100+ બેસ્ટ એટીટ્યુડ શાયરી ગુજરાતી | Attitude Shayari Gujarati

અત્યારના સમયમાં એટીટ્યુડ શાયરી ગુજરાતી એ કોઈની લાગણી શેર કરવા માટે ખૂબ જ સારું માધ્યમ છે, કારણ કે હાલના સમયમાં બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને કેટલો પ્રેમ કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ જ્યાં સુધી તમે તમારો પ્રેમ ન બતાવો ત્યાં સુધી તે નકામું છે. તેથી અત્યાર ના સમયમાં લોકો પોતાનો પ્રેમ બતાવવા માટે એટીટ્યુડ શાયરી ગુજરાતી નો ઉપયોગ કરી પોતાનો પ્રેમ બતાવતા હોય છો.

જો તમે પણ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે એટીટ્યુડ શાયરી ગુજરાતી શોધી રહ્યા છો. તો અહીં નીચે 100+ બેસ્ટ એટીટ્યુડ શાયરી ગુજરાતી આપી છે. જેથી તમને ગમતી Attitude Shayari Gujarati નો ઉપયોગ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે કરી શકો છો.


એટીટ્યુડ શાયરી


100+ બેસ્ટ એટીટ્યુડ શાયરી ગુજરાતી | Attitude Shayari Gujarati

||1||

અમે અમારા

અંદાજમાં ખુશ છીએ,

જરૂરી નથી કે બધાને

પસંદ આવીએ !!


||2||

હું બીજો મોકો

આપવામાં નથી માનતો,

કેમ કે મને ખબર છે અમુક લોકો

ક્યારેય નથી બદલાતા !!


||3||

મેં મારી લાઈફમાં,

મારા સિવાય કોઈ બીજાનું

ખરાબ નથી કર્યું !!


||4||

ભલે અમે બહુ

વજનદાર તો નથી,

પણ હલકામાં લેવાની

ભૂલ ના કરતા !!


||5||

ખુમારી છે

છેલ્લે સુધી લડી લેવાની,

લકીરોની લાચારી અમને

પસંદ નથી !!


||6||

કોઈ વગર

કંઈ અટકતું નથી સાહેબ,

એટલે કોઈએ ખોટા વહેમમાં ના રહેવું !!


||7||

ચાલાકી ભલે

નથી આવડતી મને,

પણ હા સમજમાં બધું આવે છે !!


||8||

જો તમારે કોઈ

મતલબથી જ મળવું હોય,

તો બેહતર છે કે મને

ના મળશો !!


||9||

હા થોડો જીદ્દી છું,

કેમ કે એકવાર જો હું

કોઈનો હાથ પકડી લઉં તો

એમનો સાથ ક્યારેય

નથી છોડતો !!


||10||

આ શબ્દોના

યુદ્ધમાં મને ના ધકેલશો,

હું કુરુક્ષેત્રનો મોટો

યોદ્ધો છું !!


||11||

જે મારા

વગર ખુશ હોય,

એને હું ડીસ્ટર્બ નથી કરતો !!


||12||

જન્મ એવી રીતે

થયો કે દીકરી આવી છે,

મરવું એવી રીતે છે કે દીકરી

હોય તો આવી !!


||13||

દુનિયા

જયારે ઘસઘસાટ ઊંઘે,

ત્યારે જીવવાની એકાદ કોશિશ

હું પણ કરી લઉં છું !!


||14||

માપે રહેવાનું,

ને મોજમાં રહેવાનું !!


||15||

મને બ્લેક

કલર વધારે પસંદ છે,

કેમ કે એ બીજા કલરની જેમ પોતાનો

રંગ નથી બદલતો !!


||16||

બહુ જીવી લીધું

એમના માટે જે મને ગમે છે,

હવે એના માટે જીવવું છે

જેને હું ગમું છું !!


||17||

આપણું

રાખે એનું જ રાખો,

બાકી બધાને સાઈડમાં રાખો !!


||18||

જે અનુભવું

છું એ કહી નાખું છું,

શબ્દો સાથે દગાખોરી મને

નથી આવડતી !!


||19||

યાદ રાખજો સાહેબ,

રોવડાવવા વાળા સત્તર મળશે,

પણ હસાવવા વાળી હું એક જ છું !!


||20||

ignore કરવો

હોય તો એટલો જ કરજે,

હું ignore કરું તો તું સહન

કરી શકે !! – એટીટ્યુડ શાયરી ગુજરાતી


||21||

એક બાજી હારી

ગયા તો શું થયું સાહેબ,

બાકી રાજ તો આજે પણ કરોડો

દિલ પર કરીએ છીએ !!


