

એકબીજાના વિચારો મળે

ત્યાં જ દોસ્તી થાય છે !! – દોસ્તી શાયરી ગુજરાતી


||101||

મિત્ર એટલે મિત્ર,

એમાં વળી શું સ્ત્રી

અને શું પુરુષ !!


||102||

ચા સાથે ટોસ્ટ અને

બ્રેકઅપ બાદ દોસ્ત જ

બેસ્ટ લાગે હો સાહેબ !!


||103||

પોતે સત્તર પ્રોબ્લેમમાં

હોવા છતાં પૂછે તું કેમ છે,

બસ એવા મિત્રોના લીધે જ

આ જિંદગી હેમખેમ છે !!


||104||

દોસ્તી તો

ખાલી શબ્દ છે,

તું તો મારી જાન છે !!


||105||

આ દુનિયાએ મને

એક વાત શીખવાડી છે,

ખરાબ સમયમાં માં-બાપ અને

સાચા મિત્રો જ સાથ આપે છે !!


||106||

ફરક બસ વિચારોનો છે,

બાકી તો દોસ્તી પણ પ્રેમથી

કંઈ ઓછી નથી સાહેબ !!


||107||

દોસ્ત તારી દોસ્તી

મને પ્રાણથી છે પ્યારી,

જીવ ભલે જાય પણ નહીં

ભૂલું તારી યારી !!


||108||

એક વાર

એણે કહ્યું, “દોસ્ત છું”,

પછી મેં કદીય ના કીધું

“વ્યસ્ત છું” !!


||109||

સારા મિત્રો જિંદગીને

સ્વર્ગ બનાવી દે છે,

એટલે જ કહું છું હરામીયો

કદર કરો મારી !!


||110||

મિત્ર સારા લાગે ત્યારે નહીં,

મિત્ર મારા લાગે ત્યારે

મિત્રતાની શરૂઆત થાય !!


||111||

તમારી સો ગાળો ખાધા

પછી પણ જે ખોટું ના લગાડે,

એ હોય છે સાચો મિત્ર !!


||112||

સાચો મિત્ર ક્યારેય

I Love You ના બોલે,

એની તો ગાળોમાં જ

પ્રેમ હોય છે !!


||113||

એમ જ તને દરેક વખતે

નથી મનાવતો એ દોસ્ત,

જયારે તું અંદરથી તૂટી જાય ને

ત્યારે હું પણ તૂટી જાઉં છું !!


||114||

મારે બહુ

ઓછા દોસ્ત છે,

પણ જેટલા પણ છે

જાન છે મારી !!


||115||

આ દુનિયામાં સાચા મિત્રો,

લોહીના સંબંધીઓ કરતા

ઘણા સારા હોય છે !!


||116||

જયારે બેસ્ટ

ફ્રેન્ડ રિસાઈ જાય ને,

ત્યારે બ્રેકઅપ કરતા પણ

વધારે દુઃખ થાય છે !!


||117||

સાચા મિત્રો સારી વાત

તમારી પીઠ પાછળ કહેશે,

પણ ખરાબ વાત તમારા

મોઢા પર જ કહેશે !!


||118||

કહે છે લોકો મને

કે તારો જમાનો છે,

પણ એમને ક્યાં ખબર છે

કે મારે મિત્રોનો ખજાનો છે !!


||119||

ધર્મ ચાહે

કોઈ પણ હોય,

બસ દોસ્તી સાચી

હોવી જોઈએ !!


||120||

“ચા” ની લારી વાળા એ

જયારે પૂછ્યું, ચા સાથે શું લેશો,

હૈયે આવીને શબ્દો પાછા ફર્યા,

જુના મિત્રો મળશે !! – દોસ્તી શાયરી ગુજરાતી


આ પણ વાંચો:-


સારાંશ

પ્રિય દોસ્તો, પ્રેમિકાઓના પ્રેમીઓ અને પ્રેમીઓની પ્રેમિકાઓ અમે આશા રાખીએ છીએ કે, તમે અહીંયા દોસ્તી શાયરી ગુજરાતી મળી હશે. તો આમ દોસ્તી શાયરી ગુજરાતીની જેમ વિવિધ શાયરીઓ જાણવો માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે. – દોસ્તી શાયરી ગુજરાતી

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

3 thoughts on “100+ બેસ્ટ દોસ્તી શાયરી ગુજરાતી | Dosti Shayari Gujarati”

Leave a Comment