100+ બેસ્ટ દર્દ ભરી શાયરી ગુજરાતી | Sad Shayari Gujarati

અત્યારના સમયમાં દર્દ ભરી શાયરી ગુજરાતી એ કોઈની લાગણી શેર કરવા માટે ખૂબ જ સારું માધ્યમ છે, કારણ કે હાલના સમયમાં બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને કેટલો પ્રેમ કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ જ્યાં સુધી તમે તમારો પ્રેમ ન બતાવો ત્યાં સુધી તે નકામું છે. તેથી અત્યાર ના સમયમાં લોકો પોતાનો પ્રેમ બતાવવા માટે દર્દ ભરી શાયરી ગુજરાતીનો ઉપયોગ કરી પોતાનો પ્રેમ બતાવતા હોય છો.

જો તમે પણ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે રોમેન્ટિક શાયરી ગુજરાતી શોધી રહ્યા છો. તો અહીં નીચે 100+ બેસ્ટ દર્દ ભરી શાયરી ગુજરાતી આપી છે. જેથી તમને ગમતી Sad Shayari Gujarati નો ઉપયોગ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે કરી શકો છો. – દર્દ ભરી શાયરી ગુજરાતી


દર્દ ભરી શાયરી ગુજરાતી


100+ બેસ્ટ દર્દ ભરી શાયરી ગુજરાતી | Sad Shayari Gujarati

||1||

ખોટું બસ એ થયું

કે અમે પુરા ખર્ચાઈ ગયા,

ખોટી જગ્યાઓ પર અને

ખોટા લોકો પર !!


||2||

ઘણું બધું તારા

ભરોસે છોડ્યું છે એ સમય,

બસ તું બીજા લોકોની જેમ

દગાબાજ ના નીકળતો !!


||3||

દરેક વ્યક્તિને જીવનમાં

એકવાર તો અનુભવ થાય જ,

કે લાગણીઓ ખોટી નહોતી પણ

ખોટી જગ્યાએ હતી !!


||4||

કેટલી ઠંડી

હશે એના દિલમાં,

કે સંબંધ સળગાવીને

તાપણું કર્યું !!


||5||

જયારે સમય ખરાબ હોય

ત્યારે રસ્તામાં પડેલો નાનો પથ્થર

પણ ઊંડો ઘાવ દઈ જાય છે !!


||6||

જયારે આપણી પરિસ્થિતિ

ખરાબ હોય ત્યારે આપણા પોતાના

પણ આપણી સાથે પારકા જેવું

વર્તન કરવા લાગે છે !!


||7||

કોઈ માણસ માટે તમે

જતું કરતા રહો અને એ જ માણસ

તમારી લાગણીઓ સાથે રમી જાય એનાથી

મોટું દુઃખ બીજું હોઈ જ ના શકે !!


||8||

આપણો ખરાબ સમય

એકલા વિતાવ્યા પછી કોઈ

આપણી જિંદગીમાં રહે કે ના રહે

કોઈ જ ફરક નથી પડતો !!


||9||

મનને મનાવવાની વાત છે

બાકી એણે આપેલા ઘાવ તો સાત

ભવ સુધી રુઝાઈ એમ નથી !!


||10||

શરીર પર લાગેલા

ઘાથી એટલું દર્દ નથી થતું

જેટલું દર્દ મન પર લાગેલા

ઘાથી થતું હોય છે !!


||11||

ક્યારેક ક્યારેક આપણે

એ પણ ખોઈ દેતા હોઈએ છીએ

જેને આપણે પુરા હકથી કહીએ

છીએ કે આ માત્ર મારું છે !!


||12||

ફરિયાદો એટલી છે

કે દિલ ફાટી રહ્યું છે અને

ધીરજ એટલી છે કે હું મારા

હાલ પર ખુશ છું !!


||13||

જે તમારા દુઃખને

મહેસુસ ના કરી શકે,

એને ફરિયાદ કરવાનો

કોઈ ફાયદો નથી !!


||14||

ઉધઈ જિંદગીભર

લાકડાને ખાતી રહી અને

લાકડું બિચારું ભ્રમમાં રહ્યું કે

લગાવ વધારે છે !!


||15||

સૌથી વધારે વફાદાર

એક મારું નસીબ જ છે જે

બદલતું જ નથી !!


||16||

આજે મને ફરી કહેવામાં

આવ્યું કે તું તો સમજદાર છે,

ત્યારે મને ખબર પડી કે આજે મારે

ફરીવાર કંઈક જતું કરવું પડશે !!