||22||

સારું અને ખરાબ બોલતા

તો બધાને આવડતું જ હોય છે,

પણ અમુકને સમજ નથી હોતી કે

કોની સાથે કેમ બોલવું !!


||23||

એવું નથી કે

ફક્ત દુનિયા સાથે યુદ્ધ છે,

અંદર પણ કોઈક બેઠું છે,

હથિયારો સજાવીને !!


||24||

દુનિયામાં

એવી કોઈ છોકરી નથી,

કે જેને હું ધારું અને

મેળવી ના શકું !!


||25||

સમજુતી કરી લીધી છે મેં

મારા ભોળા અંતર સાથે,

વાતો કરવી ફૂલો સાથે અને

મૂંગા રહેવું પત્થર સાથે !!


||26||

જે બધી તરફ જાય છે,

એને હું ક્યારેય મારા તરફ

આવવા નથી દેતો !!


||27||

જ્યાં તમારા

બધાની તાકાત ઓછી પડે,

ત્યાં ફક્ત અમારી ઝલક

જ કાફી છે વ્હાલા !!


||28||

મને ફરવા

જવાનો શોખ નથી,

ઘરે મોબાઈલ લઈને પડ્યા

રહેવાનો શોખ છે !!


||29||

કાં તો

મને છોડી દે,

કાં તો મારા પર છોડી દે !!


||30||

હું ખુદ પણ

મને નથી સમજી શકી,

તો તું મને શું ધૂળ સમજવાનો !! – એટીટ્યુડ શાયરી ગુજરાતી


||31||

એક ના એક દિવસે

તો હાસિલ કરી લઇશ મંજીલ,

ઠોકરો કઈ ઝેર તો નથી જે

ખાઈ ને મરી જઈશ !!


||32||

ખુદને ભૂલીને

ભટકી ન જાઉં હું ક્યારેક,

એટલે જ અરીસાનો ટુકડો

ખિસ્સામાં રાખું છું !!


||33||

દુનિયામાં એવો

કોઈ Subject નથી બન્યો,

જે એક રાતમાં વાંચીને પાસ

ના કરી શકાય !!


||34||

કિનારો ના

મળે તો ભલે ના સહી,

ડુબાડી બીજાને ક્યારેય

તરવું નથી મારે.


||35||

બુરાઈ

કરવા વાળાઓ,

બરાબરી કરી બતાવો !!


||36||

જયારે મારો સમય આવશે

ત્યારે એમને ઔકાત બતાવીશ એમની,

અત્યારે એમનો સમય છે બોલવા દો એમને !!


||37||

બાદશાહ ભલે ગમે તે હોય,

પણ જ્યાં અમે પગ મુકીએ છીએ ત્યાં

બસ અમારી જ હકુમત ચાલે છે !!


||38||

આ તો થોડા

કાબુમાં રહીએ છીએ સાહેબ,

બાકી કોની હિંમત છે આંખ ઉંચી

કરીને જોવાની !!


||39||

આપણે હંમેશા મોજમાં રહેવાનું,

બળતરા કરવાવાળા

તો કર્યા કરે !!


||40||

નસીબના તુફાનથી

મારું કંઇ જ નથી બગડવાનું,

કેમ કે હું કિસ્મત પર નહીં પણ

ખુદ પર ભરોસો કરું છું !! – એટીટ્યુડ શાયરી ગુજરાતી


||41||

મને હરાવીને મારો

જીવ લઇ જાય એ મંજુર છે મને,

પણ દગો કરવાવાળાને હું બીજો

મોકો નથી આપતો !!


||42||

મને હરાવીને મારો

જીવ લઇ જાય એ મંજુર છે મને,

પણ દગો કરવાવાળાને હું બીજો

મોકો નથી આપતો !!


||43||

મિલાવું હાથ તો

એમાં મિલાવટ હું નથી કરતો,

સંબંધોમાં સમય વર્તી સજાવટ

હું નથી કરતો !!


||44||

મારા માટે,

હું એકલી જ

કાફી છું !!


||45||

ફૂલની જેમ સાચવીને

રાખ્યું છે મેં મારું હૃદય,

દર્દ આપો તો જરા સમજી

વિચારીને આપજો !!


||46||

મારા જીવવાની

રીત જ કંઇક અલગ છે,

હું કોઈના ઈશારા પર નહીં

મારી જીદ પર જીવું છું !!


||47||

જરા ધીરે ચાલ ઓ સમય,

હજી તો ઘણા લોકોને એમની

ઓકાત દેખાડવાની છે મારે !!


