અત્યારના સમયમાં નારાજગી શાયરી ગુજરાતી એ કોઈની લાગણી શેર કરવા માટે ખૂબ જ સારું માધ્યમ છે, કારણ કે હાલના સમયમાં બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને કેટલો પ્રેમ કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ જ્યાં સુધી તમે તમારો પ્રેમ ન બતાવો ત્યાં સુધી તે નકામું છે. તેથી અત્યાર ના સમયમાં લોકો પોતાનો પ્રેમ બતાવવા માટે નારાજગી શાયરી ગુજરાતી નો ઉપયોગ કરી પોતાનો પ્રેમ બતાવતા હોય છો.
જો તમે પણ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે રોમેન્ટિક શાયરી ગુજરાતી શોધી રહ્યા છો. તો અહીં નીચે 100+ બેસ્ટ નારાજગી શાયરી ગુજરાતી આપી છે. જેથી તમને ગમતી Narajagi Shayari Gujarati નો ઉપયોગ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે કરી શકો છો. – નારાજગી શાયરી
100+ બેસ્ટ નારાજગી શાયરી ગુજરાતી | Narajagi Shayari Gujarati
||1||
એવું નથી કે સમય નથી,
વાત એમ છે કે વાત કરવાનું
એમનું કોઈ મન જ નથી !!
||2||
મેં નારાજ
થઈને પણ જોઈ લીધું,
એને કોઈ જ ફરક નથી પડતો !!
||3||
નારાજ તો બહુ છું તારાથી,
પણ કસમથી બીજા સામે ક્યારેય
મેં તારી શિકાયત નથી કરી !!
||4||
ખબર નહીં હું
શું કામ એ વ્યક્તિની ચિંતા
કરું છું જેને મારી કંઈ
જ પડી નથી !!
||5||
હું ગર્લફ્રેન્ડ એટલે નથી
બનાવતો કેમ કે મને ખબર છે,
મારા ઘરવાળા એને નાગરિકતા
નહીં આપે !!
||6||
કારણ વગર
નારાજ થતા લોકોને,
મનાવવા કરતા ભાડમાં
જવા દેવા જોઈએ !!
||7||
હા મને
ખબર છે,
કે તને મારી કંઈ
નથી પડી !!
||8||
એને
એટલા બધા ફ્રેન્ડ છે,
કે મારી યાદ જ નથી
આવતી એને !!
||9||
જે તમારી સાથે
સીધી રીતે વાત પણ નથી કરતા,
તમે એનાથી પ્રેમની ઉમ્મીદ
રાખીને બેઠા છો !!
||10||
એમ ના માનશો કે
તમને કહેવાની મારામાં હિંમત
નથી અફસોસ બસ એ છે કે તમને
લાગણીની કોઈ કિંમત નથી !! – નારાજગી શાયરી
||11||
કોઈનાથી
નારાજ થતા પહેલા,
એકવાર એની મજબૂરી
વિશે વિચારી લો !!
||12||
મળવાનો
તો સવાલ જ નથી,
હું હવે તારો ચહેરો
પણ જોવા નથી
માંગતો !!
||13||
એમ તો એક દિવસ
બધા મરી જ જવાના છે,
આતો તમે મળ્યા હોત તો
થોડું જીવી લેત !!
||14||
ખુદ પર એટલું Focus
રાખો કે બાકી બધું Blur થઇ જાય,
પછી દુનિયામાં કોઈની તાકાત નથી કે
તમને દુખી કરી શકે !!
||15||
તમે એકવાર
IGNORE કરો મને,
કસમથી ક્યારેય DISTURB
નહીં કરું તમને !!
||16||
મને ખબર જ છે કે
તારો મેસેજ નથી આવવાનો,
છતાં પણ રાહ જોવી
ગમે છે મને !!
||17||
કોઈ ને ખુશ
કરવાની કોશિશ ના કરશો સાહેબ,
પછી એમજ કેશે મેં ક્યાં
કીધું તું તને !!
||18||
મારા ઓનલાઈન
કે ઓફલાઈન થવાથી,
કોઈને કોઈ ફરક
નથી પડતો !!
||19||
દિલને તારા
સિવાય કોઈની ખબર નથી,
અને તે એના હાલ પણ
ના પૂછ્યા !!
||20||
મારા ફોનને રીસીવ
ના કરવો હોય તો ના કર,
બસ એટલું તો કહી દે તબિયત
ખરાબ છે કે નિયત !! – નારાજગી શાયરી
||21||
આજે અમને IGNORE
કરો છો તો કરી લ્યો વાંધો નહીં,
પણ કાલે તમે IGNORE થાઓ તો
અમને ખોટા ના સમજતા !!
||22||
હું તારા
પર ગુસ્સે નથી,
તારા નિર્ણય પર
ગુસ્સે છું !!
||23||
બધા
ઓનલાઈન જ છે,
પણ મારા માટે કોઈ
નહીં !!
||24||
એ લોકો
ઉપર ભરોસો કેમ કરવો,
જે Bye કહીને પણ ઓનલાઈન
રહેતા હોય !!
||25||
કાશ કોઈ સમાધાન કરાવે
અમારી વચ્ચેના અબોલાનું,
ઘણી તલપ લાગી છે આજે ફરી
એની સાથે વાત કરવાની !!
||26||
મને જયારે
ગુસ્સો આવે છે,
કોઈ મને મનાવતું
પણ નથી !!
||27||
અમને મળ્યો જ
નહીં રજુઆતનો સમય,
નહીં તો મજાનો હોત
મુલાકાત નો સમય !!
||28||
આજકાલ
સામેથી મેસેજ કરવામાં,
લોકોનો EGO બહુ HURT
થાય છે !!
||29||
યાદ રાખજે તારું
આ ઇગ્નોર કરવું જ,
મને તારા વગર જીવતા
શીખવાડી દેશે !!
||30||
તું નારાજ ના
થયા કર મારાથી,
પછી તારા વગર મારું
કોઈ કામમાં ધ્યાન જ
નથી લાગતું !! – નારાજગી શાયરી
||31||
તારી સાથે વાત
કરવાની ઈચ્છા તો ઘણી છે,
પણ તારું Ignore કરવું બહુ
Hurt કરે છે મને !!
||32||
પોતાના ના
થઇ શકો તો ચાલશે,
બસ અજનબીઓ જેવો
વ્યવહાર ના કરો !!
||33||
સાહેબ ખાલી પડ્યું રહે છે
મારા ઘરની પાસેનું મેદાન,
લાગે છે કે કોઈ મોબાઈલ આ
બાળકોનો દડો ચોરી ગયું !!
||34||
પ્રેમ કરીને છોડી
દેવાના રિવાજથી ડરું છું,
એટલે જ ભૂલ તારી હોય તોય
માફી હું માંગી લઉં છું !!
||35||
હકીકત એ છે કે
તને મારી કઈ પડી જ નથી,
અને હું એ જ સ્વીકારવા બનતા
પ્રયત્નો કરું છું !!
||36||
એમ તો કહેવું
ઘણું બધું છે તને,
બસ તારા પૂછવાની
રાહ છે !!
||37||
હા પ્રેમની જરૂર છે,
પણ એટલી પણ નહીં કે
કલાકો સુધી તારા Reply
ની રાહ જોવ !!
||38||
હું ફરી નહીં
મળું યાદ રાખજે,
નખરા કરવામાં થોડું
માપ રાખજે !!
||39||
તને પ્રેમ કરું છું
એટલે જુદા થવાથી ડરું છું,
એટલે જ વાંક તારો હોવા છતાં
માફી હું માંગુ છું !!
||40||
બ્લોક પણ નથી
કરતી ને વાત પણ નથી કરતી,
હવે તમે જ કહો આમાં શું
કરવું મારે !! – નારાજગી શાયરી
||41||
પરાયા લોકો માટે
સમય કાઢી લો છો,
બસ પોતાનાઓ માટે
સમય નથી તમને !!
||42||
દુઃખમાં એ
મને બોલાવ્યા કરે છે,
સુખમાં તો મને યાદ
પણ નથી કરતી !!
||43||
મને માફ કરી દો,
હવે નહીં બરબાદ કરું
તમારો કિંમતી સમય !!
||44||
વ્યક્તિને આખરે
એવા સમયે જ ઠોકર વાગે છે,
જયારે તેને પોતાને,
તેની મંજિલ મળવાનો સૌથી
વધારે વિશ્વાસ હોય !!
||45||
કોઈ સારું બહાનું શોધજે
મારાથી નારાજ થવાનું,
કેમ કે તને ચાહવા સિવાય બીજો
કોઈ ગુનો નથી કર્યો !!
||46||
બદનામ કરે છે
જેનાં નામથી લોકો મને,
કસમથી હજુ મેં તેને જોઈ
પણ નથી મન ભરીને !!
||47||
તું મને
પારખવામાં જ રહીશ,
તો મને ચાહવાનો સમય
જ નહીં રહે !!
