અત્યારના સમયમાં બ્રેકઅપ શાયરી ગુજરાતી એ કોઈની લાગણી શેર કરવા માટે ખૂબ જ સારું માધ્યમ છે, કારણ કે હાલના સમયમાં બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને કેટલો પ્રેમ કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ જ્યાં સુધી તમે તમારો પ્રેમ ન બતાવો ત્યાં સુધી તે નકામું છે. તેથી અત્યાર ના સમયમાં લોકો પોતાનો પ્રેમ બતાવવા માટે બ્રેકઅપ શાયરી ગુજરાતીનો ઉપયોગ કરી પોતાનો પ્રેમ બતાવતા હોય છો.
જો તમે પણ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે બ્રેકઅપ શાયરી ગુજરાતી શોધી રહ્યા છો. તો અહીં નીચે 100+ બેસ્ટ બ્રેકઅપ શાયરી ગુજરાતી આપી છે. જેથી તમને ગમતી Breakup Shayari Gujarati નો ઉપયોગ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે કરી શકો છો.
100+ બેસ્ટ બ્રેકઅપ શાયરી ગુજરાતી | Breakup Shayari Gujarati
||1||
આમ તો બધી
વાતે Perfect છે તું,
બસ કમી છે તો મારી તારી
સાથે રહેવાની !!
||2||
અંતર લોકોને અલગ નથી કરતું,
પણ એમની વચ્ચેનું મૌન
અલગ કરે છે !!
||3||
સ્વાર્થ અને મતલબ
હોઈ છે દરેક સંબંધના પાયા માં,
બાકી પડછાયો પણ સાથ છોડી
દે છે છાયા માં !!
🙏🙏🙏🙏🙏🙏🙏
||4||
કેમ તમને પ્રેમ ના કરું,
તમે કિસ્મતમાં નથી પણ
હૈયામાં છો એનું શું કરું !!
||5||
મજબૂરી એની હતી,
અને એકલો હું
રહી ગયો !!
||6||
થોડો પસ્તાવો
અને થોડો પ્રેમ છે,
પણ એની ફિકર તો આજે
પણ જેમની તેમ છે !!
||7||
ખુશ પણ નથી
ને દુઃખી પણ નથી,
હું તો બસ તારા વગર
સાવ ખાલી છું !!
||8||
તમારી રાહ
એ જ જોઈ શકે,
જેને તમારાથી
સાચો પ્રેમ હોય છે !!
||9||
એક તમારા મળવાથી
મને ખુશી મળે છે,
બાકી એકલા તો રોજ મને
ઉદાસી જ મળે છે !!
||10||
જેની યાદ છે
દિલમાં એક નિશાનીની જેમ,
એ આજે મને ભૂલી ગયા છે
એક કહાનીની જેમ !!
||11||
અત્યારે લોકોના
દિલ ભરાઈ જાય છે,
ત્યારે દુર જવાના બહાના જાતે
જ મળી જતા હોય છે !!
||12||
ચાહવા વાળાઓની કમી નથી,
બસ જેને હું ચાહું છું
એની કમી છે !!
||13||
કેટલી રાહ
જોવડાવીશ યાર,
હવે તો એક કોલ કરી દે પ્લીઝ !!
||14||
જેને આપણે
દિલથી પ્રેમ કરીએ,
એ લોકો હંમેશા દુર જ હોય છે !!
||15||
લાખ
કોશિશ કરી જોઈ મેં,
ક્યાંય મન ના લાગ્યું
તારા વિના !!
||16||
કોઈ કોઈના
વગર મરતું નથી,
બધી બસ બકવાસ વાતો છે !!
||17||
બે ઘડી
તારો સાથ શું હતો,
મને તો તારી આદત
પડી ગઈ !!
||18||
લાખ આગળ
વધી જા જિંદગીમાં તારી,
પણ અનુભવીશ તો ખરી
જ તું અછત મારી !!
||19||
તું અને હું એટલે
જાણે નદીના બે કિનારા,
સામ સામે જ પણ તો ય હંમેશા દુર !!
||20||
પ્રભાવ રહે ના રહે,
પણ અમારો અભાવ
કાયમ રહેશે !! – બ્રેકઅપ શાયરી
||21||
હાલ પૂછીને તમે શું કરશો,
બેહાલ કરીને તમે જ ગયા છો !!
