100+ બેસ્ટ ઘાયલ દિલ શાયરી ગુજરાતી | Broken Heart Shayari Gujarati

અત્યારના સમયમાં ઘાયલ દિલ શાયરી ગુજરાતી એ કોઈની લાગણી શેર કરવા માટે ખૂબ જ સારું માધ્યમ છે, કારણ કે હાલના સમયમાં બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને કેટલો પ્રેમ કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ જ્યાં સુધી તમે તમારો પ્રેમ ન બતાવો ત્યાં સુધી તે નકામું છે. તેથી અત્યાર ના સમયમાં લોકો પોતાનો પ્રેમ બતાવવા માટે ઘાયલ દિલ શાયરી ગુજરાતી નો ઉપયોગ કરી પોતાનો પ્રેમ બતાવતા હોય છો.

જો તમે પણ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે ઘાયલ દિલ શાયરી ગુજરાતી શોધી રહ્યા છો. તો અહીં નીચે 100+ બેસ્ટ ઘાયલ દિલ શાયરી ગુજરાતી આપી છે. જેથી તમને ગમતી Broken Heart Shayari Gujarati નો ઉપયોગ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે કરી શકો છો.


ઘાયલ દિલ શાયરી ગુજરાતી


100+ બેસ્ટ ઘાયલ દિલ શાયરી ગુજરાતી | Broken Heart Shayari Gujarati

||1||

બધું આપ્યું એણે,

બસ સાથ સિવાય !!


||2||

Sorry, મારી જ ભૂલ હતી,

વિચાર્યું કે તું પણ પ્રેમ

કરે છે મને !!


||3||

તને બસ
મારી ટેવ પડી હતી,
ને હું નાદાન એને પ્રેમ
સમજી બેઠો !!


||4||

પ્રેમની પરીક્ષામાં

અમે બંને નાપાસ થયા,

એ મારો સાથ ના આપી શક્યા અને

હું એમને ભુલાવી ના શક્યો !!


||5||

પ્રેમ પણ

સરકારી નોકરી જેવો છે,

કોઈ ગરીબને ક્યાં મળે

છે સાહેબ !!


||6||

ફક્ત એ કારણે કોઈ

મદદ માંગી નથી શકતો,

શરમથી હાથ લંબાવું અને એ

બેશરમ નીકળે !!


||7||

પ્રેમએ એવો

બગાડ્યો છે મને,

કે હું પોતે જ હવે પોતાને

પસંદ નથી કરતો !!


||8||

મારા શહેરમાં

એવા લોકો પણ રહે છે,

જે શરીરની ભૂખને પ્રેમ કહે છે !!


||9||

જેની ઔકાત અમારી

સામે બેસવાની નથી,

અફસોસ કે અમે એને દિલમાં

બેસાડીને રાખ્યા છે !!


||10||

યાદ તો એને

મારી આવશે જ સાહેબ,

કારણ કે અમે લાડ જ

એવા લડાવ્યા હતા !! – ઘાયલ દિલ શાયરી ગુજરાતી


||11||

શ્વાસને શંકા પડી

કે હૃદય કેમ બળે છે,

પછી ખબર પડી કે રક્તમાં

થીજેલું તારું નામ ઓગળે છે !!


||12||

જેની સાથે વાત

કરવાની આદત પડી જાય,

એની સાથે વાત ના થાય તો

ક્યાંય મન નથી લાગતું !!


||13||

આ તો આદત

થઇ ગઈ છે તારી,

બાકી મને પણ ખ્યાલ છે

કે તું નથી થવાની મારી !!


||14||

જો રાત્રે ઊંઘ

અધુરી રહી જાય તોય

આખો દિવસ આંખો બળે છે,

તો પછી આ પ્રેમ અધુરો રહી જાય

તો આખી જિંદગી દિલ બળે જ !!


||15||

ઓયે નાદાન દિલ,

આટલો બધો પ્રેમ ના કર એને,

જે વાતો પણ નથી કરતા એ પ્રેમ

તો ક્યાંથી કરશે તને !!


||16||

તારી માંગમાં સિંદુર

તો કોઈ પણ ભરી દેશે,

બસ એટલું યાદ રાખજે કે

દિલનો ખાલીપો મારા સિવાય

બીજું કોઈ નહીં ભરી શકે !!


||17||

એકવાર સોના જેવું

દિલ તોડીને જાય પછી

કદાચ એ પોતે આખા સોનાના

થઈને આવે તો પણ નકામું !!


||18||

એક વ્યક્તિ એવું

પણ છે મારી લાઈફમાં,

જે ના મારી લાઈફમાં આવી

રહ્યું છે કે ના તો મારી

લાઈફ માંથી જઈ રહ્યું છે !!


||19||

વરસો પછી એ મળ્યા

તો એમ રડી પડયા જાણે

આજે પણ એ કેટલા અધૂરા

અધૂરા છે મારા વિના !!


||20||

સુંદર હતી કહાની

પણ અધુરી રહી ગઈ,

આટલી મોહબ્બત પછી પણ

અમારી વચ્ચે દુરી રહી ગઈ !! – ઘાયલ દિલ શાયરી ગુજરાતી


||21||

તમે પણ JIO

સીમકાર્ડ જેવા નીકળ્યા,

આદત પડી ગઈ કે તરત જ

તમારા ભાવ વધી ગયા !!


||22||

મને પ્રેમથી

કોઈ નફરત નથી,

બસ જે અંતે થાય છે એ

નથી ગમતું !!


||23||

હું તારું મૌન

પણ વાંચી લેતો હતો,

તું મારી ભીની આંખો પણ

ના વાંચી શકી !!


||24||

મને ખબર

નથી કે પ્રેમ શું છે,

પણ હા એક વ્યક્તિ માટે

હું ખુબ રડ્યો છું !!


||25||

દર્દ આ દુનિયામાં

આનાથી મોટું હોવાનું નથી,

એ સામે બેઠા છે અને એની

સામે જોવાનું નથી !!


||26||

ટ્રાફિકના નિયમો

તોડવાનો જ દંડ વધ્યો છે,

દિલ તોડવું એ તો આજે

પણ ફ્રી છે !!


||27||

#Love તો કર્યો જ

હતો તમને પણ એનાથી

વધારે #Trust કર્યો હતો,

તમે દિલ નહીં #Trust

તોડ્યો છે !!


||28||

હા ! ઇંતજાર

તારો જિંદગીભર રહેશે,

પણ બસ હવે બોલાવીશ

નહીં તને !!


||29||

એમ જ નથી

રડી આ આંખો,

એની સાથે જોયેલા અનેક

સપના તૂટ્યા છે !!


||30||

હું કહી નથી શકતો અને

એ મને સમજી નથી શકતા,

એટલે અમારો પ્રેમ અધુરો છે !! – ઘાયલ દિલ શાયરી ગુજરાતી


||31||

તમે મને

પસંદ તો છો,

પણ હવે તમારી

જરૂર નથી !!


||32||

આખી રાત

કરેલી એ વાતો,

પ્રેમ હતો કે પછી

ટાઈમપાસ !!


||33||

Late Reply

સહન કરી કરીને,

હવે ખુદ Late Reply કરવાની

આદત પડી ગઈ છે !!


||34||

સાંભળ ઓ પાગલ દિલ,

એવું જરૂરી તો નથી કે જેને

તું ચાહે એ પણ તને ચાહે !!


||35||

ભૂલવાનું કામ

તો મગજનું હોય છે,

પણ આ હૃદયને ક્યાં

મગજ જ હોય છે !!


||36||

અફસોસ થાય છે

આજે પોતાની હાલત પર,

કે મેં પોતાને ખોઈ દીધો પણ

તને ના પામી શક્યો !!


||37||

મને ભૂલીને સુવાની

તને તો આદત થઇ ગઈ છે,

જે દિવસે હું સુઈ જઈશ ને ત્યારે

તને ઉંઘથી નફરત થઇ જશે !!


||38||

ત્યારે ઓનલાઈન

રહેવું કેમ ગમે,

જયારે મનગમતી વ્યક્તિ

ઓનલાઈન હોય પણ બીજા

સાથે વ્યસ્ત હોય !!


||39||

માંગ્યું ઉધાર કાજળ

એમનું લખવા શાયરી માટે,

શર્ત મૂકી એમણે લખ પણ

માત્ર મારી આંખો માટે !!


||40||

કદર જ

ના હોય જો પ્રેમની,

તો પ્રેમ કરવાનો

કોઈ મતલબ નથી !! – ઘાયલ દિલ શાયરી ગુજરાતી


||41||

હવે તું મારા

સમ ખાય કે ઝેર,

મને કોઈ ફરક નથી પડતો !!


||42||

એક દિવસ

એવો પણ આવશે,

કે તું મને ફરીથી મેળવવા

માટે રડી પડીશ !!


||43||

આભાર તારો

અને તારા એ પ્રેમનો,

જેણે મને દર્દની ટોચ

પર પહોંચાડ્યો !!


||44||

તું મારું

એક એવું સ્વપ્ન છે,

જે હવે ધીમે ધીમે

તૂટી રહ્યું છે !!


||45||

ભૂલ ક્યારેય દિલ

તોડનારની નથી હોતી,

ભૂલ હંમેશા સાચો પ્રેમ

કરનારની હોય છે !!