||48||

કોઈને દુઃખ ના લાગે એ માટે

મૌન વજનદાર રાખું છું,

નહીં તો શબ્દો હું પણ

ધારદાર રાખું છું !!


||49||

મારી જિંદગી

તો સદાબહાર છે,

જે કંઈ મળ્યું છે એ મારા

ગજા બહાર છે.


||50||

હું તો સમયથી

હારીને ઉભો હતો અને

સામેવાળા પોતાને વીર

સમજી રહ્યા હતા !! – એટીટ્યુડ શાયરી ગુજરાતી


||51||

વારંવાર છળ કપટને

માફ કરવાવાળા લોકો દયાળુ

નહીં મૂરખ કહેવાય છે !!


||52||

કોઈને પાઠ ભણાવવા ક્યારેય

હું કોઈ સંબંધથી દુર નથી થયો,

હું તો એટલા માટે દુર થયો કારણ કે હું

મારો પાઠ શીખી ગયો હતો !!


||53||

સાંભળ્યું છે કે બીજાના

સહારે તરવા વાળા અમુક લોકો,

અમને ડૂબાડવાની ફિરાકમાં છે !!


||54||

તમારો ઘમંડ વાજબી છે

કેમ કે તમે એની પસંદ છો જેને

બીજું કોઈ પસંદ નથી આવતું !!


||55||

મારી મુશ્કેલીઓ

અલગ છે આ દુનિયાથી,

હું બીજા કરતા પોતાની જાતમાં

વધારે ગૂંચવાયેલો છું !!


||56||

સ્વાભિમાન સાથે

સમાધાન ક્યારેય નહીં થાય,

જે અમારા વિરોધી છે એ હંમેશા

અમારા વિરોધી જ રહેશે !!


||57||

વારસામાં કંઈ

નથી જોઈતું અમને,

અમારી કહાની અમે

પોતે લખીશું !!


||58||

લોકોને ખોઈ ના દઉં એટલે

પહેલા હું બધાનું સાંભળતો હતો,

પોતાને ખોઈ ના દઉં એટલે હવે હું બધાને

એમની મર્યાદામાં રાખું છું !!


||59||

વીતી ગયેલી કાલ છું હું,

યાદ તો બહુ આવીશ પણ

પાછો ક્યારેય નહીં !!


||60||

આ તો લાગણીના

લીધે છેતરાતા રહ્યા દોસ્ત,

બાકી અમારી પીઠ પાછળ કોઈ ઘા

કરી જાય એ વાતમાં દમ નથી !!


||61||

મારા એકલા રહી જવાનું

એક કારણ એ પણ છે કે મને

મતલબી અને ખોટા લોકો સાથેનો

સંબંધ તોડવામાં ડર નથી લાગતો !!


||62||

અમે વાત

બદલવાવાળા નહીં,

હાલત બદલવાવાળા

ખેલાડી છીએ !!


||63||

આ જંગલની

અર્થવ્યવસ્થા ગમે તે હોય,

હું ક્યારેય ઘાસ નહીં ખાઉં,

આ મારો અહંકાર નથી પણ હું

જાણું છું કે હું કોણ છું !!


||64||

હું કોઇથી

બદલો નહીં લઉં,

હું બાકી બધાથી શ્રેષ્ઠ

બની જઈશ !!


||65||

એક ખરાબ આદત

આજે પણ મારામાં છે,

હું માફ કરીને પણ કોઈને

માફ નથી કરતો !!


||66||

હું તોફાનોને પણ

એક દિવસ હરાવી દઈશ,

આ હવાઓને થોડી મસ્તી

કરી લેવા દો સાહેબ !!


||67||

ગાળો ખાધા

વગર જ માની જાય,

એટલા સમજદાર ક્યાં

હોય છે લોકો !!


||68||

અમુક દગા

દિલમાં દબાવીને રાખ્યા છે,

સમય આવશે ત્યારે બદલો પણ

દબાવીને લેવામાં આવશે !!


||69||

નક્કી એની

આંખમાં મોતિયો હશે,

બાકી એવી કોઈ આંખ નથી

જે મને પસંદ ના કરે !!


||70||

ધ્યાન તો અમારું

બધી જગ્યાએ હોય છે,

બસ દેખાવ એવો કરીએ છીએ

જાણે કંઈ ખબર ના હોય !! – એટીટ્યુડ શાયરી ગુજરાતી


||71||

અપમાનનો બદલો

લડાઈ કરીને નહીં સાહેબ,

શાંતિથી સફળ થઈને લેવાની

કંઈક અલગ મજા છે !!


||72||

કર્મનું ફળ તેલ લેવા ગયું,

જો કોઈ મારી સાથે ખરાબ કરશે તો

હું પણ એનું ખરાબ કરીશ !!


||73||

સહન કરવાની

હિંમત રાખું છું તો તબાહ

કરવાની તાકાત પણ રાખું છું !!


||74||

ગેમ ચેન્જર બનો દોસ્ત,

કેમ કે આ દુનિયા પહેલાથી જ

ખેલાડીઓથી ભરી પડી છે !!


||75||

વાત જો સ્વમાનની

આવશે તો પછી સંબંધની ચિંતા

અમે પણ નહીં કરીએ !!


||76||

માપમાં રહેવું,

ચહેરો ભલે માસુમ હોય

પણ ખોપડી ગરમ છે !!


||77||

સિંહ નહીં વરુ છું હું

અને વરુ જ એક એવું પ્રાણી છે

જેના ગળામાં આજ સુધી કોઈ

પટ્ટો નથી પહેરાવી શક્યું !!


||78||

ભાઈ સાથે હોય

પછી આ દુનિયાની તો

એક બે અને ત્રણ !!


||79||

મને મારી માં કહે છે

કે બેટા પૈસા તો બધા કમાય છે,

તું પૈસાની સાથે સાથે ઈજ્જત અને

થોડી માણસાઈ પણ કમાજે !!


||80||

ના તો હું નાસ્તિક

છું કે ના તો હું આસ્તિક છું,

હું જે કંઈ પણ છું એ બસ

વાસ્તવિક છું !!


||81||

હશે તારી વાત લાખની,

પણ મારો વટ સવા

લાખનો છે !!


||82||

તમને કોઈને મારાથી

પ્રોબ્લેમ હોય તો કહેજો,

એનું સોલ્યુશન તો નથી પણ દુર

થઇ જઈશ તમારાથી !!


||83||

દિલ જ દરિયા

જેવું રાખ્યું હતું ને સાહેબ,

એટલે જ નદીઓ આજે સામેથી

મળવા આવે છે !!


||84||

અમે તો સમંદર

છીએ એટલે શાંત જ રહેવા દો,

બાકી જો ઔકાત પર આવ્યા તો

બધાને ડુબાડી દઈશ !!


||85||

અમે સાવજ

છીએ જે એકલા ત્રાટકે,

બાકી લશ્કર તો કુતરા

રાખે સાહેબ !!


||86||

સારું થશે કે તું

તારો ફેંસલો બદલી નાખે,

નહીંતર હું તારો નકશો

બદલી નાખીશ !!


||87||

જિંદગીના કાગળ

પર કોઈના હક લખવા બેઠો છું,

નથી ફિકર મને મોતની આજે

ઈતિહાસ રચવા બેઠો છું !!


||88||

હા જોઈ

લે અને સમજી લે,

તારી ઔકાતની બહાર છું !!


||89||

ઈમાનદારી

એક મોંઘો શોખ છે,

જે હર કોઈની તાકાતની

વાત નથી !!


||90||

તમે કોફીમાં દિલ બનાવો છો,

અને અમે દિલથી ચા

બનાવીએ છીએ !!


||91||

જિંદગી મારી પોતાની છે,

તો અંદાજ પણ મારો

પોતાનો જ હોય ને !!


||92||

જે બધી તરફ જાય છે,
એને હું મારા તરફ આવવા
નથી દેતો !!


||93||

તને મારા વગર

ચાલશે તો સાંભળ,

મને તારા વગર દોડશે !!


||94||

માહોલની કોઈ

પરવાહ નથી દોસ્તો,

જયારે મન થશે ત્યારે

એને બદલી દઈશ !!


||95||

ભરોસો ના

હોય તો ભૂલી જજો,

બાકી કોઈ દિવસ બેવફા

ના કહેતા મને !!


||96||

સ્વમાની

માણસ છું સાહેબ,

સંઘર્ષ કરતા આવડશે

સહન કરતા નહીં !!


||97||

તમારા વિચારોમાં

પણ વિચાર હશે વ્હાલા,

બાકી અહિંયા તો આંખના પલકારે

જ ફેસલો હોય છે !!


||98||

લોકોનો સ્વભાવ બદલાઈ જાય

તો એમાં અમને કશો ફેર ના પડે સાહેબ,

અમે પહેલા પણ ખુશ હતા અને

આગળ પણ ખુશ જ રહીશું !!


||99||

અમે અમારા દોસ્તો માટે

દિલ પણ તોડી નાખીએ છીએ,

તો વિચાર કરો દુશ્મનનું શું શું

તોડી નાખીશું સાહેબ !!


||100||

અમારો ટાઈમ કંઇક એવો આવશે,

નફરત કરવાવાળા પણ

અમને ચાહશે !! – એટીટ્યુડ શાયરી ગુજરાતી


||101||

તમે તમારી

હદમાં રહેશો તો સારું રહેશે,

હું મારી હદ વટાવીશ તો સહન

નહીં કરી શકો !!


||102||

રાતમાં કુતરાઓ

ભલે ગમે તેટલું ભસી લે,

પણ સવારમાં દબદબો તો

સિંહનો જ હોય છે હો !!


||103||

સાચું બોલીને મને દુઃખી કરજે,

પણ ખોટું બોલીને મને

ખુશ કદી ના કરતો !!


||104||

હજી તો અમે

મેદાનમાં આવ્યાં પણ નથી ને,

લોકોએ અમારી ચર્ચા શરુ

કરી દીધી છે !!


||105||

હું કોઈને સારી નથી

લાગતી તો હું શું કરી શકું,

દરેકની પસંદગી કંઈ સારી

થોડી હોય છે !!


||106||

મને નફરત કરવી હોય

તો ઈરાદો મજબુત કરી લે,

જો જરાક પણ ચુકી ગયો

તો પ્રેમ થઇ જશે !!


||107||

કહી દો તમામ

દુઃખો અને મુશ્કેલીઓને,

હવે મને દરેક હાલતમાં જીવતા

આવડી ગયું છે !!


||108||

હે પ્રભુ ! લખીને

મારું ભાગ્ય જો તું ખુશ હોય,

તો તારા એ નિર્ણય પર

હું રડી કેમ શકું ?


||109||

તમે સારા છો

તો થઈને દેખાડો,

અમે ખરાબ છીએ

તો સાબિત કરો. – એટીટ્યુડ શાયરી ગુજરાતી


||110||

Smart છું પણ

Girl Friend નથી,

કારણ કે મારે પ્રેમ કરવો છે

#Time Pass નહીં !! – એટીટ્યુડ શાયરી ગુજરાતી


||111||

એ વિચારી ફૂલે

ગજ ગજ મારી છાતી,

હું ને મારી ભાષા બન્ને

છીએ ગુજરાતી !!


||112||

તું મને ખાલી

બદનામ કરી શકે છો,

બાકી બરબાદ તો હું તને

કરવાનો છું !!


||113||

ઘા અમારો

એક જ હશે વ્હાલા,

પણ યાદ તો તારી સાથ

પેઢીને રહેશે !!


||114||

ઈજ્જત આપો તો ઈજ્જત મળશે,

બાકી હેસિયત જોઇને માથુ ઝૂકાવવાની

મારી આદત નથી હો વ્હાલા !!


||115||

ચુપ રહેવાથી

સિંહની જાત બદલાઈ ના જાય,

ને રાડો પાડવાથી કુતરા

સિંહ ના થઇ જાય !!


||116||

જે લોકો મને નથી સમજતા

અમને હું IGNORE કરી દવ છું,

હવે જીવવાનો નિયમ કંઇક એવો છે !!


||117||

ગુજરાતી છોકરીઓમાં

બીજું કશું હોય કે ના હોય,

પણ Attitude તો આખા

ગામનો હોય !!


||118||

એવું બદલાઈ જવું છે ને,

લોકો તરસી જાય

પહેલા જેવો જોવા માટે !!


||119||

અરે કંઈ વાંધો નહીં,

લોકો અમને મતલબ પડે

ત્યારે તો યાદ કરે છે !!


||120||

હું મારી

નજરમાં બરાબર છું,

બીજાની નજરનો મેં ઠેકો

નથી લીધો !! – એટીટ્યુડ શાયરી ગુજરાતી


આ પણ વાંચો:-


સારાંશ

પ્રિય દોસ્તો, પ્રેમિકાઓના પ્રેમીઓ અને પ્રેમીઓની પ્રેમિકાઓ અમે આશા રાખીએ છીએ કે, તમે અહીંયા એટીટ્યુડ શાયરી ગુજરાતી મળી હશે. તો આમ એટીટ્યુડ શાયરી ગુજરાતીની જેમ વિવિધ શાયરીઓ જાણવો માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે. – એટીટ્યુડ શાયરી ગુજરાતી

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “100+ બેસ્ટ એટીટ્યુડ શાયરી ગુજરાતી | Attitude Shayari Gujarati”

Leave a Comment