||17||

જે લોકો

ફરિયાદ નથી કરતા,

દર્દ તો એમને પણ થતું જ

હશે ને સાહેબ !!


||18||

આપવા વાળો

જો ખાસ હોય ને,

તો ઘાવથી પણ લગાવ

થઇ જાય હો સાહેબ !!


||19||

હવે જીવનની સફરમાં

જોવાલાયક સ્થળો કરતા,

ખોવાઈ જવા લાયક સ્થળોમાં

વધારે રસ પડે છે !!


||20||

આ ઝખ્મો જ

જીવાડી રહ્યા છે સાહેબ,

બાકી બધા તો જુઓ

રમાડી રહ્યા છે !! – દર્દ ભરી શાયરી ગુજરાતી


||21||

સૌથી વધારે

દુઃખ ત્યારે થાય,

જયારે મમ્મીને

બીમાર જોઈએ !!


||22||

જિંદગીમાંથી એક વાત

તો શીખી લીધી સાહેબ,

જે ગમે છે એ જ આપણી

સાથે રમે છે !!


||23||

પંખી ઉડી જાય

એનો ક્યાં વાંધો છે,

બસ ડાળ ધ્રુજવી ના

જોઈએ સાહેબ !!


||24||

પારખવા

પારસમણી ક્યાંથી શોધું,

ચહેરા શ્વેત હોય અને દિલ

કાળા મળે છે !!


||25||

એકલું કેમ રહેવાય,

લોકો એજ શીખવાડવા

આવે છે જિંદગી માં !!


||26||

એક વાત કહું,

સારા લોકો સાથે

ક્યારેય સારું થતું જ નથી !!


||27||

દુનિયા દગો કરીને
અકલમંદ બની ગઈ,
અને અમે ભરોસો કરીને
ગુનેગાર થઇ ગયા !!


||28||

ખરાબ

દિવસો ચાલે છે સાહેબ,

બુરાઈ તો થશે જ મારા નામની !!


||29||

હવે કોઈને

સમય નથી સાહેબ,

એ તો ગરજ હતી એટલે

સમય કાઢતા હતા !!


||30||

હું પણ હવે

તો કંટાળ્યો છું,

જિંદગી તારાથી !!


||31||

થોડો ખરાબ

સમય શું આવ્યો સાહેબ,

અજાણ્યા પહેલા તો જાણીતા

લોકોએ સાથ છોડી દીધો !!


||32||

કેટલી વખત માફ કરું તને

તે ગઈ વખતે પણ,

એવુજ કહ્યું હતું કે હવે આવી

ભૂલ નહીં થાય !!

💔💔💔💔💔💔💔


||33||

ફરી પાછા ટોળે

વળીને બેઠા છે લોકો,

કોને ખબર કોને એકલો

પાડવો હશે.


||34||

આપણાથી વધારે

તો ભગવાન દુખી છે,

દુઃખમાં બધા યાદ કરે

અને સુખમાં કોઈ નહીં !!


||35||

હું તો દર્દ છું સાહેબ,

અને દર્દને કોઈ ના સાચવે !!


||36||

ધૂળમાં દટાયેલા હીરા

પર નજર ના ગઈ કોઈની,

અને પથ્થરોની પાછળ

બધા પાગલ થઇ ગયા !!


||37||

ઝેર પીવડાવવાને

લાયક હતા અમુક લોકો,

જેને અમે ચા પીવડાવતા હતા !!


||38||

જે કદર નથી કરતા

એના માટે તમે રડો છો,

અને જે કદર કરે છે એને

તમે રોવડાવો છો !!


||39||

સમય પણ

સમય પર જ બદલે છે,

એક માણસ છે જે ગમે ત્યારે

બદલી જાય છે !!


||40||

આજે

અરીસામાં તિરાડ જોઈ,

ખબર નહીં કાચ તુટ્યો

હતો કે હું !! – દર્દ ભરી શાયરી ગુજરાતી


||41||

કોઈનો મેસેજ ના

આવવો એ પણ એક મેસેજ છે,

કે હવે એના દિલમાં તમારા

માટે જગ્યા નથી !!


||42||

દિલતો લાગણીનો

દરીયો છે સાહેબ,

એ તરાવી પણ જાણે છે અને

ડુબાડી પણ જાણે છે !!


||43||

આંસુ બધા

શહેરોની આંખોમાં છે,

પણ કેટલાક કહે છે બધું

ઠીકઠાક છે !!