||22||
કોઈના જવાથી
હસવાનું છોડી દઉં,
એટલી પણ સસ્તી ખુશી
નથી અમારી !!
||23||
છોડી દીધા
પછી પણ છૂટે નહીં,
એને જ તો આદત કહેવાય સાહેબ !!
||24||
આંખો બંધ કરીને
તમને મહેસુસ કર્યા સિવાય,
મારી પાસે બીજો કોઈ રસ્તો
નથી તમને મળવાનો !!
||25||
એ રોકાયા જ નહીં,
મેં મારા કીમતી આંસુ પણ
દાવ પર લગાવીને જોઈ લીધું !!
||26||
સખત શબ્દોમાં હું
વખોડી કાઢું છું એ વાતને કે,
કોઈના વગર કોઈનું કંઈ
અટકતું નથી !!
||27||
#સિંગલ લોકો ખાલી
કહેવાના જ રોદણા રોતા હોય,
બાકી હકીકતમાં તો એ બહુ
ખુશ હોય છે !!
||28||
જોયા રૂપાળા ચહેરા અનેક,
પણ એ મન મોહી જનાર
ફરી ક્યાંય ના મળ્યા !!
||29||
સંબંધ ફૂલ અને
ઝાકળનો એવો થયો,
માંડ ભેગા થયા ત્યાં
તડકો થયો !!
||30||
સુરજ ડૂબ્યો
ને અંધકાર છવાયો,
તારા ના હોવાનો મતલબ
હવે સમજાયો !!
||31||
કેટલી બધી દુર છે એ,
જે દિલની સૌથી નજીક છે !!
||32||
તારા કોલ કે મેસેજની
હવે કોઈ આશા તો નથી,
છતાં પણ હું એની જ
રાહ જોવ છું !!
||33||
આ દિલને
ત્યારે રાહત મળશે,
જયારે લોકડાઉન પછી
તું મને મળશે !!
||34||
ફર્ક હતો
એના અને મારા પ્રેમમાં,
હું એને પામવા માટે એનાથી
ઝગડતો અને એ મારાથી
દુર થવા માટે !!
||35||
#Time મળે
તો વાત કરી લેજે,
હું તારા #Message ની
રાહ જોવું છું !!
||36||
ધ્યાન રાખજે
ક્યાંક મરી ન જાઉં,
બહુ ઝેરીલી છે
આ ખામોશી તારી !!
||37||
બસ એટલો
ફર્ક પડ્યો છે એના જવાથી,
કે હવે ફર્ક નથી પડતો કે કોણ
આવે ને કોણ જાય છે !!
||38||
એવા તો કેવા
ચોઘડિયે આપણે મળ્યા,
કે મળી પણ ના શક્યા
ને ભૂલી પણ ના શક્યા !!
😭😭😭😭😭
||39||
પ્રેમ કરવાવાળા વચ્ચે
ભલે જુદાઈ થઇ જાય,
પણ દિલમાં વસેલી
મોહબ્બત ભુલાતી નથી !!
||40||
જુદાઈ
માટે જિમ્મેદાર
તો ખામોશી હોય છે,
અંતર તો એમનેમ જ
બદનામ છે !! – બ્રેકઅપ શાયરી
||41||
તકલીફ એ
નથી કે તું દુર રહે છે,
તકલીફ એ છે કે તું દુર
રહેવા લાગી છે !!
||42||
તારાથી વાત
નથી થતી તો શું થયું,
મારો સમય તારા મેસેજની રાહ
જોવામાં જાય છે !!
||43||
કંઇક ને કંઇક
બોલતા રહો મારી સાથે,
આમ સાવ મૌન રહેશો તો
લોકો સાંભળી જશે !!
||44||
ક્યારે
મળશું આપણે યાર,
તારું એ TIGHT HUG
બહુ યાદ આવે છે !!
||45||
પ્રેમ ભલે
બહુ ટૂંકો હતો અમારો,
પણ એને ભૂલી જવાની વાત
બહુ લાંબી ચાલી !!
||46||
આજે કહેવા
માટે ઘણું છે મારી પાસે,
બસ સાંભળવા માટે
એક તું નથી !!
||47||
આપણી એ
છેલ્લી મુલાકાત,
મારી જિંદગીની છેલ્લી
ખુશી હતી !!
||48||
કોલ નહીં તો
એક મેસેજ તો કરી દો,
દિલની સાથે સાથે આંખો પણ
થાકી ગઈ છે રાહ જોઇને !!
||49||
જે મારા વગર ખુશ છે,
હું એને DISTURB કેમ કરું !!
||50||
જો આ વરસાદ
પણ આવી ગયો હવે,
ખબર નહીં તું ક્યારે
આવીશ !!
||51||
મને રાહ
જોતા આવડે છે,
બસ તું ખાલી પાછા
ફરતા શીખી જા !!
||52||
LockDown ના કારણે
દુર છો એટલે Miss કરું છું,
પાસે હોત તો Kiss કરતો !!
||53||
બસ એક
તારી જ ખોટ છે,
બાકી ક્યાં કોઈ
વસ્તુની કમી છે !!
||54||
હું તને Miss કરું છું
પણ Problem એ છે,
કે તું કોઈ દિવસ મને
સમજતી જ નથી !!
||55||
એમના વિરહમાં
મારી જિંદગી કરમાઈ ગઈ,
દિવસો થયા રણ અને
રાતો ભીંજાઈ ગઈ !!
||56||
દુર રહીને પણ તું
મારા શ્વાસ લંબાવી શકે,
શ્રદ્ધાનો વિષય છે એટલે
સ્વપ્નમાં પણ આવી શકે !!
||57||
મારી દુઆ છે
તને એ બધું મળે,
જેના માટે તું મને
છોડીને ગઈ છે !!
||58||
આંખના અને આભના
બંને અલગ વરસાદ છે,
કોણ ક્યારે કેટલું વરસ્યું
હવે ક્યાં યાદ છે !!
||59||
દુરી તો દુનિયાએ
બનાવી છે પાગલ,
બાકી આંખ બંધ કરીને
યાદ કર તો હું તારી
સાથે જ છું !!
||60||
માંગી હતી ભગવાન
પાસે એની ખુશીની દુઆ,
ભગવાન મને એનાથી અલગ
કરી બોલ્યા હવે એ ખુશ છે !! – બ્રેકઅપ શાયરી
||61||
પૂછી જોજો કોઈ પ્રેમીને,
મિલનના સુખ કરતા વિરહનો
ડર વધુ હોય છે !!
||62||
કોઈના દુર જવાથી
કોઈનો જીવ નથી જતો,
માત્ર લાગણીઓ આત્મહત્યા
કરતી રહે છે જિંદગીભર !!
||63||
તમને ગુમાવ્યા પછી,
બીજું કંઈ પામવાની
ઈચ્છા જ નથી !!
||64||
પહેલા પણ અજાણ્યા હતા અને
આજે પણ અજાણ્યા છીએ,
બસ ખાલી વચમાં
પ્રેમ આવ્યો હતો !!
||65||
આજકાલ એક
જુઠ રોજ કહું છું એને,
કે તારા વગર હવે
હું ખુશ રહું છું !!
||66||
દુર તો
મારાથી તું જતો રહીશ,
પણ શું મારા પ્રેમ વગર
રહી શકીશ ?
😭😭😭😭😭
||67||
શું મળ્યું એની
સાથે રાતભર વાતો કરીને,
એના કરતા તો આરામથી
સુઈ જ ગયા હોય !!
||68||
હું Block છું,
છતાં તારો Message
આવવાની રાહ જોઇને
બેઠો છું !!
||69||
ઘણા દિવસ થઇ ગયા,
હવે તો મળવા આવ દિકા !!
||70||
સમય ભલે વીતી રહ્યો છે,
પણ તારો સાથ હોવાનો
એહસાસ આજે પણ ત્યાં
જ થોભી ગયો છે !!
||71||
મારા વગર ખુશ છો,
તો જાઓ ખુશ જ રહો !!
||72||
આ આંખો પણ તને
જોવા માટે તડપી રહી છે,
કાશ કે તને છેલ્લીવાર
થોડી વધારે જોઈ હોત !!
||73||
તારું ન
હોવું જાણે એવું,
કે ચા તો છે પણ
ખાંડ વગરની !!
||74||
કેટલીય રાતો જોઈ અને
કેટલાય વિતાવ્યા દિવસો,
બધું જ છે તો પણ અધૂરું છે
એ બધું તારા વગર !!
||75||
તારી અને મારી
વચ્ચે એક રીત તો રેવાની,
ભલે રહ્યા દુર આપણે પણ
પ્રીત તો રેવાની !!
||76||
ખબર છે કે તારો
મેસેજ નહીં આવે હવે,
તો પણ ફોન ચેક કરું છું કે
કદાચ આવ્યો હોય !!
||77||
સંબંધને સમય
અને હાલત બદલી દે છે,
ને હવે તારું નામ સાંભળતા
હું વાત બદલી લઉં છું !!
||78||
આપણે બે હાથ ભેગા
કરીને તાળી પાડી હતી,
તું આમ ચપટી વગાડીને
જતી રહે એ કેમ ચાલે !!
||79||
અધૂરા છે આજે પણ
એ સવાલના જવાબ,
જેમાં રોજ ફરી ક્યારે
મળીશુંની ચિંતા હતી !!
||80||
મેં વિચારી લીધું
કે હવે ખુશ રહેવું છે,
તારાથી હવે દુર રહેવું છે !! – બ્રેકઅપ શાયરી
||81||
તને મહેસુસ
કેમ નથી થતું,
કે તારા વિના મારું
દિલ નથી લાગતું !!
||82||
કાનાના કાને
વાત જ્યાં આવી
કાનજી મનોમન મુજાણા,
રાધા વિના એક પળ પણ ન
સોરવે કેમ કરી વીતશે વહાણાં !!
||83||
હું તો બસ
તારી રાહ જોઇશ,
કારણ કે મારે તારા સિવાય
બીજું કોઈ ના જોઈએ !!
||84||
હવે તો તું જલ્દી
આવે તો સારું યાર,
એકલા કરતા પણ વધારે
એકલો પડી ગયો છું !!
||85||
હવે પહેલા જેવા
હકથી કહી નથી શકતો,
પણ પ્રેમ તો આજે પણ
એટલો જ કરું છું તને !!
||86||
જેની સાથે વાત
કરવાની આદત થઇ જાય છે,
એની સાથે વાત ના થાય તો દિલ
ઉદાસ થઇ જાય છે !!
||87||
દુર છું છતાં
તારી તસ્વીરથી ખુશ છું,
તારી પાસે નથી છતાં મારી
તકદીરથી ખુશ છું !!
||88||
તારા ગયા પછી જિંદગી
સાથે ખાસ વહેવાર નથી,
દિવસ ઉગે ને આથમે બીજો
કોઈ તહેવાર નથી !!
||89||
ઉપવાસ પર
બેઠી છે મારી આંખો,
આજે તને જોવા માટે !!
||90||
આજે પણ યાદ છે મને,
તારી સાથે વાતો કરતા કરતા
આખી રાત વીતી જતી હતી !!
||91||
સાંભળવા માંગુ છું
એકવાર અવાજ તમારો,
પણ વાત કરવાનું બહાનું
નથી આવડતું મને !!
||92||
હા હું જાણું છું કે હવે
તારા પર મારો કોઈ હક નથી,
પણ શું કરું તારા વગર મને
ક્યાંય ઝપ નથી !!
||93||
પ્રેમ કરવાવાળા
ભલે જુદા થઇ જાય,
પણ દિલમાં વસેલી મોહબ્બત
ક્યારેય ભુલાતી નથી !!
||94||
બે ઘડી
તારો સાથ શું હતો,
મને તો તારી આદત
પડી ગઈ !!
||95||
પ્રેમ વિશે વધારે
જાણકારી નથી મને,
બસ એટલી ખબર છે કે તારા
વગર ગમતું નથી મને !!
||96||
એક દિવસ એવો આવશે,
હું નહીં પણ મારો Love તને
બહુ યાદ આવશે !!
||97||
આજે કંઇ
અધૂરું છે તારા વગર,
શું તારું પણ એવું જ છે
મારા વગર ?
||98||
હવે ઇંતજાર નથી તારો,
અને કોઈ હમદર્દી પણ
નથી તારાથી !!
||99||
હોઠો પર મુસ્કાન
પણ આંખોમાં નમી છે,
બધું જ છે આજે મારી પાસે
બસ તારી કમી છે !!
||100||
ભૂલી જાઓ એને
જે તમને ભૂલી ગયા છે,
એમાં કંઈ જ ખોટું નથી !! – બ્રેકઅપ શાયરી
||101||
આંખોના સપના
અને રાતની ઊંઘ ગઈ,
એ ગયા તો કંઇક એવું લાગ્યું કે
જિંદગી જાણે હાથમાંથી ગઈ !!
||102||
આજે પણ જોઉં છું
જયારે જયારે તસ્વીર એની,
આજે પણ એનાથી વધારે પ્યારું
બીજું કોઈ નથી લાગતું !!
||103||
હા હું માનું છું કે
થોડી ભૂલ મારી પણ છે,
પણ પ્રેમ મેં તને ક્યારેય
ખોટો નથી કર્યો !!
||104||
એક તરફી પ્રેમ
પણ કેવો કમાલ હોય છે,
એકને બહુ પરવાહ હોય છે અને
બીજાને ખબર પણ નથી હોતી !!
||105||
બીજાના અનુભવોને આધારે
મને ઓળખવાની કોશિશ ના કર,
કેમ કે હું જે તારા માટે છું ને એ
બીજા કોઈ માટે નથી !!
||106||
ખબર નહીં કેમ
આટલા દુઃખ સહન કર્યા પછી પણ
મને એ વ્યક્તિથી નફરત નથી થતી !!
||107||
મારી જગ્યાએ
કદાચ જો તમે હોત ને,
તો તમે મને ક્યારનો
છોડી દીધો હોત !!
||108||
એક દિવસ તને
તારી ભૂલનો પછતાવો થશે
અને તું મારી પાસે આવીશ પણ
ત્યારે બહુ મોડું થઇ ગયું હશે !!
||109||
પ્રેમ છે મને એ
વ્યક્તિથી જે જાણે છે કે
હું એના વગર નથી રહી શકતો
છતાં મને એકલો છોડી દીધો !!
||110||
કોઈક શોધી લાવો
એમને પાછા મારી જિંદગીમાં,
જિંદગી હવે શ્વાસ નહીં એમનો
સાથ માંગે છે !!
||111||
ઇંતજાર
લાંબો હોય તો ચાલે,
પણ એકતરફી હોય તો
માત્ર તકલીફ આપે છે !!
||112||
જીવ જતો
હતો જેમના જવાથી,
મેં એમને જતા પણ
જોયા છે !!
||113||
મારી જોડે વાત
ના કરવાની એની કસમ હતી,
એ તો બસ મારાથી દુર જવાની
એની રસમ હતી !!
||114||
આમ તો હું
મારો Favorite છું,
પણ તારા વગરનો હું
મને પણ નથી ગમતો !!
||115||
બસ હવે તો તારા
મેસેજની રાહ જોવામાં જ,
મારી રાતો પસાર
થઇ જાય છે !!
||116||
ચાલને આજે
ફરી ઝઘડો કરીએ,
આ ચુપ થઇ ગયેલા સંબંધોને
બોલતા કરીએ !!
||117||
તું એમ ના
પૂછ કે કેમ છે,
બસ એમ સમજ
કે તારા વગર બધું
જેમ-તેમ છે.
||118||
બસ એમ
વિચારીને સુઈ જાઉં છું,
કે કાલે તું મારી
હોઈશ !!
||119||
મારા
જીવનમાં બસ,
એક તારી જ કમી છે !!
||120||
જયારે તું હતો
ત્યારે સમય ના મળ્યો,
અને હવે જયારે સમય મળ્યો
ત્યારે તું ના મળ્યો !! – બ્રેકઅપ શાયરી
આ પણ વાંચો:-
- 100+ બેસ્ટ બેવફા શાયરી ગુજરાતી | Bewafa Shayari Gujarati
- 100+ બેસ્ટ યાદ શાયરી ગુજરાતી | Miss You Shayari Gujarati
- 100+ બેસ્ટ રોમેન્ટિક શાયરી ગુજરાતી : romantic shayari Gujarati
- 100+ બેસ્ટ લવ શાયરી ગુજરાતી | Love Shayari Gujarati
સારાંશ
પ્રિય પ્રેમિકાઓના પ્રેમીઓ અને પ્રેમીઓની પ્રેમિકાઓ અમે આશા રાખીએ છીએ કે, તમે અહીંયા બ્રેકઅપ શાયરી ગુજરાતી મળી હશે. તો આમ બ્રેકઅપ શાયરી ગુજરાતીની જેમ વિવિધ શાયરીઓ જાણવો માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે. – બ્રેકઅપ શાયરી.