||48||
રિસાઉં તો
પણ કોની સાથે,
મારી પાસે મનાવવા
વાળું કોઈ નથી !!
||49||
સાચે જ
Busy હોવામાં,
અને જાણી જોઇને Ignore
કરવામાં બહુ ફરક હોય છે
સાહેબ !!
||50||
નારાજ થવાનો મતલબ
એ નથી કે પ્રેમ નથી તારાથી,
પણ નારાજ થવાનું કારણ જ
તને કરેલો પ્રેમ છે !! – નારાજગી શાયરી
||51||
માણસ પાસે બહુ
રૂપિયો થઇ જાય ત્યારે,
માણસ “બહુરુપીયો”
થઇ જાય છે !!
||52||
છુપાયાં નાનપણમાં
ઝાડ કે વેલાની પાછળ,
થયા મોટા તો સંતાઈ ગયા
સિક્કાની પાછળ !!
||53||
સંબંધોમાં ક્યારેય
બેવફાઈ ના હોવી જોઈએ,
પાત્ર પસંદ ન હોય તો ચોખ્ખી
ના હોવી જોઈએ !!
||54||
થોડું ઘણું
Adjust તો બધા કરે છે,
જો તમે કરી લીધું તો શું
નવાઈ કરી !!
||55||
એક #Fast રીપ્લાય
તો થતો નથી તારાથી,
અને #Friendship નિભાવીશ
એ પણ #Forever વાળી ?
||56||
શું રોજ જુએ છે
ઘૂઘરી તારા પાયલની,
ક્યારેક હાલત તો જોઈ લે
તારા ઘાયલની !!
||57||
તું રોજ કહે છે
કે કાલે વાત કરીશ,
પણ કાલે મારી આંખો જ
ના ખુલી તો તું શું કરીશ.
||58||
મેસેજનો રિપ્લાય
સરખો આપતી નથી,
એ જિંદગીભર સાથ
આપશે ખરા ?
||59||
ગજબ નો છે
આજ નો માનવી,
પૈસો જોઈ ને પ્રેમ કરે છે
અને લાગણી જોઈને
વ્હેમ કરે છે !!
||60||
તું મને ક્યારેય
નહીં સમજી શકે,
અને જયારે સમજીશ ત્યારે
બહુ વાર થઇ ગઈ હશે !! – નારાજગી શાયરી
||61||
જો વાંક
તારો ગણાવવા બેસીશને,
તો તને ખુદથી જ નફરત
થઇ જશે !!
||62||
જયારે હું
ગુસ્સામાં Bye બોલી દઉં,
એનો મતલબ એ છે કે
તું મને મનાવ !!
||63||
તને ખબર ના
હોય તો કહી દઉં,
તારા ધીમા અને મોડા
રીપ્લાયના લીધે મારા આખા
મૂડની પથારી ફરી જાય છે !!
||64||
તું નખરા કરીશ એ ચાલશે,
પણ તારા આ મોડા રિપ્લાય જરાય
ચલાવી લેવામાં નહીં આવે !!
||65||
ચાંદની ચાંદસે હોતી હૈ,
સિતારોસે નહિ,
મોહબ્બત એકસે હોતી હૈ,
હજારોસે નહિ !!
||66||
વાતો તો એ બીજા સાથે કરે છે,
મને તો ખાલી મુડ ઠીક કરવા અને
ગુસ્સો દેખાડવા જ રાખ્યો છે !!
||67||
તે તો ક્યારેય કંઈ
સાંભળ્યું જ નહીં મારું,
બસ એટલે જ તો મેં
લખવાનું ચાલુ કર્યું !!
||68||
શાયરી હૃદયનો ભાર
હળવો કરવાની એક તરકીબ છે,
જેને મેળવી નથી શક્તા એની
સાથે શબ્દોમાં જીવીએ છીએ !!
||69||
કેમ હવે
મેસેજ નથી કરતા,
કોઈ બીજું મળી
ગયું કે શું !!
||70||
વાત ના કરો વાંધો નહીં,
પણ વાત કર્યા વગર રહી શકો છો
એ ગજબની વાત છે !! – નારાજગી શાયરી
||71||
અરે એમની
પાસે ઘણા લોકો છે,
અમારી કમી તો
સામાન્ય કહેવાય !!
||72||
Busy છું એમ
કહીને પછી પણ,
Online રહેતા કોઈ
તમારાથી શીખે !!
||73||
જા તારી સાથે કિટ્ટા,
બોલાવતી નહીં મને ક્યારેય !!
||74||
હેરાન દિલને
વધારે પરેશાન ના કર,
પ્રેમ કરવો હોય તો કર બાકી
ખોટો એહસાન ના કર !!
||75||
તું મને
સમજી નહીં શકે,
અને હું તને સમજાવી
નહીં શકું !!
||76||
ચેહરા બદલાય જાય
તો કોઈ વાત નથી પણ,
વર્તન બદલાય જાય તો
બહુ તકલીફ આપે છે !!
||77||
સોના કરતા લોખંડ બનો,
ભલે કાટ લાગશે પણ પીગળતા
તો વાર લાગેશે !!
||78||
વાત કરવા
માટે ઘણા લોકો છે,
પણ જેની સાથે વાત કરવી છે
એ અવેઈલેબલ નથી !!
||79||
મનાવી લઈશ હું મારા મનને,
પણ તમે પહેલા જેવા નથી રહ્યા
એ વાત તો પાક્કી છે !!
||80||
એ યાદ તો કરે છે મને,
પણ ત્યારે જ્યારે એને કોઈ
બીજું યાદ નથી કરતુ !! – નારાજગી શાયરી
||81||
મારે જરાય નથી
ચાલતું એના વગર,
પણ એ આખી જિંદગી
જીવવા તૈયાર છે મારા વગર !!
||82||
બધું સહન થઇ જશે,
બસ આ બોલ બીજું બોલ બીજું
સહન નથી થતું !!
||83||
તું ભૂલો કર્યા કર
હું માફ કર્યા કરીશ,
પણ આજ પછી હું
ભરોસો ક્યારેય
નહીં કરું !!
||84||
કેમ સુઈ ગઈ
વાત કર્યા વગર,
આજે મારી યાદ
નથી આવતી ?
||85||
તને ઓનલાઈન જોઇને
મેસેજ પણ નથી કરી શકતી,
ક્યાંક તું ઇગ્નોર કરે ને હું
પાછી દુઃખી થઇ જાઉં !!
||86||
એમ ના કહો કે
મારી પાસે ટાઈમ નથી,
એમ કહો કે તારા માટે
ટાઈમ નથી !!
||87||
કદાચ તમને ફરક પડશે,
ત્યાં સુધીમાં બહુ મોડું
થઇ ગયું હશે !!
||88||
ઘણું બધું કહેવું હતું તને,
પણ તું મને ના સમજી
શક્યોતો મારી વાતો
ક્યાંથી સમજવાનો !!
||89||
મેસેજમાં નહીં તો
સ્ટેટસથી પણ વાત રોજ કરે છે,
ગમે તેટલી નારાજ હોય પણ રોજ
યાદ તો કરે જ છે !!
||90||
કેટલા પણ
સારા મેસેજ કરી લો,
લોકો મૂડ હશે ત્યારે જ
જવાબ આપશે !! – નારાજગી શાયરી
||91||
નારાજ હતો હું એમનાથી,
અને એમણે મનાવ્યો જ નહીં !!
||92||
તને ખોટું
ના લાગે તો,
શું એકવાર તને
કોલ કરું ?
||93||
મજબૂરી એની હતી,
અને એકલો હું રહી ગયો !!
||94||
મને સમજવાવાળા ઘણા છે,
બસ એક તું મને સમજી ના શકી !!
||95||
You Can Ignore Me,
પણ એક વાત યાદ રાખજો,
ક્યારેક તમે પણ વાત કરવા
તડપી જશો !!
||96||
પ્રેમ કરીને છોડી
દેવાના રિવાજથી ડરું છું,
એટલે જ ભૂલ તારી હોય
છતાં માફી માંગી લઉં છું !!
||97||
કેમ બતાવું તને મારો
પ્રેમ કરવાનો અંદાજ,
હદમાં રહીને બેહદ
પ્રેમ કરયો હતો તને !!
||98||
રૂપથી અંજાયો નથી,
સ્નેહ થી ભીંજાયો છું,
તું ક્હે પીછો છોડ,
કેમ કહું પડછાયો છું !!
||99||
કોઈ તારી સાથે વાતો કરે
તો મને ઈર્ષા નથી થતી,
બસ તને ખોવાનો ડર
સતાવ્યા કરે છે !!
||100||
ક્યારેક ક્યારેક
તને ગળે લગાવીને,
તારી જ ફરિયાદ કરવાનું
મન થાય છે !! – નારાજગી શાયરી
||101||
હું સામેથી મેસેજ
નથી કરતી પણ એનો
મતલબ એ તો નથી,
કે મારે તારી સાથે
વાત નથી કરવી !!