💕💕💕💕💕💕💕


||46||

હવે પાછો

આવીશ એ શક્ય જ નથી,

કેમ કે હું નીકળી ચુક્યો છું

આંખના આંસુની જેમ !!


||47||

વર્ષો સુધી મારી આંખ

એમને જોવા તરસી,

પ્રાણ ગયા ત્યારે એ

મારા બેસણામાં વરસી !!


||48||

BLOCK કરી નાખે તો

એટલું દુઃખ ના થાય,

જેટલું મેસેજ જોઇને

IGNORE કરે ત્યારે થાય !!


||49||

હું ક્યાં કહું છું

કે તું મને પ્રેમ કર,

પણ હા મારા મનમાંથી

વહેમ તો દુર કર !!


||50||

દિલને તારા સિવાય

કોઈની ખબર નથી,

અને તે એના હાલ

પણ ના પૂછ્યા !! – ઘાયલ દિલ શાયરી ગુજરાતી


||51||

એ દિલ એટલું

પણ ખુશ ના થઈશ,

વર્ષ બદલાઈ રહ્યું છે

નસીબ નહીં !!


||52||

ના તું મારો હતો

કે ના હું તારી હતી,

આ જિંદગી બસ ત્યાં

સુધી જ સારી હતી !!


||53||

મારા માટે પ્રેમ

3000 ની નોટ જેવો છે,

નથી બન્યો, નથી જોયો

કે નથી મળવાનો !!


||54||

આંખોને

મારી ના પૂછીશ

કે દર્દ કેટલું છે,

તું પૂછે છે ને ઘડીકમાં

છલકાઈ આવે છે !!


||55||

દુવા કરું છું કે જે

મારા પર વીતી છે એ

તારા પર ના વીતે !!


||56||

આદત માણસને

એક દિવસ બરબાદ કરી દે છે,

પછી એ આદત કોઈ નશાની હોય

કે કોઈને બેહદ પ્રેમ કરવાની !!


||57||

મેં હસીને

છોડી દીધા એમને,

જેમને મેળવવા માટે હું

બહુ રડ્યો હતો !!


||58||

ફરક તો પડે યાર,

હું દિલથી વાત કરું અને

તું તારી મરજીથી !!


||59||

કમબખ્ત દિલ તૈયાર જ

નથી થતું એને ભૂલવા માટે,

હું એને હાથ જોડું છું અને એ

મારા પગે પડી જાય છે !!


||60||

ખબર નહીં શું કામ હું

એ વ્યક્તિની ચિંતા કરું છું,

જેને મારી કંઈ પડી નથી !! – ઘાયલ દિલ શાયરી ગુજરાતી


||61||

ના પામી શકું છું

અને ના તો ભુલાવી શકું છું,

કંઇક એવી મજબૂરી

છો તું મારી !!


||62||

તમે તો સુઈ જાઓ છો

કોઈ બીજાના સપના જોઇને,

મને પૂછો રાત કેટલી લાંબી હોય છે !!


||63||

પ્રેમની શરૂઆતમાં તમે

ભલે ગમે તેટલા ખુશ થાઓ,

અંતે રડવાનું જ આવે છે !!


||64||

જિંદગીમાં બધું જ

બીજી વાર મળી જશે પણ

સમયની સાથે ખોઈ દીધેલો પ્રેમ

ફરી ક્યારેય નહીં મળે !!


||65||

Love અને

Study હંમેશા

Limit માં કરવું જોઈએ,

ખબર નહીં બંને ક્યારે

બદલાઈ જાય !!


||66||

પ્રેમ તો અમારો

પણ 24 કેરેટ શુદ્ધ હતો,

પણ એમની ખરીદવાની

ત્રેવડ નહોતી !!


||67||

એણે મને કહ્યું તમે

બહુ બદલાઈ ગયા છો,

મેં કહ્યું બસ બધી તારી

જ મહેરબાની છે !!


||68||

જિંદગીમાં

પ્રેમ તો બહુ કર્યો,

બસ એમણે ભરોસો ના

અપાવી શક્યા કે અમે

માત્ર એમના છીએ !!


||69||

અમે જેના

પર મરતા હતા,

એ મારી ગયા છે

અમારા માટે !!