😭😭😭😭😭😭😭


||44||

એક વાત

તો સમજાઈ ગઈ,

સારા માણસ સાથે આ

દુનિયામાં ક્યારેય સારું

નથી થતું સાહેબ !!


||45||

સફળતા

પછી શાંતિ મળે જ,

એવું જરૂરી નથી એ કાલે

સાબિત થઇ ગયું !!

😭😭😭😭😭😭


||46||

મને કહે છે હું

હંમેશા તારી સાથે રહીશ,

બહુ પ્રેમ કરે છે મને મારી

આ ઉદાસી !!


||47||

ખબર નહીં કેમ

મન કપડાનું નથી છતાં

મેલું થાય છે અને દિલ,

કાચનું નથી તોય

તૂટી જાય છે !!


||48||

સારા દિલવાલા લોકો,

એકલા રહી જતા હોય છે !!


||49||

સલાહ દેવા

બધા આવી જાય છે,

સાથ દેવા કોઈ

નથી આવતું !!


||50||

સત્યને તમીઝ

જ નથી બોલવાની,

અસત્યને જુઓ કેટલું

મીઠું બોલે છે !!


||51||

આ વર્ષ પણ

પૂરું થવા આવ્યું,

ને આ વર્ષે પણ કંઈ સારું

ના થયું મારી સાથે !!


||52||

બસ મરવા

સુધી જ દુઃખ રહેશે,

પછી તો શાંતિ જ શાંતિ હશે !!


||53||

દોસ્તોને કહેલી અંગત વાત

કોઈ બીજાના મોઢેથી સાંભળવી,

સાચે જ બહુ દુઃખી કરે છે !!


||54||

એ બિલકુલ

બરાબર છે એમની જગ્યાએ,

બસ અમે જ હદથી વધારે આશાઓ

રાખીને બેઠા હતા !!


||55||

ના કોઈના જવાબની ખુશી કે

ના કોઈના નજરઅંદાજ કરવાનો ગમ,

આ જાલિમ દુનિયામાં એકલો જ ખુશ છું !!


||56||

Friends Forever વાળાએ,

ક્યારે કોણ છો તમે બનાવી દીધા

સાલી ખબર જ ના પડી !!


||57||

જો તમે કોઈની

CARE કરતા રહેશો,

તો એ હંમેશા તમારી કદર કરશે,

એવા વહેમમાં ના રહેવું !!


||58||

ક્યારેક ક્યારેક

Family Problems જ,

આપણી ખુશીઓને મારી નાખે છે !!


||59||

ગુસ્સો ત્યારે જ આવે

જયારે આપણે જેના માટે

વેતરાઈ જઈએ એની પાસે જ

છેતરાઈ જઈએ !!


||60||

એ લોકો ક્યારેય

તમારી કદર નહીં કરે,

જે માત્ર સ્વાર્થ માટે જ સંબંધ

રાખતા હોય છે !! – દર્દ ભરી શાયરી ગુજરાતી


||61||

રોજ સવારમાં ગુડ મોર્નિંગના

મેસેજ કરતા લોકોના મોર્નિંગ પણ

ક્યારેક ગુડ નથી હોતા !!


||62||

મોટાભાગના લોકોની હાલત,

સોશિયલ મીડિયામાં ખુશ અને

રીયલ લાઈફમાં દુઃખી !!


||63||

જે મારા હતા

એ મારી સાથે છે,

જે મારા ના હતા એ

આઝાદ છે !!


||64||

પોતાના

મતલબ માટે જ,

લોકો પોતાના બનાવે છે !!

 


||65||

દુઃખી એ જ થતા હોય છે,

જે બીજાને ખુશ કરવા માટે જ

જીવતા હોય છે !!


||66||

લોકો મને

ત્યારે જ યાદ કરે છે,

જયારે એમને બીજું કોઈ

યાદ નથી કરતુ !!


||67||

લોકોને

સાચું કહીએ,

એટલે ખોટું જ લાગે !!


||68||

કામ હોય

ત્યારે જ યાદ કરવા હોય,

તો મહેરબાની કરીને અમને

યાદ ના કરશો !!


||69||

મને એક સવાલ સતાવે છે,

હું બાળક નથી છતાં લોકો હજુ

પણ મને કેમ રમાડે છે !!


||70||

અમુક માણસો

આપણને પોતાના તો માને છે,

પણ પોતાની અનુકુળતા અને

જરૂરિયાત પ્રમાણે !!


||71||

કેટકેટલાય

લખાણો પછી,

અંતે તો તમે બીજાના

જ નીકળ્યા !!