||102||
આ દિલ પણ
એમને જ યાદ કરે છે,
જેમની પાસે આપણા
માટે સમય જ નથી !!
||103||
મારી વાતો ફક્ત ત્યારે જ
તને સમજમાં આવશે,
જયારે હું નહીં પણ ખાલી
મારી વાતો જ રહી જશે !!
||104||
ક્યારેય વાંચીને ન કરશો
અનુમાન અમારી લાગણીનું,
અધૂરું તમને સમજાશે નહીં અને
પૂરું અમે લખતા નથી !!
||105||
દરેક માટે
સમય છે એની પાસે,
ખાલી મારા માટે જ
સમય નથી !!
||106||
લાગે છે કે
મોત આવી જશે,
પણ એનો Message
નહીં આવે !!
||107||
Sorry હો ખોટું લાગે તો,
પણ અમે તમારી પાસેથી જ
Ignore કરતા શીખ્યા છીએ !!
||108||
સાચું કહું તો
મારો મોટાભાગનો સમય,
તારી રાહ જોવામાં જ
જતો રહે છે !!
||109||
કોઈને એટલા પણ
ઇગ્નોર ના કરો સાહેબ,
કે એમને તમારાથી
નફરત થઇ જાય !!
||110||
બોલ આજે હું
રિસાઈ જાવ થોડી વાર માટે,
તારા ખોળામાં માથું મુકીને
રડવા દઈશ થોડી વાર માટે !! – નારાજગી શાયરી
||111||
પારકા લોકો પાસેથી
દગાની આશા ન રાખવી,
આ હક્ક ફક્ત “અંગત”
લોકોનો છે !!
||112||
Online તો છે એ,
પણ Ignore એવી રીતે કરે છે
જાણે સાત જનમનો બદલો
લઇ રહી હોય !!
||113||
નારાજગી પણ
એક ખુબસુરત સંબંધ છે,
જેનાથી હોય એ વ્યક્તિ દિલ
અને દિમાગ બંનેમાં રહે છે !!
||114||
જયારે કોઈ
સાથે નહીં હોય ત્યારે
તને મારું મહત્વ સમજાશે !!
||115||
મનાવી લઈશ
હું મારા મનને પણ તમે
પહેલા જેવા નથી રહ્યા એ
વાત તો પાક્કી છે !!
||116||
Really Sorry
પણ મને લાગ્યું હતું કે
હું બહુ Important છું
તમારી જિંદગીમાં !!
||117||
કેમ યાર સાવ
આવું કરો છો તમે,
મને દુઃખી કરીને શું તમે
ખુશ રહો છો !!
||118||
વાતો તો પહેલા
થતી હતી સાહેબ,
હવે તો બસ તમે બોલો
તમે બોલો એવું થાય છે !!
||119||
આ ગુડ નાઈટ શું હોય,
મારે હજુ વાતો કરવી હતી !!
||120||
અજાણ્યા હોય
તો ફરિયાદ પણ કરાય,
પણ આ હૈયે વસેલા જ હેરાન
કરે તો કોને કહેવું !! – નારાજગી શાયરી
આ પણ વાંચો:-
- 100+ બેસ્ટ દોસ્તી શાયરી ગુજરાતી | Dosti Shayari Gujarati
- 100+ બેસ્ટ દર્દ ભરી શાયરી ગુજરાતી | Sad Shayari Gujarati
- 100+ બેસ્ટ બેવફા શાયરી ગુજરાતી | Bewafa Shayari Gujarati
- 100+ બેસ્ટ યાદ શાયરી ગુજરાતી | Miss You Shayari Gujarati
- 100+ બેસ્ટ રોમેન્ટિક શાયરી ગુજરાતી : romantic shayari Gujarati
- 100+ બેસ્ટ લવ શાયરી ગુજરાતી | Love Shayari Gujarati
સારાંશ
પ્રિય પ્રેમિકાઓના પ્રેમીઓ અને પ્રેમીઓની પ્રેમિકાઓ અમે આશા રાખીએ છીએ કે, તમે અહીંયા નારાજગી શાયરી ગુજરાતી મળી હશે. તો આમ નારાજગી શાયરી ગુજરાતીની જેમ વિવિધ શાયરીઓ જાણવો માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે. – નારાજગી શાયરી
2 thoughts on “100+ બેસ્ટ નારાજગી શાયરી ગુજરાતી | Narajagi Shayari Gujarati”