||70||

ક્યારેય જુના

મેસેજ ના વાંચશો,

સાચે જ બહુ તકલીફ

થાય છે !! – ઘાયલ દિલ શાયરી ગુજરાતી


||71||

દગો કોઈ એકથી

જ મળ્યો છે મને,

પણ આ દિલને હવે

દરેકથી ડર લાગે છે !!


||72||

Online હોવા છતાં

એણે કહ્યું એ Busy છે,

જુઓ મિત્રો મને છેતરવો

કેટલો Easy છે !!


||73||

ક્યારેક ક્યારેક

એવું મન થઇ આવે છે,

કે આપણા સંબંધનું નામ પ્રેમ

બદલીને દર્દ રાખી દઉં !!


||74||

ખબર હોત

કે તમે આવા છો,

તો દિલ શું મોબાઈલ

નંબર પણ ના આપત !!


||75||

એ દિલ કોઈની

આશા ના રાખીશ,

પછી તું જ દુઃખી થાય છે !!


||76||

આ તો દિલની

વાતો છે સાહેબ,

લખી લખીને કેટલીક

સમજાવવી !!


||77||

દરેક વખતે તૂટી જાય

દિલ એવી કહાની રાખે છે,

તું પણ ખુદા ધબકતા હૈયામાં

જીન્દગાની રાખે છે !!


||78||

લગનની

કંકોત્રી છપાઈ ગઈ છે,

પણ અફસોસ કે એનું નામ

અંદર છે ને મારું બહાર !!


||79||

ક્યારેક વિચારીને

રોવાઇ જાય છે,

પ્રેમ ના કર્યો હોત

તો સારું હોત !!


||80||

જેમના નસીબમાં

દુઃખ લખ્યું હોય,

એમને જિંદગીમાં એકવાર

પ્રેમ જરૂર થાય છે !! – ઘાયલ દિલ શાયરી ગુજરાતી


||81||

જે મળવાની જ

નથી જીવનભર,

દિલને હજુ એની જ

આશા છે !!


||82||

તારો જુઠો પ્રેમ

તને છોડીને ચાલ્યો જશે,

ત્યારે તને મારો સાચો પ્રેમ

જરૂર યાદ આવશે !!


||83||

જેટલો વધારે લગાવ,
એટલો ઊંડો ઘાવ !!


||84||

જેના માટે

હું કંઈ ના હતો,

મારા માટે એ

ઘણું બધું હતા !!


||85||

મેસેજ કર્યા પછી જે

રિપ્લાયની રાહ જોવાતી હોય છે,

એનાથી વધારે અકળામણ

બીજી કોઈ ના હોય !!


||86||

4 GB નું દિલ

ને 32 GB નું દુઃખ,

પછી System તો

Hang થવાની જ ને !!


||87||

તમે ભલે ગમે તેટલો

સાચો પ્રેમ કરી લો,

પણ ખાલી ખિસ્સા બ્રેકઅપ

કરાવીને જ રહેશે !!


||88||

હતો જો પ્રથમ પ્રેમ સાચો

તો બીજીવાર કેમ થયો,

અને જો હોય બીજો પ્રેમ સાચો

તો પેહલો યાદ કેમ રહ્યો ??


||89||

પ્રેમ સંબંધ ચાલુ હશે

ત્યાં સુધી બધું સારું જ હશે,

તૂટ્યા પછી એકબીજાનું

ખરાબ બોલવાનું ચાલુ !!


||90||

એ Online તો છે,

પણ મારા માટે નહીં !! – ઘાયલ દિલ શાયરી ગુજરાતી


||91||

જિંદગીભરના આંસુ એ,

પ્રેમની સૌથી છેલ્લી

ભેટ છે !!


||92||

પ્રેમની હદ

હોય છે સાહેબ,

નફરતની કોઈ હદ

નથી હોતી !!


||93||

અમુક લોકો સાથે વાતો

કરવા આપણું દિલ તરસતું હોય છે,

પણ એ આપણા માટે ઓનલાઈન

આવતા જ નથી હોતા !!


||94||

એક ભૂલ હું

વારંવાર કરતો હતો,

એની ના હતી છતાંય એને

અનહદ પ્રેમ કરતો હતો !!


||95||

આજે તું

મને રડાવીને ગઈ છે,

યાદ રાખજે કાલે તું ખુદ

પણ રડતી રડતી

આવીશ મારી પાસે !!


||96||

તું એટલે એક

એવું #Location,

જ્યાં પહોંચવાનો કોઈ

રસ્તો નથી !!


||97||

ગુલાબ તો મારી

પાસે પણ છે સાહેબ,

બસ એની સુગંધ બીજાના

નસીબમાં છે !!


||98||

જયારે મારી

આંખો ભરાય છે,

ત્યારે મારી સામે તારો હસતો

ચહેરો ઉભો થાય છે !!


||99||

માફ કર મને

તારો પ્રેમ નથી જોતો,

મને મારું હસ્તુ ખેલતુ

દિલ પાછું આપીદે !!


||100||

રમકડું છું

હું એના હાથનું,

નારાજ એ થાય છે

ને તૂટી હું જઉં છું. – ઘાયલ દિલ શાયરી ગુજરાતી


||101||

પથ્થર હતું

અને પથ્થર જ રહેશે,

મારી નજરમાં તારું દિલ !!


||102||

એ દિવસે

તું પણ રોઈશ,

જે દિવસે તું મને

ખોઇશ !!


||103||

હું આખો

ખોવાઈ ગયો તારામાં,

અને તું જરાક પણ ભૂલી

ના પડી મારામાં !!


||104||

એક સમય

અને એક મજબૂરી,

બંને પાસે એટલી તાકાત છે

કે એની આગળ પ્રેમ પણ

હારી જાય છે !!


||105||

તારું અને મારું

સરનામું મળે એમ નથી,

છતાં કોઈ શોધે તારામાં

અને હું ના મળું એમ

પણ નથી !!


||106||

ચલ Bye

ચાર્જિંગ ઓછું છે

પછી વાત કરીએ,

વાત પૂરી કરવા માટે

સૌથી વધારે આ

વપરાય છે !!


||107||

જયારે કોઈ માણસની

લાગણી સાથે રમી જાય ને,

ત્યારે એ શાયરીઓ સાથે રમી ને

વાહ-વાહ કમાતા શીખી જાય છે !!


||108||

એમની પાસે

શું આશા રાખશો પ્રેમની,

જેને વાત કરવા પણ કહેવું પડે છે

કે મારી સાથે વાત કર !!


||109||

નથી આજે

લાગણીના સાચા સંબંધ,

જેને પ્રેમ છે એને પણ

શરીરનો મોહ છે !!


||110||

જેના અવાજથી દિલ

ખુશીઓથી ભરાઈ જતું હતું,

એ જ અવાજથી આજે આંખો

ભરાઈ જાય છે !! – ઘાયલ દિલ શાયરી ગુજરાતી


||111||

ચાહત આપણી

એ હદ સુધી જવી જોઈએ,

ઠોકર વાગે અમને અને પીડા

તમને થવી જોઈએ !!


||112||

ચાલ મારી લાગણી

પણ દાવ પર લગાડું,

હારવા જેવું હવે કંઈ જ

બાકી રહ્યું નથી !!


||113||

લાગે છે

મારી Crush ને

Typing નથી આવડતું,

એટલે જ મેસેજ Seen

કરીને મૂકી દે છે !!


||114||

પ્રેમની વાતો માત્ર

ફિલ્મોમાં જ સારી લાગે,

વાસ્તવિકતા તો કંઇક

અલગ જ હોય છે સાહેબ !!


||115||

જેનું દિલ તૂટ્યું હોય

એને જ ખબર હોય,

રાત્રે શાંતિથી સુવું

કેટલું અઘરું હોય !!


||116||

શરીર તો

વેચતા પણ મળે છે,

પણ હું તો તારા પ્રેમનો

તરસ્યો હતો !!


||117||

ક્યાં વટાવવો

આ લાગણીનો કોરો ચેક,

એના દિલ સિવાય બીજે ક્યાંય

મારે ખાતું નથી !!


||118||

શક કર્યો

એ ભલે ખોટું કર્યું,

પણ શક તો સાચો જ

પડ્યો સાહેબ !!


||119||

તે જ આપી હતી

ખુશીઓ મને,

અને હવે તે જ

છીનવી લીધી !!


||120||

હારવાની મને

ક્યાં આદત હતી,

પણ આ તો તારી

ખુશીનો સવાલ હતો !! – ઘાયલ દિલ શાયરી ગુજરાતી


આ પણ વાંચો:-


સારાંશ

પ્રિય પ્રેમિકાઓના પ્રેમીઓ અને પ્રેમીઓની પ્રેમિકાઓ અમે આશા રાખીએ છીએ કે, તમે અહીંયા ઘાયલ દિલ શાયરી ગુજરાતી મળી હશે. તો આમ ઘાયલ દિલ શાયરી ગુજરાતીની જેમ વિવિધ શાયરીઓ જાણવો માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે. – ઘાયલ દિલ શાયરી ગુજરાતી

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “100+ બેસ્ટ ઘાયલ દિલ શાયરી ગુજરાતી | Broken Heart Shayari Gujarati”

Leave a Comment