||72||

એ તો મારી ફરજ બને છે

કે હું એના હાથ ધોવડાવું,

સાંભળ્યું છે કે એણે મારા

ચરિત્ર પર કીચડ ઊછળ્યું છે !!


||73||

તને બસ આટલું જ

કહેવા માંગીશ,

બહુ નાજુક સ્થિતિમાં છું !!


||74||

જ્યારે તમે તમારા પર આવેલા

દુઃખને બીજા સામે વર્ણવો છો,

ત્યારે અડધાને એમાં રસ નથી હોતો

ને અડધા એમ વિચારે છે કે તમે

એ જ લાગના છો !!


||75||

અમુક લોકો માટે

ગમે તેટલું કરી લો,

અંતે છોડીને જતા

રહેતા હોય છે !!


||76||

બધાને

ખુશ રાખવા જતા,

પોતે જ ઉદાસ થઇ

જવાતું હોય છે !!


||77||

દર્દ સહન

કરતા કરતા માણસ

એ જગ્યાએ આવી જાય છે,

કે હસવાનું તો ઠીક પણ

રડવાનું પણ ભૂલી જાય છે !!


||78||

આજે અરીસામાં તિરાડ જોઈ,

ખબર નહીં કાચ તુટ્યો

હતો કે પછી હું !!


||79||

બદલાતા વાર

નથી લાગતી સાહેબ,

એક માણસ અને એક

સમયને !!


||80||

મફતમાં ક્યાં શીખ્યો છું

દુઃખમાં હસવાની કળા,

એના બદલામાં જિંદગીની બધી

ખુશી બરબાદ કરી છે !! – દર્દ ભરી શાયરી ગુજરાતી


||81||

આંખમાં બધા આંસુ

રોકી લીધા છે સાહેબ,

અમે પણ સામેલ થયા

જળ બચાવો અભિયાનમાં !!


||82||

વેલેન્ટાઇન દિવસ તો

એક બહાનું છે પ્રેમ કરવાવાળાનું,

બાકી દિલમાં સાચો પ્રેમ હોય તો

આ વૃદ્ધાશ્રમો બન્યા જ ના હોત !!


||83||

એકલા રહેતા પણ

શીખી જાઓ સાહેબ,

કાયમ માટે બધા

સાથે નથી રહેવાના !!


||84||

આંસુ તો

હૃદયમાંથી નીકળે છે,

આંખો તો ખાલી સુચના આપે છે

કે અંદર બેહદ દર્દ છે !!


||85||

મજાક મજાકમાં આ જિંદગી,

ક્યારે મજાક બની ગઈ

ખબર જ ના પડી !!


||86||

આજે મને સમજાઈ ગયું,

ખરેખર આ દુનિયામાં

મારું કોઈ નથી !!


||87||

ક્યારેક ગુમાવ્યાનું

દુઃખ નથી હોતું,

પણ હા છેતરાયાનું

દુઃખ જરૂર હોય છે !!


||88||

માની લીધું કે

મેં ઘણી ભૂલો કરી છે,

પણ છેલ્લે તો હું પણ

એક માણસ છું !!


||89||

જે સંભવ હતું

એ અસંભવ બની ગયું,

એક સંબંધ આજે

સપનું બની ગયું !!


||90||

મારી ખામોશીથી

કંઈ ફરક નથી પડતો કોઈને,

પણ જો બે શબ્દો સાચા નીકળી જાય

તો કાંટા કેમ વાગે છે એમને !!


||91||

બધાને એક

હું જ મળ્યો યાર,

વિશ્વાસ તોડવા માટે !!


||92||

નમક જેવી

થઇ ગઈ છે જિંદગી,

લોકો સ્વાદ મુજબ

વાપરી જાય છે !!


||93||

દિવસ રાત વાત

કરીને ના થાકતા લોકો,

જુઓને આજે યાદ પણ

નથી કરતા !!


||94||

કેટલાંક લોકો મને

પોતાનો કહ્યાં કરતાં હતાં,

સત્ય કહું તો તે માત્ર કહ્યાં

જ કરતાં હતાં !!


||95||

કરે જો કોઈ મને

મનાવવાનો વાયદો,

તો આજે થોડું

રિસાવાની ઈચ્છા છે !!


||96||

આજકાલના છોકરાઓને,

ઈમાનદાર બાપ નકામાં

લાગે છે !!


||97||

જે લોકો કહે છે તને

તકલીફમાં નથી જોઈ શકતા,

એ લોકો જ સૌથી વધારે

તકલીફ આપી જાય છે !!


||98||

અમુક લોકોને ખાલી,

મતલબના સમયમાં જ

દોસ્તી યાદ આવે છે !!


||99||

હસતા રમતા

એ જ દઈ જાય દગો,

વ્યક્તિ જે સૌથી વધારે

વહાલી હોય છે !!


||100||

રસ્તા પર પડેલા પથ્થર

જેવી થઇ ગઈ છે જિંદગી,

જે પણ આવે ઠોકર

મારી જાય છે !! – દર્દ ભરી શાયરી ગુજરાતી


||101||

મફતમાં

લાગણીઓ વેચતા રહ્યા,

તેમ છતાં લોકો ભાવમાં

કસતા રહ્યા !!


||102||

માટલું પણ જોવે છે,

આજકાલ કેટલી સહેલાઈથી

ફૂટી જાય છે માણસો !!


||103||

ખરાબ દિવસ

ચાલે છે દોસ્ત,

એટલે બુરાઈ તો થશે

જ મારા નામની !!


||104||

પ્રોમિસ તો સાત

ફેરાના પણ અધૂરા રહે છે,

ને બોલો દુનિયાને પ્રોમિસ ડે

પર ભરોસો છે !!


||105||

બદલાઈ

ગયા છે અમુક લોકો,

ભરોસો કરો કે ભરોસો

જ નથી થતો !!


||106||

જિંદગીનો સ્વાદ

એવો થઇ ગયો છે,

કે તકલીફો વગરનો દિવસ

મીઠા વગરના શાક

જેવો લાગે છે !!


||107||

બસ થોડાક

સમય માટે જ દુઃખ થશે,

પછી તમે એકલા રહેતા

શીખી જશો !!


||108||

પ્રેમમાં જે દર્દ મળે છે,

એ દર્દને ઘૂંટડે ઘૂંટડે બહુ

ઓછા પી શકે છે !!


||109||

જો તમે કોઈકની #care

એ વિચારે એનાથી વધુ કરશો,

તો તમે વિચાર્યું હશે એનાથી

પણ વધુ #hurt થશો !!


||110||

જિંદગી હોય કે

મોત એની રડારમાં છે,

રોકી લો તમારી જાતને

કોરોના રફતારમાં છે !!


||111||

જિંદગી પણ

સ્ટેશન જેવી થઇ ગઈ છે,

લોકોની ભીડ તો છે પણ

થોડા સમય માટેની !!


||112||

દર્દ જયારે હદથી

વધારે વધી જાય ત્યારે,

માણસ ખરાબ આદતોનો

શિકાર બની જાય છે !!


||113||

થોડો ખરાબ

સમય શું આવ્યો સાહેબ,

મૂંગા લોકો પણ મારી સામે

બોલવા લાગ્યા !!


||114||

સગવડ એટલી

કે ગમે ત્યાં હસી શકો,

અને અગવડ એટલી કે

ગમે ત્યાં રડી ના શકો !!


||115||

મન તો થાય છે કે

જંગલમાં જઈને વસી જાઉં,

હવે શહેરોમાં લોકો જાનવર

જેવા થઇ ગયા છે !!


||116||

મને હતું કે

તમને કહીશ દર્દ મારું,

પણ તમે તો એ પણ ના પૂછ્યું

કે શાંત કેમ છો !!


||117||

જેની માટે આપણે

વેતરાઈ જતા હોઈએ છીએ,

એની પાસે જ છેલ્લે છેતરાઈ

જતા હોઈએ છીએ !!

😭😭😭😭😭😭


||118||

આવડ્યું એવી રીતે

જિંદગી જીવી લીધી મેં,

પડી તિરાડ તો ડુસકા ભરીને

સીવી લીધી મેં !!


||119||

રમત રમાડતા

માણસ ગમી જાય,

અને ગમતા માણસ જ

રમાડી જાય !!


||120||

માણસ અંતે તો

બદલાઈ જ જાય છે,

ક્યારેક એની વાતથી તો

ક્યારેક એની ઔકાતથી !! – દર્દ ભરી શાયરી ગુજરાતી


આ પણ વાંચો:-


સારાંશ

પ્રિય પ્રેમિકાઓના પ્રેમીઓ અને પ્રેમીઓની પ્રેમિકાઓ અમે આશા રાખીએ છીએ કે, તમને અહીંયા દર્દ ભરી શાયરી ગુજરાતી મળી હશે. તો આમ દર્દ ભરી શાયરી ગુજરાતીની જેમ વિવિધ શાયરીઓ જાણવો માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે. – દર્દ ભરી શાયરી ગુજરાતી

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment