SMFG India Credit Personal Loan : SMFG ઇન્ડિયા ક્રેડિટ પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

SMFG ઇન્ડિયા ક્રેડિટ પર્સનલ લોન – શું મિત્રો તમે SMFG India Credit Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, SMFG ઇન્ડિયા ક્રેડિટ પર્સનલ લોન શું છે, SMFG ઇન્ડિયા ક્રેડિટ પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, SMFG ઇન્ડિયા ક્રેડિટ પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને SMFG India Credit Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


SMFG India Credit Personal Loan


SMFG ઇન્ડિયા ક્રેડિટ પર્સનલ લોન શું છે? – SMFG India Credit Personal Loan

SMFG તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 25 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 5 વર્ષ નો હોય છે.


SMFG ઇન્ડિયા ક્રેડિટ પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – SMFG India Credit Personal Loan interest rate

SMFG India Credit Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 11.99%  થી શરૂ થાય છે. આ વ્યાજદર SMFG India Credit Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


SMFG ઇન્ડિયા ક્રેડિટ પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે SMFG India Credit Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) લગ્ન લોન

લગ્ન લોન કોને આપવામાં આવે છે? : તો જે વ્યક્તિના લગ્ન છે. તે વ્યક્તિ તેમના લગ્ન-સંબંધિત ખર્ચાઓ જેમ કે વિદેશી સ્થળ, કેટરિંગ, ફોટોગ્રાફી, લગ્નના પોશાક જેવા ખર્ચાઓને પુરા કરવા લગ્ન લોન લઈ શકે છે.

(2) હોમ રિનોવેશન લોન

હોમ રિનોવેશન લોન કોને આપવામાં આવે છે? : તો જે વ્યક્તિઓ પોતાના હોમનું રિનોવેશન કરવા માંગે છે. તે અરજદારો પોતાના ઘરના નવીનીકરણ સંબંધિત ખર્ચાઓ જેમ કે ટાઇલિંગ, ફ્લોરિંગ વગેરે ખર્ચાઓ પુરા કરવા માટે હોમ રિનોવેશન લોન લઈ શકે છે.

(3) મુસાફરી લોન

મુસાફરી લોન કોને આપવામાં આવે છે? : તો જે અરજદારો વેકેશનમાં પ્રવાસ સંબંધિત ખર્ચાઓ જેમ કે હવાઈ ભાડું, ટેક્સીનું ભાડું, હોટેલ આવાસ જેવા ખર્ચ પુરા કરવા માંગે છે તે અરજદારો મુસાફરી લોન લઈ શકે છે.

(4) મેડિકલ લોન

મેડિકલ લોન કોને આપવામાં આવે છે? : તો જે અરજદારો પોતાના તબીબી કટોકટી સંબંધિત ખર્ચાઓને પુરા કરવા માટે મેડિકલ લોન લઈ શકે છે.

(5) શિક્ષણ લોન

શિક્ષણ લોન કોને આપવામાં આવે છે? : તો જે અરજદાર ઉચ્ચ શિક્ષણ લેવા માંગે છે અને તેને સંબંધિત ખર્ચને પુરા કરવા માટે શિક્ષણ લોન લઈ શકે છે.

(6) મહિલાઓ માટે પર્સનલ લોન

મહિલાઓ માટે પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો મહિલાઓને તેમની વ્યક્તિગત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે SMFG ઇન્ડિયા ક્રેડિટ તરફથી મહિલાઓ માટે પર્સનલ લોન આપવામાં આવે છે.

(7) ડોકટરો માટે પર્સનલ લોન

ડોકટરો માટે પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો SMFG ઇન્ડિયા ક્રેડિટ એ ખાનગી, સરકારી હોસ્પિટલો કે ક્લીનિકમાં સલાહકાર તરીકે કામ કરતા અથવા વ્યવસાયિક પ્રેક્ટિસ કરતા તબીબી વ્યવસાયીઓને ડૉક્ટરો માટે પર્સનલ લોન આપે છે.

(8) ચુનંદા અરજદારો માટે પર્સનલ લોન

ચુનંદા અરજદારો માટે પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો જે અરજદારી લઘુતમ માસિક આવક રૂપિયા 75,000 અને CIBIL સ્કોર ઓછામાં ઓછો 750 ધરાવે છે તેવા વ્યક્તિઓ આ લોન મેળવી શકે છે.

(9) પગારદાર વ્યક્તિઓ માટે પર્સનલ લોન

પગારદાર વ્યક્તિઓ માટે પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો પગારદાર વ્યક્તિઓની વ્યક્તિગત જરૂરિયાતો જેમ કે લગ્ન, ઉચ્ચ શિક્ષણ, દેવું એકત્રીકરણ, વગેરે વિવિધ જરૂરિયાતો પુરી કરવા માટે લોન લઈ શકે છે.

(10) દેવું એકત્રીકરણ માટે પર્સનલ લોન

દેવું એકત્રીકરણ માટે પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો જે ઉપભોક્તા ઊંચા વ્યાજના ખર્ચે મેળવેલા તેમના હાલના દેવાની ચૂકવણી કરવા માટે દેવું એકત્રીકરણ માટે વ્યક્તિગત લોનનો લાભ લઈ શકે છે.

(11) સ્વ-રોજગાર વ્યક્તિઓ માટે પર્સનલ લોન

સ્વ-રોજગાર વ્યક્તિઓ માટે પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો સ્વ-રોજગાર ધરાવત વ્યક્તિઓ તેમની વ્યક્તિગત વિવિધ જરૂરિયાતોને પુરી કરવા માટે લોન લઈ શકે છે.

(12) ખરીદી માટે પર્સનલ લોન

ખરીદી માટે પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો જે અરજદારો મોબાઇલ ફોન, ટેબ્લેટ, વોશિંગ મશીન, એર કંડિશનર વગેરે જેવી વસ્તુઓની ખરીદી માટે કે લગ્ન-સંબંધિત ખરીદીના ખર્ચ પુરા કરવા માટે લોન લઈ શકે છે.


SMFG ઇન્ડિયા ક્રેડિટ પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે SMFG India Credit Personal Loan લેવા માટે પાત્ર છો, તેથી નીચે લોનની તમામ પાત્રતા આપેલ છે. જે જોઈને તમે લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

1.જાહેર ક્ષેત્રના ઉપક્રમ, પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પગારદાર કર્મચારી લોન માટે પાત્ર છે.

2.વર્તમાન નીતિ અનુસાર ટર્નઓવર સાથે સ્વ-રોજગાર વ્યક્તિઓ પણ લોન માટે પાત્ર છે.

3.નોકરિયાત વ્યક્તિની ન્યૂનતમ માસિક આવક રૂપિયા 20,000 થી 25,000 હોવી જોઈએ.

4.લોન લેનાર અરજદારને ઓછામાં ઓછો 6 મહિનાથી 1 વર્ષનો કાર્ય અનુભવ હોવો જોઈએ.

5.લોન લેનાર અરજદારનો CIBIL સ્કોર 750 કે તેથી વધુ હોવો જોઈએ.


SMFG ઇન્ડિયા ક્રેડિટ પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – SMFG India Credit Personal Loan documents

પગારદાર અરજદાર માટે દસ્તાવેજ

1.ID પ્રૂફ : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાઇસન્સ, જોબ કાર્ડ વગેરે.)

2.સરનામાનો પુરાવો : કોઈપણ એક – (પાસબુક, ભાડા કરાર, મિલકતની રસીદ, મ્યુનિસિપલ ટેક્સની રસીદ, વીજળી બિલ, પાણીનું બિલ, સિલિન્ડર, પાઇપ્ડ ગેસ, પોસ્ટ-પેઇડ મોબાઇલ બિલ વગેરે.

3. પાનકાર્ડ

4.ITR/ફોર્મ 16

5. અરજદારના છેલ્લા 6 મહિનાનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ

6. અરજદારના છેલ્લા 3 મહિનાની પગાર સ્લિપ

સ્વ-રોજગાર અરજદાર માટે દસ્તાવેજ

1.ID પ્રૂફ : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાઇસન્સ, જોબ કાર્ડ વગેરે.)

2.સરનામાનો પુરાવો : કોઈપણ એક – (પાસબુક, ભાડા કરાર, મિલકતની રસીદ, મ્યુનિસિપલ ટેક્સની રસીદ, વીજળી બિલ, પાણીનું બિલ, સિલિન્ડર, પાઇપ્ડ ગેસ, પોસ્ટ-પેઇડ મોબાઇલ બિલ વગેરે.

3. પાનકાર્ડ

4. અરજદારના છેલ્લા 6 મહિનાનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ

5.વ્યવસાય પુરાવો

6.અરજદારના છેલ્લા 2 વર્ષનું ITR

7.બેલેન્સ શીટ, નફા-નુકશાન ખાતું કે છેલ્લા 2 વર્ષની આવકની ગણતરી

8.આઇટી આકારણી અથવા ક્લિયરન્સ પ્રમાણપત્ર.

9.ITR માં જાહેર કરાયેલ આવક માટે આવકવેરા ચલણ અથવા TDS પ્રમાણપત્ર


SMFG ઇન્ડિયા ક્રેડિટ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

SMFG ઇન્ડિયા ક્રેડિટ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી લોનની રકમના 6% સુધી

SMFG ઇન્ડિયા ક્રેડિટ પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો SMFG India Credit Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે SMFG India Credit Personal Loan માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની SMFG ઇન્ડિયા ક્રેડિટ બેંકમાં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંકમાં જઈને SMFG India Credit Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને SMFG ઇન્ડિયા ક્રેડિટ પર્સનલ લોન (SMFG India Credit Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં SMFG ઇન્ડિયા ક્રેડિટ પર્સનલ લોનની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને SMFG ઇન્ડિયા ક્રેડિટ પર્સનલ લોનની વધુ માહિતી માટે SMFG ઇન્ડિયા ક્રેડિટની અધિકારી વેબસાઈટ https://www.smfgindiacredit.com/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું SMFG ઇન્ડિયા ક્રેડિટ બેંક પાસેથી કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?

જવાબ : SMFG ઇન્ડિયા ક્રેડિટ બેંક દ્રારા 5 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : SMFG ઇન્ડિયા ક્રેડિટ પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : SMFG India Credit Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 11.99%  થી શરૂ થાય છે. આ વ્યાજદર SMFG India Credit Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : SMFG ઇન્ડિયા ક્રેડિટ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : લોનની રકમના 6% સુધી પ્રોસેસિંગ ફી હોય છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment